અનન્યા NO NO કહેતી પોતાના હાથ પગ ઉછાળવા લાગી.ત્યાંજ અચાનક તે એક ઝાટકા સાથે ઉભી થઇ ગઈ. તેના ચહેરા ઉપર એક રહસ્યમય મુસ્કાન આવી ગઈ.તેની આંખોમાં એક ગજબનું તેજ આવી ગયું હતું. તે રૂમની બહાર નીકળી અને કિચનમાં જઈને છરી લેતી ઉપરનાં માળે જવા લાગી.
અનન્યાએ પોતાની મમ્મી ચાંદનીબહેનનાં રૂમનો દરવાજો ખટખટાવ્યો.અનન્યાનાં જોરજોરથી બારણું ખખડાવવાનાં લીધે ચાંદનીબહેને ફટાફટ દરવાજો ખોલ્યો.
"શું કરે છે અનુ?? પાગલ થઇ ગઈ છું?? આમ કોઈ દરવાજો ખખડાવતું હશે??" ચાંદનીબહેન ગુસ્સામાં બોલ્યા.
ચાંદનીબહેને જોયું તો અનન્યા કોઈ હોરર મૂવીની ચુડેલ જેવી લાગી રહી હતી. આ જોઈને તેઓ જોરજોરથી હસવા લાગ્યા.
"હાહાહા આ શું ગાંડા કાઢી રહી છું?? હાહાહા" હસતા હસતા ચાંદનીબહેન અનન્યાને પૂછવા લાગ્યા.
અનન્યા કોઈજ જવાબ નહોતી આપી રહી.તે નીચું મોં રાખીને ઉભી હતી.
અનન્યાના જવાબ નાં આપવાથી અને તેનું વર્તન એવુંજ રહેવાથી ચાંદનીબહેનનને ડર લાગવા લાગ્યો. 2 મિનિટ પહેલા ખૂબજ હસતા ચાંદનીબહેન અનન્યાને જોઈને ડરી ગયા.અનન્યાએ તેનું મોં ઊંચું કર્યું.તેના મોંમાં તેમનાં ઘરનાં એકવેરિયમની માછલી અડધી અંદર અને અડધી બહાર રહીને તરફડીયા મારી રહી હતી જે જોઈને ચાંદનીબહેનના શરીરમાં કંપારી છૂટી ગઈ. તેઓ જોરજોરથી ચીસો પાડવા લાગ્યા પણ તેમના બંગલામાં તેમની ચીસો સાંભળવાવાળું કોઈજ નહોતું.અનન્યા અડધી માછલીને તેના દાંતોથી ખટ ખટ ખટ કરતી ચાવવા લાગી.અનન્યાનાં દાંતોમાંથી લોહી ટપકી રહ્યું હતું અને તે માછલી ખાઈને ચાંદનીબહેન સામું જોઈને અટ્ટહાસ્ય કરવા લાગી. તેના આમ હસવાથી ચાંદનીબહેનની હાલત વધુ ખરાબ થવા લાગી. અનન્યાએ પળનો પણ વિલંબ કર્યા વગર તેના હાથમાં રહેલ છરીથી ચાંદનીબહેનના પેટમાં નાખી દીધું.એક વારથી સંતુષ્ટ ન થતા અનન્યાએ તે છરીથી વારંવાર ઘા કરવાના શરુ જ રાખ્યા. ત્યારબાદ અનન્યા ચાંદનીબહેનના મૃત શરીર પાસે આવીને બેસી ગઈ.
"ચંદુ, તું તો મારી લાડકી છોકરી હતી ને!!" હું પથારીવશ હતી ત્યારે તે કેમ મારી પર ગુસ્સો કર્યો હતો.તને ખબર છે ને મને કોઈ ગુસ્સો કરે એ નથી ગમતું એટલે આજે મેં પણ ગુસ્સો કરી દીધો. હિસાબ બરાબર હાહાહા ,હમ્મ ચંદુ, એય આંખોના ડોળા કાઢીને મને ડરાવે છે તું?? પહેલા તો કાંઈ નાં કર્યું પણ ઉભી રે." આમ કહેતી અનન્યા ચાંદનીબહેનના ડોળાઓને છરી વડે કાઢવા લાગી, એ ડોળાઓને પોતાના લોહીથી નીતરતા હાથમાં લઈને અનન્યા ભયાનક અટ્ટહાસ્ય કરીને તેને પોતાના મોંઢામાં નાખીને ચાવવા લાગી.
"વાહ ચંદુ તારા ડોળા તો બહુ સ્વાદિષ્ટ છે.
લાગે છે મારે હવે તારું કલેજું પણ ખાવું જોઈએ. '" કહેતા અનન્યા બે હાથથી ઘસડાઈને ચાંદનીબહેનનાં મોંથી સીધી પેટ પાસે આવીને બેસી ગઈ.
અનન્યાએ પેટ પર મારેલાં ઘામાં પોતાનો હાથ નાખ્યો અને કલેજું કાઢવા લાગી.આસપાસ લોહીની નદીઓ વહેવા લાગી.કલેજું કાઢ્યા બાદ અનન્યાનાં ચહેરા પર ચમક આવી ગઈ. ખુશ થતા થતા તે કલેજાને જોરજોરથી બટકા ભરવા લાગી કે અચાનક તેનામાં કંઈક પરિવર્તન આવી ગયું હોય એમ તે ત્યાંજ ઢળી પડી.
બીજા દિવસે સવારે સૂર્યનો તડકો રૂમમાં પ્રસરેલો હતો. સૂર્યના કિરણો અનન્યાનાં ચહેરા પર આવી રહ્યા હતા. અનન્યાએ ધીરે રહીને આંખો ખોલી અને તેણે જોયું તો તે જોરથી ચીસ પાડી ઉઠી.
"હે ભગવાન આ શું??" મમ્મી મમ્મી કહેતી તે ચાંદનીબહેનના ચહેરા પાસે ગઈ જેને જોઈને અનન્યાને ઉબકા આવવા લાગ્યા, તેના લોહીથી લથબથ હાથો અને હાથ પાસે કંઈક વિચિત્ર વસ્તુ લાગતા તે સીધી બાથરૂમમાં પ્રવેશી ગઈ.
બાથરૂમમાં જઈને તે ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી. તે તેના હાથો પર લાગેલ ખૂનને પાણી વડે સાફ કરવા લાગી.પોતાના મોંઢાની હાલત જોઈને પણ તે ખૂબજ ડરી ગઈ.તે પોતાના મોંઢા ઉપર પણ પાણીની છાલકો મારવા લાગી. બાથરૂમ બંધ કરીને તે અડધો કલાક સુધી એકજ જગ્યાએ બેસી રહી. તેણે બાથરૂમમાં આવીને શાવર ચાલું કર્યો.શાવરમાંથી નીકળતા પાણીથી અનન્યા પોતાના શરીર સાથે જમીન પર ફસડાઈ પડી.પાણીથી અનન્યાના શરીરમાંથી પણ લોહીનાં રેલા નીકળી રહ્યા હતા. અનન્યાએ ઉભા થઈને પોતાના શરીર પર રહેલ વસ્ત્રને દૂર કરી દીધું. પોતાના બંને હાથોથી તેણે પોતાના આખા શરીરને ચોળવાનું ચાલું કરી દીધું. મનમાં એક વિચાર સાથે તે નગ્ન થઈને બાથરૂમની બહાર આવી અને પોતાની મમ્મીના કબાટમાંથી રૂમાલ લઈને પોતાના શરીર ફરતે ગોળ વીંટાળી દીધો. ત્યાંજ અચાનક નીચેથી ડોરબેલ વાગવાનો અવાજ આવ્યો.અનન્યા ખૂબજ ડરી ગઈ. તે કાંઈ પણ વિચાર્યા વગર ફટાફટ સીડીઓ ઉતરવા લાગી.તેણે દરવાજા પાસે આવીને કાણામાંથી જોયું તો બહાર ઓમ હતો.અનન્યાએ રાહતનો શ્વાસ લીધો અને તેણે દરવાજો ખોલીને ઓમનો હાથ પકડીને તેને તરત અંદર ખેંચી લીધો.
"શું કરે છે અનુ?? " ઓમે અનન્યાની સામું જોઈને કહ્યું.
ઓમે જોયું કે અનન્યા ફક્ત રૂમાલ વીંટાળીને ઉભી હતી.તેની ક્લીવેજ જોઈને ઓમનું ધ્યાન તેના પરથી હટી જ નહોતું રહ્યું.
"ઓમ હું તને બધું સમજાવું છું તું મારા રૂમમાં ચાલ." કહેતી અનન્યા પોતાના રૂમમાં જવા લાગી.
પાછળ પાછળ ઓમ પણ તેનું અનુકરણ કરતો કરતો જવા લાગ્યો.
અનન્યા રૂમમાં આવીને બેડ પાસે બેઠી અને ઓમને પણ પાસે બેસવા કહ્યું.
ઓમે જોયું તો નીચે કેન્ડલ ને લીંબુ મરચાં જેવી વસ્તુઓ પડી હતી.ત્યારબાદ અનન્યાએ કાલ રાતે બનેલી ઘટના વિશે કહ્યું.
"ઓમ મને એક આત્મા થોડા દિવસોથી પરેશાન કરે છે.કાલે રાતે તેનાથી દૂર થવા મેં એક વિધિ કરી અને મને યાદ છે ત્યાં સુધી હું છેલ્લે બેભાન થઇ ગઈ હતી અને સવારે ઉઠી તો હું મારી મમ્મીની બાજુમાં સૂતી હતી.તેની બહુજ ખરાબ રીતે હત્યાં થઇ ગઈ પણ મેં નથી કર્યું ઓમ. હું શું કામ મારી મમ્મીને મારી દઉં?!! " કહેતી અનન્યા ઓમને વળગીને રોવા લાગી.
ઓમે પોતાના હાથ અનન્યાના ભીના કેશ પર રાખ્યા અને પછી તે જ હાથ ધીરે ધીરે અનન્યાની પીઠ પર ફેરવવા લાગ્યો. અનન્યાને આ વાતનું કોઈજ ધ્યાન નહોતું.ઓમને તો ફક્ત અનન્યાનાં શરીરને માણવાની લાલસા જાગી ઉઠી હતી. અનન્યાનાં ઉભારો પર હાથે કરીને તે પોતાની છાતી જોરજોરથી વળગાડી રહ્યો હતો. અનન્યાને તેનું આ વર્તન ના ગમતા તે ઓમથી દૂર થઇ ગઈ.
"શું કરું ઓમ?? ઉપર મમ્માની લાશ પડી છે. મને કંઈજ ખબર નથી પડતી કે શું કરું??" અનન્યાએ પોતાના આંસુ લૂછતાં કહ્યું.
"જો અનુ તે કહ્યું એ મુજબ કાતિલ તું જ છું એ પુરવાર થતા બિલકુલ વાર નહીં લાગે."ઓમ હાથે કરીને અનન્યાને ડરાવતાં બોલ્યો.
"હું નથી કાતિલ ઓમ. પ્લીઝ તને તો ખબર છે ને હું એક માખી પણ નથી મારતી તો કોઈની હત્યાં તો કઈ રીતે કરી શકું." અનન્યાએ કહ્યું.
"એક રસ્તો છે અનુ પણ... " કહેતો ઓમ અટકી ગયો.
"શું?? જે પણ હોય હું તૈયાર છું બસ મારે પોલીસમાં નથી પકડાવું. મને બહુ બીક લાગે છે પ્લીઝ હેલ્પ મી." કહેતી અનન્યા ઓમ આગળ હાથ જોડવા લાગી.
"અનુ જો આમાં તારે નિર્દોષ સાબિત થવું જ હોય તો તારી મમ્મીની લાશને ઠેકાણે પાડવામાં હું તારી મદદ કરી દઉં. બીજા બધાને કોઈ પણ કહાની રચીને કહી દેજે તારી રીતે પણ હા એના બદલામાં તારે......
(ક્રમશ :)
(આપને મારી નોવેલ ગમી હોય તો પ્લીઝ પ્રતિભાવો આપવાનું નાં ભૂલશો.)