Adhuro Prem. - 44 in Gujarati Love Stories by Gohil Takhubha ,,Shiv,, books and stories PDF | અધુુુરો પ્રેમ.. - 44 - છુટાછેડા

Featured Books
Categories
Share

અધુુુરો પ્રેમ.. - 44 - છુટાછેડા

છુટાછેડા
પલકનાં લગ્ન થયાં બાદ આજે એનો સાસરીમાં નવમાં દિવસની રાત હતી. એકપણ દિવસ એણે અહીંયા પોતાની ઈઝ્ઝત દેખાઈ નહીં. ઉલટાનું પોતાની પાસે જેટલાં પૈસા આવ્યાં હતાં એપણ એને ઈમોશનલ કરીને લુટી લીધાં હતાં.એક માનવતાની હદ વટાવી ચુક્યાં હતાં એ માનસીક નબળાઈ ધરાવતા લોકો. પરંતુ હવે કરવું પણ શું ? ગમેતે એક્સન લેવાય છતાંય પણ પોતાની જીંદગીમાં કોઈ પણ જાતનો ફેરફાર આવશે નહીં. જે ઘટવાનું હતું પોતાની સાથે એ બરાબર શેનીય કમી વગર બધું બરાબર બની ગયું. આનાથી વધારે કોઈપણ અભાગી સ્ત્રી સાથે આવું બને નહીં. પરંતુ એને એ વાતનું દુઃખ વધારે હતુંકે એણે જાણીજોઈને વીશાલ સાથે શરીરસુખ માણ્યું. પોતાની જાતને વારંવાર ધીક્કાર કરી રહી હતી. એણે અત્યારે પોતાનાં કપાળની ઢેલડીયો ચડાવીને પોતાની જાતને ખૂબ કોષતી હતી.આજે એને ખૂબજ પ્રેમ કરતી પલક પોતાની જાતનેજ ધીક્કાર આપે છે.પણ હવે થાય પણ શું ? જે બનવાનું હતું તે બની ગયું. પોતાની સાથે એકલા એકલા વાતો કરતાં કરતાં પોતે નીંદરમાં ઘેરાઈ ગ્ઈ.
સવારે વહેલા ઉઠીને પોતાને આજે રોકી.નથી શકતી ,આટલાં બધાં દુઃખ સેહવાં છતાં પણ આજે પલકનાં ઉરમાં આનંદ થાયછે.કારણકે આજે લગ્ન પછી પેહલી વાર પોતાની મમ્મીને મળવાનો આનંદ થાય છે. આખુંય ઘર અને આડોશ પડોશમાંથી બહેનો પણ મદદરૂપ થવા માટે આવી.વહેલી સવારથીજ રસોઈ બનાવવા માટેની તૈયારી કરી રાખવામાં આવી હતી. પલકે પોતાની સાથે લ્ઈ જવાનો સામાન ક્ઈક વધારે પેક કરી લીધો હતો.એકાદ બે કલાક પછી એક ગામની સ્ત્રીએ કહ્યુંકે (એ સ્ત્રી પાદરમાંથી પાણી ભરીને આવતી હતી)એણે વીશાલનાં ઘરમાં ડોકીયું કરીને કહ્યું વીશાલભાઈ તમારા મહેમાનો પાદરે આવી પહોંચ્યા છે. હમણાં બસ પહોચતાંજ હશે.એ સ્ત્રીનાં શબ્દો પલકને કાને પડ્યાં. અને પલક બધીજ મર્યાદા તોડીને હાફળીફાફળી ઘરમાંથી દોટ મુકીને સામે દોડીને ગ્ઈ.સામેથી ગાડીઓ દેખાણી એની સહેલી સરીતાએ ગાડી ઉભી રખાવી અને એપણ સામે દોડી અને પોતાની સહેલીને ભેટી પડી.ને બજારમાં જ રડી રડીને ગાંડી થઈ ગઈ. સરીતાને આખીય વાતની ખબર હતી. જેથી પોતાની સખીને જોઈને ખુબજ રડીછે.પલકની મમ્મી પણ નીચે ઉતરી અને ભેટીને પલકને શાંતિ જાળવવા કહ્યું. પરંતુ પલક કશુંક વધારે રડતાં જોઈ.એણે પુછ્યું બેટાં બધું બરાબર છેને ? પોતાની માંને થોડો અણસાર આવી ગયો. પરંતુ અત્યારે કશુંજ કહેવાનું સરીતાએ નાં કહી.બધા મહેમાનો ઘેર ગયાં.મહેમાનોને આવતાં જોઈને પલકની સાસું ચડેવાલે મોઢે ઉભી થઈ અને બધાને આવો એમ કહ્યું.
સવીતાબેનને સમજ ન પડીકે આલોકો કેમ આવું વર્તન કરેછે.પરંતુ પોતે કોઈને કહ્યું નહીં. અને વારંવાર પલકની સામે જોઈને આંખો ભીની ભીની થયાં કરતી હતી. સવીતાબેનને નક્કી મનમાં થયુંકે હોય ન હોય પોતાની દીકરીને કશુંક મોટી મુશ્કેલી જરૂર પડી હશે.નહીંતર મારી પલક આમ મુંગી મુંગી બેસી રહે એવી નથી.એટલે સવીતાબેને પલકને બધાની વચ્ચે બોલાવી અને કહ્યું બેટા તને કોઈ મુશ્કેલીતો નથી પડીને. કેમ કાંંઈ બોલતી નથી.બોલને બેટાં મારું કાળજું બહું મુંજાયેલું છે.એટલે પલકે કહ્યું મમ્મી મને કશુંય નથી થયું હું બીલકુલ ઠીક છું. તમે બધાં જલ્દીથી જમવાનું પતાવો એટલે આપણે નીકળી જ્ઈએ.વાત કરતાં વાર લાગે, એમ જમણવારની પંગત પડી પરંતુ કોઈનાં ચહેરા ઉપર આનંદની એકપણ રેખાઓ દેખાતી નહોતી. એની બેસ્ટ ફ્રેન્ડ સરીતાએતો જમવાની પણ ચોખ્ખી નાં પાડી દીધી. સવીતાબેનને સમજાતું નથી આ બધું શું થઈ રહ્યું છે. બસ બટકું બટકું ખાઈને બધાં ઉભાં થઈ ગયાં. આ બાજુ પલકે પોતાની બહેનપણીઓને બોલાવી અને લગભગ ઘણોખરો જરૂરી સામાન લ્ઈ લીધો હતો. હવે મહેમાનોએ રજા લેવાનું કહ્યું એટલે પલકની સાસુએ કહ્યું તમારી દિકરી થોડીક આંકરી તોછે, હો સવીતાબેન જરાક સમજણ આપજો સાસરીમાં કેમ રહેવું જોઈએ, એટલામાં સવીતાબેન બધું સમજી ગયાં. પોતાની દિકરીને જોઈને કાળજામાં ફાળ પડી.થયુંકે કોઈ મોટું કારણ જરૂર બન્યું હશે નહીંતર એની સાસું આવું કવેણ ના બોલે.પણ ઠીકછે,નીંરાંતે ઘેર આવી પછી પુછીશ કે શું થયું હતું.
એકબીજાને કોષતી બૈરાઓની મોઢાની રેખાઓ બદલાઈ ગઈ. એક પડોશીએ સવીતાબેનને કહ્યું બેન તમારી દીકરીએ આ દસ દિવસમાં બહુજ સહન કર્યું, હવે એને આ રાક્ષસોની ભેળી ના મોકલશો,હું તમને વધારેતો કાઈ કેહતી નથી પણ થોડામાં જાજું સમજી લેજો.સવીતાબેનની માથે જાણે આભ ટુટીપડ્યું.બધાં લોકો તૈયાર થઈ ગયાં. કોણજાણે આજે વીશાલ કોઈની સામે આવ્યોજ નહીં. પરંતુ સવીતાબેનની આંખો પોતાનાં જમાઈને ગોતતી હતી.એટલામાં વીશાલનો ફોન સવીતાબેનનાં ફોનમાં આવ્યો. મમ્મી હું એક જરુરી કામથી બહાર આવ્યો છું, હું તમને પછી મળવા આવીશ. ઠીકછે સવીતાબેન બીજું કશું નહીં બોલ્યાં. અને પોતાની દીકરી પલકને લ્ઈને ત્યાથી નીકળી ગયાં. ત્યાથી નીકળ્યાં બાદ રસ્તામાંજ પલકે પોતાની મમ્મી તથા સગાસંબંધીઓને પોતાની સાથે વીતેલી બધીજ હકીકત બયાન કરી દીધી. સગાઓ પણ અવઢવમાં મુકાઈ ગયાં. કોઈને શું બોલવું એ સમજણ પડતી નથી. કેમકે લગનનાં દસ દીવસમાં કોઈ કેટલી પીડા આપી શકે.પણ આ પાપીઓનો આટલો બધો ત્રાસ અમાનવીય છે.હવે આપણી ફુલડાં જેવી છોડીને(દીકરી) આવાં નગુણાં રાક્ષસોનાં હાથમાં સોપાય નહી,દીકરી ખોવાનો વારો આવશે.થોડીવાર પછી બધાં ઘેર પહોંચ્યાં. આડોશ પડોશી પલકને જોવા આવ્યાં, લગ્ન પછી દીકરી પહેલી વખત પીયરીયામાં આવે એટલે આજુબાજુનાં પડોશમાં રહેતાં સંબધીઓ જોવા માટે આવે.પડોશમાં એકાદ દોઢડાઈ પણ હોયજ.એમાંથી એક સ્ત્રીએ પુછ્યું અરેરે દસ દિવસમાં બિચારી સુકાઈ ગ્ઈ.કેમ પલકબેન તમને ખાવા નહોતાં આપતાં કે શું ? આવા અનેક પ્રકારના પ્રશ્નો લોકોએ પુછ્યાં, પરંતુ હંમેશાં હાજર જવાબી પલકની જીભ આજે જાણે સીવાઈ ગ્ઈ હોય તેમ એકદમ શાંત બેઠીછે. કોઈએ કહ્યુંકે છોકરીને કોઈની નજર લાગી ગઈછે.તો કોઈએ કહ્યુંકે છોકરીને કશુંક વળગાડ લાગ્યો લાગેછે.નહીંતર આવી ફુલડાં જેવી છોકરી આમ કાઈ મુંગી મંતર થોડી બેસી રહે. પલકે આવીને પોતાનાં બેડરૂમમાં જ્ઈ અને પલંગમાં પડી એ પડી બસ એમનામજ કલાકો પસાર કરી નાખ્યાં. સવીતાબેનની હીંમત નથી થતીકે પલકને કશુંય પુછવાની,પોતાની દીકરીને પુછું અને એ રડવાનું શરુ કરી લેશે.એવાં ડરથી એપણ ચુપ થઈ અને બેઠાં હતાં. પરંતુ ક્યાં સુધી ? હવેતો સાંજ થવાં આવી મહેમાનો પોતપોતાનાં ઘેર જતાં રહ્યાં હતાં. બસ એકાદ બે બહેનપણી રોકાઈ હતી.હવે સાંજ પડી ગઈ. રાત્રીનું ભોજન પણ પલકની બહેનપણીઓએ બનાવી લીધું. અને પલકને સરીતાએ હચમચાવીને જગાડી. પલકે ઉભાં થઈને હાથમોં ધોઈ અને અર્ધી નીંદરમાં જમવાં બેસી.આજે પોતાની દિકરીને આવી હાલતમાં જોઈને સવીતાબેન ખૂબ દુઃખી થઈ ગયાં. કહ્યું આ છોકરીની આવી હાલતની ભાગીદાર હુંજછું. મારી ફુલડાં જેવી છોકરી કેવીરીતે હરણીની માફક દોડાદોડી કરતી હતી. આજે જોવોતો એની હાલત કેવી ગંભીર બનીને બેઠીછે.હું એવુંતો શું કરું જેનાથી મારી દીકરી આ દુઃખ માંથી બહાર આવી જાય. સવીતાબેને પલકને માથે હાથ ધરી અને કહ્યું બેટાં આટલું બધુંતે દસ દિવસ સુધી સહન કર્યું ? તે અમને કોઈને એની જાણ પણ કરી નહી.મનેતો વીચારીને પણ કંપારી છુટી જાયછે.અત્યાર સુધી મને એમ થતુંકે મારી જેટલું દુઃખ ભગવાને કોઈને પણ આપ્યું નહીં હોય. પરંતુ આજે આ તારી દશાં જોઈને મને થાયછે,કે તારી જેવડું દુઃખ આખી દુનિયામાં કોઈને નહીં મળ્યું હોય. મારી ટીડડાં જેવી દીકરીએ કોઈનું કશુંય નથી બગાડ્યું. તો એને ભાગ્યમાં આશું લખી નાખ્યું હશે વીધાતાએ.પરંતુ હવે જે હોયતે હું મારી દીકરીને ઈ રાક્ષસોને ઘરે નહીં મોકલું ગમેતે થાય પણ હવે એમને હું લાંબા નો કરીનાખું તો મારું નામ નહીં. આમ હુંકાર કરીને પલકને પુછ્યું બેટાં તારો શું વીચાર છે ? પલકે પોતાની મમ્મી તરફ નજર કરી અને કહ્યું મમ્મી મારે માટે એકજ રસ્તો બચ્યોછે.માત્ર "છુટાછેડા"



(પલકે પોતાની મમ્મીને પોતાની આખરી ઈચ્છા બતાવી લીધી. બહેનપણીઓ એપણ કહ્યું હાં પલક તારો નીર્ણય વ્યાજબી છે.....જેણે આ વેવિશાળ કરાવ્યું હતું એને સવીતાબેને ફોન કરીને જાણ કરી..... એ વચેટીયો કાલે સવીતાબેનને ઘેર આવશે......જોઈશું -ભાગ:-45 દુહાઈ)