રહસ્ય એક ચાવીના જુડાનું
પ્રકરણ : 3
“આ લાદી ખુબ જ જુનવાણી અને મજબુત છે કારણ કે આ લાદી પર આટલી બારીકાઇથી નક્શી કોતરેલી જણાય છે તેના કારણે તેઓને ખાલી એવો ભ્રમ થયો હશે.”
“તો પછી આ ચાવીના જુડાનુ શુ રહસ્ય હોય શકે?” “મમ્મી તુ કાંઇક યાદ કર. તુ આટલા વર્ષ નાના નાની સાથે રહી તો એવુ કંઇક બન્યુ હોય જેને આ ચાવીના જુડા સાથે સબંધ હોય.” “એવુ તો મને કાંઇ પણ યાદ નહિ આવતુ કારણ કે હુ નાની વયથી હોસ્ટેલમાં અભ્યાસ કરતી હતી અને જોબ પણ દુર મળી હતી અને તેથી હુ ખાસ ઘરમાં રહી જ નથી. લગ્ન બાદ એક જ મુબંઇ શહેરમાં રહેવા છતાંય તારા પપ્પાની આવી ટાઇમ વગરની જોબ તેથી ઘરની તમામ જવાબદારી મારી માથે હતી આથી અહી આવી શકતી ન હતી.
“હા....... એક વાત છે જે મે તને કહી નથી.” “શું વાત મમ્મી?” “તારા નાના નાનીનું કાર અકસ્માતમાં મૃત્યુ થયુ હતુ. અકસ્માત બાદ મમ્મી તો દવાખાને પહોંચ્યા તે પહેલા જ રસ્તામાં તેમનું મૃત્યુ થયુ હતુ પણ તારા નાના દવાખાનામાં હું તેની સાથે હતી ત્યારે તે મને કાંઇક કહેવા ઇચ્છતા હતા પણ તેઓ બોલી શક્યા નહી. બહુ મથ્યા બોલવા માટે પણ તેમની જીભ ઉપડી નહી અને ત્યાં જ તેમણે છેલ્લો શ્વાસ ભર્યો.” બોલતા બોલતા મેઘનાની આંખ ભીની થઇ ગઇ. “ઓહ, તો તો જરુર કાંઇ છે. તેઓના મૃત્યુ બાદ કાંઇ જાણવા મળ્યુ કે નાના શું કહેવા માંગતા હતા?” “એવુ કોઇ દિવસ વિચાર્યુ નથી. તેઓના મૃત્યુ બાદ મારી જોબની વ્યસતતાને કારણે અહીં ધ્યાન આપી શકાય તેમ ન હતુ એટલે બસ ઘર પેક કરાવી દીધુ હતુ. ખબર નહિ પણ આટલા વર્ષો બાદ અહીની બહુ યાદ આવતી હતી. માતા પિતા તો નથી પરંતુ જુની યાદોને શ્વાસમાં ભરી લેવા મન થઇ આવ્યુ. હવે સ્વૈચ્છિક નિવૃતી પણ લઇ લીધી છે એટલે નવરાશ પણ છે તો આવી ગઇ અહી. મને ક્યાં ખબર હતી કે મારી સાથે આવુ કાંઇક બનવાનુ છે.” ********* ટ્રીન ટ્રીન ટ્રીન “વાઉ, હુ જરુર આવીશ.” સામે છેડેથી કાંઇક સમાચાર આવતા પ્રિયા ઉછળી પડી. “શ્યોર, ઓ.કે. આઇ વીલ કોલ યુ લેટર.” “મોમ મોમ મોમ ગુડ ન્યુઝ “ પ્રિયાએ દોડતી આવી.
“શું થયુ અચાનક? આમ બાવરાની જેમ ઘુમે છે.”
“મોમ, મારી સહેલી દિવ્યાનો કોલ હતો. અમારા સર કચ્છમાં પુરાતન શોધ માટે જાય છે. તેના આસિસ્ટન્ટ તરીકે અમને લઇ જવા માંગે છે. કાલે જ નીકળવાનુ છે.” “વાહ, કોંગ્રેચ્યુલેશન. આ તો બહુ મોટી તક છે તારા માટે. તુ જલ્દી બેગ ભરી ઘરે નીકળી જા હુ પણ તારી સાથે આવુ છુ ત્યાંથી જ નીકળી જજે.” “મોમ તુ પણ” આશ્ચર્યથી પ્રિયાએ કહ્યુ. “હા, તારા પપ્પાનો ફોન હતો. તેના કાકી લંડનથી આવે છે તો મારે ઘરે રહેવુ પડશે. તને તો ખબર છે તારા પપ્પાનુ કામ અને કાકી આટલા વર્ષ બાદ આવે છે લંડનથી.” “મોમ અહીંનુ?” “તેઓ જતા રહેશે પછી હુ અને તારા પપ્પા અહીં થોડો સમય આવીશુ ત્યારે હુ નિરાંતે બધુ ચેક કરીશ કદાચ કાંઇક મળી રહે.” ********* “અડધો તો અડધો નકશો. આપણે ખજાનાની શોધમાં નીકળી જવુ જોઇએ. કદાચ આગળ જતા કાંઇક સુરાગ મળી જશે.” વિનયે કહ્યુ. “અને ન મળે તો?” રુબી બોલી ઉઠી. “વિન્યા યાર ડોન્ટ બી પેનિક તુ સમજતો કેમ નથી? આપણે પહેલા નક્શાના આગળના ભાગ શોધવાનો પ્રયાસ કરવો જોઇએ ત્યાર બાદ જ ખજાનો શોધવા નીકળવુ જોઇએ. આમ કાંઇ અડધા નક્શાની મદદથી કાંઇ ખજાના મળતા હશે?” “પરિયા, તમે સમજતા કેમ નથી તે મારા દાદાની મિલકત છે. મારા પિતાજીએ અંતિમ ઘડીમાં નકશાનો આટલો ટુકડો આપ્યો હતો. તેણે બહુ મહેનત કરી પણ નક્શાનો બીજો ભાગ તે મેળવી શક્યા નહી. હવે તેમની અંતિમ ઇચ્છા મારે પુરી કરવી જ છે. કોઇપણ ભોગે મારે આ નક્શાની મદદથી તે ખજાનો મેળવવો જ છે.” “તારી લાગણી અમે સમજીએ છીએ પરંતુ તને ખબર જ છે કે એટલા પૈસા જ નથી આપણી પાસે કે આપણે ખોટે ખોટા એવા અખતરા કરી શકીએ. થોડો ટાઇમ ધીરજ રાખ આપણે કાંઇક કરીશુ.” “કેટલો સમય યાર? પપ્પાના મૃત્યુને ત્રણ વર્ષ વિતી ગયા. ત્યારથી મને ચેન જ નથી. હવે તમે જલ્દી કાંઇક વિચારો નહિ તો હુ એકલો નીકળી પડીશ.” “જા નીકળી જા એકલો. કાંઇ સમજતો જ નથી. આવી વાતોમાં ઉતાવળ ન ચાલે તારા પિતા પાસે આખી જીંદગીથી નક્શો હતો તે નીકળી પડ્યા હતા એકલા? વાત કરે છે તી.” પરેશે ધમકાવતા કહ્યુ. “સોરી યાર મને બહુ ચટપટી થાય છે. આ અડધો નકશો જોઇને પણ.”
“ચટપટી તો અમને પણ થાય છે. પરંતુ એમ કાંઇ સમજ્યા વિચાર્યા વિના પગલુ ભરવાથી ફસાઇ જઇશુ તો આગળ પણ નહિ વધી શકીએ.” રુબીએ વિનયને સમજાવતા કહ્યુ. “હા, તમારી વાત હું સમજુ છુ. પણ મને એવુ લાગે છે આપણે કોઇને હેલ્પ લેવી જોઇશે.” “પરંતુ કોની?” **********
“હાય, પ્રિયા” “વિનય તુ અહીં.? વોટ એ પ્રેઝન્ટ સરપ્રાઇઝ.” “યા સરે અમને પણ રિસર્ચ માટે ઇનવાઇટ કર્યા છે. ગ્લેડ ટુ સી યુ હિઅર.” “મી ટુ. કેટલા વર્ષો થઇ ગયા આપણે મળ્યા. સ્કુલમાં સાથે હતા. તુ તો અબોર્ડ હતો ને?” “હા. લંડનમાં આ સેઇમ સ્ટ્ડી મે કર્યુ. સર મારા પપ્પાના ફ્રેન્ડ છે એટલે મને બોલાવ્યો.” “વાહ વેરી નાઇસ તારી સાથે કામ કરવાની ખુબ જ મજા પડશે યાર.” “હા, બાળપણની યાદ તાજી થઇ જશે. બાય ધ વે મીટ માય ફ્રેન્ડસ રુબી એન્ડ પરેશ.” “હાય” રુબી અને પરેશ સાથે પ્રિયા એકબીજાને મળ્યા અને વિનયે તેમની ઓળખાણ પ્રિયા સાથે કરાવી.
“પ્રિયા તારા વિશે બહુ સાંભળ્યુ છે વિનય પાસે. તારા વખાણ કરતો એ થાકતો જ નથી.” રુબીએ કહ્યુ. “હા, પ્રિયા આજે તને જોઇને લાગે છે વિનયની વાત સાવ સાચી છે. યુ આર સો બ્યુટીફુલ.” પરેશે પણ કહ્યુ. “ઓહ થેન્ક્યુ સો મચ. અને થેન્ક્યુ વિનય તુ મારી આટલી રિસ્પેકટ કરે છે.” “અરે યાર વી આર ફ્રેન્ડસ એમાં થેન્ક્યુ કહેવાનુ ન હોય.” વિનયે પ્રિયાને પંચ કરતા કહ્યુ. “યા” સામે પંચ કરતા પ્રિયાએ પણ કહ્યુ. ******* “યાર તને શુ લાગે? આપણે પ્રિયાને પણ આપણા પ્લાનમાં સામેલ કરવી જોઇએ?” વિનયે તેના બંન્ને મિત્રોને પુછ્યુ. વિનય, રુબી અને પરેશને તેના સરે લેબમાં કોમ્પ્યુટર પર કામ સોપ્યુ હતુ અને પ્રિયા અને તેની ફ્રેન્ડ દિવ્યાને ફિલ્ડ વર્કનુ કામ સોપ્યુ હતુ. અત્યારે શરૂઆતમાં રિસર્ચ શરૂ થયુ ન હતુ એટલે કોમ્પ્યુટર પર ખાસ કામ ન હતુ. આથી લેબમાં બેઠા બેઠા ત્રણેય ચર્ચા કરી રહ્યા હતા.
“ના મને એમ લાગે છે. આપણા સિવાય હવે વધારે લોકોને જોડવા જોખમ ઉભુ કરશે.” રુબીએ કહ્યુ. “હા, રુબી ઠીક કહે છે. પ્રિયા પર ભરોસો કરવો મને પણ ઠીક લાગતો નથી.” પરેશે પણ કહ્યુ. “પણ પ્રિયા ખુબ જ સ્માર્ટ અને હાર્ડ વર્કિગ છે. તેની હેલ્પ લેવાથી કદાચ આપણુ કામ સરળ બની જશે.” “આ ખજાનાની મેટર છે યાર. ભલે થોડુ ટફ પડશે પણ આપણે કરી લઇશુ યાર.” રુબીએ કહ્યુ. “આઇ ક્નો પરંતુ પ્રિયા બહુ સીમ્પલ એન્ડ ટ્ર્સ્ટવર્ધી છે. હુ તેને બાળપણથી ઓળખુ છુ મને તો કોઇ ખતરો લાગતો નથી.” “ઓ.કે. તને યોગ્ય લાગે તેમ કરીશુ બટ બી કેરફુલ કે આપણે કોઇ મુસીબતમાં ફસાઇ ન જઇએ.” “હા, થેન્ક્યુ.” *********** પ્રિયા તેનુ કામ મગ્નતાથી કરી રહી હતી. તેમાં વચ્ચે તેના ચાવીના જુડાની અને રહ્સ્યની વાત સાવ ભુલાય જ ગઇ. કચ્છના નાનકડા ગામમાં કામ કરવુ મુબંઇ જેવા હાઇ ફાઇ સીટીમાં રહેલા સ્ટુડન્ટ માટે ખુબ જ અગવડભર્યુ હતુ પરંતુ પ્રોફેસર મહેતાએ એવી જ ટીમ બનાવી હતી જેને કામની ખુબ જ લગની હોય. પ્રિયા અને તેની ફ્રેન્ડ દિવ્યા દિવસ આખો તડકો છાંયો જોયા વગર પહેલા તો સાઇટ પરની દરેક વસ્તુઓ ઝીણવટપુર્વક તપાસી રહી હતી. બધી વસ્તુઓ તપાસી ઝીણા ઝીણા રિપોર્ટ બનાવી સરને આપી આગળ કામ વધારવાનુ હતુ.
******* “પ્રિયા મારે તારી સાથે એક વાત કરવી છે. પ્લીઝ બે મિનિટ મને આપીશ.” “વિનય અત્યારે હું બહુ બિઝી છુ. આ વૃક્ષની તપાસ કરી સાંજ સુધી રિપોર્ટ બનાવી સરને આપવાનો છે.” “પ્લીઝ બે મિનિટ જ તારુ કામ છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી તારા ફ્રી થવાની રાહ જોવ છુ પરંતુ તને સમય જ મળતો નથી.” “હા, મને જરાય સમય મળતો નથી. અત્યારે પણ બે મિનિટ નથી મારી પાસે અંધારુ વધતુ જશે તે પહેલા મારે કામ પુરુ કરી લેવુ પડશે.” “ઓ.કે. તો સાંજે આપણે લેબમાં મળીએ.” “ના યાર આજે એ પણ પોસીબલ નથી. સાંજે અમારે સર સાથે મિટિંગ છે. તેઓ આગળનો પ્રોજેક્ટ સમજાવવાના છે અને ડિનર બાદ મારે રિપોર્ટ તૈયાર કરવાના છે.” “ઓહ્હ પણ તો આપણે ડિનર સાથે લઇશુ પછી હું તને રિપોર્ટ તૈયાર કરવામાં હેલ્પ કરીશ.” “ઓ.કે ડન .” *******
“પ્રિયા હું તને એક અગત્યની વસ્તુ બતાવવા ઇચ્છુ છું અને મારા કામને પાર પાડવામાં મારે તારી હેલ્પની જરૂર પડશે અને તારે મને ના પાડવાની નથી.
“અરે....... પણ આટલુ બધુ એકસાથે કેમ કહે જાય છે? કાલ્મ ડાઉન યાર. હું ક્યાંય ભાગી જવાની નથી.” પ્રિયાએ વિનયની વાતને હળવાશમાં લેતા મજાક કરી.
પ્રોફેસર સાહેબના નિયમ મુજબ દરરોજ લંચ તથા ડિનર સૌ સૌએ તેમની ટીમ સાથે અલગ અલગ ટેબલ પર લેવાનુ રહેતુ જેથી ત્યારે પોતપોતાના કામની ચર્ચા કરી શકાય. આજે વિનયને પ્રિયા સાથે વાત કરવી હતી. આથી તેઓ ખુણાના ટેબલ પર બેઠા હતા. “પ્રિયા પ્લીઝ બી સીરીયસ એન્ડ લુક ધીસ.” કહેતા વિનયે પ્રિયાને નક્શાનો અડધો ટુકડો બતાવતા કહ્યુ. “આ શું છે વિનય? આવી વિચિત્ર આકૃતિ મે ક્યારેય આ પહેલા જોઇ નથી.” પ્રિયાએ એ આકૃતિને ચારે તરફ ફેરવતા વિનયને પુછ્યુ.
“અરે બુધ્ધુ, આ કાંઇ સામાન્ય આકૃતિ નથી. આ એક ખજાનાનો નકશો છે.” વાત કહેતા કહેતા વિનયની આંખોમાં અનેરુ તેજ તરી આવ્યુ. “ખજાનો??? આર યુ શ્યોર, આ ખજાનાનો જ નકશો છે?” “તે મને કેમ આપ્યો? તારી પાસે આ કેમ આવ્યો યાર?” “મારા પિતાજીએ આપ્યો છે અને આ નકશાનો એક જ ભાગ છે. બાકી અડધા ભાગનો કાંઇ પત્તો નથી. અમે ત્રણેય જણા છેલ્લા ત્રણ વર્ષથી ક્લુ શોધવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ કોઇ સફળતા મળી નથી. તારી હેલ્પની જરૂર છે.”
“ઇટ્સ ઇમપોસિબલ વિનય. નક્શો બનાવનાર એટલો તો મુર્ખ ન હોય કે અડધા નક્શા પરથી પણ ખજાનો મળે આપણને. અડધો તો શું, આખો નક્શો તારી પાસે હોય તો પણ ખજાના સુધી પહોંચવુ એમ કાંઇ રમતવાત નથી.” “આઇ ક્નો ધેટ, એટલે જ તારી હેલ્પ માંગુ છું. “કેવી હેલ્પ?” “હવે આગળ શુ કરવુ જોઇએ? મારા પિતા પાસે વર્ષોથી આ ટુકડો હતો પરંતુ તેને આગળ કોઇ રસ્તો મળ્યો ન હતો. તેણે પોતાનાથી બનતા પ્રયાસ કરી લીધા પણ તેને સફળતા તો ન જ મળી પણ કાંઇ રસ્તો પણ ન મળ્યો કે કઇ દિશામાં કામ કરવુ. છેલ્લે તેની અંતિમ ઇચ્છા હતી કે હું સત્યની શોધ કરુ. છેલ્લા ત્રણ વર્ષથી ઘણા તર્ક લગાવી લીધા અને ઘણી રિસર્ચ કરી છતાંય અહીં ના અહી જ છીએ. તુ મારી હેલ્પ કરીશ?” “હા, આ મારો પ્રિય વિષય છે પણ અડધો નક્શો છે એટલે સો ટકા સફળતા મળશે જ એવુ કહી ન શકાય. મને તો ખુબ જ મજા પડશે. મારુ મગજ અત્યારે કામ કરતુ નથી. આવતીકાલે મારો હોલી ડે છે. તમારે લોકોને રિપોર્ટ પર કામ કરવાનુ છે તો હું આખો દિવસ રિસર્ચ કરી લઇશ. પછી હુ તને કાંઇક કહી શકીશ.”
“ઓકે થેન્ક્યુ સો મચ. પરંતુ કોઇને પ્લીઝ કાંઇ ન કહેતી.” “હા, હુ સમજી ગઇ. આ વાત આપણા સુધી જ રહેશે.” નકશાનો ટુકડો હાથમાં લઇને પ્રિયા કયાંય સુધી વિચારતી જ રહી.
વધુ આવતા અંકે..................
શું પ્રિયા અધુરા નક્શાની મદદથી ખજાના સુધી પહોંચી શકશે?? સાચે કાંઇ ખજાના જેવુ છે જ કે પછી વિનય અને તેના મિત્રો પ્રિયાને ફસાવે છે? આ બધુ જાણવા માટે આપ સૌને આગળનો ભાગ વાંચવો જ રહ્યો.
WRITTEN BY – BHAVISHA GOKANI
******