સુજાતા કેમ આવતા મોડું થયું, ક્યાં હતી આટલી વાર, તને તો ખબર જ છે મારો પતિ થોડો મારી પાછળ આવવાનો છે, મારા પગ નથી ચાલતા એટલે તું આખા ગામમાં મને મુકીને ભટક્યા કરશ "એમ કહી રમેશે બાજુમાં પડેલા ગ્લાસ નો છુટો ઘા કર્યો. જે સુજાતા ના કપાળમાં લાગ્યો સુજાતા ને માથામાં ઢીમચુ થઈ ગયું, છતાં તેણે પોતાના પતિ ને શાંતિ થી જવાબ આપ્યો.
જુઓ હું ક્યાંય નહોતી ગઈ ઑફિસે થી છુટી ને તમારા પગ ની ટ્રીટમેન્ટ માટે ડૉક્ટર ને મળવા ગઈ હતી. મારી સાથે કામ કરે છે તે રીટા ના ભાઈ ને તમારા જેવોજ પ્રોબ્લેમ હતો હવે તેને સારું છે. માટે રીટા ને સાથે લઈને ડૉક્ટર ને મળવા ગઈ હતી ડૉક્ટર ને તમારી કેશ હિસ્ટ્રી સંભળાવી તો ડૉક્ટરે કહ્યું કે 99% સારું થવાના ચાન્સ છે.કાલે તમારા હસબન્ડ ને સાથે લઈ આવજો જેથી તેને તપાસી ને વધારે ખ્યાલ આવે.આ સાંભળી રમેશ નો ગુસ્સો શાંત થયો અને માફી માંગી ને કહેવા લાગ્યો કે મને પહેલાં કહેવાય ને નાહક તારા ઉપર ગુસ્સે થયો. હું પણ શું કરું મારું મન મુઝાય છે હંમેશાં એમ થાય છે કે મારી પંગુતાને લીધે મારી સુજાતા મારાથી છિનવાઈ તો નહીં જાયને. સુજાતા મારાથી દુર તો નહીં થઈ જાય ને. કહી રડવા લાગ્યો.સુજાતા એ કહ્યું પણ તમે મને બોલવાનો મોકો આપો તો હું બોલુને.નાહક ખોટા વિચારો કરીને પોતાની જાતને દુઃખી કરો છો. હું પણ સમજું છું કે ઘરમાં એકલા તમે મુઝાતા હશો જાતજાતના વિચારો આવતા હશે. પણ શું થાય ભગવાન આપણી કસોટી કરવા કટિબધ્ધ થયો છે તો આપણે તેમાં થી પાર ઉતર્યે છુટકો.માટે રડો નહીં કહેતા પોતાની આખ મા પાણી આવી ગયા. રમેશ ના વાળમાં હાથ ફેરવતા કહેવા લાગી સુજાતા ને બસ આટલીજ ઓળખી. સુજાતા ક્યારેય તમને મુકીને ક્યાંય નહી જાઉ. સુજાતા તમારી છે ને તમારી જ રહેશે. માટે ખોટા વિચારો કરવાનું રહેવા દો.
એમ કહી રસોડામાં રસોઈ કરવા લાગી પણ આજે તેને રસોઈ માં જીવ નહોતો લાગતો. તેને રમેશ ના વતૅનથી દુઃખ તો બહુ થયું હતું.તેને વિચાર આવ્યો કે આમ જો ચાલશે તો રમેશ નો સ્વભાવ બગડતો જશે અને ડિપ્રેશન માં આવતા વાર નહીં લાગે. હવે ગમે તેમ કરીને પણ તેને સાજો તો કરવોજ પડશે.
બીજે દિવસે ઑફિસે થી વહેલી રજા લઈને રમેશ ને ડૉક્ટર ને દેખાડવા લઈ ગઈ. ડૉક્ટરે તપાસી ને કહ્યું કે માર વાગવાથી પગને લોહી પુરુ પાડતી નશ ડેમેજ થઇ ગઈ છે એક નાનુ ઑપરેશન કરવાથી રમેશ ના પગ પાછા હતા તેવા થઈ જશે ચિંતા કરવા જેવું નથી
ઘરે આવીને સુજાતા એ રસોઈ બનાવી ને બંને જમવા બેઠા.સુજાતા એ પ્રેમ થી રમેશ ને જમાડી પોતે જમી બધું કામ પરવારી પથારી મા આડી પડી તેના મગજમાં વિચારોનું તુમુલ યુધ્ધ ચાલુ હતું. કેમ કરીને ઑપરેશન નો ખર્ચો કાઢશે,છ મહિના થી રમેશ પથારીવશ છે ઘરનો ખર્ચો અને રમેશ ની દવા મા બધો પગાર વપરાય જાય છે. ઉલ્ટા છેલ્લા દસ દિવસ તો ઘરમાં ખાવાના સાસા થઈ જાય રમેશ ને ખબર ન પડે તે માટે તે પોતાના દાગીના વેચી ને પુરુ કરી લેતી.હવે દોઢ લાખ રૂપિયા હું ક્યાં થી કાઢુ. કોણ આપશે. સુજાતા ને યાદ આવ્યું હા રમેશ ના મોટા ભાઈ પાસે જાઉ તેની મદદ કદાચ મળે આખરે એક લોહી છે.
બીજે દિવસે ઑફિસમાં થી રજા લઈને મોટાભાઈ પાસે ગઈ.મોટા ભાઈને અને ભાભીને કહ્યું રમેશ ને સારું થઈ શકે તેમ છે પણ ઑપરેશન નો ખર્ચો દોઢ લાખ થાય તેમ છે. જો તમે મદદ કરો તો તમારા ભાઈ પાછા હરતા ફરતા થઈ શકે તેમ છે. મોટા ભાઈ તો મદદ કરવા તૈયાર થઈ ગયા પણ ભાભીના પેટ માં તેલ રેડાયું.મોટા ભાઈ સાથે ઝઘડવા માંડ્યા અને કહેવા લાગ્યા આમજ જો બધા ને પૈસા દેતા ફરશો તો દિકરી ના લગ્ન કેવી રીતે કરશો દિકરાની ફી કેમ ભરશો એવાં કારણો બતાવવા લાગ્યા. મોટાભાઈએ ભાભી ની કચકચ ટાળવા સુજાતા ને મદદ કરવાની ના પાડી
સુજાતા એ આખો રસ્તો રોતાં રોતાં પસાર કર્યો.સુજાતા ઘરે પહોંચી ત્યારે રમેશ તેની રાહ જોઈને બેઠો હતો તે પણ જાણતો હતો કે સુજાતા ને મારા ઑપરેશન ની ચિંતા સતાવી રહી છે તેને પોતાની લાચારી ઉપર ગુસ્સો આવતો હતો. સુજાતા ને જોતાં તેનો ગુસ્સો આંસુ બનીને
વહેવા લાગ્યો.સુજાતા ને બાજુમાં બેસાડી હાથ પકડીને માફી માંગતા કહ્યું કે તને મે કેટલા વચનો આપ્યા હતા. તારા ઉપર ક્યારેય દુઃખ નો ઓછાયો પણ નહીં પડવા દઉ.પણ મારી લાચારી એ તને અંધારામાં ધકેલી દીધી છે. સુજાતા એ તેના મોઢા ઉપર હાથ રાખી ને પ્રેમ થી કહ્યું આ બધું ભુલી જાવ તમારો સાથ છે તેજ મારા માટે ઘણું છે.તમે બીજું બધું ભુલી જાવ ભગવાન સૌ સારા વાના કરશે. પછી તે મોટા ભાઈ પાસે ગઈતી અને ભાભી ના કહેવાથી મદદ ની ના પાડી તે જણાવ્યું.
રમેશ ની આંખો માં પાણી આવી ગયું.
રમેશ ભુતકાળમાં સરી પડ્યો આ એજ મોટા ભાઈ હતા જેને હું જાનથી પણ પ્યારો હતો.મારી ભુલોને મારા તોફાનો ને પોતાના ઉપર લઈને માં બાપ ની વઢથી બચાવતા. પણ સુજાતા સાથે લવ મેરેજ શું કર્યા મોટા ભાઈ અને ભાભીનો વ્યવહાર જ બદલાઈ ગયો. વાસ્તવમાં ભાભીને તેની માસીની દિકરી સાથે લગ્ન કરાવવા હતા. જ્યારથી સુજાતા ઘરમાં લગ્ન કરીને આવી ત્યારથી નાના ઝઘડા શરૂ થઈ ગયા હતા. સુજાતા ની ભુલો કાઢીને હંમેશા નાની વાત ને મોટું સ્વરૂપ આપતા. એકવાર એવી રીતે નાના ઝઘડા એ મોટું સ્વરૂપ ધારણ કર્યું અને બંને પહેરેલ કપડે ઘર છોડીને નીકળી ગયા. ઘર તો શું છોડ્યું મોટાભાઈ એ એકવાર પણ તપાસ નથી કરી કે મારો ભાઈ કઈ રીતે રહે છે. ત્યારે તો કંઈ વાંધો નહી પણ મારા એક્સિડન્ટ ની ખબર મોકલાવી તો એકવાર જોવા પણ ન આવ્યા
રમેશે સુજાતા ને કહ્યું કે ભલે આપણે ઘર છોડી ને નિકળી ગયા છીએ પણ બાપધદા ની મિલકત માં આપણો હક લાગે. હું ક્યારેય આ હક ની વાત ન કરત કારણ આપણે આપણા સંસારમાં સુખી હતા. પણ આપણી મુસીબત માં સાથ નથી દીધો તેથી હવે તો હક માંગવો જ રહ્યો. માટે કાલે તુ જઈને જણાવજે કે તમારે પૈસા ની મદદ ન કરવી હોય તો કંઈ નહીં અમને અમારા ભાગ નો હક્ક હિસ્સો આપી દો.
બીજે દિવસે સુજાતા મોટાભાઈ ના ઘેર જઈને રમેશ ના કહેવા પ્રમાણે હક્ક હિસ્સા ની માગણી કરી. ભાઈ અને ભાભી આમાં તો કંઈ બોલી શકે તેમ ન હતા. તેથી રમેશ ના નામે મકાન નો અડધો ભાગ કરી દીધો અને દર દાગીના ના ભાગ કરી આપી દીધા.
તે મુડી માથી રમેશ નુ ઑપરેશન કરાવ્યું અને બાકીની મુડીમાથી કાપડ વેચવા ની નાનકડી દુકાન લીધી. ઑપરેશન પછી ના ત્રણ મહિનામાં તો રમેશ હાલતો થઈ ગયો. બંને જણા દુકાન સંભાળવા લાગ્યાં. દુકાન તો ધમધોકાર ચાલવા લાગી. બંને એ પોતાનુ ઘર નુ ઘર લીધું અને કપડાનો મોટો શો રૂમ ખોલ્યો. અત્યારે રમેશ અને સુજાતા ખુબજ સુખેથી જીવન વિતાવે છે.
સમાપ્ત