inspiration in Gujarati Motivational Stories by Ashok Upadhyay books and stories PDF | પ્રેરણા

Featured Books
Categories
Share

પ્રેરણા

પ્રેરણા
બે સગા ભાઈઓ હરીશ અને અશોક .
એમનો મોટો હરીશ કેફી દ્રવ્યોનો બંધાણી, દારૂડિયો અને આડા રસ્તે ચડી ગયેલો હતો. એ વારંવાર ઘરમાં ઝઘડા કરતો. પોતાની પત્ની અને બાળકોને પણ અવારનવાર મારતો. જ્યારે બીજો નાનો ભાઈ અશોક એક સફળ બિઝનેસમૅન હતો. ખૂબ જ આનંદી, પ્રેમાળ અને કુટુંબપરાયણ હતો. સમાજમાં એનું ખૂબ માન હતું.

ગામના થોડાક પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં એની ગણતરી થતી.
ઘણાને આની નવાઈ લાગતી. બધાને થતું કે એક જ માતાપિતાના સંતાન અને એક જ વાતાવરણમાં ઊછરેલા હોવા છતાં આ બંને ભાઈઓમાં આટલો બધો ફર્ક હોવાનું કારણ શું હોઈ શકે ? એટલે એમાંના એક જણે આ રહસ્યનો તાગ મેળવવાનું નક્કી કર્યું. સૌપ્રથમ એણે ખરાબ લતે ચડી ગયેલા ભાઈને જઈને પૂછ્યું, હરીશ યાર ‘તમે અત્યારે જે કાંઈ છો, જે કાંઈ કરો છો એ બધા માટે તમને પ્રેરણા ક્યાંથી મળેલી ? તમે આજે જે પરિસ્થિતિમાં છો એના માટે તમારા મતે જવાબદાર કોણ છે ?’
‘મિત્રતા ! બીજું કોણ વળી ?’ પેલા હરીશે દારૂડિયાએ જવાબ આપ્યો, ‘મારા મિત્રો જોયા છે ? , સવાર સાંજ એ પોતે નશીલી દવાઓના બંધાણી હતા. દારૂ પણ પિતા એન હું પણ શીખ્યો. અને રોજ રાત્રે ઘરે આવીને મારી વાઈફ પર હાટ ઉપાડતો. પીધા બાદ કોઈ ઝાપટે ચડી જાય તો એનોય વારો કાઢી નાખતો. હવે તમે જ કહો ! આવા મિત્રો આસપાસ હોય તો આપણે પણ ધીમે ધીમે એના જેવા જ બની જઈએ ને ! પેલા પૂછનારને આ વાત બરાબર લાગી.

ત્યાર બાદ એ બીજા નાના ભાઈ અશોક પાસે ગયો. એ ભાઈ અત્યંત પ્રતિષ્ઠા ધરાવતો અને ઉચ્ચ જીવન જીવતો હતો. એને પણ પેલાએ એ જ સવાલ પૂછ્યો જે એણે એના દારૂડિયાભાઈને પૂછ્યો હતો કે, ‘તમે અત્યારે જે કાંઈ છો, જે કાંઈ કરો છો એ બધા માટે તમને પ્રેરણા ક્યાંથી મળેલી ? તમે આજે જે પરિસ્થિતિમાં છો એના માટે તમારા મતે જવાબદાર કોણ છે ?’
‘મારા મિત્રો ! બીજું કોણ વળી ?’ પેલા પ્રતિષ્ઠિત વ્યક્તિએ જવાબ આપ્યો.
હવે પેલા સવાલ કરનાર માણસને નવાઈ લાગી. એનાથી પૂછ્યા વિના રહેવાયું નહીં કે, ‘પરંતુ તમારા મિત્રો તો દારૂડિયા, નશીલી દવાના બંધાણી અને ઝઘડાળુ હતા. એ તમારી પ્રેરણામૂર્તિ કઈ રીતે હોઈ શકે ?’
‘અરે ! ભાઈ મારા મિત્રો એ નહોતા જે મોટાભાઈના હતા , અમે જે ગલીમાં રહેતા એની બાજુની ગલીમાં રહેતા મિત્રો મારા મિત્રો હતા. જેમાં એક પાનના ગલ્લે બેસતો અને સાથે કોલેજ જતો અને બાપુજીને સાચવતો , એક મિત્ર મારી સાથે ક્લાસમાં હતો અને હીરા બજારમાં આગળ વધવાની વાતો કરતો , એક મિત્ર શેર બજારમાં નોકરી કરતો. સાચું કહું છું. એમની સાથે રહી રહીને હું હંમેશા આગળ વધવાની વાતો જ શોખ્યો છું. એ જ મારી પ્રેરણામૂર્તિ રહ્યા છે.’ એમ કહું કે દઢ નિશ્ચય જ કરતો કે મોટાભાઈ જેવી જિંદગી તો મારી નહીં જ હોય અને આવો તો હું ક્યારેય નહીં બનું ! અને તમે જુઓ જ છો, મિત્રોની સંગતને લીધે મળેલું પરિણામ તમારી નજર સામે જ છે !’
પૂછવાવાળા માણસને એની વાત પણ બિલકુલ સાચી લાગી !
જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આ કથનને અનુસરી હંમેશા પોઝોટિવ જોવાની આદત જ માણસને આગળ વધવા પ્રેરણા આપે છે. આવુ હું દ્રઢપણે માનું છું જ


મિત્રો, દુનિયા પાસે હકારાત્મક અને નકારાત્મક એમ બધું જ છે. બન્ને તમને તમારા મિત્રોમાંથી જ મળે છે. એમાંથી શું મેળવવું એ કેવળ આપણા પર આધાર રાખે છે !


અશોક ઉપાધ્યાય