re jindagi - 5 in Gujarati Fiction Stories by Patel Mansi મેહ books and stories PDF | રે જિંદગી... - 5

Featured Books
Categories
Share

રે જિંદગી... - 5


મિશાલીની અને વિહાનનું લગ્ન જીવન ખુબ સારી રીતે ચાલતું હોય છે. નિશિત ને વિહાન અને એની સેક્રેટરી વિશે ખબર પડે છે પણ એ કોઇ ને કહેતો નથી. એને એમ લાગે છે કે વિહાન અને મિશાલીની ખુશ છે એકબીજા જોડે......નિશિત ને ખબર પડી જાય છે કે રિયા ખાલી એની પ્રોપર્ટી માટે જ એની સાથે હોય છે....... હવે આગળ...

મિશાલીની ના ઘરે અમર નો ફોન આવે છે.હજી ફોન પર વધારે વાત ચાલે એ પહેલા તો મિશાલીની ના હાથમાંથી ફોન પડી જાય છે.એનાથી મોટું ડુસકું ભરાય જાય છે અને હાથમાં રહેલો ફોન નીચે પછડાય છે. મિશાલિની ને ચક્કર આવવા લાગે છે. એનો શ્વાસ રૂંધાવાલાગે છે. વિહાન એની પાસે હોવા છતાંય એ એના પર ધ્યાન આપતો નથી પરંતુ મિશાલિની જેવી નીચે પડવા જાય છે કે નિશિત એને પકડી લે છે.
દાદી તરત જ ઘરે કામ કરવા આવતી રમીલા ને બૂમ મારે છે અને લીંબુ પાણી બની લાવવા કહે છે. દાદી ધીમે રહીને મીશાલિની ને પૂછે છે ,’’ શું થયું દીકરા ... ઘરે થી કોઈ સમાચાર છે કે શું ??? ’’
‘‘ હા, દાદી..... (મિશા ફરી રડી પડી .....) મારી .... મારી મી...મિરા દીદી ...મિરા દીદી હવે આ દુનિયામાં નથી.......” એના કરૂણ ચિત્કાર સાથે આખોય બંગલો હચમચી ગયો.

મિલી મીશાલિની ને એના રૂમમાં લઈ ગઈ. તરત મીશાલિની ની સાસુ બોલી ઊઠ્યાં ..,” બહેન જ તો મરી છે. મને તો લાગ્યું એના ઘરના ઘરડા માથી કોઈ મરી ગયું હશે.... મમ્મી તમારાથી જવાય તો જાય આવજો મારે તો મેળ નહીં પડે . કેમકે મારી બહેન આવે છે અમદાવાદ રહેવા. “

દાદી સમજી ગયાં પણ કશું બોલ્યાં નહીં. એટલે એમને ક્યારનોય ચૂપચાપ સવાર નો નાસ્તો કરી રહેલા વિહાન ને કીધું , બેટા તારે તો જવું જ જોઈએ. એ તારી ફરજ માં આવે છે.”

દાદી ની વાત કાપી એ વિહને કહી દીધું કે એને બિઝનેસ રીલેટેડ કઈક કામ છે . એટલે નિશિત એ દાદી નો હાથ પકડી કીધું , વાંધો નય દાદી આપણે બંને અને મિલી જઈ આવીશું . ચાલો તૈયાર થાવ.

મિશાલિની ને હજીય વિશ્વાસ નોહોતો આવતો કે એની બેન મીરા આ દુનિયા માં નથી.

આ ખરેખર બવ નાજુક સમય હોય છે જ્યારે આપણે કોઈ પોતાના વ્યક્તિ ને પોતાની પાસે મહેસૂસ કરવાનું બંધ કરી દઈએ, જ્યારે એમના અનુભવો જ માત્ર આપણી આસપાસ જીવતા રહેવાના હોય , એ વ્યક્તિ જેની સાથે આપણું જીવન બહું ગાઠ રીતે જોડાયેલુ હોય અને એજ અચાનક તમારી જિંદગી માથી ગાયબ થઈ જાય, એનાહોવાના કોઈ પુરાવા હયાત ભલે ના મળે પણ એના હોવાના પુરાવા માત્ર આપણાં હદય માં હમેશાં માટે રહી જાય .... એની સાથેની યાદો જીવવા માટે નવો ધ્યેય આપે, એક નવી જિંદગી ની પ્રેરણા આપે જે આપણી જિંદગી જરૂરથી બદલી છે .

મિશાલિની ને મીરા ના મૃત્યુ થી એવી જ એક નવી પ્રેરણા જરૂર થી મળવાની હતી. જેને લીધે એ કઈક નવું કરી બતાવાની હતી.

નિશિતે કાર કાઢી. રમીલા બેને બધાની બેગ ને ડીકી માં મૂકી ,સાથે સાથે થોડો નાસ્તો અને આઇસ બોક્સમાં નિશિત માટે ઠંડુપીણું અને બધા માટે પાણી ની બોટલ મૂકી.

મિશાલીની દાદી નો હાથ પકડી ને ગાડીમાં બેઠી. મિલી એના ભાઈ નિશિત સાથે આગળ બેઠી.

મિશાલીની ને હતું કે વિહાન આવશે જ . ભલે એને કહ્યું કે એને થોડું કામ છે. વિહાન ઘરની બહાર નીકળ્યો ત્યારે મિશાલીનીને થયું એ એને બોલાવશે. પણ એમ ના થયું. એટલે એ જાતે જ કાર માથી ઉતરીને વિહાન પાસે ગઈ.

‘’ વિહાન , હું મારા ઘરે જાવ છું . તમે તમારું ધ્યાન રાખજો. કઈંક ના મળે તો ફોન કરી લેજો. અને હા રાતે પ્લીઝ વહેલા સૂઈ જજો . બહુ ઉજાગરા સારા નથી તમારા માટે.’’

‘’ થઈ ગયું હોય તારી સલાહ આપવાનું તો હું નિકળું. અને કઈક બાકી હોય તો કહી દે.’’

‘’ તમે સાથે આવો તો સારું ..... “ નીચે જોઈને બોલી ગઈ એ...

“ હું નવરો નથી બધે જ તારી સાથે આવવા માટે. ટાઇમ મળશે તો જોઈશ ચાલ.........." વિહાન આગળ ખબર નહી કેમ બોલી જ ન શક્યો. ઍ બસ મિશાલીની ની મોટી કથ્થાઈ નમી ભરેલ આંખો અને માસુમ ચહેરો જોઇ રહ્યો. પછી ઍ બોલ્યો,"સોરી મે તારું દિલ દુખાડ્યું અને તારી સાથે આવું વર્તન કર્યું..” કહેતા જ વિહાન મિશાલીની ને ભેટી પડ્યો.

મિશાલીનીને એવું લાગ્યું જાણે એની બધી જ ચિંતા દૂર થઈ ગઈ. એની આસપાસ ની દુનિયાને વિસરીને એ વિહાનમય થઈ ગઈ.એને મીરા નો અનુભવ વિહાન ભેટયો એમાં થયો. મીરા જાણે એની પાસે આવીને એના બધા દર્દ એની પાસેથી છીનવીને એની સાથે લઈ ગઈ. મીરા ના મૃત્યું નો ગમ એણે વિહાન ના શર્ટ ને પોતાના આંસુઓ થી પલાળી ને વ્યક્ત કર્યો. વિહાન એ ખરેખર એ દિવસે પોતે મિશાલીની નો પતિ એમ અનુભવ્યો.

એક પતિ - પત્ની નો સંબંધ માત્ર રાતે પથારીમાં ભજવતા નાટક સુધી સીમિત નથી હોતો. એના માટે તો એકબીજા ને સમજવા , જાણવા, એકબીજા પર અતૂટ વિશ્વાસ રાખવો, એકબીજા ને સાથ આપવો , એકબીજા ના સુખ દુખ માં એકબીજા નો હાથ પકડી નવી પ્રેરણા આપવી, એકબીજા માટે ક્યારેક જતું કરી દેવું , તો જ ખરા અર્થમાં દામ્પત્ય જીવન જીવતા હોય એવું લાગે . તો જ પ્રેમ નામક તત્વ સંસારીક જીવન માં ટકી રહે છે.

વિહાન પણ એની સાથે આવવા તૈયાર થઈ ગયો. એ મિશાલીની ને લઈને પાછળ બેસી ગયો. મિશાલીની નું માથું વિહાન ના ખભે હતું. મિષા હજીય ડૂસકાં ભરતી હતી. વિહાન બારીની બહાર જોતા વિચારો માં સરી ગયો.
વિહાન ને કદાચ આજે એના લગ્નજીવન નો મર્મ સમજાયો , જ્યારે મિશાલીની ને એણે પોતાની બાહો સમાવી લીધી અને મિષા ના દર્દ ને પોતાના હદય માં મેહસુસ કર્યું.
આજ સુધી એ મિશાલીની ને એક પત્ની તરીકે એનું ધ્યાન રાખવા વાળી અને એને શારીરિક સુખ આપનાર સિવાય એ વધારે નોહતો સમજતો. એને એની અને મિશાલીની ની વાતો યાદ આવી , સાથે પસાર કરેલા લમહા યાદ આવ્યા, એની ઓફિસ ની ફિક્કી પાર્ટી યાદ આવી જે મિશાલીની ની આલ્તૂ-ફાલતુ વાતો ને લીધે એના માટે હાસ્યથી ભરપૂર હતી. સિનેમામાં ફિલ્મ જોતી વખતે એનું મિષા ને ચુંબન કરવું અને મિષા નું સંકોચાઇ જવું , હોટેલ માં પહેલીવાર મિષા નું જમવા માટે આવવું , અને એને ચાઇનીઝ ખાતા શિખવાડવું ... એ વાત યાદ આવતા જ એ હસી પડ્યો.

એને એ દિવસ યાદ આવ્યો... મિષા ને સ્ટિક થી નુડલ્સ ખાતા નોહતું ફાવતું અને એના પેટ માં ગયા એના કરતા તો વધારે નુડલ્સ હોટેલ માં ટેબલ નીચે પડ્યા હતા. અને પછી વિહાને એના માટે ઇટાલિયન પિત્ઝા ઓર્ડર કર્યા હતા. એ ખાધા પછી મિષા એ નિયમ લીધો હતો કે હવે એ ચાઇનીઝ ખાશે જ નય. મિશાલીની નો હાથ પકડી ને રિવરફ્રંટ જઈને બેઠો હતો જ્યાં રાતે મોડા સુધી બેવે વાતો કરી હતી.

એ જ સમયે મિશાલીની એ મને કહી દીધું હતું કે એ નિશિત ને પહેલે થી જાણતી હતી. એણે નિશિત ને ચુંબન પણ કર્યું હતું. મિષા નો ઘરે દૂર નો પહેલો પ્રવાસ હતો એ ...જ્યાં એને એના દોસ્તો સાથે ટ્રુથ એન્ડ ડેર ગેમ રમી હતી. જેમાં એણે નિશિત કિસ કરવી પડી હતી.
પણ કોઇ છોકરી લગ્ન પછી પોતાના જ પતિ સાથે પોતાના જ ભૂતકાળ ની વાત આટલી સરળતા અને નિખાલસતા થી કેવી રીતે કહી શકે??!!

તોય એણે મને કહી દિધેલું અને મે એને પૂછ્યું ત્યારે એણે જે જવાબ આપ્યો એ મારા દિલ ને સ્પર્શી ગયો ...

વિહાન આપણાં લગ્ન થયા છે એકબીજા સાથે , તો એકબીજા થી આમ વાતો છુપાવવા થી આપણને એમ લાગતું હોય કે એ નાહક નો દુખી થશે તો એ તદ્દન ખોટું છે. બીજા થી જ્યારે ભૂતકાળ ના પ્રસંગો ખબર પડે ત્યારે પ્રેમ તો કયાય રહી જાય અને સુખી સંસાર માં તિરાડો પડવા લાગે છે .મે એ કર્યું હતું એ વખતે હું નાસમજ હતી પણ ભૂલ નો સ્વીકાર કરી લઈએ તો ભૂલ કરી છે એ ડંખ ના માત્ર નિશાન રહી જાય અને ઝેર તરત ઉતરી જાય.મને નથી ખબર આ વાત પછી તમે મારી સાથે કેમ વર્તશો પણ મને એક સંતોષ જરૂર રહેશે કે મે તમારાથી આ વાત ને છુપાવી નથી . મે મારા ભૂતકાળ નો સામનો કર્યો છે .

હા , મને થોડું અજીબ લાગ્યું કેમ કે એણે જેની સાથે ચુંબન કર્યું હતું એ મારો જ ભાઈ હતો. પણ મે જે કઈ કોઈ સાથે કર્યું હતું એ માત્ર ચુંબન નોહતું એ એનાથી પણ વધારે આગળ વધી ગયેલ સંબંધો હતા. એણે તો નિખાલસતા થી કહી દીધું પણ હું આજ સુધી એને મારા અને મારી જ સેક્રેટરી ના સંબંધો વિષે મિશા ને કહી ના શક્યો. ખબર નહીં પણ કેમ મને એને ખોઈ દેવાનો દર લાગ્યો. એણે સમજાયું એમાનું હું કાઇ જ સમજી ના શક્યો અને એને આ કડવું સત્ય કહી પણના શકયો. મને ખરેખર બહુ દુખ થયેલું એ દિવસે કે મે મિશાલીની નો વિશ્વાસ તોડ્યો છે. પણ મારી ભૂલ નો એની સામે સ્વીકાર કરી જ ના શક્યો.

હકીકત માં તો અમે મર્દ જ કાયર છીએ. એવો એહેસાસ મને થયો. મને મારા સિદ્ધાંતો પ્રત્યે નફરત થવા લાગી કે હું એક સ્ત્રી , સ્ત્રી ની આઝાદી , એના હક અંગે કેટલી નિમ્ન ક્ક્ષા ના વિચારો ધરાવું છું. ઓફિસ માં આવતી સ્ત્રી ગમે કેમ કે એ જોબ કરે છે , એ મોડર્ન થઈને ફરે છે . પણ હું મારી જ પત્ની ને ભણવાનો , જોબ કરવાનો , અને મોડર્ન રીતે ફરવાનો હક નથી આપતો.

આ સમાજ જ્યાં સ્ત્રીઓએ કેટકેટલું વેઠયું છે , આજે સમાજ સુધારવા તો લાગ્યો છે પણ મારા જેવા કેટલાક લોકો ને લીધે એની પત્ની , એની દીકરીઓ ને પોતાના સપનાઓ ને મારી જ નાખવા પડતાં હશે. પુરુષપ્રધાન માનસિકતા મારા જેવા ને લીધે જ ટકી રહી છે. હું મારી જ પત્ની મિશા ને ભણવા દેવા નો ઇનકાર કરું છું અને મારી જ પત્ની આગળ વધે , કોઈ એના વખાણ કરે એ મને કેમ પચતું નથી ??? દુનિયા તો આગળ વધવા લાગી પણ મારા જેવા લોકો ને લીધે હજીય કેટલાકની જિંદગી અટકી રહી છે .

બીજી સ્ત્રી ફેશનેબલે કપડાં પહેરે તો ગમે છે પણ પોતાની જ પત્ની એવા કપડાં પહેરે તો નથી કેમ ગમતું ??? શું એની ઈચ્છા નહીં હોય એવા કપડાં પહેરીને મારી સાથે ફરવાની !!!

કપડાં જ નય એવી ઘણી બધી બાબતો જે બધાની નિજી પસંદગી હોવી જોઈએ એને બદલે એના પર અમે પુરુષો હક જમાવતા હોઈએ છીએ.શું આ એક સ્ત્રી નો પોતાનો અધિકાર નથી!!!

હું હવેથી મારી મિશા ને બધી જ છૂટ આપીશ. હું એક પાંગળા સમાજ નો ભાગ બનવા નથી માગતો જે આવા આધુનિક સમય માં પણ નિમ્ન માનસિકતા નો શિકાર છે....

વિહાન ના વિચારો માં ને વિચારોમાં એ મિશાલીની ના ઘરે એટલે કે એના સાસરે આવી જાય છે . વિરિમા અને વિરાજ બેવ બહાર જ ઊભા હોય છે.મિશા દોડતી એના મમ્મી અને પપ્પા ને વળગી પડે છે. આખુય ઘર શોક ના વાતાવરણ થી ભરેલું હોય છે . મીરા ના પાર્થિવ દેહ ને એના સાસરે થી અહિયાં લાવી દીધો હોય છે. મીરા નો ખાલી નામનો પતિ ત્યાં ઊભો ઊભો રડી રહ્યો હતો.મિશા ને એમ જ લાગ્યું કે એ રડવા નો ઢોંગ કરી રહ્યો હતો.એ તરત મીરા ની લાશ ને વળગી પડી ....

મિશાલીની ના કરૂણ આક્રંદ થી એના દાદા ની સાત માળની હવેલી આખીય ગુંજી ઉઠી. મિશા ની સાથે સાથે એનો નાનોભાઈ મિહિર પણ રડવા લાગ્યો. આખાય ઘર નો માહોલ મીરા ના તેરમા સુધી ગમગીન અને કરુણમય રહ્યો. એના દાદા ગામ ના સરપચ હતા એટલે ગામ ના બધા વારાફરતી આવીને મળી ગયા. થોડા દિવસ વિત્યા એટલે બધુ થાળે પડી ગયું.

વિરિમા એ મીરા ને ઉછેરીને મોટી કરી હતી એટલે એક જનેતા તરીકે એ બહુ જ દુખી થઈ ગઈ હતી.મીરા નો કાલો ઘેલો અવાજ રોજ એના સપના માં આવતો અને એને મીરા ની યાદ સતાવતી રહેતી.મીરા ના ગયા પછી વિરિમા નું ખાવાનું ઓછું થઈ ગયુ. એ આખો દિવસ બસ ભગવાન ના મંદિર પાસે બેસીને ભગવાન ને ભજયા કરતી.

મીરા ના સગા પિતા ભરતભાઈ ને પોતાની દીકરી ના જવાનું દુખ બહુ જ હતું . એમને ખબર હતી કે એને એના સાસરિયાં પરેશાન કરે છે, પણ એમને શું ખબર પોતે હળવા માં લીધેલી વાત એમની દીકરીને ભરખી જશે. મીરા ના ત્રણેય ભાઈઓ માથી અનિલ અને એની પત્ની રેવા ને ખરેખર બહુ જ દુખ થયું હતું. બીજા ભાઈ અમર ને દુખ એ વાત નું થયું કે એ પોતે પોતાને રક્ષક કહીને બોલાવતો અને પોતાની બહેન ની જ રક્ષા ના કરી શકયો. ત્રીજા મોહિત ને તો કોઈ ની પડી જ નોહતી. એણે એક દિવસ રડી લીધું પાછો એ હતો એવો ને એવો જ .

અમર એ પોતાની પોલિસ અધિકારી બનવાની પરીક્ષા પાસ કરી દીધી હતી. એ પોતાની બેવ બહેનો સાથે ફરવા જવાનો પ્લાન બનાવતો હતો , અનિલે પણ કીધું હતું કે એ એની પત્ની રેવા સાથે આવશે અને નાના ભાઈ મિહિર ને પણ લઈ જઈશું . પણ એ સમય આવ્યો જ નય. મિશાલીની નો જુડવા ભાઈ મૃગેશ
12 માં ફેઇલ થયો હતો એટલે આ વખતે ફરી એક્ઝામ આપવાનો હતો, પણ મોહિત ના રવાડે ચડી ગયેલો મૃગેશ ડ્રગ્સ લેવા લાગ્યો હતો જેની ઘર માં કોઈને જાણ સુદ્ધાં નોહતી .
મિશાલીની ને પોતાના ઘરની અને ગામ ની એમેય બહુ યાદ આવી હતી . એટલે એણે વિહાન ને કીધું કે એ થોડા દિવસ અહિયા રેહવા માંગે છે . વિહાન અત્યાર સુધી અપ-ડાઊન કરતો હતો એને પણ મિશા સાથે રહેવું હતું. એણે હા પાડી. દાદી, નિશિત , મિલી અને વિહાન બધા જ મીની વેકેશન મનાવવા મિશા ના ઘરે રોકાઈ જાય છે .


મીરા અચાનક કેમની મરી ગઈ??
મીની વેકેશન કેવું રહેશે???


જલદી થી મળીએ....

નવા ભાગ સાથે.....