CHECK MATE - 6 in Gujarati Fiction Stories by Saumil Kikani books and stories PDF | ચેક મેટ - 6

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ચેક મેટ - 6

પ્રકરણ 6

રાઠોડ અને સોલંકી હજી એજ એપાર્ટમેન્ટ ના પાર્કિંગ એરિયા માં છે. હજી થોડીક વાર પહેલા જ એમ્બ્યુલન્સ માં સુમિત ને લઇ જવા મા આવ્યો હતો. રાઠોડ અને સોલનકી ને હજી કળ નહોતી વળતી કે કોઈ કઇ રીતે એમની હાજરી છતાં સુમિત પર અટેક કરી ગયું.

શિયાળા નો સમય હતો અને સવાર થવા માં હતી. સવાર ના 6:30 થવા ને હતા.
ઠંડા પહોર માં પણ રાઠોડ અને સોલનકી નું મગજ ધગધગી રહ્યું હતું. રાઠોડે સોલંકી ને ઉપર પ્રદીપ ના ઘર માં જવા નો ઈશારો કરે છે. બને જણ પાછા પ્રદીપ ના ઘર માં આવે છે.

રાઠોડ: મારી હાજરી હોવા છતા સુમિત ને કોઈ ..? ( દુખ અને ગુસ્સા માં )

સોલંકી: light જતી રહી એમાં આ બધું. ..

રાઠોડ: પણ અચાનક light કેવી રીતે ગઈ ?

સોલંકી: main electric board બંધ થઇ ગયું હતું.

રાઠોડ: કે પછી બંધ કરવા માં આવ્યું? સોલંકી તમે નીચે ગયા ત્યારે તમને કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાયું ?

સોલંકી: ના sir.

રાઠોડ: મેં તમને બુમ મારી હતી , તમે કેમ ના આવ્યા ?
આપણે સુમિત ને બચાવી શક્ય હોત.

સોલંકી: sorry sir, મારું ધ્યાન ના રહ્યું.

રાઠોડ: ધ્યાન ના રહ્યું? તમે જાણો છો તમારા મારા જેવા officers માટે આ શબ્દ કેટલો શરમ જનક કેહવાય ? જો તમે તરત આવી ગયા હોત તો પેલી વ્યક્તિ ને પકડી શકત અને સુમિત પર નો એટેક ખાળી શક્યા હોત. ખબર નહીં એની શુ હાલત હશે? એનું સલામત રહેવું કેટલુંજરૂરી છે એ ખબર છે ને?

સોલંકી: sir મને ખ્યાલ છે , પણ હું બહાર ગયો ત્યારે અચાનક દેસાઈ સાથે અથડાઈ ગયો અને એમા મારો ફોન ..

રાઠોડ: બહાના નહી બનાવો સોલંકી, સુમિત જ એક માત્ર કડી હતી આ case ને સોલ્વ કરવા ની અને .. ( વચે થી અટકતા ).. એક મિનીટ.. light ગઈ ,, પછી તમે તમારા ફોન ની ટોર્ચ ચાલુ કરી ને બહાર ગયા , થોડીક જ second માં સુમિત પર attack થયો, અને છેલે મને સુમિત જખમી હાલત મા મળ્યો study room માં.. આ કોઈ કલુ તો નહોતી કોઈ ની માટે ? ( સોલંકી તરફ જોઈ ને ).

સોલંકી: બસ sir , હવે બહુ થયું ? તમે કોઈ પણ ઘટના ના શકમંદ તરીકે સુમિત પછી સીધો મારા પર જ ઈશારો કરો છો, હું જાણું છું કે તમને માત્ર એટલા માટે ડાઉટ છે કેમ કે હું અને મારા માણસો સૌથી પેહલા અહિયાં આવ્યા હતા , પણ light ગઈ પછી હું સીધો બહાર જ ગયો હતો એ તમે પણ જોયું જ છે , અને અંધારા માં ત્યારે અહિયાં માત્ર તમેજ હતા sir, તો કલુ વાળો કોન્સેપ્ટ તમને પણ એટલોજ લાગુ પડે છે .

રાઠોડ: ડોન્ટ try ટૂ ક્રોસ્ યોંર લીમીટ સોલંકી .

સોલંકી: બેટર you ડોન્ટ ટૂ sir. ડોન્ટ ફરગેટ હું પણ officer છું અને મારા પર કોઈ પણ ડાઘ નથી.

રાઠોડ: તમે જાણો છો આપણે ડાઉટસ પર જ કામ કરવું પડે છે , એટલે , મારે કોઈ personal પ્રોબ્લેમ નથી .. લેટ્સ ફીનીશ ઈટ. ( રાઠોડ ને કૈક યાદ આવતા ).. હા તમેં કૈક સુમિત વિશે કેહતા હતા ?

સોલંકી: ( જરાક રિલેક્સ થતા અને ઊંડો શ્વાસ ભરી ને) હા sir , આ case આપણા ધાર્યા કરતા એકદમ વિચિત્ર નીકળ્યો sir. તમને જાણી ને આઘાત લાગશે ... પ્રદીપ અને સુમિત આ ધંધા માં ભાગીદાર હતા ..

રાઠોડ: what ?

સોલંકી: યેસ sir. છેલા ૩ વર્ષ થી આ syndicate નો હિસ્સો હતા.

રાઠોડ : એટલેજ કદાચ પ્રદીપ ની જેમ સુમિત ને પણ ..

સોલંકી: કદાચ નહી sir.. ૧૦૦ %. Actually બને કામ તો ગુલામ ના syndicate માટે જ કરતા હતા પણ ગુલામ નો એક પણ mission active ના થયો જેનુ કારણ આ બને જણ હતા .

રાઠોડ: એટલે આ લોકો રૂટ ઓફ પ્લાન જ by paas કરતા.

સોલંકી: યેસ sir , એ લોકો માત્ર પૈસા માટેજ જોડાયા હતા. પણ એ પૈસા પર કોઈ ના લોહી ડાઘ હોય એ આ બને માંથી કોઈ ને મંજુર નહોતું.

રાઠોડ: એટલે પેહલા પ્રદીપ અને હવે સુમિત .

સોલંકી: યેસ.

રાઠોડ: પણ જો આ બને મળેલા હતા તો ..

સોલંકી: એજ ને sir. જે તમે અને અમે બને આપણી investigation માં ચુકી ગયા. ખરેખર તો આ arrest પણ ફેક હતી. i mean સામે ચાલી ને arrest પ્લાન કર્યું હતું. જેથી કોઈ ને શંકા જાય નહી કે આ બને મળી ને દાણચોરી માં ભાગીદાર છે. અને પાછળ થી સુમિત ના contects થી પ્રદીપ ને ક્લીનચીટ અપાવી દેવા નું પ્લાન હતું.

રાઠોડ: પણ એ પેલા ગુલામે પ્રદીપ અને હવે સુમિત ને રસ્તે થી સાફ કરી દીધો. ( જરા વિચારી ને )... સોલંકી .. આ બધું તમને ..???

સોલંકી: ફિરદોસે ..

રાઠોડ : what ?

સોલંકી: યેસ sir. એણે તિવારી ને કાલરા માટે ની જે પણ કઈ જાણકારી આપી મને લાગ્યું કે એના કરતા વધારે જાણે છે, આ ખાલી instinct જ હતું પણ એ સાચું પડ્યું . મને ખાતરી હતી કે એ સુમિત ને call કરશે પણ surprinsgly સુમિત નો સામે થી call આવ્યો.

રાઠોડ: હા. સુમિતે મારી સામે જ કર્યો હતો.

સોલંકી: right. એ વખતે ફિરદોસે સુમિત ને એની પાસે આવેલા informers ની વાત કરી ત્યારે એ મારા કો ઑફિસર્સ ની સામે જ બેઠો બેઠો પોપટ ની જેમ બોલતો હતો.

રાઠોડ: thats surprising! આ બધા માટે તમને ટાઇમ ..?

સોલંકી: હજી પણ ડાઉટ છે તમને .(મલકાય છે) એમાં હું કઈ ના કરી શકું, anyways અમે મુંબઈ પોલીસ શોર્ટ ટાઇમ માં multiple work માટે આના કારણેજ well known છીએ, તમે મને સોપેલા કામ ની સાથે હું મને જરૂરી લાગતી જાણકારી મેળવી લેતો , એમાં નુજ આ એક.

રાઠોડ : હુંમમ..good સોલંકી .. ( સોલંકી ની પીઠ થાબડે છે) એટલે એમ માની ને ચાલીયે કે કોઈ ત્રીજી વ્યક્તિ આ flat, સુમિત અને આપણી હિલચાલ ને મોનીટર કરતો હશે અને એને છેલે પાવર કટ કરી ને અંદર આવી સુમિત ને પણ પતાવી દીધો.

સોલંકી: પણ sir કોઈ ફાયર નો અવાજ નથી આવ્યો.

રાઠોડ : નથી ચાકુ મળ્યું.

સોલંકી: અને study રૂમ તો નાનો છે . I થીંક કોઈ બીજી entry કે exit point નથી આ ઘર માં.

(તરત જ કઈ સુજ્યું હોય એમ રાઠોડ study રૂમ તરફ જાય છે એની પાછળ સોલંકી પણ જાય છે. ત્યાજ રાઠોડ નો ફોન વાગે છે)
રાઠોડ: હા ડો દીક્ષિત.. ( સાંભળે છે.. ) what ? are you sure ? ( સંભાળે છે ).. ok.. ok... હા.. ઠીક છે. થેંક you docter.

સોલંકી: શું થયું sir?

રાઠોડ : પેલા ત્રીજા ગ્લાસ પર ના ફીન્ગર પ્રિન્ટ્સ match થઇ ગયા . by the way ડો નેહા ક્યાં છે? મેં એમને કહ્યું હતું કે પૂછપરછ વખતે તમારે સાથે રહેવાનું છે.

સોલંકી: sir sorry આ બધા ટેન્સન માં તમને કહેવાનું રહી ગયું , આ case માટે અહી URGENTLY બોલાવ્યા જેના કારણે એમના અમુક VIP પેશન્ટ્સ ની FILES એમની ઓફીસ માં પ્રોપર છેકે નહી એ ચેક કરવા ગયા છે મને કહી નેજ ગયા છે આવતા હશે .

ત્યાન્જ સોલંકી નો ફોન વાગે છે અને આ બાજુ એજ સમયે રાઠોડ નો પણ ફોન વાગે છે. એક બાજુ સોલંકી ફોન પર ની વાત સાંભળી ને ચોકી જાય છે અને બીજી બાજુ રાઠોડ ફોન પર ની વાત સાંભળી ને સુન્ન થઈ જાય છે.

બંને એક બીજા સામે જોવે છે અને ..

રાઠોડ: Sumit is no more..

આ સાંભળી સોલંકી પણ ઠંડો પડી જાય છે.. પછી થોડાક સેકન્ડ બાદ સાવ સુન્ન થયેલા અવાજે..

સોલંકી: Dr. Neha too.

આ સાંભળી ને રાઠોડ નો ચેહરો ફિક્કો પડી જાય છે સાથે હેરાન પણ થઈ જાય છે.

રાઠોડ અને સોલંકી ના મગજ માં એક જ વિચાર આવે છે. સુમિત નું સમજી શકાય પણ ડૉ. નેહા ને કેમ...??

**********************************************

લેખક સૌમીલ કીકાણી..

આ મિસ્ટ્રી થ્રિલર વાર્તા વાંચી આપ ના ઈમાનદાર રીવ્યુ જરૂર થી7016139402 ના whats app પર આપશો.

જેથી પહેલા પ્રોજેકટ માં રહેલ ત્રુટીઓ સુધારી શકાય. આવનાર stories મા.