કીટલીથી કેફે સુધી
આનંદ
(27)
મીલાન્જ પછી કોલેજ રેગ્યુલર થઇ ગઇ છે. દીવસો પહેલાની જેમ ફરીથી ચાલવા લાગ્યા છે.
મારા ટેબલનુ ટેગબોર્ડ બે મહીનાથી ખાલી પડયુ છે. બધા ડીઝાઇનના કનસેપ્ટ કે ફોટોગ્રાફી પીનઅપ કરતા હોય છે. મને એ બધુ વીચીત્ર લાગે. એક દીવસ બપોરે ખાલી બેસીને મે “ટોની સ્ટાર્ક” અને “દેવાનંદ” ના બે ત્રણ ફોટોસ ડાઉનલોડ કર્યા.
સાંજે તીરુપતીમા જઇને ‘એ ઝીરો’ સાઇઝમા પ્રીન્ટ કરાવ્યા. મને ખબર હતી કે મારાથી મોટો ટોનીસ્ટાર્કનો ફેન કોલેજમા કોઇ નથી. વાત સાચી પણ હતી. બીજા દીવસે પગથીયા ચઢીને સ્ટુડીયોમા ગયો. મે જોયુ મારુ ટેબલ બે ફર્સ્ટયરની છોકરીઓ એ એના ડ્રોઇંગ મુકવા માટે જી.સી. ટેબલ પાસે લીધુ છે.
મારે પ્રીન્ટ લગાવવાની હતી. હુ ટેબલ પાછુ માંગી લાવ્યો. બે ફોટોસ લગાડયા. એક બાજુ “ટોની સ્ટાર્ક” અને બાજુમા “દેવાનંદ”. બે ફોટોસમા તો ટેગબોર્ડ ઢંકાઇ ગયુ. મે ટેબલને ફરી ધક્કો મારીને પાછુ આપી દીધુ. એ બે જણા મારી સામુ જોઇને વીચારતા રહ્યા. એને લાગ્યુ હશે કે કેવો વીચીત્ર માણસ છે.
હુ કાઇ બોલ્યા વગર કેન્ટીન બાજુ નીકળ્યો. કોલેજમાથી કોઇપણ માણસ “ટોની સ્ટાર્ક” કે “દેવાનંદ” હોય ત્યારે મને તો યાદ કરે જ. બે-ત્રણ જણાએ તો સામેથી કહી દીધુ કે આ મારુ જ ટેબલ હોય.
દીવસો ફરીથી પહેલાની જેમ ઝડપી થવા લાગ્યા છે. આજકાલના દીવસોમા વધારે ખુશ રહુ છુ. “ઇન્સ્પીરેશન” ખુટતી મે કાયમ જોયી છે. મને સૌથી મોટુ દુઃખ એજ વાતનુ થાય છે કે હુ એને ભુલી ન જાઉ. મારી યાદશકિત ઓછી થવા લાગી છે કે હુ ફરી કોઇ ભુલ કરવા તરફ જઇ રહ્યો છુ.
પણ એ વાત તો સાચી કે ખુશ છુ. ‘આનંદ’ ને બધા એ આવકારી લીધો.
કાલે રવીવાર છે. એટલે અત્યારે મોરબી જવા નીકળ્યો. હુ શાંતીથી બસમા બેઠો રહ્યો. કાનમા ઇયરફોન નાખીને સવારીની મજા મારે ખરાબ નથી કરવી. નવરા પડયા કાંઇક લખવાનુ મન થયુ. હુ એના વીશે વીચારતો હતો. ત્યા ફોન એકવાર વાઇબ્રેટ થયો.
જોયુ તો કોઇ છોકરીએ મને ફોલોવ કર્યો છે. મે ઓપન કરીને જોયુ. “હાર્દિ” નામ વાંચવામા જ એટલી મજા પડી. મને થયુ જે હોય તે નામ જોરદાર છે. પ્રાઇવેટ એકાઉન્ટ છે પણ મ્યુચ્યુલ ફ્રેન્ડસમા કોલેજના ઘણા બધા દેખાયા. મને થયુ કે જુનીયર હશે કોઇ. હુ કોઇ એવોર્ડ મળ્યો હોય એમ ખુશ થયો. કાઇ પણ વીચાર્યા વગર મે સામે ફોલોવ રીક્વેસ્ટ કરી. એને ક્યારે એકસેપ્ટ કરીએ મને ખબર નથી.
બીજા દીવસે ઇન્સટાગ્રામમા એક પોસ્ટ જોઇ. નામ વાંચીને મને પાછુ યાદ આવ્યુ. મને તરત જ નામ યાદ આવ્યુ. ત્યારે ખબર પડી કે હવે રીક્વેસ્ટ એકસેપ્ટ થઇ ગઇ. જ્યારે રીકવેસ્ટની વાત આવે મને તરત જુના દીવસો યાદ આવે છે.
જોઇને મને એનો પોતાનો ફોટો લાગ્યો. લગભગ દરીયાકીનારાના પથ્થર પાસે ઉભી છે. મારાથી ફોટો પર ટેપ થઇ ગયુ. મે જોયુ એને પોતાના જ એકાઉન્ટને એના પર ટેગ કર્યુ છે.
મે એ પોસ્ટ સેર કરી એના જ એકાઉન્ટ પર.
“Hey please don’t mind. I can’t stop laughing.
but I think you tag you in your own photo!” મે ટાઇપ કરીને મોકલી દીધુ. કેમ મોકલ્યુ એ મને ખબર નહોતી. મારાથી બસ મોકલાઇ ગયુ.
પછી મે એની પ્રોફાઇલ ઓપન કરીને જોઇ. એમા ચાર ફોટોસ હતા. જોઇને મને લાગ્યુ કે મે કદાચ એને જોયેલી છે. ફોટો જોઇને વીચારતો રહ્યો.
“Of course not!” તરત જ એનો રીપ્લાય આવ્યો. મારા ધબકારા વધી ગયા. સામે જવાબ શુ આપવો.
“તોહ ભલે!” મારાથી આટલુ જ લખાયુ.
તરત સામેથી હસતો હોય એવો ઇમોજી આવ્યો. મને થોડી રાહત થઇ. મે નોટીફીકેશનમાથી મેસેજ વાંચી લીધો. ફરીથી રીપ્લાય કરવાની મારી હીમ્મત નહોતી. મને એજ બીક છે કે બીજા બધા છોકરાઓની હારે મારી ગણતરી ન થઇ જાય.
મે મેસેજ ઓપન ન કર્યો. થોડીવારમા મને બધુ ભુલાઇ ગયુ. મે “ટોની સ્ટાર્ક” નો એક ફોટો સ્ટોરીમા શેર કર્યો. થોડી જ સેકન્ડમા સ્ટોરીમા રીએકશન આવ્યુ. મે ઓપન કરીને જોયુ તો ફરી એનો જ મેસેજ હતો. “હાર્ટની આંખવાળુ સ્માઇલીનુ ઇમોજી” સ્ટોરીના રીએકશનમા છે. મે ચેટ ઓપન કરી. મને બે સેકન્ડ વીશ્વાસ જ ન આવ્યો.
મે જોયુ તો “ટોની સ્ટાર્ક” વાળી સ્ટોરીમા રીપ્લાય આવ્યો છે. મને થોડુ વીચીત્ર લાગ્યુ.
“Jr. fan?” મે તરત જ મેસેજ કર્યો.
“Biggest”
“He’s love” એને રીપ્લાય કર્યો. મને મારી આંખ પર વીશ્વાસ ન આવ્યો. ખરેખર મે વાંચ્યુ એ જ લખેલુ છે. મારાથી મોટી ‘રોબર્ટ ડાઉની જુનીયર’ ની ફેન. એ પણ પાછી છોકરી. મને એ નથી સમજાતુ કે કોઇ છોકરી ‘જુનીયર’ ની ફેન કઇ રીતે હોઇ શકે. મને લાગ્યુ મારી ક્રેડીટમા ભાગ પડાવવા વાળુ કોઇ ફાઇનલી આવ્યુ ખરુ.
“તમારા સ્ટુડીયોમા સ્પેશીયલી આ જોવા આવેલી.” કહીને એણે મારા જ ટેબલનો ફોટો મોકલ્યો. મને થયુ કે એને ખબર કેમ પડી હશે. હુ કોઇ પુરસ્કાર મળ્યુ હોય એમ ગર્વ લેતો હતો.
“સાચે...” મારાથી લખાઇ ગયુ.
“મારી સ્ટોરી હાઇલાઇટ ચેક કરી?” હુ જોઇ વીચારીને એક-એક શબ્દ લખી રહ્યો હતો.
“યેપ હજી એક મીનીટ પહેલા જ જોઇ.” તરત એણે જવાબ આપ્યો. એના રીપ્લાય મારા કરતા વધાકે ઝડપથી આવી રહ્યા હતા.
“માનવામા નથી આવતુ યાર સ્ટાર્કના ફેન પણ છે આપણી કોલેજ પર.”
“એજ ફોટો પીનઅપ કરવાનુ રીઝન છે.” મે રીપ્લાય કર્યો.
“તમે કરેલો છે.”
“મને સાચે મન થયુ હતુ કે ફર્સ્ટ યર સ્ટુડીયો મા લઇ આવુ. રોજ કોલેજ એ આવવાની વધુ મજા આવશે.” એણે હસતા ઇમોજી સાથે રીપ્લાય કર્યો.
મને થયુ અત્યાર સુધી એને ખબર જ નહી હોય કે એ જે ટેબલની વાત કરે છે એ મારુ જ છે. મને એની એ વાત ગમી કે અજાણ્યા માણસ સાથે પણએ એટલા જ વીશ્વાસથી વાત કરી શકે છે. મને મારા મેસેજ જોઇને ગુસ્સો આવ્યો. હુ એક-એક શબ્દ બનાવીને લખી રહ્યો હતો. એમા ક્યાંક તો મારો સ્વાર્થ હોય શકે.
“ફોટોની વાત કરો છો ને...” મને ક્યારેય કોઇને કેટલુ માન આપવુ ખબર ન પડે એટલે ઇંગ્લીશમા ચેટ કરતો. અંગ્રેજી એવી ભાષા છે જ્યા બધાને એકસરખુ માન આપવામા આવે છે.
“હાસ્તો!” એનો તરત રીપ્લાય આવ્યો.
મે મારી પોસ્ટમાથી ફોટો શેર કર્યો. એણે સામે ફરીથી લવ વાળુ ઇમોજી મોકલ્યુ.
“સ્ટાર્કની સાથે દેવાનંદ આઇડીઅલ હોય એવા ઘણા ઓછા હોય.” ખોટુ ગર્વ લેતો હોય એમ મે મોકલ્યુ. “બરોબર ને?”
“એકદમ” એણે મારી રીપ્લાય આપ્યો.
મે હસતુ હોય એવુ ઇમોજી મોકલ્યુ અને ફરી એક ફોટો મોકલ્યો. એણે ફરી દીલ વાળુ ઇમોજી મોકલ્યુ.
“Glad to meet you..!!!” એણે ખુશ થઇને રીપ્લાય કર્યો. હુ જાણે એના મનના ભાવો વાંચી શકતો હતો.
મે મારા લેપટોપના વોલપેપરના ‘સ્ટાર્ક’ અને ‘દેવાનંદ’ના ફોટો મોકલ્યા.
“હવે કન્ફર્મ?” મે રીપ્લાય કર્યો.
“Glad to meet you also…”
“*online…” ટાઇપ કરીને મે મેસેજ મોકલી દીધો.
થોડા દીવસ સુધી મારવેલના મુવીઝ પર વાતો કરી. પછી એકદીવસ વાતમાથી વાત થઇ. મને યાદ આવ્યુ કે એને ફોટો વીશે ક્યાથી ખબર પડી. ત્યારે ખબર પડી કે એના આખા ક્લાસમા ઘણા બધાને આ ફોટો વીશે ખબર છે. ફર્સ્ટયરના ક્લાસમા આ ફોટોની વાતો થવા માંડી છે.
એ દીવસે સાંજે મને અચાનક જ વીચાર આવ્યો. હુ એને મળવા માંગતો હતો કે નહી એ ખબર નહોતી પણ એક બહાનુ મળી આવ્યુ. મે ‘જુનીયર’ ના ચાર ફોટોની પ્રીન્ટ કઢાવી પહેલા કરતા વઘારે મોટી સાઇઝના...
મે એને કાલે ફોટોઝ લઇ જવા મેસેજ કર્યો. હુ સતત એ વીચારતો રહ્યો કે કાઇ ખોટુ નથી કરી રહ્યો ને...થોડીવાર ના પાડીને પછી એણે બીજા દીવસે લઇ જવાની હા પાડી. બીજા દીવસે ખબર પડી કે એની તબીયત બરોબર નથી. મારુ મન થોડીવાર માટે ભાંગી પડયુ. કોઇપણ ભેટની મજા ભેટ આપવાના સમયે જ આવે છે. સમય નીકળી જાય તો એનુ મુલ્ય કદાચ માનવાથી ઓછુ થઇ જાય છે.
એણે બીજા કોઇને મોકલવાનુ કહ્યુ. મે ના કહીને કાલે લઇ જવા કહ્યુ. ત્રણ-ચાર દીવસ સુધી એ ટળતુ રહ્યુ. એ આખુ અઠવાડીયુ કોલેજ ન આવી. મે આશા છોડી દીધી. મેસેજમા વાત થતી રહેતી.
“you’re a great poet..!” અચાનક જ એનો મેસેજ આવ્યો.
“તમે આવ્યા અને ચાલ્યા ગયા, સામે અમારી કયા જોયુ છે.
તમને તો ખબર ય ન પડી કે કેટલુ પામ્યુ ને કેટલુ ખોયુ છે.
તોય નજર કરી તો વર્ણન કરતા તમારુ જીવન આખુ ખોયુ છે.
તમને તો ખબર ય ન પડી કે કેટલુ પામ્યુ ને કેટલુ ખોયુ છે.
Anand
(Directly from my heart…)
“ મારી જુની રચના મને શેર કરી.
“Especially this one…”
“દીલની આરપાર ઉતરી ગયુ આ તો...” એણે રીપ્લાય કર્યો. મને એ જ ક્ષણે મારી કીંમત સમજાવા લાગી. મારુ લખેલુ કોઇને ગમ્યુ. બસ એજ વાત મારા દીલ સુધી પહોંચી ગઇ.
“અરે થેંન્કસ યાર...”
“તમે વાંચ્યુ એજ મોટી વાત છે મારા માટે...”
“એ લાઇન ખરેખર ઇમોશન છે...”
“પ્યોર ઇમોશન લાઇન નઇ...”
“મારા દીલની સાચી ઇમોશન...” મે એક જ ધારુ કહી દીધુ. હુ ફરીથી છ મહીના પાછળ ચાલ્યો ગયો.
“બવ સરસ છે...”
“ગમે મને આવુ વાંચવુ...”
“ખુબજ...” એણે ખુશ થઇને કહ્યુ.
“Wait…” મે લખ્યુ. અત્યાર સુધીમા એના સ્વભાવને હુ ઓળખી ગયો છુ. મને સમજાઇ ગયુ છે કે મારી કીંમત કેટલી છે અને હુ કોઇના મનના ભાવ કોઇના લખાણથી સમજી શકુ છુ. એ કાબીલીયત ગોડ ગીફ્ટેડ છે કે નહી એ મને ખબર નથી. મારી પાસે એ સેન્સ છે એ માનવાની ના કહી શકુ એમ નથી.
મે મારી નવલકથાની લીંક મોકલી.
“હુ નીરાંતે વાંચીને પછી મેસેજ કરુ...” એણે તરત રીપ્લાય આપ્યો.
“વાંચવાની જરુર નથી...”
“દસ ચેપ્ટર છે...”
“અત્યારે...”
“વીથ જી.એસ.ટી...” મે ડોઢ ડાયો થઇને લખી દીધુ.
“જરુરી તો નથી પણ મારે વાંચવી છે.” વાંચીને પાર વગરનો ખુશ થયો.
“થેંક્સ યાર...” મે સામે કહ્યુ.
“અરે થેંક્સ ટુ યુ...”
“And if you don’t mind..મને આવુ મોકલતા રહેવુ...”
“મને બવ મજા આવે...” એણે કહ્યુ.
“Sure…” મારી ખુશીનો કોઇ પાર નહોતો.
મંગળવારે એનો મેસેજ આવ્યો. સાંજ સુધી લેકચર ચાલ્યો. સાંજે સાતેક વાગ્યે એનો મેસેજ આવ્યો. હુ મારા ટેબલ પર બેઠો રાહ જોતો હતો. ફાઇનલી એ આવી અને જગ્યા જોઇને પાગલ થઇ ગઇ. મે એને પ્રીન્ટ આપી દીધી.
મારુ અનુમાન સાચુ નીકળ્યુ. મે જેવો ધાર્યો એવો જ સ્વભાવ અને એવો જ અવાજ. હુ જરુર કરતા વધારે જ ખુશ હતો.
બીજા દીવસે અમે કેન્ટીન પર મળ્યા.
અમે બેય એકબીજાને પુછયા વગર બે-બે ચા લઇ આવ્યા.
છેલ્લે બેય એ બે-બે ચા પીવી પડી.
(ક્રમશ:)