ભાગ - ૦૧
"તારા માટે એક મસ્ત આઈડિયા લાવ્યો છું", પાર્થે કહ્યું
"શું આઈડિયા?", કેવલ એ જાણવાની આતુરતા થી પૂછ્યું
"યુ-ટ્યૂબ ચેનલ"
"યુ-ટ્યૂબ ચેનલ ?"
"હા, યુ-ટ્યૂબ ચેનલ. તું તારા સિંગિંગ કરતા વિડિઓને યુ-ટ્યૂબ પર પોસ્ટ કેમ નથી કરતો?", પાર્થે કહ્યું
"ના યાર યુ-ટ્યૂબ પર કોણ જોશે મારા જેવા નવા નવા સિંગરને?"
"અરે તને ખબર નથી આ પ્લેટફોર્મ તને એકા એક સ્ટાર બનાવી શકે છે"
"જોઇશ ચાલ, અત્યારે તો હું નીકળું છું. રાત બહુ થઈ ગઈ છે. કાલે મળીએ"
"હા પણ આના પર વિચાર જરૂર કરજે"
***
કેવલ મુંબઈમાં એક IT કંપનીમાં જોબ કરતો અને રૂમ રાખીને રહેતો એના મમ્મી પાપા કોઈ વાર એને મળવા મુંબઈ આવતા. કેવલને ગીતો ગાવાનો શોખ હતો, તેને ઘણાં રિયાલિટી શોમાં ઓડિશન આપેલા પણ તે સિલેકશનના ફાઇનલ રાઉન્ડ સુધી ક્યારેય ના પોંહચી શકેલો. તેનું સપનું હતું કે દુનિયા એના અવાજ ને સાંભળે એને પસંદ કરે એના સોન્ગને ગુનગુણાવે.
રોજ જોબ પતાવીને સિંગિંગની પ્રેક્ટિસ અને રાતે એના મિત્ર પાર્થ સાથે બેસીને હળવી વાતો કરવી બસ આજ એનો રૂટિન બની ગયો હતો. એનો મિત્ર પાર્થ એના માટે એકમાત્ર પ્રેરણા નો સ્ત્રોત હતો જેને હજુ સુધી કેવલના સપનાને જીવંત રાખ્યું હતું. પાર્થ રોજ કેવલ પાસે થી સોન્ગ સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરે અને શાંતિથી બેસીને સાંભળે આના થી કેવલ નો ઉત્સાહ બની રહેતો.
આજે પાર્થે કેવલને યુ-ટ્યૂબ ચેનલ બનાવીને પોતાનો અવાજ પબ્લિક સમક્ષ મુકવા સલાહ આપી.કેવલ લેપટોપ ખોલી ને યુ-ટ્યૂબ પર તેના જેવા સ્ટ્રગલિંગ સિંગર ના વિડિઓ જોવા લાગ્યો. એને જોયું કે લોકો યુ-ટ્યૂબ પર પ્રતિભાવ તો આપે છે તેને પણ તેનું કિસ્મત એમાં અજમાવું જોઈએ. પાર્થની વાત ખોટી નથી એમ કરી ને તેને પોતાની ચેનલ બનાવી.નામ આપ્યું, "KEVAL'S VOICE"
એને એની ચેનલને એના ઓફિસ મિત્રો, ફેમિલી, અને અન્ય મિત્રો સાથે શૅર કરી. અઠવાડિયામાં બે સોન્ગ એ ચેનલ પર મૂકી દેતો. ધીરે ધીરે એની ચેનલ ના સબસ્ક્રાઇબર વધવા લાગ્યા.
***
"વાહ, તારા સબસ્ક્રાઇબરએ તો ૧૦૦ નો આંકડો પર કરી દીધો છે" પાર્થે કહ્યું.
"યુ-ટ્યૂબ નો આઈડિયા આપવા બદલ થૅન્કયુ", કેવલે હસીને કહ્યું.
"અરે તું મેહનત કર બાકી તને નવા નવા આઈડિયા આપવા હું બેઠો છું અને હા થૅન્કયુ નહિ પાર્ટી લઈસ જયારે હજાર સબસ્ક્રાઇબર થાય ત્યારે"
"ચોક્કસ"
***
"અરે આ જો પ્રાહી આને આ સોન્ગ બહુ સરસ ગયું છે"
"કોને?"
"અરે આ ચેનલ પરના વિડિઓ જો "KEVAL'S VOICE" કરીને ચેનલ છે સબસ્ક્રાઇબર ઓછા છે પણ ટૂંક સમય માં ફેમસ થશે ખરી"
"અચ્છા બતાવ" પ્રાહી પોતે મ્યુઝિક કમ્પોઝ કરતી હોય છે એની પણ યુ-ટ્યૂબ પર ચેનલ હોય છે "મ્યુઝિક સ્ટ્રીંગસ" કરી ને એના સબસ્ક્રાઇબર પાંચ હજાર ઉપર છે
"વાહ ખરેખર માં બહુ સુંદર રીતે બધા સોન્ગ ગયા છે", પ્રાહીએ વિડિઓ જોઈને કહ્યું
"હા અને એ પણ મ્યુઝિક વગર. માત્ર એનો અવાજ. "નો બેકગ્રોઉંડ મ્યુઝિક"
"અને આપણી ચેનલ વિપરીત ઓન્લી મ્યુઝિક ઈન્સ્ટુમેન્ટસ "નો વોઇસ", પ્રાહીએ કહ્યું
"મને લાગે તમારે એક ટાઈ-અપ વિડિઓ બનાવો જોઈએ""હમ્મ", પ્રાહી બોલી
***
પ્રાહી એ કેવલના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જઈને એને મેસેજ કર્યો
"હેલો, મેં તમારા યુ-ટ્યૂબ પર વિડિઓ જોયા મને બહુ ગમ્યા, તમારો અવાજ અને રાગ એકદમ સચોટ છે"
"મારે તમને મળવું છે. તમે મારી યુ-ટ્યૂબ ચેનલ ચેક કરો", પ્રાહીએ લિંક અટેચ કરી
"ચલો જોઈએ હવે શું કેહવું છે "KEVAL'S VOICE" નું", મેસેજ સેન્ડ કરીને એની ફ્રેન્ડ સામે જોતા પ્રાહી બોલી.
***
શું કેવલ પ્રાહીના મેસેજનો જવાબ આપશે? શું તેઓ બંને મળી ને એક વિડિઓ બનાવશે? જાણવા માટે વાંચો આગળનો ભાગ.