એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો હતો અને સાથે સાથે ગરમીની સીઝન પણ... એપ્રિલ ફૂલની સાંજનો સમય ધીમો ધીમો ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો.. સુરજ ધીમે ધીમે આથમતો આથમતો આકાશમાં કેસરીયો રંગ વિખેરીને જાણે રંગોળી બનાવતો હોય એવો નજારો થઈ ગયો હતો પક્ષીઓ કલબલ કલબલ કરતા કરતા પોતાના માળા તરફ પાછા ફરી રહ્યા હતા.. અને રોજની જેમ પોતાના સેલ્ફમાંથી ત્રણ પુસ્તક લઈને બાલ્કનીમાં બેઠેલી શ્રેયા આકાશમાં એ નજારો નિહાળતા નિહાળતાની સાથે ગરમ કોફીની ચૂસકી લેતી હતી.. આરામ ખુરશી પર બેઠેલી શ્રેયાની સામે રાખેલા ત્રણ પુસ્તકો હતા અને પણ એનાં માટે ખાસ હતા.. એટલા માટે ખાસ હતું કેમ કે એ ત્રણેય પુસ્તકો એના જન્મદિવસ પર મનગમતા વ્યક્તિએ આપેલી ભેંટ હતી.. વિલિયમ શેક્સપિયરનું પુસ્તક "રોમીયો જુલિયટ", પન્નાલાલ પટેલનું પુસ્તક "મળેલા જીવ" અને દિવ્ય પ્રકાશ દુબેનું પુસ્તક "મુસાફિર કાફે" હતું.. પ્રિય પાત્ર શ્રેયાંશ તરફથી કોલેજ લાઈફના પેહલા જન્મદિવસ પર એક અનોખી ભેંટ કોઈએ ના આપી હોય એવી ભેંટ પ્રિય પાત્ર તરફ થી મળી હતી પુસ્તક રૂપે ત્રણ વર્ષ પહેલાં... 2 એપ્રિલ શ્રેયાનો જન્મદિવસ...2 એપ્રિલ 2011 ભારત ક્રિકેટનો વિશ્વકપ જીત્યું હતું એટલે ભારત માટે એક ઉત્સવનો દિવસ હતો એજ રીતે 2 એપ્રિલ 2018 શ્રેયા માટે ખાસ રહ્યો એકતો એનો જન્મદિવસ અને એમાં પ્રિય પાત્ર તરફથી મળેલી પુસ્તકોની ભેંટ.. વાંચનનો એક ગાંડો શોખ.... અને આમ હવે થોડો થોડો લેખનનો શોખ પણ જાગેલો.. એકલી હોય તો કંઈકને કંઈક લખતી રહેતી હોય..માસ્ટર્સ પૂરું થયું એને એક વર્ષ થઈ ગયું હતું.. શ્રેયા ઘરે સોસાયટીના વિદ્યાર્થીઓને ટ્યૂશન કરાવે... માસ્ટર્સમાં હતી ત્યારે શ્રેયા સૌથી અલગ હતી કેમકે એક તો ફિઝિકસ ની વિદ્યાર્થી અને સાથે સાથે વાંચન સાથે લગાવ નવલકથાઓ, આત્મા કથાઓ વગેરે વાંચનનો શોખ રાખે... આમ પણ જ્યારે બેચલર્સના ત્રણ વર્ષમાં કોલેજમાં હતી ત્યારે વધારે સમયએ લાઈબ્રેરીમાં વિતાવે , lecture પૂરું થાય એની જ રાહ જોવે પછી તરત લાઈબ્રેરીનો રસ્તો પકડે, ઘરે self study કરી લે એટલે lectureમાં એના doubts solve કરી લે.. વાંચનની સાથે ભણવાનું બન્ને પ્રવૃત્તિ બેલેન્સ કરી લે તો તો એને અલગ જ કહી તો એમાં અતિશયોક્તિ નહી... આ તો હતું શ્રેયાનું થોડું intro... જેમ ફિલ્મ આવતા પેહલા એનું ટ્રેલર હોય...
હા તો આપણે હતા શ્રેયા કોફીની ચૂસકી સાથે પેલું પુસ્તકને જોઈ ત્રણ વર્ષ પાછળ સપનામાં ચાલી જાય છે અને એના પેહલા પુસ્તકોને સ્પર્શ કરે છે અને એ પુસ્તકને ક્ષણ ભર માટે hug આપ્યું... અને પુસ્તકોને હાથમાં લઇ ચૂમી લીધું... આજ 1st એપ્રિલ હતી અને કાલે 2 એપ્રિલ રાહ જોતી હતી.. પેલી પુસ્તકો અને શ્રેયા બન્ને મળ્યા એને ત્રણ વર્ષ વિતી ગયા ખબર જ ન પડી... શ્રેયાંશને યાદ કરી આંખ થોડીક ભીની થઇ ગઇ... માસ્ટર્સના વર્ષ કલાસમેટ અને પછી બન્ને એક બીજાના નજીક આવી ગયા... છ મહિના થઈ ગયા શ્રેયાંશનો કોઈ મેસેજ નહીં, નહીં કોઈ કોલ.. શ્રેયા આ બધું વિચારતા વિચારતા શ્રેયાને એ પણ વિચાર આવ્યો કે શ્રેયાંશ ભૂલી તો નહીં ગયો હોય ને કાલ મારો જન્મદિવસ છે અને હજી કોઈ મેસેજ નહીં... શ્રેયા મનમાં કહે, કંઈ વાંધો નહીં એનો contact ન થાય તો હું ધોખો નહીં કરું એને આપેલ ભેંટ (પુસ્તકો) હું મારા સાથે રાખીને કેક કટ કરીશ હું એમ માની લઈશ કે શ્રેયાંશ મારા જન્મદિવસ પર મારી સાથે જ છે... યાદોની સફરમાં બેઠી બેઠી સફર કરતી જતી હતી સાથે કોફી, આકાશ અને પહેલું પુસ્તકોની હાજરીમાં જન્મદિવસની planning પણ કરતી હતી... કેવા કપડાં પહેરવા, પાર્ટીમાં કોને invite કરવા એ બધું ચાલી રહ્યું હતું.... સફરની સાથે જૂની યાદો પણ આંખ સામેથી જતી હતી... કંઈ વાર આંખ આંસુ છુપાવી લેતા પણ શ્રેયાંશ શબ્દ મગજમાં આવે એટલે જેમ વાદળ ધીમે ધીમે વરસે એમ શ્રેયાની આંખોમાંથી આંસુ ટપકીને હાથમાં રાખેલું પુસ્તક પર પડતા તરત લૂછી નાખતી... વાતોના વંટોળમાં વીંટાઈને પછી પાછી ફરી રહી હતી.. કોફીનો ખાલી કપ સાથે પુસ્તકને ટેબલ પર મૂકી પોતાના રૂમમાંથી એક ડાયરી લઈ આવી.. એ ડાયરી પણ શ્રેયાંશે આપેલી હતી એટલે એના સંસ્મરણો એ ડાયરીમાં લખતી... એટલે એને ડાયરીમાં લખ્યું.
નથી મને તારાથી કોઈ ફરિયાદ,
મને આવે છે હવે તારી યાદ,
આપણે એક બીજાને મળ્યાનો છે રાજીપો,
હવે લાગે છે મને હૃદયમાં ખાલીપો,
કર મને તારો એક સાદ,
મને આવે છે હવે તારી યાદ,
ડાયરીમાં રોજ તારી વાત વાંચતા કહું છું,
પ્રેમ કરું છું એ વાત સાચુકલી કહું છું,
આ વાતમાં કોઈ નથી વિવાદ,
મને આવે છે હવે તારી યાદ,
શબ્દોમાં વ્યક્ત નથી થતી યાદ,
પ્રેમ કરું છું નથી કરતી કોઈ વાદ,
હવે તો આપ મને કંઈક દાદ,
મને આવે છે હવે તારી યાદ,
મને આવે છે હવે તારી યાદ,
મને તારાથી છે આ જ ફરિયાદ,
આટલું લખી શ્રેયા રૂમમાં જતી રહી ડાયરી ઓશિકા પાસે રાખી મમ્મીને રસોઈમાં મદદ કરવા લાગી.. અચાનક શ્રેયાના ફોનની રિંગ વાગી... કોઈ અજાણ્યો નંબર હતો શ્રેયાએ ફોન રિસીવ કર્યો, હેલ્લો કોણ,
ફોનમાંથી અવાજ આવ્યો એટલે શ્રેયા ઓળખી ગઈ ઓહઃ રોહન સર તમે, કેમ છો ? આજ અચાનક ફોન કર્યો?
રોહન સર બોલ્યા 2 એપ્રિલ યાદ છે મને હું ભૂલી નથી ગયો પાર્ટીનો સમય શું રાખ્યો છે? શ્રેયા બોલી સર 8 વાગ્યે છે અને તમારે જરુર આવવાનું છે... ઠીક છે રોહન સર બોલ્યા... ફોન કટ થયો... શ્રેયા ક્ષણ ભર માટે વિચારવા લાગી રોહન સરનું તો માસ્ટર્સના પેહલા વર્ષમાં જ transfer થઈ ગયું હતું એમને કંઈ રીતે યાદ હોય પણ એ સર છે મારા તો યાદ હોય પણ શકે... ફોન મૂકીને પાછી ચાલી ગઈ રસોડામાં.. થોડી વાર પછી પાછો એક અજાણ્યા નંબર પર શ્રેયાનો ફોન વાગ્યો, શ્રેયાએ રિસીવ કર્યો, હેલ્લો કોણ, ફોનમાંથી અવાજ આવતા સાંભળી શ્રેયા બોલી વિજય સર તમે... કેમ છે સર? આજ અચાનક ફોન કર્યો ? વિજય સર બોલ્યા 2 એપ્રિલ યાદ છે મને હું ભૂલી નથી ગયો પાર્ટીનો સમય શું રાખ્યો છે? શ્રેયા બોલી સર 8 વાગ્યે છે અને તમારે જરુર આવવાનું છે... વિજય સર બોલ્યા ઠીક છે બેટા હું જરૂર આવીશ.. bye સર બોલને શ્રેયાએ ફોન કટ કર્યો... ફરી શ્રેયા મુંજાણી આ વિજય સર તો મારા માસ્ટર્સના છેલ્લા વર્ષમાં ટ્રાન્સફર થઈને આવ્યા હતા અને એ પણ જુલાઈમાં એમને કઇ રીતે યાદ હોઈ મારો જન્મદિવસ? મનમાં બોલી ઓહ શ્રેયા come on he is you professor એટલું તો યાદ હોયને ક્યાં વિદ્યાર્થીનો જન્મદીવસ ક્યારે આવે છે.... ફરી શ્રેયા બોલી મારા જન્મદિવસ પર મારા પ્રોફેસર આવતા હોય તો એથી મોટી વાત બીજી કઈ હોય... ફોન સાઈડમાં મૂકી ફરી રસોડામાં ચાલી ગઈ...
આ તો હતું વાર્તાનું ટ્રેલર.... આટલું વાંચ્યા પછી પ્રશ્નો તો થતા જ હશે કે કોણ છે શ્રેયા? કોણ છે શ્રેયાંશ ? બન્નેનો શું સંબંધ? કંઈ રીતે પુસ્તકોએ બંન્નેને નજીક લાવી દીધા...? એ અજાણ્યા નમ્બર કોના હશે ? બધી વાતનો જવાબ આગળ મળતા રહેશે...