આ મારી સત્ય ઘટના છે જે હું તમારી સમક્ષ રજૂ કરું છું
મારા પપ્પા એક ખેડૂત છે. પહેલા તો મમ્મી પપ્પા બંને ખેતીનું કામ કરતા અને ઘરનું ભરણપોષણ કરતા હતા. મારા પરિવાર માં મારો મોટો ભાઈ હું અને મમ્મી પપ્પા. કહેવત છે ને " નાનું કુટુંબ સુખી કુટુંબ " પણ આ કહેવત પ્રમાણે અમારું કુટુંબ સુખી હતું પરંતુ ખાલી ભરણ પોષણ થાય એટલું જ ખેતી માંથી થતું હતું. ત્યારે મારો આખો પરિવાર 20 ફૂટ ની એક ઓરડી માં રહેતો હતો. આ જીવન પણ જીવનભર નહિ ભૂલાય.
મારા ભાઈ, પપ્પા અને મારા જીવન ની સૌથી મોટી ઘટના....
મારો મોટો ભાઈ ૬ વર્ષનો હતો ત્યારે હું ૩ વરસ નો હતો ત્યાર ની એક વાત છે...
એક દિવસ હું મારો ભાઈ અને મારા પપ્પા ખેતર ગયા હતા. ભાઈ અને પપ્પા ખેતરમાં કામ કરતા હતા.હું ત્યાં નજીકમાં બદામ નાં ઝાડ નીચે એકલો એકલો ધૂળ માં રમતો હતો. પપ્પા અને ભાઈ નું ધ્યાન કામ માં હતું. હું તો ત્યાં મારી દુનિયા માં રમતો હતો.
હું રમતો ત્યાંથી ૫૦ ફૂટ નાં અંતરે એક ખેતર નો મોટો અને ઊંડો કૂવો હતો. ત્યાં કબૂતરનો અવાજ સંભળાયો એટલે હું રમતો રમતો કૂવા બાજુ જતો હતો. ભાઈ અને પપ્પા નું ધ્યાન ખેતી કામ જ હતું. જોત જોતામાં હું કૂવા ના કાઠે જતો રહ્યો..પછી તો હું પણ કબૂતર સાથે ઉડવાની કોશિશ કરતો હતો. ધીમે થી હું કૂવાની પાળી ઉપર ચડીને ત્યાં બેઠો. કૂવામાં અવાજ કરું એટલે તરત કબૂતરો ઉડવા લાગે. આ જોઈ મને બહુ જ મજા આવતી હતી.
હું કૂવાના કબૂતરો ની દુનિયામાં ખોવાય ગયો અને બે પગ કૂવાની અંદર રાખી બે હાથ વડે તાળીઓ પાડું એટલે કબૂતરો બહાર ઉડવા લાગે અને હું બહુ જ હસવા લાગુ. ત્યાં અચાનક મારો હસવાનો અવાજ મારો ભાઈ અને પપ્પા ત્યાં નજીક માં કામ કરતા હોવાથી સાંભળી જાય છે અને તેમની નજર મારા ઉપર પડી તો ભાઈ અને પપ્પા બહુ જ ચિંતિત થઈ જાય છે. ભાઈ પપ્પા ને કહે હવે કેવી રીતે દિલીપ ને બચાવશો? પપ્પા કહે કે કોઈ પ્રકારનો અવાજ ના કરતો હું ધીમે ધીમે બોલ્યા વગર ઉઘાડા પગે ચાલતા ચાલતા જવ છું. પપ્પા મારી તરફ આવે છે અને ભાઈ ત્યાં ઉંભો ઉંભો ભગવાનને પ્રાર્થના કરતો હતો.
કોઈ અવાજ મારા કાનમાં નાં સંભળાય તે રીતે મારી તરફ પપ્પા આવતા હતા. મારો ભાઈ તો બહુ જ ડરી ગયો કે હવે શું થશે? એમ મનમાં વિચારતો વિચારતો ભગવાન ને પ્રાર્થના કરતો જતો હતો.પપ્પા મારી જેમ નજીક આવતા એટલી જ વધુ તાળીઓ પાડીને કબૂતરો ને વધારે ઉડાડું અને હું મારી આનંદ દુનિયામાં ડૂબી ગયો. આ સમયે મને બહુ મજા આવતી હતી જ્યારે ભાઈ અને પપ્પા ને મારી બહુ જ ચિંતા હતી.પછી તો ભગવાન ને પણ ભાઈની પ્રાર્થના સાંભળી લીધી એમ કહેવું હોય તો કહી શકાય.ધીમે ધીમે જરા પણ અવાજ કર્યા વગર પપ્પા મારી નજીક અને મને પાછળ થી પકડી ને ખેંચી લીધો અને મારું જીવન મોત નાં કૂવા માં જતા બચી ગયું. પછી ભાઈ પણ દોડતો દોડતો આવે અને મને તેડી લે છે. શાંતિથી પપ્પા અને ભાઈ એ રાહત નો શ્વાસ લીધો. પપ્પા અને ભાઈ ભગવાનને બે હાથ જોડી ને પ્રાથના કરે છે અને ભગવાનનો આભાર માને છે.આ દિવસ પપ્પા અને ભાઈ ને પણ થઈ ગયું કે જો આપણા માં આત્મવિશ્વાસ, હિંમત, પ્રયત્ન અને ઈશવિશ્વાસ હોય તો ભગવાન જરૂર મદદ કરે છે.
કદાચ તે સમયે મારા પપ્પા મારા માટે ભગવાન બનીને નાં આવ્યા હોત તો હું આજે કદાચ આ દુનિયામાં નાં હોત.