ગુજરાત આ રાજય થી તો તમે પરિચિત છો. જેમાં વિસનગર તાલુકા મહેસાણા જીલ્લા માં આવેલા એક ગામ કે જેનુ નામ વાલમ. આ ગામ ની આપને આજે એક વાત કરિશું.
સુલેશ્વરી માતા ની અસીમ કૃપાથી આ ગામ ના માણસો ખુબ જ દયાલુ, ધનવાન અને સુખી હતા. એક વખત ની વાત છે એક બ્રાહ્મણ પરિવાર ત્યાં દિકરો અને પટેલ પરીવાર ના ત્યાં દિકરી નો જનમ થ્યો. બંને પડોશ માં રહેતા હોવાથી તેમનો નામકરણ પણ એક સાથે થયું.
છોકરાનું નામ રાજ અને છોકરીનું નામ રાની રાખિયુ.
એક સાથે રમતા ખેલતા કુદતા ક્યારે તેઓ મોટા થયા તેમને ખબર જ ના રહી. તે બંને ને એટલી આત્મિયતા હતી કે પડોશીયો પણ તેમને જોઇ બલતા હતા.
રાજની માતા ધણા વખતથી બિમારી મા સપડાયા હતા. પપ્પા પણ વધારે કમાતા હતા નહીં અને બહેન પણ નાની હતી, તેની જવાબદરી પણ રાજના ઉપર હતિ. જેથી રાજ અે શહેર માં વસીને આગલ વધવાનુ વિચાર્યુ એની તેને આ માટે તૈયારી પણ શરુ કરી.
અમદાવાદ અેટલે ઘગધગતુ શહેર. કરણાવતી તરીકે પહેલા જાણીતું આ શહેર આજે ઐતિહાસિક સ્થલ માં સમાવેશ થાય છે.
80 લાખ ની વસ્તી ધરાવતા આ શહેર માં નોકરી માટે આવતા પહેલા રાજ એ રાનીને આ વિશે વાત કરવી જરુરી સમજી.
રાજ એ રાનીને તલાવ કીનારે આ બધી વાત કરવા બોલાવી. હજુ વાત કરે એટલામાં રાજને, બોલાવા તેણી બહેન કામિની અાવિ અને કહયું માતાની તબિયત ખરાબ છે. રાજ એ રાનીને કહયું રાની જયાં સુધી હું ના ંઆવું ત્યાં સુધી અહિંથી કયાંય જતિ નહીં. મારે તને આપડા ઘરસંસાર ની વાત કરવી છે.
રાજ ધરે પહોંચે છે, ત્યાં તેણી માતાનું નિધન થાય છે , રાજ ને એક મોટો જાટકો લાગે છે. જે માતાની દવા માટે તે શહેર માં જવા તૈયાર થ્યો હતો, તે માતા ની આવિ હાલાત જોઇ તે રડવા લાગ્યો, અને હજુ સુધી તે માતાનું દુખ ભુલાવે ત્યાં અમાદાવાદથી નોકરી માટે લેટર આવ્યો.
અમદાવાદ માં તેને સારી નોકરી મલી એ ખુબ મહેનત કરવા લાગ્યો. એક દિવસ તેની મુલકાત રચના સાથે થઇ. તેઓ એકસાથે નોકરી માં ફરજ બજાવતા હતા. એકબીજા સાથે સારુ બનતુ હોવાથી તેમને લગન કરી લિધા.
રાજ તેના પરિવાર સાથે સુખે જીવન વ્યાત્યિત કરવા લાગ્યા.રાજ નો સંસાર આગલ વધ્યો અને તેને ઘરે એક પુત્ર જનમ થ્યો . રાજનો પરીવાર સંપૂર્ણ પૂરો થ્ઈ ગયો.
એક દિવસે તેમના પિતા નુ અવસાન થવાથી તેમને ગામ જ્વુ પડયુ. તે લોકો પોતાને ગામ વાલમ ગયા, ત્યા પિતાજી ની વિધિ પતાવી .. તેણા પુત્ર એ ગામ જોવાની જીદ કરી. તે તેના બાલક ને ગામ જોવા લ્ઈ ગ્યા.
તલાવ કીનારે સરસ બાલકો ને રમાવાના સાધનો હતા, તે તેના બાલક સાથે હતો એટલામાં તેને રાની ને જોઇ. રાની એ પુછયુ કેમ એક દમ આહિયા ?? તેના જવાબ માં રાજ એ કહ્યુ પીતાજી ના અવસાન થી આહ્યા છીએ. તું કેમ ના આવી રાની ?? તુ ક્યાં હતી ?? તેના જવાબ માં રાની હસી અને કહયું હું રોજે 4 વાગ્યા પછી અહિંયા આવું છું .. કાલે તું આવીશ ??
બીજે દિવસે રાજ તલાવ પોતાના દિકરા સાથે ગયો રાની ત્યાં બેઠેલી જ હતી. ત્યારે તેને રાણી સાથે વાત કરી.વાત વાત માં રાજ એ રાની ને કહ્યુ 2 દિવસ પછી મારા છોકરા ની વર્ષગાંઠ છે તારે અાવવાનું છે.
રાજ ધરે જતો હતો ત્યારે રસ્તા માં રાની ના ભાભી મલ્યા.તેને કહ્યું રાજ ભાઈ કયારે આવ્યા ?? ધરે આવજો..રાજ એ કહ્યુ હા ભાભી હું અાવાનો જ છું..બીજે દિવસ સવારે તે રાની ના ધરે જાય છે. ભાઈ ભાભી સાથે વાતચિત કરે છે. એટલામા તેનો બાલક રમતો રમતો અંદર ના રૂમ માં જાય છે એ રડે છે.
રાજ અંદર ના રૂમ માં જાય છે તે પણ ગભરાય જાય છે, દિવાલ પર લટકેલા રાની ના ફુલ હાર જોય ને.ત્યારે રાજ તેણા ભાઈ ને હકીકત પુછે તો તો તેમ્ના કહેવા મુજબ, 7 વષૅ પહેલા તલાવ ના ધોડાપુર માં પુર અાવાથિ રાની નુ અવસાન થયુ હતું. આ સં।ભલી રાજ એકદમ થી જબકી ઉઠે છે, તે રાની ના ભાઈ ને તે દિવસ ની તારીખ પુછે.અા તારિખ સાંભલી તે દોડતો તલાવ કીનારે જાય છે. ત્યાં રાની બેઠેલી હોય છે.
રાજ એ પુછ્યું કે રાની તે દિવસે શું થયું હતું ?? ત્યારે રાની એ કહ્યુ એ દિવસે તમે મારી જોડે થી વચન લીધુ હતું કે જયાં સુધી હું ના આવું ત્યા સુધી અહિ રહેજે
હુ તમારી વાટ જોતી રહી અને તલાવ ના વરસાદ ના જોર એ પુર અાવયું.મારુ શરિર ભલે તનાઈ ગયુ, પરન્તુ આત્મા હજુ સુધી તમારી રાહ જોતુ હતું.
આજે તમે મને મલ્યા તમે સુખી છો અને મારો મોક્ષ થાસે.
રાજની આંખો માથી આંસુ સરી પડયાં,તેને થયું મારી એક ભુલ થી કોઈ નિર્દોષ નો જીવ ગ્યો. આથી તેને ગામ ને ભેગા કરી રાની ની સમાધિ બનાવી.
આજે એ પવિત્ર આત્મા ને બધા યાદ કરિ વંદન કરે છે. અને તલાવ કીનારે જે બગિચો બંધાવ્યો તેનુ નામ પણ રાની બગીચો રાખિયુ.