kalamna hathe in Gujarati Poems by Dina Mewada books and stories PDF | કલમના હાથે

Featured Books
Categories
Share

કલમના હાથે


કલમના સથવારે..!
....

.....

.....

1)સમય સાથે સમજતો થયો
પિંજરે પુરાયેલા પંચી નો અહેસાસ થયો
સુના રસ્તે હવા નો સુસવાટ થયો
રોંજીદા શોર બકોર માં આજે પક્ષીઓ નો કિલકોર થયો
જીવન માં આ તે કેવો સમય પસાર થયો
માણસ ને આરામ આજે ધરે રહી હરામ થયો
....❤❤


2) ભૂતકાળ ના જખમ અને
ભવિષ્ય માં વહેમ દઈ ગયો
જતાં જતાં કાગળ અને હાથમાં કલમ દઈ ગયો
અણધારી એની યાદો ની
આઁખ માં અશ્રુ અને પેન માં
શાહી દઈ ગયો
વિચારો ની વાંચા અને શબ્દો ની
જોડણી દઈ ગયો
મારા જીવન ની એ અધૂરી રહેલી
ગઝલ દઇ ગયો.
........💓💓💓

3)કોણ કોનો ગૂનેગાર થયો
સમય ના હાથે જોને મજબૂર થયો
ભીંજાતી લાગણી નો પૂર થયો
આતો પ્રેમ નો વારસો હતો ન તારો થયો ન મારો થયો
આ બેવફાઈ નો જોને મોહતાજ થયો
મારા પ્રેમ એ નિભાવે લી વફાદારી નો આ એક અલફાજ થયો
...........

4)તારા વિરહ માં એ વાત શોધું છું
જાણે હું પોતાની કરેલી ભૂલ શોધું છું
તે આંજેલા તારી આંખના કાજળનુ માપ શોધું છુ
જયાં એ વસે છે ત્યા હું ખૂદને ખોજુ છુ
તારા દિલ ના ધબકારે મારા શ્વાસ નું પ્રમાણ શોધું છુ
હજી પણ સલામત છે તું એ હૈયે હાથ રાખી સમજું છું
દૂર રહી ને પણ તારા કાજે પ્રિત શોધું છું
બે જીસ્મ ને એક જાન આપણામા શોધું છું.
...........

5) ક્ષણ ભર હતી
પણ લાગણી તારી હતી
જીંદગી લાંબી હતી
પણ શુરૂવાત તારા થી હતી
દરીયો ઉંડો હતો
પણ એને માપવા ની હામ હતી
નદીમાં માં મીઠાશ હતી
પણ દરીયા ના ખારા પાણીમાં ભળવા ની ચાહ હતી.
...........

6) સરી પડેલી યાદો છે વીણી લેવા દે
પલ ભર ની જીંદગી છે જીવી લેવા દે
હું રુઠુ તું મનાવે સમય વીતી જાય
આ પ્રેમ ની પરીભાષા જાણી તો લેવા દે
હકીકત ની દુનિયા થી તું અજાણ છે
સપના ની દુનિયા માં જ પ્રેમ ની મજા માણી લેવા દે.
.........

7)તારી ચાહ માં અમે લખતા થઇ ગયા
વખત બે વખત એકલા રહી ગયા
રાહ મળી ન મંજિલ મળી અમને
ભૂલભૂલાયા ની ગલી માં ગૂંચવાઈ ગયા
નૈનો માં સપના અશ્રુ બની વહી ગયા
તારા પ્રેમ નું પ્રમાણ દિલ માં રાખી
ન શક્યા કે ન જગ જાહેર કરી શકયા.
..........


8)તમને જોઈ જયાં ધડકતા હતા દિલ
આજે વિરહ માં પણ થમી ગયા છે
જાણે તમારા પ્રેમ માં અમે કયાં ક હારી ગયા છે
રસ્તે ચાલતાં તમારી સાથે મંજીલ શોધતાં હતા
પણ આજે પોતે જ રાહમાં અમે થમી ગયા છે
પ્રેમ માં દિલ તો ઘણા તૂટયા હશે પણ આજે પોતે જ તારા પ્રેમ માં તૂટી ગયા છે
.....💔💔💔💔....

9) સમજી લે આઁખ ના ઈશારા ને
દિલે ધડકવાનુ ચોડી દીધું છે
તું જાણે કે ન જાણે તારા
વિરહમાં રોવાનુ ચોડી દીધું છે
બળતા બપોરે પગલાં મૂકવાનું ચોડી દીધું છે
સાંજ હોય કે સવાર આઁખે વાંટુ જોવા નું ચોડી દીધું છે.
.......

10)દિલ નો દાયરો હતો તું સમજી ના શકયો
દિલ ની લાગણી ઓ નો મેળો હતો તું માણી ન શકયો
તારા પ્રેમમાં અમે ઘેલા હતા તું જાણી ન શકયો
ખુદ તો બળ્યો વિરહની વેદનામાં અમને પણ બાળ્યા
રૂદીયાના આ ઘાવ ને તું ઠારી ન શકયો
.........

11) કદાચ હૂં તારી સંગીની નહીં બની
પણ તારા રૂદીયા મા તારી સંગે રહી
જાણે હું વખત બે વખત એકલી રહી
પણ તારી વિતેલી પળો સાથે રહી
આજના દિવસે હું રડું છું
પણ તારી વાતો યાદ કરી હસુ પણ છું
પ્રેમ ની આ પરીભાષા તું જો સમજયો હોત
તો આજે તારા પરછાયા સાથે મારો છાંયો પણ હોત.
.....


કવિયત્રી: દિના મેવાડા..