Ludo game and life in Gujarati Philosophy by કિશન પટેલ. books and stories PDF | લુડો ગેમ અને જીવન

Featured Books
Categories
Share

લુડો ગેમ અને જીવન

મિત્રો , જય શ્રી કૃષ્ણ....

આજે હું આપ સૌ સમક્ષ એક એવી વાત રજૂ કરવા જઈ રહ્યો છું... જે આપ લોકોએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. મારી આંખ આજે વહેલી સવારે ખુલી ગઈ.... મારા ઓશિકાની પાસે રાખેલા મોબાઇલને હાથમાં લઈ અને મેં મોબાઈલમાં ટાઈમ જોયો. સવારના પાંચ વાગ્યા હતા. મેં મોબાઈલ ચાર્જ કરવા મૂક્યો. ફરી પાછો પથારીમાં પડ્યો. હવે એક વાર આંખ ખુલ્યા પછી દેખીતું છે એમ થોડી કંઈ ઊંઘ આવી જાય? અમે ચાર પાંચ મિત્રો લુડો ગેમનાં ખૂબ શોખીન. આપ લોકોએ પણ લુડો ગેમ રમી જ હશે અથવા એમના વિશે સાંભળ્યું હશે. મિત્રો આજે લુડો ઉપરથી હું ઘણું બધું શીખ્યો. તમને જાણીને નવાઈ લાગશે કે આ વળી ગેમમાંથી શું શીખવાનું?
મિત્રો, તો હું તમને જે કહેવા જઈ રહ્યો છું એ ધ્યાનથી વાંચજો... ઘણું બધું શીખવા મળશે.... લુડોને આપણા જીવન સાથે સરખાવી જુઓ.... ઘણું સમજાય જશે... લુડોને આ દુનિયા સાથે સરખાવી દો.... લુડોમાં ચાર પ્લેયર હોય છે. દરેક પ્લેયર પાસે ચાર કૂકરી હોય છે. દરેક કૂકરી રાખવા માટે ચાર ખાના હોય છે... મિત્રો એમાંથી એક ઉદાહરણ લઈ લઈએ... માની લો કે બ્લુ રંગની કૂકરી વાળા પ્લેયર તમે છો. બાકીના ત્રણ પ્લેયર તમારી આજુબાજુની દુનિયા છે. રમવા માટે જે પાસાનો તમે ઉપયોગ કરો છે એમને તમારી કિસ્મત સમજી લો... બ્લુ રંગની કૂકરી જે ચાર ખાનામાં છે એ ખાનાને માની લો કે માતાનું ગર્ભ છે..... એમાં ચાર કૂકરી તમારી જિંદગીની પાંચ અવસ્થા ધારી લો... જન્મ, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ... તમે માતાના ગર્ભમાં છો... તમે માતાના પેટમાં ઉછેર પામી રહ્યા છો....
હવે, ધારી લો તમે દાવ લઈ લીધો. તમારી કિસ્મત અજમાવો છો એટલે કે પાસા ફેંકો છો... છ આવ્યા એટલે તમે ખાનામાંથી કૂકરી બહાર કાઢી... એટલેકે માના ગર્ભમાં રહેલા બાળકનો જન્મ થઈ ચુક્યો છે... હવે, અહીંયા દાવ લેવાને હું તમારા જીવનમાં થતાં સંઘર્ષ સાથે સરખાવી રહ્યો છું... સંઘર્ષ કરવાથી આખરે સફળતા મળે... જેમ જેમ તમે દાવ લઈ રહ્યા છો એટલેકે સંઘર્ષ કરી રહ્યા છો. તેમ તેમ તમારી કિસ્મત રૂપી પાસા બદલાઈ રહ્યા છે... અને તમે આગળ વધી રહ્યા છો. હવે હું અહીંયા બીજી અવસ્થા લઈ રહ્યો છું જે છે બાલ્યાવસ્થા... એટલે કે, તમારું બાળપણ...
મિત્રો, તમે ક્યારેય વિચાર્યું છે આપણે નાના હતા, બાળક હતા, તો જિંદગીની કોઈ ભાગદોડ નહોતી... ઘરે રમતા, આજુબાજુમાં રમતા અને ચિંતા વગરનું જીવન જીવતા..... ના કોઈને હેરાન કરવાના, ના કોઈ સાથે સ્પર્ધા જીતવાનો ડર. કે ના પૈસા પાછળ ભાગવાની ચિંતા... હવે તમારો દાવ એટલેકે સંઘર્ષ આવે છે અને તમે તમારા પાસા એટલે કે કિસ્મત મુજબ આગળ વધી રહ્યા છો... મિત્રો, ધારી લો કે તમે ધીમે ધીમે ટેન્શન વિના આગળ વધતા જાઓ છો... તમે ખાના રૂપી તમારો અભ્યાસ પૂર્ણ કરતા રહો છો. એક સમય એવો આવશે તમે અભ્યાસ પૂર્ણ કરી પરિપક્વ વ્યક્તિ બની ગયા છો... એટલે કે તમારી પહેલી કૂકરી બાળ અવસ્થા પૂર્ણ કરીને પાકી ગઈ છે... હવે આવે છે બીજી કુકરીનો વારો... એટલે કે બીજી કૂકરી યુવા વસ્થા.... એક એવી અવસ્થા જેમાં માનવી કઈ પણ કાર્ય કરી શકવા સમર્થ હોય છે... એક અલગ પ્રકારનું સાહસ એમનામાં હોય છે. કઈ કરી શકવાની ભાવના હોય છે... હવે માની લો, જેમ જેમ તમારી કિસ્મત રૂપી પાસા બદલાતા રહે છે, એમ એમ તમે આગળ વધતાં જાઓ છો. એક સમય એવો આવે છે... તમારી કૂકરી એટલેકે તમારું જીવન સફળતા મેળવવા એટલે કે પાકવા માટે તમારી મંજિલથી છ કદમ દૂર છે અને બીજા કોઈ ખેલાડીની કૂકરી તમને માત આપીને એટલે કે તમને મારીને આગળ વધી રહે છે.... અને તમે હતાં ત્યાં ને ત્યાં.... તમારી જગ્યાએ આવી જાઓ છો.... એટલેકે જ્યાંથી શરૂઆત કરી ત્યાંજ પાછા આવી જાઓ છો... જે તમે મેળવ્યું હતું એ બધું તમે ગુમાવી બેઠા છો...
મિત્રો, સમજ પડી???? તમે જિંદગીમાં તમારી કિસ્મત અજમાવી સંઘર્ષ કરીને આગળ વધી રહ્યા છો... તમે તમારી મંઝિલમાં સફળતા પ્રાપ્ત કરવા માટે થોડાક જ દૂર છો અને કોઈ એવું વ્યક્તિ તમારા જીવનમાં આવે છે તમારી પ્રગતિ જોઈને તમને નીચે પાડવાની તૈયારી શરૂ કરી દે છે.... એ બહારનો વ્યક્તિ જે તમારી આજુબાજુનો પરિવારનો હોય કે પછી સમાજનો હોય એ તમારી સફળતા જોઇને ઈર્ષ્યાથી તમને નીચે લાવવા પોતાના પ્રયત્નો ચાલુ કરી દે છે. અંતે તમે નિષ્ફળ જાઓ છો...
હવે, ફરીથી તમે દાવ લો છો એટલે કે સંઘર્ષ કરીને કિસ્મત અજમાવી રહ્યાં છો... અને આખરે તમે ધક્કા ખાઇને અને ભાગદોડ કરીને આગળ વધતા જાઓ છો અને તમારી કૂકરી એટલેકે બીજી અવસ્થામાં જે યુવાવસ્થા છે તેમાં તમને સફળતા પ્રાપ્ત થઈ જાય છે... એટલે કે તમારી બીજી કૂકરી પણ પાકી જાય છે.... હવે, આવે છે તમારી ત્રીજી કૂકરી એટલે કે તમારી વૃદ્ધાવસ્થાની શરૂઆત થઈ જાય છે.... મિત્રો ધીમે ધીમે જેમ કિસ્મત રૂપી પાસા પલટી રહ્યા છે.... તમે જિંદગીમાં આગળ વધી રહ્યા છો એટલે કે, તમે બધા ખાના પાર કરતા રહો છો.. એટલેકે તમે તમારી યુવાની ગુમાવી રહ્યા છો... સમય પસાર થતો રહે છે અને ધીમે ધીમે તમારી ઉંમર વધતી રહે છે.... જેમ જેમ આગળ વધતા રહો છો તેમ તેમ તમારું શરીર વૃદ્ધત્વ ધારણ કરતું રહે છે. અંતે તમે તમારી કૂકરી પકાવી લીધી એટલેકે ત્રીજી અવસ્થા હવે આવી ગઈ... જે છે તમારી વૃદ્ધાવસ્થા.... હવે, આવે છે તમારી ચોથી કૂકરી એટલે કે તમારી વૃદ્ધાવસ્થા આવી ગઈ છે.... મિત્રો હવે આજુબાજુનો સમાજ તમને વૃદ્ધ સમજીને તમારું અપમાન કરે છે એટલે કે તમારી કૂકરી મારીને આગળ પણ વધી જાય છે... પરંતુ, તમે જીવનમાં થાક્યા વિના જીવનના અનુભવોમાંથી શીખીને સંઘર્ષ કરીને તમે પોતાને બચાવવા માટે સ્ટાર 🌟 ખાનામાં જતાં રહો છો... મિત્રો જાણો છો આ સ્ટાર શું છે??? એ આપણા ભગવાનનું ઘર છે.... જ્યાં કોઈ તમને હેરાન નથી કરી શકતું.... લુડોમાં બધા ઘર પાસે એક સ્ટાર હોય છે.... આ ચાર સ્ટારને હું ચાર ધર્મનાં ચાર દેવ સ્થાન સાથે સરખાવી રહ્યો છું.... પહેલો સ્ટાર એટલે કે હિન્દુઓનું દેવસ્થાન મંદિર, બીજો સ્ટાર એટલે કે મુસ્લિમોનું દેવસ્થાન મસ્જિદ, ત્રીજો સ્ટાર એટલેકે ઈસાઈઓનું દેવ સ્થાન ચર્ચ અને ચોથો સ્ટાર શિખનું દેવસ્થાન ગુરુદ્વારા.....
મિત્રો, વૃદ્ધાવસ્થા એક એવી અવસ્થા છે જેમાં આખી જિંદગીમાં કેમ ચાલવું અને કેમ જીવવું તમે બધું શીખી લીધું છે... ધીમે ધીમે તમે પોતાને બચાવવા કોઈ એક સ્ટારમાં જતાં રહો છો.. એટલે કે મંદિર, મસ્જિદ, ચર્ચ અને ગુરુદ્વારામાં કોઈ તમારું કશું બગાડી શકતું નથી કે તમને માત આપી શકતું નથી. એવી રીતે તમે ભગવાન કે અલ્લાહ કે ઈશુ કે પછી વાહે ગુરુના ચરણમાં જવાથી તમારા મનને પરમ શાંતિનો આભાસ થાય છે.... અહીં એક વાત સમજવા જેવી છે કે જો તમે ભગવાનની નજીક રહેશો તો દુનિયાની કોઈ તાકાત તમારું અહિત નહિ કરી શકે. ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ હશે તો તમારી નૈયા પર સમજો... અંતે તમારી ચોથી કૂકરીની પણ અવસ્થા પૂર્ણ થાય છે. મિત્રો ચોથી અવસ્થા પૂર્ણ થવી એટલે કે તમારું મૃત્યુ થવું.... અને તમે વિનર બની જાઓ છો... એટલે કે તમને મોક્ષ મળી જાય છે.... મોક્ષ એટલે મળે છે કે તમે વૃદ્ધાવસ્થામાં તમારું જીવન સ્ટારમાં વિતાવ્યું. એટલેકે પ્રભુના ચરણમાં વિતાવ્યું... અને અંતે ગેમ ઓવર....

મિત્રો, આ જ આપણા જીવનનું સત્ય છે... જિંદગી અને મૃત્યુ.... જન્મ થાય અને આપણે કશુંક પામવાની લાલચમાં જિંદગીની ભાગદોડ ચાલુ કરી દઈએ છે... જ્યારે થાકી કે હારી જઈએ છીએ ત્યારે આપણે પ્રભુના ચરણમાં જઈએ છે... અને અંતે આપણું મૃત્યુ નિશ્ચિત છે.....


Thank you so much 🙏.


કિશન પટેલ "સ્વપ્ન રાહ".

સુરત.