(ગતાંકથી શરુ)
તે ઇચ્છે છે કે કયાય ચુંક ન આવવી જોઈએ કેમ કે આ કંપનીની રેપ્યુટેશનનો સવાલ હતો અને તે પોતાની કંપની માટે તો દીલોજાનથી મહેનત કરતી હતી તેણે બધી જ તૈયારી ખુબ સરસ રીતે કરી લીધી હતી... એવામા એક મેનેજરે આવીને કહયુ મેડમ બધા એમ્પ્લોયરને કલબહોલમા ભેગા કર્યા છે હવે લગભગ બધા જ આવી ગયા છે બધા તમારી રાહ જુએ છે અને આજે નીતીનસર પણ નથી તેથી તમારે આજની તાલીમ સંભાળવી પડશે... લહેરે કહયુ ઠીક છે હુ આવુ છુ... આમ કહી લહેર કલબહોલમા જાય છે બધા એમ્પ્લોયર તેને ગુડમોર્નીંગ જેવા શબ્દોથી આવકારે છે સમીર પણ ત્યા આવી ચુકયો હતો... પણ લહેરે તેને જોયો નહી કેમ કે અન્ય સહકર્મીઓ અને નવા એમ્પ્લોયર થઈને ત્યા ઘણા લોકો હતા તેથી તેના પર શરૂઆતમા ધ્યાન ન ગયુ પછી એક મેનેજર બધાના નામ બોલી હાજરી લેવા માંડયા અને લહેર તાલીમના બધા ડોકયુમેન્ટ તૈયાર કરવા લાગી... હવે તાલીમ શરુ કરવા લહેર પોડીયમ પાસે આવી અને બધાને આવકારી આજના વર્ક વિશે કહેવા લાગી આજે બધાએ પોતાનો પરિચય આપવાનો હતો અને પોતાની કુશળતા, ખાસિયત, શોખ વિશે વાત કરવાની હતી... પણ આ વખતે સમીરે લહેરને જોઇ લીધી અને જાણે બેશુધ બની ગયો હોય એમ તેને જોઇ રહ્યો એક પળ તો એને એમ થયુ કે બધુ છોડીને જતો રહુ પણ પછી સ્વસ્થ થઈને ત્યા જ રહ્યો અને વિચાર્યુ કે કદાચ મને અહી રહેવાથી લહેરની માફી માગવાનો મોકો મળે. લહેર તો કામમા વ્યસ્ત હતી તેથી તેનુ ધ્યાન સમીર તરફ ન ગયુ...
હવે એક પછી એક બધા એમ્પ્લોયર નો વારો આવતો હતો બધા પોતપોતાની કુશળતા બતાવતા હતા અને સમીરનો વારો પણ આમા આવવાનો હતો તેને વિચાર્યુ કે હુ શુ કહીશ મારા કરતા તો અહી બધા ચડીયાતા અને કુશળ છે અને હવે તો લહેર પણ તેના પર કોઇ રહેમ નહી કરે કદાચ અપમાન કરી કાઢી પણ મુકે એ એવુ કરી શકે તેનો હક છે મે કામ જ એવુ કર્યુ છે પણ કંઇ વાંધો નહી મને એ પણ મંજુર છે અને હુ લહેરને ઓળખુ છુ ત્યા સુધી એ કોઇને પણ દુખ પહોંચે એવુ વર્તન નથી કરતી પછી ભલેને દુશમન પણ કેમ ન હોય આવા બધા વિચારો મનમા ઘુમતા હતા... ત્યા સમીરનો વારો આવ્યો તે આગળ ગયો અને લહેરનુ ધ્યાન તેના પર ગયુ અને જાણે કોઇ ભયાનક સપનુ સાચુ પડયુ હોય તેમ ગળે ડુમો ભરાઇ આવ્યો તે કંઇ કરી શકે તેવી હાલતમા નહોતી બસ પુતળાની જેમ ઊભી રહી સમીરે લહેર સામે જોયા વગર પોતાનો પરિચય વગેરે આપી જાણે તે લહેરને ઓળખતો જ ન હોય તેવુ વર્તન કરી પાછો પોતાની જગ્યાએ જતો રહ્યો અને લહેર પણ તેમ જ વર્તતી હતી પણ આ બધુ તેના માટે ખુબ મુશ્કેલ હતુ માંડ કરીને પુરુ થયુ ત્યા સુધી તે ત્યા રહી શકી પછી તે તરત પોતાની ઓફીસમા ગઈ અને પોતાની જાત સાથે બબડવા લાગી... તે પાછો મારી લાઇફમા આવ્યો... તે જરુર મને નુકશાન પહોચાડશે... હવે હુ શુ કરુ... કાઢી નાખુ તેને જોબમાંથી... ના ના તો તો મારે તેના ઘણા કારણો આપવા પડશે... હુ તેનાથી દુર જ રહીશ... પછી તેના અંતર આત્મા એ તેને જવાબ આપ્યો કે તુ સાવ આટલી ડરપોક છે... આવા તારી નીચે કામ કરતા એક સામાન્ય માણસ થી ડરશ... તુ ખુબ હિંમતવાન છે
(આગળ વાંચો ભાગ 10 માં)