Love Blood - 8 in Gujarati Detective stories by Dakshesh Inamdar books and stories PDF | લવ બ્લડ - 8

Featured Books
Categories
Share

લવ બ્લડ - 8

લવ બ્લડ
પ્રકરણ-8
બજાર તરફ જઇ રહેલાં... ચાલતી જઇ રહેલી રીપ્તાએ બૂમ પાડી.. પેરેલલ જઇ રહેલી.. એની બાઇક ઓળખી ગઇ હતી. દેબાન્સુ એ ડાબી તરફનાં મીરરમાં જોયું રીપ્તા ચાલતી આવી રહી છે એણે બાઇક એકદમ ધીમી કરી અને બરાબર રીપ્તાની નજીક ચલાવીને બોલ્યો "હાય રીપ્તા.... હાઉ આર યુ ? કઇ તરફ જઇ રહી છે ? તને લીફટ જોઇએ ?
રીપ્તાએ કહ્યું "બાઇક તો ઉભી રાખ પછી વાત કરું ને. બાય ધ વે કોન્ગ્રેચ્યુલેશન્સ ફોર યોર રીઝલ્ટ એન્ડ લવલી બાઇક એણે આંખો ઉલાળતાં કહ્યું પછી સ્મિત આપી કહ્યું "મારે કોઇ લીફટ નથી જોઇતી હું જસ્ટ કોલેજ ચાલુ થવાની એટલે સ્ટેશનરી લેવા માટે જ નીકળી છું. તને જોયો એટલે બૂમ પાડી...
દેબાન્શુએ હસતાં હસતાં થેંકસ કહ્યું "અને બોલ્યો હું તને ઘણીવાર આવતી જતી જોઊં છું તું તો ઘણી સક્રીય લાગે તારાં દોસ્તો અને બીજાં ઘણાંઓ સાથે જોઊં છું.. એકસ્ટ્રા કોઇ કલાસ ભરે છે ? કંઇ શીખે છે ? અને તારાં દોસ્તોનું લીસ્ટ પણ લાંબુ છે.. એટલે તને બોલાવી ડીસ્ટર્બ નથી કરતો.
રીપ્તા થોડીવાર ચૂપ રહી પછી બોલી "દેબુ એમાં એવું છેને કે દરેકની હોબી, શોખ, પસંદગી અને જીવનનાં લક્ષ્ય જુદા જુદા હોય.. ઘણીવાર નરી નજરે દેખાતું છલાવો હોય અને જે જોવું જોઇએ એ કોઇ જોઇ ના શકે એને કમભાગ્ય કહેવાય. છોડ એની બધી વાતો શું ચાલે છે ? મેં પૂછ્યું કઇ કોલેજમાં એડમીશન લીધુ ?
દેબાન્શુએ કહ્યું "મેં સીલીગુડી કોલેજમાં લઇ લીધુ ફી પણ ભરાઇ ગઇ હવે સ્ટેશનરી લેવાં નીકળ્યો છું તો અને તે ?
રીપ્તાએ કહ્યું "વાહ સ્કૂલ એક હવે કોલેજ એક.. કહેવું પડે.. કંઇ નહીં મળતાં રહીશું હવે તો..
દેબુએ કહ્યું "કોલેજ એક ? એટલે તે સીલીગુડી કોલેજમાં જ એડમીશન લીધુ છે ? ક્યારે લીધુ ? મેં તો જાણેલું કે...
રીપ્તાએ કહ્યું બે દિવસ ઉપર જ ફી ભરી મેં. સાચું કહુ તો પહેલાં સીટી કોલેજમાં જવાની હતી પણ પછી મારાં ગાર્ડિયન અંકલ છે એમણે એમાં જવા ના પાડી એટલે બદલી નાખ્યુ.
દેબાન્શુએ પૂછ્યુ "અને તારાં ખાસ મિત્રો એ બધાં પણ સીલીગુડીમાં જ આવી ગયા ?
રીપ્તાએ કહ્યું "મારાં તો ઘણાં ગ્રુપ અને મિત્રો.. પણ તું કોની વાત કે છે ? સ્પષ્ટ કરને...
દેબુએ કહ્યું "તારાં ખાસ મિત્રો જેને હું પણ સારી રીતે ઓળખું એમાં ઘણાં મારાં પણ મિત્રો છે હું ખાસ કરીને બોઇદા..જેમકે રીપ્તા દેબુ આગળ બોલે પહેલાંજ બોલી "હાં હાં મારાં તો આ બધાં પણ મિત્રો છે જ..પણ ખાસ નો દરજ્જો ના આપ એ લોકોનાં તો રીઝલ્ટ જ એવાં નથી કે સીલીગુડી કોલેજમાં એડમીશન મળે... અને હજી એ લોકોને ખબર પણ નથી કે મેં નિર્ણય બદલીને સીલીગુડીમાં એડમીશન લઇ લીધું.
દેબુએ કહ્યું "ઓહ સમજ્યો.. પણ મને થોડી ખબર પડે કે તારાં ખાસમ ખાસ મિત્રો કોણ અને શેરીમીત્રો કોણ ?
રીપ્તાએ કહ્યું "હવે તારાં આ ફટફટીયા ઉપર બેસું ? આપણે સ્ટેશનરીની દુકાને જઇએ ? આમ જ વાતો કરતાં રહીશું તો સાંજ પડી જશે.
દેબુએ કહ્યું "એય તું આને સામાન્ય ફટફટીયું કહીશ તો નહીં બેસવા દઊં આતો મારું બુલેટ છે દમદાર જોરદાર... રીપ્તા બીજુ આગળ સાંભળ્યા વિના પાછળ બેસી ગઇ દેબુ વિચારતો રહ્યો આ છોકરી ગજબ છે આમ મળે તો હાય ના કહે અને આમ જાણે કે હું એનો ખાસ ફ્રેન્ડ છું જબરી છે.
રીપ્તા બાઇક પાછળ બેસી ગઇ પણ દેબુને શું ગમે ના ગમે એવુ ધ્યાન રાખી બેઠી. છતાં એની છાતીનો સ્પર્શ દેબુને થઇ રહેલો. દેબુ થોડો આગળ ખસીને ડ્રાઇવ કરવા લાગ્યો એ મુખ્ય માર્કેટમાં આવી રોડ ઉપર જ આવેલી સ્ટેશનરીની દુકાન પાસે બાઇક પાર્ક કરી રીપ્તા કૂદીને ઉતરી ગઇ. દેબુએ બાઇક લોક કરીને દુકાનમાં પગથિયા ચઢ્યો.
દુકાનમાં કાઉન્ટર પણ ઘણાં છોકરાં છોકરીઓ હતાં કોલેજ ખૂલવાની નજીક હતી સ્કૂલોનાં પણ પાઠ્યપૂસ્તકો લેવાં ઘણાં પેરેન્ટસ આવેલાં હતાં ઘણી ભીડ હતી.
રીપ્તા કાઉન્ટરનાં છેડે જઇને દુકાનવાળાને લીસ્ટ લખાવી રહી હતી. દેબુએ ભીડમાં વચ્ચે જગ્યા કરીને કહ્યું " એક્સ્ક્યુઝમી મને આટલી બુક્સ આપો કહી કાગળ આગળ ધર્યો અને ત્યાંજ કોઇએ કહ્યું પ્લીઝ તમે વચમાં કેમ આવો મેં મારું લીસ્ટ આપેલું છે. મને મારી બુક્સ લઇ લેવાં દો. દેબુએ કહ્યું "મેં ક્યાં ના પાડી તમે તમારી બુક્સ લઇ લો પણ હું મારું લીસ્ટ તો આપુંને નહીંતર આટલી ભીડ જોતાં તો સાંજે પણ મારો નંબર નહીં આવે.
ત્યાંજ દેબુની બોલનાર વ્યક્તિ પર નજર પડી "અરે નુપુર તું ? નુપુરે એને જોયો એની આંખો હસી ઉઠી.. પછી મૌન થઇ ગઇ. દેબુએ એ માર્ક કર્યુ. દેબુએ કહ્યું "નુપુર હું તારાં ઘરે આવેલો તને લેવાં પણ તારાં ઘરે તો કોઇ હતુંજ નહીં.. કેમ શું થયું ? તું ક્યારે સાયકલ લઇ આવી ?
નૂપૂર કંઇ બોલી નહીં એવું લાગ્યું કે એને કંઇક કહેવું છે પણ એણે શબ્દો દબાવી રાખ્યાં. એણે દુકાનદારને કહ્યું મારું લીસ્ટ પ્રમાણે બુક્સ તૈયાર છે ? વાર હોયતો હું જઊં મારે મોડું થાય છે.. દુકાનદાર બુક્સ અને બીલ પકડાવતાં કહ્યું ક્યારનો તમારી જ બુક્સ કાઢતો હતો લો આ બીલ અને બુક્સ લાવો પૈસા.. નુપુર દેબુની સામે જ જોયાં વિનાં પૈસા ચૂકની બુક્સ લઇને નીકળી ગઇ. દેબું આશ્ચયથી એને જતો જોઇ રહ્યો એને બૂમ પાડવાનું મન થયું પણ ખબર નહીં એ પણ શબ્દો ગળી ગયો. નુપુરે બુક્સ આપણનાં પાછળ કેરીયરમાં બાંધીને ત્યાંથી નીકળી ગઇ.
છેડે ઉભેલી રીપ્તા ક્યારની એ બંન્નેનાં સંવાદ સાંભળી રહેલી થોડી આશ્ચર્ય પામીને જોઇ રહેલી નિરાશ વદને દેબુએ બુક્સ લઇ પૈસા ચૂકવીને નીચે ઉતર્યો પાછળને પાછળ રીપ્તા ઉતરી. રીપ્તાએ દેબુને પૂછ્યુ "કેમ શું થયું ? કેમ આટલો નિરાશ છે એકમદ શું થયું ? પેલી છોકરી કોણ હતી ?
દેબુએ થોડાં ગુસ્સામાં કહ્યું "હું તને કંઇ પૂછું છું ? તું કોની સાથે કયાં જાય છે ? શું વાતો કરે છે ? હું આખો વખત તને જોઊં છું કોઇની ને કોઇની પાછળ બેસી રખડે છે મેં પૂછ્યુ કદી ?
રીપ્તા થોડી ગિનનાઇ દેબુનાં પ્રશ્નથી અને બોલી" કેમ આવું બોલે છે ? મેં તો એમ જ પૂછ્યું હતું સોરી તને કોઇ મારું ઇન્ટરફીયરન્સ લાગ્યું હોય તો.. પણ હવે મોટું ના ચઢાવીશ પ્લીસ બીલકુલ સારો નથી લાગતો.. પણ સાંભળ ઘર સુધીની લીફટ તારે જ આપવાની છે..બુક્સ લઇને ચાલતી નથી જવાની.
દેબુએ બાઇક સ્ટાર્ટ કરી એની બુક્સ પણ રીપ્તાને પકડવા આપી અને રીપ્તા બેઠી એટલે બાઇક દોડાવી.
થોડે આગળ ગયાં અને દેબુએ જોયું કે નુપુર સાયકલ પર જઇ રહી છે એણે એની બાજુમાંથી બાઇક કાઢીને નીકળી ગયો. નુપુર દેબુ અને એની પાછળ બેઠેલી રીપ્તાને જતાં જોઇ રહી. એની આખમાં ખૂણે થોડી ઇષર્યા પછી ગુસ્સાએ જગ્યા લીધી.
રીપ્તા દેબુની પાછળ બેઠી બેઠી સીલીગુડી કોલેજની વાતો કરી રહી હતી સ્ટેટ અને નેશનલ લેવલે એ કોલેજમાંથી ઘણાં પ્લેયર્સ, લીડર્સ, સીંગર્સ નીકળ્યા છે ખૂબ જ પ્રખ્યાત અને પ્રેક્ટીજીયસ કોલેજ છે.
દેબુ શાંતિથી સાંભળી રહેલો પછી રીપ્તાએ દેબુને કહ્યું "દેબુ હું તને મારી એક ખાસ વાત કહું પણ આ ખૂબ જ અંગત છે હું ફક્ત તારી સાથે શેર કરું છું હું તને મારો ખાસ મિત્ર સમજુ છું ભલે તે મારો પ્રેમ નકાર્યો છે.. દેબુ આઇ લવ યુ પણ તને સ્વીકારવા દબાણ પણ નહીં કરુ આ લવ જબૂરજસ્તીનો સોદો નથી મને ખબર છે એ સ્વયંભુ હોય છે દેબુ શાંતિથી સાંભળી રહેલો.. એણે પછી રીપ્તાને પૂછ્યુ "તું ખાસ વાત શું કહેવાની હતી જે મારાં સિવાય કોઇને નથી કરવાની ? એવી શુ વાત છે ?
રીપ્તા આગળ કંઇ બોલે એ પહેલાં જ છોકરાઓનું ટોળું નીકળ્યું બધાં બાઇક પર હતાં અને રોડ પર જ બાઇક પર તરકબ કરતાં સ્પીડમાં એકબીજાની સાથે કોમ્પીટેશન કરતાં રેસ કરતાં નીકળ્યાં એ લોકોએ દેબુની બાઇક બરાબર વચમાં લીધી અને એને હેરાન કરવા લાગ્યાં. દેબુએ માંડ માંડ બેલેન્સ કર્યુ અને એણે એયું કે આ રોડ રોમીય જેવાં જંગલી છોકરાઓ છે એણે બાઇકને ઘીમી કરી એ લોકોને આગળ જવા દેવા માટે રાહ. જોવા લાગ્યો પણ એ લોકો એને હેરાન કરી રહેલાં દેબુથી સંખાયુ નહીં એણે કહ્યું "તમે જાવ અથવા રસ્તો આપો આમ શા ટે કરી રહ્યાં છો નીકળો ?
એમાંનાં એક કીધુ "કેમ પાછળ છોકરી બેસાડી છે એટલે ચેલુ મારે છે ? રોબ બતાવે છે ?
દેબુ કંઇ આગળ બોલે એ પ્હેલાં રીપ્તાએ પેલાની બાઇકને લાત મારી દીધી પેલો બેલેન્સ ગુમાવી પડ્યો અને પછી બીજા બંધા બાઇક લઇને...
વધુ આવતા અંકે--- પ્રકરણ-9