Armaan na armaan - 3 in Gujarati Love Stories by Bhavesh Tejani books and stories PDF | અરમાન ના અરમાન - 3

Featured Books
Categories
Share

અરમાન ના અરમાન - 3

“સિગરેટ પીઈશ.” એમાંથી એક છોકરીએ મારા તરફ સિગરેટ લંબાવી. મેં એક બે વાર સિગરેટ પી હતી પણ નવસીખીયા ની જેમ એક બે કસ લઈને બહાર ધુમાડો ફેકો. મેં એવું વિચારું હતું કે જેમ હું સ્કૂલમાં હમેશા ટોપર રહ્યો એમ અહી પણ ટોપર જ રહીશ. સિગરેટ દારૂ અને છોકરીઓને દુરથી જોઇને મજા લઈશ.
“સિગરેટ સળગાવ...” એ ચુડેલો માંથી એક ચુડેલે સિગરેટ મારા મો માં ફસાવી દીધી. ત્યારે મારા મન મારા મોટા ભાઈ એ કહેલી વાત યાદ આવી.
“જો દારૂ કે સિગરેટ ને હાથ પણ લગાવો છે ને તો જોઈ લે જે.”
“જી ભાઈ. “
“ સોરી જી સિગારેટ નથી પીતો.” મેં મારા મો માં રહેલી સિગારેટ ને જમીન પર ફેકી દીધી તો એનો પારો અસમાન પર પહોચી ગયો.
“ શું બે સાલા ઓ પાછળ ના દરવાજેથી આવશો તો બચી જશો એમ, અને તારા માં એટલી હિંમત ક્યાંથી આવી કે તે મારી સિગરેટ ફેકી દીધી.” એ છોકરીઓએ ગાળો દીધી તો મને વિશ્વાસ જ ના થયો કે કોઈ છોકરી પણ ગાળો દઈ શકે છે. હું આંખો ફાડી ફાડી ને એને જોઈ રહ્યો હતો કે ત્યારે જ એમાંથી એક નો ફોન વાગો અને એ બધી ચાલી ગઈ અને જતા જતા ધમકી આપતી ગઈ કે હું તને આ કૉલેજ માંથી ભગાડીને જ રહીશ.
“બેટા તારી તો લાગી ગઈ.”એ બધી ના ગયા પછી અરુણ મારી પાસે આવ્યો.
“હવે ક્લાસ માં જઈએ.”
જ્યાં સુધી ક્લાસ માં ના પહોચ્યા ત્યાં સુધી અરુણ મને રેગીંગ વિષે કહી કહી ને ડરાવતો રહો પણ મેં એવો ડોળ કરો કે મને કોઈ જ ફેર નથી પડ્યો પણ અસલિયતમાં તો હું નહી ડરવાનો ડોળ કરતો હતો.હું ખુદ પણ અંદરથી ખુબ ડરેલો હતો.
“જો પેલી ચશ્માં વાળી ને દેશી કેરી જેવી એક વાર ખાવા આ મળી જાય તો મજા આવી જાય.”
શરીફ તો હું પણ નહોતો પણ એવી રીતે ખુલ્લામાં બધાની સામે બોલતા પરેઝ કરતો હતો. એટલે અકસર બધાને ભરમ થતો કે હું બહુ શરીફ છુ અને મારી એક્ઝામ નું રિજલ્ટ પણ એ વાત પર મહોર લગાવી દેતુ. પરંતુ મને એ ખબર નહોતી કે જે પણ મારો સારો સમય હતો એ પૂરો થયો હતો.અને હું અહી મારી જિંદગીની ઘોર ખોદવા માટે જ આવ્યો છુ.
“ફસ્ટ ક્લાસ કોનો છે?” મેં અરુણને પૂછ્યું.
“ટોપા મારો પણ પહેલો જ દિવસ છે. અને અત્યારે તું મારું દિમાગ ખા માં.” અરુણે ખીજાઈ ને કહયું.
પહેલા વર્ષ માં કોર્સ સરખો જ હતો તો બે બે બ્રાંચવાળાઓને સાથે બેસાડ્યા હતા. મારી અને અરુણ ની બ્રાંચ મેકેનીકલ હતી અને સાથે માઈનિંગના પણ વિધાર્થીઓ પણ હતા. અને બીજી એક એ વાત મને જાણવા મળી કે મારે માત્ર મારી બ્રાંચ ના સીનીયરોથી જ ડરવાની જરૂર હતી. અને હું હોસ્ટેલ માં રહું છુ તો મારે માત્ર હોસ્ટેલના સીનીયરો જ મારી રેગીંગ કરી શકે. જો સીનીયર લોકલ હોઈ કે સીટીમા રહેતા હોઈને રેગીંગ કરે તો તમે એણે ફટકારી શકો અને સીટીવાળા કોઈ છોકરાઓ કઈ કરે તો બધા હોસ્ટેલવાળા તમારો સાથ આપે એવો નિયમ હતો.
“ કઈ પણ બોલ અજય આપડી કૉલેજ મસ્ત છે અહી માલ પણ મસ્ત છે” પાછળની બેંચ પર હાથ ટેકવી ને અરુણ બોલ્યો આટલીવારમાં તો કદાસ એ મારું નામ પણ ભૂલી ગયો.
“અરમાન નોટ અજય...”
“જાને હવે દિમાગ ના ખા.”
“ખબર નઈ યાર કોની સાથે મારો પાલો પડ્યો છે.” હું બબડો. અને ફરી હું આગળ જોવા લાગો.
“ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ” પોતાના સીના પર એક બુક દબાવીને એક મેમ ક્લાસ માં આવ્યા. મેમ એક મોડેલ થી કમ ના હતા. બધા સ્ટુડન્ટ ઉભા થયા.
“સાલું આ કૉલેજ છે કે ગોવા બીચ આજુ બાજુ નજર કરો એક થી ચડિયાતી એક દેખાય છે.” અરુણ પોતાના થરકી અંદાજથી થીમે બોલ્યો.
ત્યાર પછી થોડીવાર ઇન્ટ્રોડક્શન ચાલ્યુ ત્યારે અમને મેમનું નામ જાણવા મળ્યું કે એનું નામ દીપિકા છે અને એ કમ્યુટર સાયન્સ ભણાવે છે. એ જેટલી ગોરી હતી એટલું જ એનું દિલ કાળું હતું. એણે આવતાની સાથે જ દસ અસાઇમેન્ટ આપી દીધા અને બોલી કે દર ત્રીજા દિવસે એ એક ચેક કરશે અને આવતા સોમવારે ટેસ્ટ લેશે એમ કહીને બધાની ફાડી નાખી.
“આ છે કોણ, હીટલર.” અરુણ રોવા જેવી સુરત બનાવીને બોલો
“બહાર મળી જાય ને તો આની ખેર નહિ.”
“કંટ્રોલ ભાઈ..” મેં એનો ખંભો સહેલાવતાં એને મેં દિલાસો આપતા કહયું.
“ઘંટો કંટ્રોલ , આને તો હવેલી પર લઇ જઈને તો " ”ગુસ્સા થી અરુણએ કહયું.
“હવેલી?” મેં સવાલ કર્યો.
“તું હજુ બાળક છો બકા તું રાજ કોમિક્સ વાંચ, એ મોટા માણસો કરે છે.” અરુણે રોફ જાડતા કહયું. પણ મારે તો બધું જ મારા માથા ઉપરથી ગયું પણ હા દીપિકા મેમ એ બધાની વાટ લગાવી દીધી હતી. હા એ પણ સાચું છે કે અડધાથી પણ વધારે ક્લાસના છોકરાઓ એકબીજા ને કહી રહ્યા હતા કે સીએસ વળી મેમ તારી ભાભી છે.
“ તારું નામ શું છે? તને સંભળાતું નથી?”
“અબ્બે તને બોલાવે છે.” પોતાની કોણી મને પેટમાં મારતા અરુણે મને કહયું. હું મારા ખ્યાલો માંથી બહાર આવો. હું હડબડાઈ ને ઉભો થયો. થોડા સ્ટુડન્ટ હંસા પણ ખરા .
“યસ મેમ....” હું ઉભો થયો. મારી હાલત તો જાણે એવી હતી કે એક કસાઈ ને જોઈને એક બકરાની હાલત થાય. પહેલા જ દિવસે ઘોર બેઈજ્જતી થઇ હતી. સાચે જ કહું તો ત્યારે મારો જીવ તાવળે ચોટેલો હતો. ના જાણે મને શું સંભળાવી દે.
“ તું પોતાની કોપી લઇ ને અહી આવ.” દીપિકા મેમ એ મને સામે બોલાવો. મારા દિલની ધડકન વધવા લાગી. અને એ જ વિચાર આવતો રહ્યો કે મેમ કઈ પૂછી ના લે. કેમ કે ના તો મેં કઈ લખ્યુ હતું કે ના તો મેં કઈ સંભાળ્યુ હતું મારું ધ્યાન તો માત્ર ને માત્ર તેની પર જ હતું.
“અહિયા હું શું કોમેડી કરું છુ.?” મેમ એ ગુસ્સાથી કહયું.
“ નો મેમ ..” પોતાનું માથું જુકાવીને એક બાળક જેમ ઉભો હતો, અને એ સમય નો ઇંતજાર કરી રહ્યો હતો કે ક્યારે મેમ મારી બૂક જુવે અને ગુસ્સાથી રડો પડતા એને ફેકી દે અને એને હું ઉઠાવી પોતાની જગ્યાએ જઈ ને બેસી જાઉં.
“નામ શું છે તારું.” મેમ એ કહયું.
“જી... અરમાન..” મેં ધીમી દબાતી આવાજ માં કહયું.
“શું અરમાન છે તારા જરા બધાને બતાવ તો..”
“સોરી મેમ હવે થી હું આવું નઈ કરું.” મેં મેમ ને કહયું બીજું ઘણું પણ બોલવાનું મન હતું પણ બહાર ના લાવ્યો.
“સીટડાઉન , અને ફરીથી મારા ક્લાસમાં કઈ પણ હરકત કરતા પેહલા વિચારી લેજે.” મેમ એ વોર્નિંગ આપતા કહયું. હું મારું ઊતરેલું મો લઇને મારી જગ્યાએ પાછો આવ્યો. ત્યાં અરુણ બેઠો બેઠો મજા લેતો હતો.
“હવે ચુપ થઇ જા.” મેં ખુન્નસથી કહયું અને મારો અવાજ જરા તેજ થઇ ગયો હતો. એટેલે એ ૫’૮” વાળી ફરી ભડકી અને ફરી એકવાર મને ઉભો કર્યો.
“ મેમ હું એને કઈ પૂછતો હતો.” દીપિકા મેમ મારું ગળું દબાવે એ પહેલા જ હું બોલી ઉઠો.
“ તું પણ ઉભો થા.” આ વખતે ઈશારો અરુણની તરફ હતો. જયારે મેમ એ એણે ઉભા થવાનું કહયું તો એના ચેહરાનો રંગ પણ ઊડી ગયો.
“ શું પૂછતો હતો એ તને?” મેમ એ જરા કડકાઈથી કહયું.
“એ..ઓ... બાઈનરીથી ઓક્ટલ નું કન્વર્ઝન કેમ કરવાનું એની મેથડ પૂછી રહ્યો હતો.” અરુણે ખોટું બોલતા મારી તરફ જોયું અને પુરા ક્લાસની નિગાહો અમારા બંને તરફ હતી.
“ગેટ આઉટ...” મેમ એ ગુસ્સાથી જોતા કહયું.
“શું...” મેં કહયું. જાણે એવી રીતે કે જાણે મને સમજાણું ના હોઈ.
“મારા ક્લાસ માં થી બહાર જા અને આજની તમારી અટેન્ડસ કટ, અને બીજા ક્લાસમાં આવ તો હવે સંભાળીને જો ફરીથી કોઈ હરકત કરી તો બધું અસાઇમેન્ટ ડબલ થઇ જશે.” હું એ આશ મા કે મેમ જરા દરિયાદિલ હોઈ અને ફરી મને બેસી જવાનું કેહશે એટલે હું ત્યાં થોડીવાર ઉભો રહ્યો. પણ ત્યાં સુધીમાં એ હજારો વખત મને બહાર જવા માટે રાડો પાડી ચુકી હતી. અને છેલ્લી વખત મને પ્રિન્સીપલ પાસે લઇ જવાની ધમકી આપી.પુરા ક્લાસ સામે ફરી ઈજ્જતમાં ચાર ચાંદ લાગી ગયા હતા.આખરે પ્રિન્સિપલ નું નામ પડતા હું ભીગી બિલ્લીની જેમ ક્લાસમાંથી બહાર નીકળી ગયો.
મને આજે પણ યાદ છે કે હું પૂરી ચાલીસ મિનીટ ક્લાસની બહાર ઉભો રહ્યો અને જયારે દીપિકા મેમ નો પીરીયડ પૂરો થયો તો એ બહાર નીકળી. પરંતુ મારી તરફ ગુસ્સામાં પોતાનું નાક સીકોડી ને જતી રહી.ત્યાર પછી હું ફરી ક્લાસમાં ગયો તો બધાની નજર મારા પર જ હતી.
“આવો બેટા અરમાન શું તમારા દિલના અરમાન પુરા થયા.” અરુણે મારી ખીચાઈ કરતા કહયું.
“ચુપ કર હરામી નહિતર તારો ટકો તોડી નાખીશ.” મેં ખીજ સાથે કહયું.
“ઓ તેરી, સોરી યાર તને ખોટું લાગ્યું હોઈ તો.” અરુણે કહયું. એ દિવસે બે લોકો હતા જેને હું ચાહીને પણ ભુલાવી શકું એમ નહોતો એકતો મારો ખાસ દોસ્ત બન્યો એ અને એક છોકરી કે જે ને જોઇને મારા મો માંથી ગાળો ની પવિત્ર ધારા વહેવા લાગી.
“નવીન..” એક એ પેહલા અરુણ અને ત્યાર પછી મારી તરફ હાથ લંબાવતા કહયું.
નવીન મીનિંગ બ્રાંચ વાલો હતો અને થોડો શ્યામ પણ હતો એટલે ફરી મેં મનમાં ગળું ફાડી ફાડીને કહયું હું આના કરતા હેન્ડસમ છુ.
“ભાઈ હવેની ક્લાસમાં જરા સંભાળીને” મને નસીહત દેતા કહયું.
બીજો પીરીયડ ચાલુ તો થઇ ગયો હતો પણ હજુ સર આવ્યું નહોતા બધા શાકમાર્કેટની જેમ ચિલ્લમ ચિલ્લી કરતા હતા. ત્યારે એક છોકરી ઉભી થઇ અને બધાને શાંત કરવાનો પ્રયત્ન કરતી હતી. પણ હાલાતમાં કોઈ જ સુધારો ના આવ્યો.એટલે એ છોકરી એ પહેલી બેંચ પર બેઠેલા છોકરાઓ ને કઈ કહયું અને એણે બધાને કહયું શાંત રહેવા ત્યાં થોડી શાંતિ થઇ.
“ગુડ મોર્નિંગ ફ્રેન્ડસ , માય નેમ ઇસ શેરીન” એ છોકરી એ પોતાનો ઇન્ટ્રો આપતા કહયું.
“તો ક્યાં મેં નાચું...” અરુણે એક પણ પળ ગુમાવ્યા વિના કહયું. પુરા ક્લાસએ સાંભળું પણ જાણે બધાએ કાન માં રુ નાખી દીધું હોઈ એમ બેઠા હતા. એ છોકરીએ પણ સંભાળી લીધું હતું પણ એ જાણે એવી રીયેક્ટ કરતી હતી જે જાણે તેને સાંભળું જ ના હોઈ.
“એના પછવાડે લાત મારી ને ભગાવો ...” પેલા અરુણે કહયું અને ત્યારબાદ નવીને પણ સૂરમાં સુર મેળવો.
“આ ઇન્ટ્રોડક્શનવાળી ને પૂરી કૉલેજ માં દોડાવો.” મેં પામ જોશમાં આવીને ને એ લોકો સાથે જોડાયો. આ બાજુ શેરીને એની ઇન્ટ્રોડક્શન આપ્યા બાદ બધી છોકરીઓ પોતાનું ઇન્ટ્રોડક્શન આપવાનું ચાલુ રાખ્યું. આ સિલસિલો ચાલ્યા જ કરેત જો થાર્મોડાઈનેમિક ના સર ત્યાં જો ના આવ્યા હોત. ખરેખર આ મારો વિષય હતો બેસિક મેકેનીકલ એન્જીનીયરીંગ , પરંતુ જે સર અમને ભણવા આવ્યા હતા એનું ખુદનું બેઝિક કાચું હતું. પુરા પીરીયડ દરમિયાન એણે શું ભણવું કઈ જ સમાજમાં ના આવ્યું. સૌથી મોટી વાત તો એ હતી કે કઈ ભાષામાં બોલે છે એ જ સમજમાં નહોતું આવતું. ભણતર માટે હું સેન્સીટીવ હતો. અને મારું પૂરું દિમાગ બીએમસી માં ઘુસાડવા છતાં કઈ સમજમાં ના આવતા દિલ માં એક ડર બેસી ગયો કે સારું એક્ઝામ માં હું શું લખીશ.
“ શું થયું?” અરુણે મને ચિંતામાં જોઈ ને પુછુ.
“યાર બધું ઉપરથી જાય છે.” મેં ચિંતા સાથે કહયું.
“ તો ચિંતા કઈ વાત ની છે આ ટોપિક જ છોડી દે તારે ક્યાં ટોપ કરવાનું છે.” અરુણેકહયું.
“મારે ટોપ જ કરવું છે “ ત્યારે તો મેં અરુણ સામે શેખી મારી લીધી હતી. પણ મને શું ખબર હતી બહુ જલ્દી જ આ મારા માથા પર થી આ ભૂત ઉતારવાનું છે.
“ એને જો ખુદ ને મિસ વલ્ડૅ સમજે.” અરુણે એ છોકરી તરફ ઈશારો કરતા કહયું જે થોડી વાર પહેલા ઇન્ટ્રોડક્શન આપવા માટે આવી હતી.
“મારું ચાલે ને તો હું એણે કોલેજમાંથી છુટ્ટી જ આપી દઉં.”શેરીનની તરફ જોતા મેં કહયું. થોડા સમય પહેલા એ જયારે બધાની સામે બોલવા આવી ત્યારે તેનો અવાજ કુદરતી નહોતો. ઘણીવાર છોકરીઓ આવું કરતી હોઈ છે. નવીન ભણવામાં મગજ ઘસતો હતો જયારે હું ને અરુણ પેલી છોકરીને જોઇને એની ખોદણી કરી રહ્યા હતા.એની નજર જેવી અમારી પર પડી એટલે મેં તરત ધ્યાન મારી નોટ બુક માં ઘુસાડ્યુ કઈ એ એવું ના સમજી બેસે કે અમે તેના પર લાઈન મારીએ છીએ.મેં પેન પકડી અને સર જે લખતા હતા એ પોતાની બુક માં છાપવાનું ચાલુ કરી દીધું.
“કંકોડો એને લાઈન મારે કૉલેજ માં શું એ એક જ છોકરી છે .” મેં કહયું.
“તું મને બગાડી રહ્યો છો.” અરુણે કહયું.
“ પકાવ નઈ તું ટોપા.” મેં કહયું.
જે પણ ખાધું હતું એ બધું કઢાવી નાખ્યું હતું અમારા ગુરુ ઘંટાલ ટીચરે એટલે હું ને અરુણ બંને બહાર આવ્યા.
“બેટરી લો થઇ ગઈ છે યાર, ચાલને કેન્ટીનમાં જઈએ.” મેં કહયું.
“હા ચાલ ત્યાં માલ ને જોશું.” અરુણે કેન્ટીન બાજુ પોતાના પગ વાળતા કહયું.
આ સમયે જો કે સીનીયર્સના ક્લાસ ચાલુ હતા પણ હોઈ છે ઘણા આવારા કે જે ક્લાસ બંક કરી ને એ કેન્ટીનમાં બેઠા હોય છે ત્યાં ઘણી આઈટમ તો હતી જ પણ તેની સાથે અમારા સિનિયર્સ પણ હતા. અને તેઓ એમ બેઠેલા હતા કે જાણે કૉલેજ એના બાપ ની હોઈ.
“ચુપચાપ ખુરશી પકડી ને બેસીજા નઈતર ડખો ઉભો થાશે.” એ સમયે મેં કઈ ના કહયું હું અને અરુણ એક સાઈડ ખુરશી ખેંચી ને બેસી ગયા.
“આને જો...’અરુણનો ઈશારો એકતરફ બેઠેલા સીનીયર તરફ હતો જે બીજા સાથે વાતો કરી રહ્યો હતો.
‘શું થયું.” મેં એ તરફ જોતા કહયું.
“એનું નામ વરુણ છે અને સાત ઈયરથી કૉલેજ માં છે છતાં ચોથા વર્ષમાં જ અટકેલો છે.” અરુણે કહયું તો મેં ધ્યાનથી જોયું તો સાથે બેઠલા સિનિયર્સ કરતા તે ઉંમરમાં મોટો દેખાતો હતો અને ટેબલ નીચેથી સામે બેઠેલી છોકરીના પગ ને સહેલાવતો હતો.
“આ છોકરીઓ પણ કેવા કેવાથી પટી જાય છે યાર.” મેં એ છોકરી માટે ખોટું દુઃખ વ્યક્ત કરતા અરુણ ને પુછ્યુ. “આ સાત વર્ષવાળો છે કઈ બ્રાંચ માં?”
“ એ હરામી આપડી જ બ્રાન્ચનો છે અને એ જોરદાર રેગીંગ છે.” અરુણે કહયું.
રેગીંગ નું નામ સાંભળતા જ મારું ગળું સુકાઈ ગયું આ એક વાત જ મારા પર હાવી હતી જ્યારથી મેં કૉલેજ કેમ્પસમાં પગ મુકો હતો.
“સાલું આ રેગીંગ બંધ કરી દેવું જોઈએ.” મેં પાણી પીતાં પીતાં કહયું. અને એકી શ્વાસમાં હું આખો ગ્લાસ પી ગયો ત્યારે જરા શાંતિ થઇ.
“બંધ છે મારા લાલ રેગીંગ વર્ષોથી બંધ છે તો પણ આ લોકો રેગીંગ કરી જ લે છે.” અરુણે કહયું.
“આ સાલો કેન્ટીનવાળો ક્યાં મારી ગયો.” મેં હાઇપર થતાં થતા કહયું. મારો અવાજ પૂરી કેન્ટીન માં ગુંજી ઉઠ્યો બધાંએ મારી સામે જોયું તો કેટલાક પાછા પોતાના કામ માં લાગી ગયા.તો ઘણા મારી સામે એક ધારું જોઈ રહ્યા.એ લોકો ની શકલ પરથી લાગતું હતું કે મને મનમાં ને મનમાં ગાળો દઈ રહ્યા છે. ત્યારે જ પેલો સાત વર્ષથી કોલેજમાં ભણતો છોકરો અમારી તરફ આવ્યો તેની સાથે બીજા છોકરાઓ પણ હતા અને પેલી છોકરી પણ હતી કે જે તેની સામે બેઠી હતી.
“કઈ બ્રાન્ચમાં છો?” વરુણે સામેથી એક ખુરશી ખેચીને બેસતા કહયું. મન માં તો થયું કે એ ખુરશીને પાટું મારી ને ફગાવી દઉં પણ ત્યાર પછી શું થશે એ વિચારીને ચુપ રહ્યો.
“મેકેનીકલ ફસ્ટ ઈયર...” એ રાવણ સામે વાળી ખુરશીમાં પુરેપુરો સમાઈ ગયો.
“મને ઓળખે છો?” એણે રોફ થી કહયું.
“હા..હા..હા..” મારું ગળું ફરીવાર સુકાઈ ગયું એટલે મેં મારો હાથ પાણીના ગ્લાસ તરફ લંબાવો તો એ રાવણે મારો હાથ પકડી લીધો. એણે મારો હાથ દબાવો દર્દ તો થતું હતું પણ મો માંથી જરા પણ અવાજ બહાર ના કાઢ્યો કે ના મેં એને હાથ છોડવાનું કહયું.
“પાણી પછી પીજે પેલા મારા સવાલોના જવાબ આપ.” મારો હાથ હજુ એના હાથમાં જ હતો અને જેથી જેટલું જોર હોઈ એટલા જોરથી દબાવે જતો હતો.
“ અબ્બે શાલા મારો હાથ છોડ નઈતર અહીં જ પટકી પટકીને ધોઈશ.” મેં આંખોથી તેની આંખોમાં આંખો પરોવીને કહયું.
“અબ્બે આંખો નીચી કર.” વરુણ સાથે આવેલા છોકરાએ મારું માથું પકડી નીચે કરતા કહયું. રમત ચાલુ થઇ ગઈ હતી અને હવે મને અંદાજો થઇ ગયો હતો કે કઈ નાવાજુની થવાની છે. મારા હાથના હાડકાનો કચ્ચર ઘાણ કરી મારો હાથ મુકીને મારી કોલર પકડીને કહયું.
“બેટા ઓકાતમાં રહેતા શીખ એ સીનીયાર્સને રીસપેકટ આપ.” વરુણે આંખો લાલ કરીને કહયું. વરુણની ગર્લફ્રેન્ડ એક સમોસુ લઈને આવી અને થોડું ખાઈ અને બાકીનું મારા ચેહરા પર ભૂસી દીધું.ત્યારે હું એટલો ગુસ્સામાં હતો કે મન થયું કે એણે હું એક એવી થપ્પડ મારું કે એનું માથું ધડ પરથી દડાની જેમ ઉછાળીને નીચે પડે.પણ એ સમયે હું મારો બધો ગુસ્સો પીવો પડ્યો હું એણે જોવા સિવાય કઈ જ ના કરી શક્યો.એ બધા મારા પર હસ્યા અને જતા રહ્યા પેલી છોકરી ને પાછળથી જોઇને મનમાં કહયું કે એક વાર તારો વારો તો હું લઈશ.

ક્રમશઃ