૬) વ્યસનોથી દુર રહો.
સામાન્ય રીતે વ્યક્તી જ્યારે મુશ્કેલીઓમા સપડાતો હોય છે ત્યારે તેના મનમા સારા નરસા વિચારોનો વંટોળ સર્જાતો હોય છે. શું કરવુ અને શું ન કરવુ તેની મથામણમા પડી મનોમન એવુ વિચારવા લાગતો હોય છે કે મારી સાથે કોઇ છેજ નહી, સમગ્ર દુનિયા મારી વિરુદ્ધ છે, મને કોઇ પસંદ કરતુ નથી કે મદદ કરવા કોઇજ તૈયાર નથી. આ આખી દુનિયા સ્વાર્થીજ છે, હું છેતરાઇ ગયો છુ, ભગવાને બધા દુ:ખ મારા ઉપરજ નાખ્યા છે વગેરે જેવા વિચારોના વમળમા ફસાઇ જતો હોય છે. પછી તે આમાથી બહાર નિકળવા કે દુ:ખોને હળવા કરવા માટે કોઇકનો સાથ સહકાર કે ટેકાની અપેક્ષા રાખવા લાગતો હોય છે પરંતુ જ્યારે આવો સાથ સહકાર કે માનસીક દ્રષ્ટીએ હુંફ તેને મળતી હોતી નથી ત્યારે તે વ્યક્તી એટલો બધો હંફળો ફાફળો થઈ જતો હોય છે કે તે ગમે તેમ કરીને પછી ભલે થોડા સમય પુરતુ પણ આવી ચીંતાઓમાથી છુટકારો મેળવવાનો પ્રયત્ન કરતો હોય છે જે તેને વ્યસનોનો અનુભવ કરવા તરફ દોરી જતો હોય છે. અહી વ્યક્તી એવી જંખના કરતો હોય છે કે તેને થોડા સમય પુરતી પણ શાંતી મળે જ્યારે સામે પક્ષે વ્યસનો વ્યક્તીના ધ્યાનને થોડા સમય માટે ન ગમતી ઘટનાઓ પરથી હટાવી શકતુ હોવાથી વ્યક્તી એવુ સમજવા પ્રેરાતો હોય છે કે તેના બધાજ દુ:ખ દર્દ દુર થઈ ગયા છે અને હવે તે બીલકુલ આઝાદ છે. બસ વ્યક્તી ખરેખર ભુલ અહીજ કરતો હોય છે, તે એમ સમજવા લાગતો હોય છે કે મારુ ટેન્શન હવે દુર થઈ ગયુ છે પરંતુ વ્યસનો એ સમસ્યાઓ દુર કરનારુ નહી પણ વધારનારુ પરીબળ હોય છે કારણકે વ્યક્તી જ્યારે વ્યસન કરતો હોય છે ત્યારે તે એવા ભ્રમમા રાચતો થઈ જતો હોય છે કે તેની તમામ સમસ્યાઓ હવે દુર થઈ ગઈ છે એટલે હવે તેણે કોઇનાથીય ડરવાની જરુર નથી. આ રીતે તે વધુને વધુ દુ:સાહસી બની પોતાની સમસ્યાઓ પ્રત્યે આંખ આડા કાન કરી આખો દિવસ વ્યસનોના નશામા વિતાવી દેતો હોય છે. આવા વ્યસનોમા સપડાયેલો વ્યક્તી પોતાના પ્રત્યે, પોતાના પરીવાર અને સમાજ પ્રત્યે બેજવાબદાર બની જતો હોય છે કારણકે તે હવે એમ વિચારતો થઈ જતો હોય છે કે તેને હવે એવો ટેકેદાર મળી ગયો છે કે જે તેને દુખી થવા દેતો નથી. આ રીતે વ્યક્તી સમસ્યાનુ સમાધાન ગોતવાને બદલે સમસ્યાનેજ એક બાજુએ મુકી દેતો હોય છે અને એવા ભ્રમમા ફસાઇ જાતો હોય છે કે તેણે તો તેના બધાજ ટેન્શનો દુર કરી દીધા છે, પરંતુ જ્યારે વ્યસનોનો નશો ઉતરતો હોય છે ત્યારે ખબર પડતી હોય છે કે વાસ્તવીકતાતો કંઈક અલગજ છે. અહી સમસ્યાઓનુ સ્માધાન થવાને બદલે તેમા વધારો થઈ ગયો હોય છે જે જોઇને ફરી પાછો વ્યક્તી ટેન્શનમા આવી જતો હોય છે અને હજુ વધારે વ્યસનો કરવા લાગી જતો હોય છે. આમ વ્યસનોનુ વિષચક્ર ચાલ્યા કરતુ હોય છે અને સમસ્યાઓમા વધારો થયા કરતો હોય છે. હકીકતેતો વ્યસનો વ્યક્તીની આંખો પર પટ્ટી બાંધી તેની સમજશક્તી છીનવી લેવાનુ કામ કરતુ હોય છે જેને વ્યક્તી એક નાદાનની જેમ અનહદ આનંદમા ખપાવી દેવાની ભુલ કરતો હોય છે. હવે એક વખત તમેજ વિચારો જોઇએ કે જે વ્યક્તીની આંખો પર પટ્ટીઓ બંધાયેલી હોય, જેની સમજશક્તી છીનવાઇ ગઈ હોય તે વ્યક્તી સમસ્યાઓનુ સમાધાન કેવી રીતે કરી શકે ? સમસ્યાઓના સમાધાન માટે તો સંપુર્ણ હોશમા રહેવુ જરુરી બનતુ હોય છે, આંખ, કાન અને મગજને સતેજ કરી સતત વિચારશીલ, કલ્પનાશીલ અને પ્રયત્નશીલ રહેવુ પડતુ હોય છે જે વ્યસનોના સ્વીકારથી ક્યારેય શક્ય બનતુ હોતુ નથી.
દુનિયાની એવી કોઇ દારુની બોટલમા નથી લખેલુ હોતુ કે આવી ૧ બોટલ તમે પીશો તો તમારે ૫૦% સમસ્યાઓનુ સમાધાન થઈ જશે, દુનિયાની એવી કોઇ સીગરેટ પર નથી લખેલુ હોતુ કે આવી તમે ૫ સીગરેટ પીશો તો તમે તમારી સમસ્યાઓને રીત સરની ધુમાડો બનીને ઉડતા જોઇ શકશો. જો આવુ કશુજ થવાનુ કે થતુ ન હોય તો પછી શા માટે લોકોએ આવા ખોટા ભ્રમ પાળીને બેસવુ જોઈએ? જો ખરેખર એવુજ થતુ હોત તો તો આ દુનિયામા કોઇ દુ:ખી નિરારશ કે નિશષ્ફળ વ્યક્તી હોતજ નહી કારણકે જેવી સમસ્યાઓ આવે કે તરતજ લોકો ૫ સીગરેટ પી ને તેને ધુમાડામા ઉડાળી દેત, એક બોટલ દારૂની પી લે એટલે થઈ જાત સમસ્યામાથી નવરા. સમસ્યાઓને દુર કરવી જો આટલીજ સરળ હોત તો તો આજે ઘરે ઘરે સફળ લોકોની ભરમાર હોત, ઘરે ઘરે કરોડ પતીઓ હોત અને આખી દુનિયા આરામથી જીંદગી વિતવતા હોત. આજે આટલા લોકો વ્યસનો કરે છે, ડ્રગ્સ લે છે તેમ છતા તેઓની સમસ્યાઓનો કાયમી ઇલાજ નથી આવતો હોતો એ વાતજ સાબીત કરે છે કે વ્યસનો એ સમસ્યાઓનુ ૧ % પણ સમાધાન કરવા સમર્થ હોતા નથી, સમાધાન કરવાનુતો દુર રહ્યુ એતો ઊલટાનુ વધારે નુક્શાન પહોચાળતા હોય છે, તેનાથી વ્યક્તીનુ શરીર બગડતુ હોય છે, ભયાનક જીવલેણ રોગ થતા હોય છે, વ્યક્તી પોતાના પરનો વિશ્વાસ ગુમાવી બેસતા હોય છે, તે પોતાનો કીંમતી સમય, શક્તી, નાણા, સબંધો, માન, મર્યાદા બધુજ ગુમાવી બેસતા હોય છે જે વળી પાછી નવીજ સમસ્યાઓ સર્જતી હોય છે.
ઇશ્વરે દરેક વ્યક્તીને અખુટ માનસીક શક્તીઓ આપી છે, તે જે ધારે તે પ્રાપ્ત કરવાનુ સામર્થ્ય આપેલુ છે તેમ છતાય વ્યસનોનો સહારો લેવો પડે એ તો બહુ મોટી નવાઇજ કહેવાય. ભગવાન મનોમન એમ વિચારતા હશે કે મે માનવજાતને વિપુલ માત્રામા શક્તીઓ આપી છે તેમ છતા તેઓએ વ્યસનોનો સહારો લેવો પડે છે તો જો મે આ લોકોને મર્યાદીત શક્તીઓ આપી હોત તોતો આ લોકોનુ શું થાત ? મે આજે માનવ સમાજને આટલી ઉચ્ચ કક્ષાની બૌદ્ધીક શક્તીઓ, ક્ષમતાઓ આપી છે તો તેના પર વિશ્વાસ કરવાને બદલે લોકો વ્યસનોની શક્તી પર વધુ વિશ્વાસ કરતા થઈ ગયા છે તો શું મે આટલી બધી શક્તીઓ આપીને કોઇ ભુલ તો નથી કરીને? શું માનવ સમાજ ખરેખર આટલી બધી શક્તીઓને લાયક છે તેવો પ્રશ્ન ભગવાનને પણ એક વખતતો થતોજ હશે. આમ એક વાત ખાસ યાદ રાખજો કે સીગરેટના ધુમાડામા તમારી તકલીફો નહી પરંતુ તમારી માનસીક શક્તીઓ ઉડી રહી હોય છે, વ્યસનોથી માનસીક શાંતી નહી પણ અશાંતીનો પાયો મંડાઇ રહ્યો હોય છે માટે આપણે આપણી આવી શક્તીઓને ધુમાડામા ઉડી જતા રોકી લેવી જોઇએ. ઇશ્વરીય શક્તીઓ સામે આવા વ્યસનોની કોઇજ હેસીયત નથી. ઇશ્વરે તમને જે અખુટ શક્તીઓ આપી છે તેને ઓળખી ન શકો તો ચાલશે પરંતુ તેને ઓછી આકવાની ભુલ તો ક્યારેય નજ કરવી જોઇએ. એ હદ સુધી જવાનો આપણને કોઇજ અધીકાર નથી.
ઘણી વખતતો લોકો એટલા માટેજ વ્યસન કરતા હોય છે કે તેઓને લોકોની નજરમા આવવુ હોય છે, તે પોતે કંઈક સમથીંગ પ્લસ છે, મોડર્ન છે, અદ્યુનીક વિચારસરણી ધરાવે છે, તે કંઈક મોટુ પરાક્રમ કરી રહ્યા છે તેવુ સાબીત કરવા ખાતરજ આવા પ્રયોગો કરતા હોય છે. ઘણા વ્યક્તીઓ લોકોની માત્ર સીંપથી મેળવવા ખાતરજ આવુ પગલુ ભરતા હોય છે. લોકો તેમની નોંધ લે, તેઓને દયા ભાવનાથી જુએ, અથવાતો પોતે કેટલા દુ:ખી છે તેવુ સાબીત કરવા માટે, દયાને પાત્ર બનવા માટે આવી વસ્તુઓનો સહારો લેતા હોય છે તો આવા વ્યક્તીઓને હું એટલુજ કહેવા માગીશ કે આ રીતે તો તમે પોતેજ પોતાની જાતને હાસ્યાસ્પદ પરીસ્થિતિમા મુકી દેતા હોવ છો, હાથે કરીને પોતાની છાપ ખરાબ કરી વધુ સમસ્યા નોતરી રહ્યા હોવ છો. આવા સમયે વ્યક્તી એમ વિચારે કે મારા અંતરમા શક્તીઓનો વીપુલ ભંડાર પડેલો છે તો પછી શા માટે મારે આવા તુચ્છ ગણાતા વ્યસનો પાસેથી શક્તી મેળવવાના હવાતીયા મારવા પડે ? આતો એવુ થયુ કહેવાય કે મારી પાસે કરોડો રૂપીયા હોવા છતા પણ હું મારા પૈસા વાપરવાને બદલે બીજા પાસેથી ૧-૧ રૂપીયાની ભીખ માગવા નીકળી પડ્યો હોવ. જો દરેક વ્યક્તી એમ વિચારવા લાગે કે ના હું ખુબ જવાબદાર વ્યકતી છુ, મારી પાસે કુદરતી શક્તીઓ છે, હું પણ ધાર્યા પરીણામો પ્રાપ્ત કરી શકુ તેમ છુ, મારે બધાનુ ધ્યાન રાખવાનુ છે, મારે મારી જવાઅદારીઓ નિભાવવાની છે અને લોકોને આવા વ્યસનોના દલદલમાથી બહાર કાઢવાના છે. મારે મારા ભગવાન, મા બાપ, પરીવાર, શીક્ષકો અને એવા વ્યક્તીઓ કે જેઓએ મારા જીવનને નિખાર્યુ છે, મને મદદ કરી છે, મારો ઉછેર કર્યો છે તેઓનુ મારે ઋણ ચુકવવાનુ છે, સમાજને સુખી સ્વસ્થ અને સંપન્ન બનાવવાનો છે એટલે વ્યસનો કરી આખો દિવસ પડ્યા રહેવુ કે ધીમા જહેરનુ સેવન કરવુ એ મને પોસાય તેમ નથી. જો મારે કોઇનો સહારો લેવાનોજ હશે તો હું મારા સગાવહાલાઓ કે મીત્ર વર્તુળને પહેલા યાદ કરીશ, ગુરુજનોને યાદ કરીશ, જેઓ મને ખરેખર મદદ કરી શકે તેમ છે તેઓને યાદ કરીશ, ઇશ્વરને યાદ કરીશ, કુદરતના ખોડે જઈશ, સારા ઉપયોગી પુસ્તકો વાંચીશ કારણકે આવા બધા સાહિત્યોમાથી કંઈકને કંઈક ઉપાયો મળીજ આવતા હોય છે. જો મારી પાસે આટલા બધા સમર્થકો હોય તો પછી મારે વ્યસનોનો સહારો લેવાની જરુરીયાતજ ક્યાં રહે છે. હજુ મારા એટલા બધા ખરાબ દિવસો પણ નથી આવ્યા કે મારે આ હદ સુધી જવુ પડે. મારી પાસે આટલા બધા શુભચીંતકો હોવા છતા પણ જો હું વ્યસનોને પહેલી પસંદગી આપુ તો એતો મારા શુભચીંતકો, મદદનીશ, ગુરુજનો, વડીલો અને મને શક્તી આપનાર ઇશ્વરનુ અપમાનજ થયુ કહેવાયને ! માટે જો હું આત્મવિશ્વાસ કે સુખશાંતીનો પરપોટો ફુલાવાને બદલે તેનો સમુદ્ર લહેરાવા માહતો હોવ તો મારે વ્યસનોને બદલે પ્રાર્થના, ઇશ્વર, સારા પુસ્તકો, વિચારો, વ્યક્તીઓ જેવા માધ્યમોના સહારે જવુ જોઇએ.
આટલુ તમે એક વખત વિચાર કરી તેનો અમલ કરી બતાવશો તો તમે સમસ્યાઓ સામે ચટ્ટાનની જેમ અડીખમ ઉભા રહેતા, તેનો સામનો કરતા અને તેના ઉપાયો વિચારતા ૧૦૦ % શીખી શકતા હોવ છો.
આવા વ્યસનો દુર કરવા માટે પોતાને પ્રેમ કરવો જોઈએ, એમ વિચારવુ જોઈએ કે હુંજ શા માટે મારુ શરીર બગાળુ, શા માટે હુજ નશો કરીને બર્બાદ થાવ ? આ દુનિયામા સૌથી કીંમતી વસ્તુ જો કંઇ હોય તો એ મારુ શરીર, સ્વાસ્થ્ય અને આત્મસમ્માન છે તો પછી હું કેવી રીતે વ્યસનોને મારુ શરીર બર્બાદ કરવાની કે મને લાચાર દર્શાવાની છુટ આપી શકુ. મે એવુ ક્યુ પાપ કર્યુ છે તે મારેજ મારા શરીરને બર્બાદ કરવુ પડે ? નહી આવુ હું ક્યારેય થવા દઈશ નહી, મને મારા શરીર અને જીવન પ્રત્યે પ્રેમ છે, મને મારી જીંદગી વહાલી છે એટલે ક્યારેય હું એવા લોકોના ચક્કરમા નહી પડુ કે જે મને બર્બાદ કરવાનો સામાન વેચી પોતે દુનિયાભરના એશો આરામ ભોગવી રહ્યા હોય. જો વ્યસનોના ઉત્પાદન કરતા વ્યક્તીઓ મને ખરેખર મદદરુપ થવા માગતાજ હોય તો તેણે મારી સમસ્યાઓના સમાધાન કરવા યોગ્ય માર્ગદર્શન આપવુ જોઇએ, સહકાર આપવો જોઇએ. આ રીતે તેઓ આપણને ૨-૫ રુપીયાની સીગરેટ પકડાવીને મુર્ખ બનાવી જાય એ તો જરાય ચલાવી શકાય નહી. તો આવી વિચારસરણી આપણને એવા તમામ કાર્યો કરવાથી દુર રાખતી હોય છે કે જે ભવિષ્યમા મુશ્કેલીઓ ઉત્પન્ન કરી શકે તેેેમ હોય.