ચોમાસાની શરુઆત થઈ ચૂકી હતી. વાતાવરણમાં ભીનાશ હતી.સાંજે છ વાગવા જઈ રહ્યા હતા. ધરમપુર થી થોડે દૂર આવેલ મોહનગઢની ટેકરી રોજ કરતા આજે વધારે સુંદર લાગતી હતી. એ ટેકરી પર આવેલ શીવજીનું મંદિર ટેકરીની શોભા વધારી રહયું હતું. એ મંદિરના બાકડે બેસેલ નીરવ નામનો યુવાન પોતાના અતીત સાથે દલિલ કરી પોતે ગૂનેગાર ન હોવાનું મનોમન સાબીત કરી રહ્યો હતો. સાત વર્ષ પહેલા આજ જગ્યા એ બેસીને નીયતીને ફોન પર પોતાનો દિલની વાત કહી હતી અને નીયતીએ ખૂબ રાજી રાજી થઈને એ વાત સ્વીકારી હતી. તે સમયે બન્ને જણ કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા. બંને જણ એકબીજાને ખૂબજ ચાહતા હતા. નીરવ બોલકણો હોવાથી સારી રીતે એકબીજા સાથે ભડી જતો જ્યારે નીયતી ઓછુ બોલતી પણ એનો સ્વભાવ પણ સરસ હતો. પ્રેમની બાબતમાં લોકો નીરવ અને નીયતીનું ઉદાહરણ આપતા હતા.કહેવાય છેને સારા માણસોને નજર લાગતા વાર નથી લાગતી, એવુજ કઈંક આ બંને સાથે થાય છેેેે. કોલેજમાં બે દિવસની રજા હતી. એ બે દિવસમાં નીરવ ખુબજ પરેશાન હતો કેમકે નીયતી સાથે એની વાત ન થઈ હતી. બીજા દિવસની સાંજે નીયતીનો ફોન આવે છે તે નીરવને પોતાની સગાઈ નક્કી થઈ ગઈ હોવાનું જણાવે છે અને હવે પછી બોલવાની ના પાડે છે આ સાંભડીને નીરવને ઘણું દુઃખ થાય છે પણ નીરવ ઘરે હોવાથી પોતાને મનોમન શાંત કરે છે. નીરવ એના મમ્મી પપ્પાનો એકનો એક દિકરો હતો. એની બધી જરુરીઆત પૂરી થતી. પણ નીરવે એ વાતનો ક્યારેય ગલત ફાયદો ઉઠાવ્યો ન હતો. બીજા દિવસે કોલેજમાં નીરવ નીયતી પાસે જઈને પુછવાનો પ્રયત્ન કરે છે પણ નીયતીએ જે ફોન પર કિધુ હતું એટલીજ વાત ે કહે છે અને જતી રહે છે. કોલેજમાં બધાની સામે નીરવ નીયતીને વધારે આગ્રહ કરવાનું ઠીક ન સમજતા કોલેજથી છૂટ્યા પછી રસ્તે વાત કરવાનો પ્રયત્ન કરે છે પણ નીયતી કંઈ જવાબ નથી આપતી. નીરવ ફોન પર વાત કરવાનો પ્રયત્ન કરે છે પણ એને કોઈ જવાબ મલતો નથી. કોલેજમાં હવે નીરવ ઉદીસ રહેવા લાગ્યો હતો જ્યારે નીયતી પહેલા જેવી હતી એવીજ રહેતી હતી. આ જોઈ નીરવ અને બીજા મિત્રોને પણ નવાઈ લાગતી. નીરવ મનોમન વિચારતો... નીયતીની સગાઈ જેની જોડે નક્કી થઈ હશે એ છોકરો સારો હશે એટલે નીયતી ખુશ છે. નીરવ એવુ વિચારી પોતાના મન ને થોડી વાર માટે મનાવી લેતો પણ એને નીયતી વગર રહેવાતુ ન હતું. એક દિવસ નીરવનો મિત્ર આકાશ નીરવને મલે છે અને આમ દુઃખી જોઈને તે નીરવને એક દરગાહ વિશે કહે છે કે ત્યાં જઈ સાચા મન થી જે માંગો એ મલે છે. નીરવ આકાશ જોડે દરગાહ પર જવા તૈયાર થાય છે. બીજા દિવસે ગુરુવાર હોવાથી બીજા દિવસે જ જવાનું નક્કી કરે છે. સવારે બંન્ને જણ નીરવની બાઈક લઈને જવા નીકડે છે રસ્તો લગભગ એક કલાકનો હતો. તેઓ રસ્તે કેયાંય રોકાતા નથી. દરગાહની નજીકથી એક ફુલની ચાદર અને ફુલો લઈને તેઓ દરગાહ પર પહોંચે છે. બહાર હેન્ડપમ્પ પર હાથ-પગ, મોઢુ ધોઈ તેઓ દરગાહની અંદર પ્રવેશ કરે છે. દરગાહમાં પ્રવેશતાજ આખુ વાતાવરણ બદલાય ગયેલું લાગે છે. ચારે બાજુ અત્તર અને ગુલાબની મહેક ફેલાયેલી હતી. ઘણા લોકો અંદર બેઠા હતા. વારા પ્રમાણે ત્યાં બેસેલ બાપુ પાસે જઈને પોતાની વાત કહેતા હતા. બાપુ એમના માથા પર પીંછી નાખી હાથમા દોરો બાંધી આપતા. અને ત્યાં આવેલ સમાધી એ માથુ ટેકવી ફુલ ચડાવી લોકો બહાર નીકડતા હતા.નીરવનો વારો આવ્યો, એ બાપુ પાસે જઈને બેઠો, આવો અનુભવ નીરવ માટે પહેલીવાર હતો તેથી કઈ રીતે બાપુ સાથે વાત કરવી એ નીરવને સમજાતુ ન હતુ. બાપુ એ સામેથી નીરવને પૂછ્યુ અને નીરવે બધી વાત બાપુને કહી દિધી. બાપુએ નીરવના હાથમાં દોરો બાંધી સાચા મનથી મન્નત માની જવા કહ્યુ. નીરવે સાથે લાવેલ ફુલ અને ફુલની ચાદર ત્યાં ચડાવ્યા અને મનોમન માંગી લીધું. થોડા દિવસો વિતે છે પણ નીયતીમાં કંઈ બદલાવ નથી દેખાતો. એક દિવસ નીરવની મિત્ર હિમાની નીરવની મલે છે, તે નીરવની ઓડખાણ દિપાલી નામ ની સરસ દેખાવડી છોકરી સાથે કરાવે છે. નીરવ અને દિપાલીનું ઘણી વાર મલવાનું થાય છે. બંન્ને જણ ફોન પર વાત કરવા લાગે છે. નીરવ દિપાલી નીયતી વિશે બધુ કહે છે. દિપાલી નીરવને બધુ ભૂલી જઈ જીવનમાં આગડ વધવાનું, નવી શરુઆત કરવાનું કહે છે. નીરવ જ્યારે પણ દિપાલી સાથે વાત કરતો ત્યારે એનુ મન પ્રફુલ્લીત થઈ જતું. દિપાલી નીરવને દરેક વાતમાં સાથ આપતી હતી. નીરવના મન માંથી હવે નીયતી દૂર થતી જતી હતી અને દિપાલી નજીક આવતી જતી હતી. નીયતીને મેડવવા માટે કરેલ પ્રયત્નો અને નીયતીને નીરવ હવે ભુલવા લાગ્યો હતો. એક દિવસ નીરવ દિપાલીને પ્રેમનો ઈજહાર કરે છે અને દિપાલી નીરવને હા પાડે છે. નીરવ પણ હવે ધીમે ધીમે ખુશ રહેવા લાગ્યો હતો. એક દિવસે નીરવ પર ફોન આવે છે, નીરવ ફોન ઉપાડે છે, સામે છેડે નીયતી હોય છે. નીયતી રડતા રડતા નીરવને કહે છે. " હું તારા વગર નહી રહી શકું"..