Shikaar -33 in Gujarati Fiction Stories by Devang Dave books and stories PDF | શિકાર - પ્રકરણ ૩૩

Featured Books
Categories
Share

શિકાર - પ્રકરણ ૩૩

શિકાર
પ્રકરણ ૩૩
આકાશે ભાભા હોટલ માં ફોન લગાવ્યો, " હેલ્લો ,can I talk to Mr Sam Richard? "રિસેપ્શનીસ્ટનો મધુર અવાજ આવ્યો.. " your good name please..!"
"Aakash..!"
"OH ! આકાશ સર તમારા માટે એક મેસેજ છે કે એ નવલખી ગયા છે તો કાલે જ અવેલેબલ થશે ..... તો કાલે દસેક વાગ્યે કોલ કરશો... "
આકાશે ફોન મુકી દીધો હવે ચાર વાગ્યે દિવાન સાહેબને મળવાનું હતું એટલો સમય આમ SD house માં બેસી રહેવું તો યોગ્ય નહોતું જ એટલે એણે SD તરફ જોઈ ને કહ્યું ,"સાડાત્રણ આસપાસ આવી જઇશ ,ત્યાં સુધી મારે એક બે જણ ને મળવું છે તો મળી લઉં... "
"ઠીક છે , જઇ આવ જોકે , મારે તને કેટલીક બીજી વાત પણ કરવી છે પણ તું જઈ આવ એ વાત આપણે પછી કરી લઇશું... "
આકાશ અટક્યો , " કાંઇ ખાસ કામ હોય તો ...."
"ના ના, તું જઇ આવ આ બધું પતે પછી એ વાત.... "
આકાશ ત્યાંથી રવાના તો થયો પણ બે વિચાર સાથે, મામાનાં અને SD નાં ...
બંને એના જીવનના મહત્વના પાત્રો ... આમ તો એ ત્રીભેટે આવી ઉભો હતો, આમ તો સ્વાભાવિક એ એનાં મામા તરફ ઢળેલો હોય પણ ... SDનો પ્રભાવ વધતો જતો હતો જીવનમાં... હકીકતમાં તો અત્યારે હાલ એવાં જ હતાં કે એ એના માટે જ કામ કરતો હોય ... એના મામા સામે જ એને ઉભો કરવા માં આવ્યો હતો....
આ બધું વિચારવાનું કારણ સવારે છાપામાં મળેલો સંદેશ જ હતો.. એ શાયરી....
SD અને શ્વેતલભાઇ ને સાચે જ શંકા પડી હશે ??? હા એ શ્વેતલ નું જોડે આવવું અસામાન્ય ન ગણત જો એ મેસેજ ન મળ્યો હોત...
એને ક્યાંય જવાનું તો હતું જ નહી એ ઘર ભણી જ ઉપડ્યો...
આ તરફ SD એ સંદિપભાઈ ને ફોન લગાવી દીધો,
સંદિપભાઈ ," હું તમને ફોન કરવાનો જ હતો ..."
"ઓહ કેમ એવું હતું? "
"હા! મને સેમ રિચાર્ડ કરીને એક ભાઇ હમણાં મળી ને ગયો... "
"ઓહો! એ ત્યાં પહોંચ્યો છે?
"કેમ અહિં એટલે? .."
"એ મને મળવા માંગે છે એવું એણે આકાશ દ્વારા કહેવડાવ્યું છે મને.."
એક મિનિટ આ આકાશ કોણ છે? એવું તો કોઇ તમારા સ્ટાફ માં... "
"ના એ મારા સ્ટાફ નો નથી પણ અંગત જ ગણો મળાવડાવીશ તમને હવે પછી... "
આમ તો સંદીપભાઈ ને ખબર જ હતી એ કોણ છે છતાં પુછ્યું .....
સંદિપભાઈ એ વાત નો દૌર હાથમાં લીધો, "એ સેમ રિચાર્ડ પહોંચેલો છોકરો છે દિલ્હી આર્કિયોલૉજિસ્ટ ડીપાર્ટમેન્ટ અને ખાસ તો ગૃહ પ્રધાન ની ચિઠ્ઠી લખાવીને આવ્યો હતો, હકીકતમાં મેં તમને જાણ કરી હતી એ બધું કરાવવા વાળો આ ભાઇ છે, એ મને આજે મળ્યો એ બીજી મુલાકાત હતી કાલ સાંજે પણ એ આવ્યો હતો.... "
"સંદિપભાઈ ફોન પર મજા નહી આવે , સાંજે હું જામનગર આવીને મળું તો??
"એ જ સારૂં રેહશે... "
"પણ ઘરે નહી કોઈક હોટેલ માં મળીશું .."
"સારૂં .." કહી મુકી દિધો ફોન...
"શ્વેતલ! આ સેમ ને મળવું પડશે .."
"કાલે આવવાનો જ છે ને... તમે ઓફિસનું થોડું કામ જોઇ લો હું બહાર બેઠો છું.... "
"ઉમેશ સાથે વાતચીત થાય છે કે નહીં ..."
આમ તો અઠવાડીયાથી નથી થઇ કાંઇક એસાઇનમેન્ટ મળવાનું છે એટલે બીઝી રહેશે એવું કહેતો હતો... "
"સારૂં સારૂં .."
SDએ શ્વેતલ ના મનની વાત જાણી લીધી હતી, અત્યારે એને જ વાત કરવા જઈ રહ્યો હતો..
****************** ****************
આકાશ સાડા ત્રણે પહોંચી ગયો તો શ્વેતલભાઇ પણ તૈયાર જ હતાં બંને જણ નીક્ળ્યા દિવાન સાહેબની ઓફિસમાં જવાં આકાશે આમ તો ઘણી બધી બાબતો વિચારી રાખી હતી કે શું કહેવું શું ન કહેવું...
"શ્વેતલભાઇ ... આવ ભાઇ આવ... "
"ઓહ તો આ એ જ છોકરો છે , બરાબર છે આ તો આવી ગયો છે મારી ઓફિસમાં ...બેસ દિકરા... ચા નો સમય છે ચા પી લઇએ પહેલાં.. "
"દિવાનસાહેબ મને શા માટે બોલાવ્યો છે એ કહેશો જરા...? "
"બેટા! એમ અથરો ન થા .." આકાશનો હાથ સહેજ દબાવી કહ્યું,
"જો મને એક કામ સોંપવામાં આવ્યું છે તો મારે એ માટે જાણકારી મેળવી લેવી જોઈએ ને? "
"અરે પણ મને આ બધું ઠીક નથી લાગતું એક બાજુ પેલો સેમ મને આડી અવળું કરી ને પુછે કે એ કોણ હતું જેણે તને ઈજા પહોંચાડી કોણ છે એ બ્લેકમેઇલર એક બાજુ શ્વેતલભાઇ ને SD જો કે એ પુછે એ તો સમજ્યા પણ હવે તમે ....."
દિવાનસાહેબ વાત સમજી ગયાં .....
"કોણ સેમ? એવી કોઈ વ્યક્તિ ની તો વાત જ નથી કરી SD એ..."
શ્વેતલભાઇ વચ્ચે બોલી ઉઠ્યા , "ત્યારે તો અમને પણ ખબર ન હતી અમને પણ આજે જ આકાશે કહ્યું... "
હા બોલ દિકરા તું યાર આકરો ન થા તું મને તારો વડીલ ગણી લે કાકો કે મામો... હા મને તારો મામો જ માની ને કહી દે શું વાત છે એ દિવસની અને આ સેમ ને... "
આકાશે માંડીને વાત શરૂ કરી અથથી ઈતિ સુધી
"આકાશ! ધારદાર આંખો એટલે ? અમુક ઉંમર પછીની ચશ્મા પહેરેલી આંખો ધારદાર જ જણાય કીકી સામાન્ય થી મોટી દેખાય ચશ્માં માં... આમ જુઓ તો મારી આંખ પણ ધારદાર જ લાગશે.. "
પછી કાંઈક અટકીને ," શ્વેતલભાઇ હવે તો એ કાંઈક આગળ પગલું ભરે તો જ આપણે પકડી શકીએ અથવા બીજો રસ્તો એ રહે કે તમે અત્યાર સુધી ના બધાં ટ્રાન્ઝેક્શન ના મૂળ પકડો તો કદાચ હાથ લાગે.... "
આકાશે પૂછ્યું ,"એટલે એ ફરી આવું કાંઈ કરશે ??"
આકાશે દિવાનસાહેબ ને જોઇ પુછ્યું પણ જવાબ શ્વેતલ ભાઈ એ આપ્યો ," આવી રકમો બેઠા બેઠા મળતી હોય તો કરે જ ને..?"
"જોઈએ ,જે કાંઇ હોય મને તરત જાણ કરશો... "
બહાર નીકળી ને શ્વેતલભાઇએ આકાશ ને કહ્યું , " અરે પણ આટલો બધો ગુસ્સે કેમ થયો હતો ભાઇ... "
"અરે યાર મને એમની સ્ટાઈલ ન ગમી આમ લાગે કે એ આપણી પર ઓળઘોળ થઈ ગયા હોય પણ આમ એ તમારા પર હાવી થઈ હીપ્નોટાઇઝ જેવું કરતાં હોય એવું લાગે એટલે જ મેં પહેલાં થી થોડી ઉગ્રતા પકડી .... બાકી કશુંય નહીં.... "
આકાશે મામા ને જે સમાચાર આપવાના હતાં તે આપી પણ દિધાં ને SD નું કામ પણ કાઢ્યું... પણ મામા હજી ય જંપવાના નથી જ એ વાત ખુંચી એમને જો કે હવે કમ સે કમ એકાદ વાર તો એમ કરવું જ રહ્યું એ વાત તો એને પણ ખબર હતી જ પણ કઈ રીતે??? અને જોખમ વધતું જતું હતું, જોખમ એટલે વધતું જતું હતું કે એ નજીક જાઈ રહ્યો હતો એ કુટુંબ થી , ગૌરી થી .... ઓહ ગૌરી ને મળે પાછા બીજા બે દિવસ વીતી ચૂક્યા હતાં અને એને કાંઇ કહ્યું પણ ન હતું .... મારે ગૌરી ને આમ અંધારા માં ન રાખવી જોઇએ, પણ એને કહીશ તો ય એને મારે ખોવી પડશે ....
અત્યારે જ મળવા જતો રહું ગૌરી ને??? ના અત્યારે ન જવાય કાલે સેમ મળવા આવવાનો છે સેમની મુલાકાત વખતે હાજર રહેવું જરૂરી રેહશે....
આકાશ આખા રસ્તે વિચાર તો બેસી રહ્યો પણ શ્વેતલભાઇ નું ધ્યાન નહોતું એ ય વિચારમાં જ હતો કે તરત જ નીકળી જવું પડશે જામનગર જવા માટે... એટલે એણે જ સામેથી કહ્યું આકાશ ક્યાં છોડું તને ઓફિસે કે પછી ....
"ઓફિસે જ મારી ગાડી ત્યાં છે ..."
આકાશને પાર્કીંગ માં ઉતારી શ્વેતલભાઇ SDની કેબિનમાં પહોંચ્યા ,બધી બીના કહી અને કહ્યું આપણે ક્યારે નીકળવું છે જામનગર જવા માટે...?
"બસ નીકળીએ..." પછી ઉમેર્યુ,
"રાતે મોડું થશે એટલે ગાડી એ રીતની લેજે.."
"સફારી લઇ લવું છું "
"ઓકે..."
બંને પૂરપાટ જામનગર રોડ પર પહોંચી ગયા ....
(ક્રમશઃ....)