પહેલા ભાગમાં આપણે જોયું કે રાઘવ અને ગુલામ અલી ખાઁ વચ્ચે કોઈ અગત્યની વાત પર હેમ રેડિયો પર ચર્ચા થાય છે અને તેઓ મળવાનું નક્કી કરે છે. બીજી તરફ મિલી પણ ચાઈના જવા નીકળે છે.
હવે આગળ......
******
બીજે દિવસે સવારે ગુલામ અલી કવેટા(પાકિસ્તાન )થી અફઘાનિસ્તાન જવા નીકળ્યો .પહેલા તો તેનો ઈરાદો પાકિસ્તાનના જ કોઈ બંદરથી માછીમારોની બોટમાં ભારત આવવાનો હતો, પરંતુ એ રસ્તો બહુ સેફ નહતો, કેમકે તેમા બન્ને દેશની નેવીનું જોખમ રહેલું હતું, અને તેમા તેની સલામતી જોખમાય એમ હતું.
આથી તેને પાકિસ્તાનથી ભારત વાયા અફઘાનિસ્તાન અને ઈરાન થઈને આવવાનું વધુ મુનાસિબ માન્યું. આ રસ્તે આવવામાં સમય વધુ બગડે પણ સલામતી પૂરી હતી, કારણ કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની બોર્ડર ક્રોસ કરવી સરળ હતી. અને રખે અફઘાનિસ્તાન માં કોઇ મુશ્કેલી નડે તો ત્યાં અફઘાનિસ્તાનની ભારતીય એલચીની મદદ આરામથી મળી શકે એમ હતી. ગુલામ અલી ઈરાનના ચાબહાર બંદર પરથી ઉપડતા વ્યાપારી જહાજમાં ભારત પહોંચવા માંગતો હતો.
રાઘવ સાથે વાત કર્યાના ચોથા દિવસે ગુલામ અલી ભારત પહોંચી આવ્યો. તેણે જહાજના કેપ્ટન સાથે વાત કરી મધદરિયે જ તેને જખૌ પાસે નાની ડિંગીમાં ઉતારી દેવા મનાવી લીધો, કેમકે જહાજ કંડલા બંદર તરફ જઈ રહ્યું હતું અને જો તે કંડલા જાય તો ઓફીશ્યલ પેપરવર્ક કરવું પડે અને કસ્ટમ્સને પણ જવાબ આપવા પડે, કારણ કે તે એક માલવાહક જહાજમાં યાત્રી હતો.
જોકે તે હવે ભારતમાં હતો,તેની પાસે પેપર પણ પૂરા હતા,અને કદાચ તે પકડાઈ જાય તોપણ કોઈ વાંધો નહતો, છતાં તે આ બધી લમણાજીકમાં પડવા નહતો માગતોં.
તેને જહાજમાંથી રબરની નાની ડિંગી પાણીમાં ઉતારી અને હલેસાં મારતો તેને જહાજથી દૂર લઈ ગયો. થોડી વાર પછી તેણે રાઘવ સાથે હેમ રેડિયો પર સંપર્ક કર્યો અને પોતાની લોકેશન જણાવી સાથે જ દરિયા કિનારે કંઈ જગ્યાએ તે સેફલી લેન્ડ કરી શકશે તેની પણ માહિતી માંગી. રાઘવ તેને એક લોકેશન જણાવે છે અને પોતે તેને લેવા આવશે તેમ જણાવ્યું.
લગભગ બે કલાક જેટલી સફર બાદ ગુલામ અલીને કિનારો દેખાયો. તેણે એક સાદા કંપાસ વડે પોતાની લોકેશનનો અંદાજ લગાવ્યો. રાઘવે તેને કહ્યું હતું કે જ્યારે તેને જખૌ બંદરની દીવાદાંડી દેખાય ત્યારપછી દક્ષિણ તરફ ત્રાંસમાં કિનારા તરફ આગળ વધવાનું હતું. તેણે એમજ કર્યું અને વધુ અડધી કલાકની મહેનત બાદ તે સહી સલામત કિનારે પહોંચી ગયો હતો.
કિનારા પર આવી તેને સૌથી પહેલા ડિંગી સંતાડવાનું મુનાસિબ માન્યું. કેમકે આ પ્રકારની ડિંગી જખૌ આસપાસના વિસ્તારોમાં વપરાતી નહતી. આથી તેને ડિંગીની હવા કાઢી તેને વજનદાર પથ્થર બાંધી સાથે દરિયામાં ડુબાડી દીધી.
ત્યારબાદ ગુલામ અલીએ પોતાની પાસે રહેલું ભારતીય સીમ કાર્ડ એક્ટિવેટ કર્યું અને રાઘવને ફોન કરી પોતાની લોકેશન જણાવી. લગભગ કલાક પછી રાઘવ જ્યારે ગુલામ અલીએ જણાવેલ લોકેશન પર પહોંચ્યો અને તેને પીકઅપ કરી પોતાના ઠેકાણે લઈ આવ્યો.
રસ્તામાં રાઘવને ગુલામ અલી પાસે વાત જાણવાની કોશિશ કરી પણ તેણે રસ્તામાં વાત જણાવી નહીં. રાઘવના સેફ પ્લેસ પર આવ્યા બાદ ગુલામ અલી ફ્રેશ થયો, એટલી વારમાં રાઘવે બન્ને માટે ચ્હા બનાવી અને ગુલામ અલીને એવી શું અગત્યની વાત હતી એ જણાવવા કહ્યું.
ગુલામ અલી - "મોટી માછલી કંઈ મોટો શિકાર કરવાની છે . "
રાઘવ-"શિકાર કોન છે? અને શિકારની લોકેશન? "
ગુલામ અલી -"એ મને ખબર નથી, પણ થોડા જ દિવસોમાં કંઈક મોટુ થવાનું છે."
રાઘવ-" તને કેમ ખબર? "
ગુલામ અલી -"ત્યાં (પાકિસ્તાનમાં) મારા અમુક કોન્ટેક્ટસ છે."
રાઘવ-"એ કોન છે? એ ભરોસાપાત્ર કેટલો? અને શિકાર કોન હશે? "(થોડ ગુસ્સામાં)
ગુલામ અલી -"કર્નલ મોહમ્મદ કમર આરીફ.એ આઈએસઆઈ અને ત્યાંની આર્મી અને બીજા ગ્રુપ્સ વચ્ચે લિંકનું કામ કરે છે. દસ દિવસ પહેલા જ તે ચાઈનાથી આવ્યો છે. તેના મોઢે જ મેં સાંભળેલું."
રાઘવ-"પરંતુ મોટી માછલી ડાયરેક્ટ શિકાર કરવા કેમ નીકળી? હોય શકે કે આ કોઈ અફવા હોય અથવા આપણે ફસાવવા માટેની ચાલ પણ હોય શકે."
ગુલામ અલી - "હોય શકે,(જરા રોકાઇને) તો પણ આપણે તપાસ તો કરવી જ રહી. ગયા વખતની જેમ અંધારામાં રહેવા કરતા એક વાર તપાસ કરી લેવી શું ખોટી."
રાઘવ-"ક્યાંક એવું તો નથી ને કે આપણું ધ્યાન ભટકાવવાની આ ચાલ હોય?"
ગુલામ અલી - "એ પણ હોય શકે,પણ મારી જાણમાં છે ત્યાં સુધી આ વાત સાચી છે. મે ચાઈના પણ તપાસ કરાવી, ત્યાં મારા વધારે કોન્ટેક્ટસ નથી એટલે વધારે જાણકારી નથી, પરંતુ શિકાર તો થવાનો જ છે. "
રાઘવને પણ ગુલામ અલીની વાત સાચી લાગે છે, એટલે તે આ વાત પોતાના બોસ કરવાનું મન બનાવી લે છે,ફોન લગાવવાની કોશિશ કરે છે.
પરંતુ ગુલામ અલી તેને અટકાવે છે, તેને કહ્યા મુજબ કદાચ ફોન ટેપ પણ થતો હોય, તો આપણી ઈન્ફોરમેંશન કંઈ કામ ન લાગે. આથી આપણે રૂબરૂ જ મળવું જોઈએ. રાઘવને પણ ગુલામ અલીની વાત સાચી લાગી, આથી તે બાય રોડ ભુજ અને ત્યાંથી વાયા મુંબઈ થઈ દિલ્લી પહોંચવાનું જણાવે છે.
ગુલામ અલી - "પરંતુ આ પ્રમાણે તો વધારે સમય લાગશે. "
રાઘવ-"તો બીજો શું રસ્તો છે? "
ગુલામ અલી -"આપણે નલિયાથી પ્લેનમાં જઈએ તો?"
રાઘવ-"પરંતુ એમાં આપણી ઓળખાણ છતી થઈ જાય તો? "
ગુલામ અલી - "ભલે થતી.પરંતું જો આપણે મોડા પહોંચ્યા તો પછી ઓળખાણનું શું કરીશું? "
આખરે ગુલામ અલી રાઘવને નલિયાથી એરફોર્સના પ્લેનમાં દ્વારા દિલ્હી જવા મનાવી લે છે. રાઘવ ફરી એક અજાણ્યા નંબર પર ફોન કરી પોતાનો પ્લાન જણાવે છે.અને કેટલી વારમાં તે લોકો નીકળી શકે તે વિશે જાણકારી માંગે છે.
સામે છેડેથી તેને કલાક પછી ફરી ફોન કરવાનું કહેવામાં આવે છે. કલાક પછી રાઘવે ફરી ફોન કર્યો, ત્યારે તેને જણાવવામાં આવે છે કે સાંજે સાત વાગ્યે તેઓનું પ્લેન ટેકઓફ કરશે. માટે સમયસર પહોંચી જવું. એટલું કહી ફોન કટ થઈ જાય છે.
રાઘવ પ્લેનનાં સમય વિશે ગુલામ અલીને જણાવે છે, અને સાથે જ તેઓએ પાંચ વાગ્યે અહીંથી નીકળવાનું છે એ પણ જણાવે છે.
ત્યારબાદ ગુલામ અલી થોડી વાર આરામ કરવા માટે સૂઈ જાય છે, કારણ કે આગલી રાત્રે શિપમાં પણ તે સૂતો નહતો અને પછી ડિંગી ચલાવી ચલાવી તેના બાવડા દુખતા હતા.
આજ સમયે રાઘવ પોતાનો જરૂરી સામાન પેક કરવા માંડ્યો અને બાકીનો સામાન અને અનેક ડોક્યુમેન્ટસ તેણે નષ્ટ કરી નાખ્યા, કેમકે ગુલામ અલીની જેમ જ તેને પણ નક્કી નહતું કે તે પાછો અહીં, આ જગ્યાએ આવશે કે નહીં અને જો તેનો આ સામાન અને ડોક્યુમેન્ટસ કોઈના હાથ લાગી જાય તો બોવ મોટી મુસીબત તેના માથે આવી પડે. માટે જ બધું નષ્ટ કરવું જરૂરી હતું.
આ બધું કામ કરતા કરતા બપોર થવા આવી. રાઘવે ગુલામ અલીને જગાવી ભોજન લેવા કહ્યું. ગુલામ અલીનો થાક પણ હવે ઉતરી ગયો હોવાથી તે પણ ફ્રેશ મહેસૂસ કરી રહ્યો હતો. આથી ભોજન કરી બન્ને ફરી રાઘવના ડોક્યુમેન્ટસને નષ્ટ કરવામાં લાગી ગયા.
લગભગ ચાર વાગ્યે બધું કામ પતાવી બન્ને જણા નવરા થયા. રાઘવે પાંચ વાગ્યે નીકળવાનું કહ્યું હતું, પરંતુ એ સાડા ચાર વાગ્યે જ નીકળી ગયા, કારણ કે રાઘવને કોઈ અગત્યનું કામ હતું.
બન્ને રાઘવના ઠેકાણેથી નીકળી પાસે એક ગામમાં ગયા, જ્યાં રાઘવે એક વ્યક્તિને એક પેકેટ આપ્યું અને કહ્યું કે જો એક મહિનામાં તે કોન્ટેક્ટ ન કરે તો જ આ પેકેટ ખોલવાનું, નહીંતર તેનું શું કરવું તે તેને ખબર છે.
ત્યારબાદ બન્ને નલિયા એરબેઝ તરફ જવા નીકળ્યા, જ્યાંથી સાત વાગ્યે એરફોર્સના વિમાનમાં તેઓ દિલ્હી જવા નીકળી ગયા.
*******
રાઘવનો બોસ કોન હતું? તે વ્યક્તિ કોન હતી જેને રાઘવે પેકેટ આપ્યું? એ પેકેટમાં શું હતું?
જાણવા માટે વાંચતા રહો,"અજાણ્યો શત્રુ "
તમારા અમૂલ્ય પ્રતિભાવ તથા સુચનો આપવાનું ચુકશો નહીં.
Divyesh Koriya
Wh no. :- 9265991971
જય હિન્દ.