(અત્યાર સુધીમાં જોયું કે ટીના એક નટખટ છોકરી હોય છે અને તે તેની સાથે ટ્યુશન માં આવતા રવિ ને ચાહવા લાગે છે. તે હંમેશા રવિ સાથે વાત કરવાનો મોકો શોધતી રહે છે અને એમાં એને રવિ નો નંબર મળી જાય છે પણ ફોન પર પણ વાત થતી નથી. એક વાર રવિ પણ ટીના સામે ઈશારો કરે છે અને ટીના માં થોડી હિંમત આવે છે. હવે આગળ.....)
બોર્ડ ની એક્ઝામ ને તો હવે ત્રણ મહિના જ રહ્યા હતા. ટીના વિચારી રહી હતી કે રવિ સાથે વાત કઈ રીતે કરવી. પેલા થયું કે ડાયરેક્ટ વાત કરી જોવ પણ એવી હિંમત ન ચાલી અને આમ પણ ટ્યુશન હતું એટલે કોઈ ને કોઈ તો હોય જ એટલે એ શક્ય પણ નોતું તો હવે કરવું શું.
ટીના એ ચિઠ્ઠી લખવાનું વિચાર્યું અને એક ચિઠ્ઠી લખી રવિ પર કે " હાઈ રવિ, કેમ છે તું ? મારે તારું એક કામ હતું તો શું આપણે મળી શકીએ ? કાલે તું થોડો વહેલા આવી શકે ટ્યુશન માં ". તો ચિઠ્ઠી લખી તો નાખી પણ હવે રવિ ને દેવી કઈ રીતે એ પ્રશ્ન હતો.
સાંજે ટ્યુશન માં ટીના એ જ વિચારતી રહી કે રવિ ને કઈ રીતે ચિઠ્ઠી આપુ. એવા માં રવિ એ ટીના ની સામે જોયું તો ટીના એ એને ચિઠ્ઠી બતાવી, અને રવિ સમજી ગયો કે એ મને દેવા માગે છે. એટલે ટ્યુશન છૂટી ગયા બાદ એ ઊભો રહ્યો અને ટીના એ એને ચિઠ્ઠી આપી જે વાંચી ને રવિ એ હા પાડી અને બને ઘરે જતા રહ્યા.
ટીના તો આજે સવાર થી બવ જ ખુશ હતી બસ સાંજ પડવા ની જ રાહ જોતી હતી, કે ક્યારે સાંજ થાય અને હું રવિ ને મળું. પણ આજે તો ટીના ને એક એક કલાક એક દિવસ જેટલી મોટી લાગતી હતી, જાણે સમય પસાર જ નથી થતો. કેટકેટલા વિચારો ચાલતા હતા એના મન માં રવિ સાથે કઈ રીતે વાત કરવી, શું વાત કરવી. અને હા ખાસ કરીને જે દરેક છોકરીઓ નો કોમન પ્રશ્ન હોય છે કે આજે શું પહેરી ને જાવ.
કેવું હોય છે નહિ, જ્યારે કોઈ આપણને ગમતું હોય અને એને પહેલી વાર મળવા જવાનું હોય, એ સમયે ઉભરાતી લાગણીઓ, મન માં થતો ગભરાહટ, હૈયા માં થતી ખુશી. કેટલી બધી લાગણીઓ એકસાથે થાય છે. બસ એમ જ થાય કે મળશું ત્યારે શું થશે, સામે થી કેવો રિસ્પોન્સ મળશે. મન ક્યાંક ખોવાઈ જાય છે એ તો ક્યાર નું સાંજ માં જ પહોંચી ગયું હોય છે, બસ શરીર થી જવાનું બાકી હોય છે.
ટીના તો 30 મિનિટ વહેલા પહોંચી ગઈ આજે તો, હજી રવિ નોતો આવ્યો, તે ત્યાં ઊભી રહી ને રાહ જોવા લાગી રવિ ની, 5 મિનિટ થઈ હજી નો આવ્યો રવિ, એટલે બસ વિચારો શરૂ કે એ આવશે તો ખરી ને , નહિ આવે તો, ના ના એવું તો ના કરે રવિ આવશે જ, બસ આમ મન ને મનાવા લાગી ગઈ ટીના. હવે તો 15 મિનિટ થવા આવી હતી, તો પણ રવિ નો દેખાણો, ટીના તો ઉદાસ થઇ ગઇ. આમ પણ હવે 5 મિનિટ માં તો બધા આવવા લાગશે. અને ત્યાં જ રવિ ની એન્ટ્રી થઈ અને ટીના ફરી થી ખુશ થઈ ગઈ.
આજે તો ટીના રવિ ને જોતી જ રહી, રવિ પણ નવા કપડાં પહેરી ને આવ્યો હતો, એકદમ હિન્દી ફિલ્મ ના હીરા જેવો લાગતો હતો. રવિ એ ટીના પાસે આવી ને હેલો કહ્યું પણ એ સાંભળે કોણ, ટીના તો રવિ ને જોઈ ને એના માં જ ખોવાઈ ગઈ હતી. રવિ એ ફરી વાર કહ્યું, હાઈ ટીના. ત્યારે ટીના નું ધ્યાન ગયું કે રવિ તેને જ બોલાવે છે પણ ટીના ના મોઢા માંથી એક શબ્દ ના નીકળી શક્યો. એટલે રવિ જ બોલ્યો.
રવિ : બોલ ટીના, શું કામ હતું મારું તે કીધું તું કે મારે તારું એક કામ છે.
ટીના : ઓહ હા, મારે તને કંઇક પૂછવું હતું.
રવિ : શું ?
ટીના : થોડા સમય પહેલા મેમ ને કોઈએ ફરિયાદ કરી હતી મારી કે હું તારી સામે જોયે રાખું છું. તો શું તને ખબર છે આવી ફરિયાદ કોણે કરી હતી ?
રવિ : ના, મને કોઈ આઈડિયા નથી આ વિશે.
બસ આટલી વાત થઈ ત્યાં તો બધા આવવા લાગ્યા એટલે ટીના અંદર જઈ ને બેસી ગઈ. આજે એ બવ ખુશ હતી કે રવિ આવ્યો અને થોડી વાત થઈ. હવે તો જ્યારે ને ત્યારે ટીના રવિ ના વિચારો માં જ ખોવાઈ જતી. હા, એ દિવસ પછી ટીના અને રવિ ની બીજી વાર વાત થઈ નોતી. ટીના ને એમ હતું કે રવિ સામે થી વાત કરવા આવશે પણ 3 દિવસ થઈ ગયા તો પણ રવિ એ એક પણ વાર ટીના ને ના બોલાવી.
કાલે રવિવાર હતો એટલે બપોર નું ટ્યુશન હતું. તો રવિ એ ફરી થી ટીના ને મળવાનું વિચાર્યું કેમ કે હવે એને પણ ટીના ગમવા લાગી હતી. એટલે આગલા દિવસે રવિ એ પણ ટીના ને એક ચિઠ્ઠી આપી જેમા લખ્યુ હતું કે "ટીના, શું આપણે કાલે ફરી થી મળી શકીએ અને જો શક્ય હોય તો તું 1 કલાક વહેલા આવી શકે જેથી શાંતિ થી વાત કરી શકીએ."
ટીના ને તો આજ જોતું હતું તો ના પાડવાનો કોઈ પ્રશ્ન જ ના હતો. બસ એ તો કાલ બપોર પડે એની રાહ જોવા લાગી. પણ આ સમય પણ કેવો હોય છે, જ્યારે કશા ની રાહ જોતા હોઈએ ત્યારે આગળ ચાલતો જ નથી ને જાણે એને મોકો મળી ગયો હોય આપણને વધુ તડપાવાનો એમ બસ કોઈ નવી વહુ ઘર માં પગલાં પાડે એમ ધીરે ધીરે જ આગળ વધે છે અને આપણી મજા લે છે. હા, પણ આ રાહ જોવી બવ મીઠી હોય છે. અને રાહ જોયા પછી મળવાની પણ અલગ જ મજા છે, સીધી રીતે કંઈ મળી જાય એમાં ક્યાં મજા છે.
હા, તો હવે ટ્યુશન જવા ને 30 મિનિટ ની જ વાર હતી, બપોર નો સમય હોવાથી ટીના જમી ને જવાની હતી પણ આજે જ કોઈ કારણસર એના મમ્મી ને મોડું થયું હતું રસોઈ માં તો હજી રસોઈ તૈયાર નોતી, એટલે ટીના એ ન છૂટકે વધુ રાહ જોવી પડી. પછી તો જેમ તેમ જમી ને જલ્દી થી ટ્યુશન જવા નીકળી પડી. પણ આજે જાણે બધી વસ્તુ સમય સાથે મળી ને ટીના ને હેરાન કરવા જ માગતાં હોય એમ, સાઇકલ માં હવા ન હતી. એટલે એને પેલા હવા ભરાવા જવું પડ્યું, ઘડિયાળ માં જોયું તો રવિ એ આપેલા સમય ઉપર 10 મિનિટ થઈ ગઈ હતી.
ટીના વિચારી રહી હતી કે, રવિ તો કયાર નો આવી ગયો હશે અને પોતાની રાહ જોતો હશે, બસ હવે જલ્દી થી જાવ હું પણ.
તો શું થયું હશે આગળ ? કેવી રહી હશે ટીના અને રવિ ની એ મુલાકાત ? એ જોઈશું આગળ નાં ભાગ માં.
વાચક મિત્રો, તમને કેવી લાગી રહી છે આ પ્રેમ કહાની, એ જરૂર થી જણાવજો. કોઈ suggestions હોય તો જરૂર જણાવજો અને હા, તમારા ratings and reviews આપવાના ના ભૂલતાં.