જે ઘટના બની તેનાથી તમારુ સમગ્ર અસ્તિત્વ હચમચી ઉઠ્યુ હતુ સનાયા. ઘડીક ભરતો તમને લાગ્યુ કે તમારી આસપાસ બધુ ગોળ ગોળ ફરી રહયુ છે. તમારો ગોરો ખૂબસુરત ચેહરો આશ્ચર્ય અને આઘાતથી સન્ન થઈ ગયો હતો
જીંદગીનુ ગણિતજ કંઇક અળવિતરુ છે સનાયા. આપણે જે ગણતરી કરતા હોઇએ છીએ તેનાથી વિપરીત ગણતરી ઉપરવાળા ના ચોપડામા થતી હોય છે. .આપણે જીંદગીના ગણિતના દાખલા મા જે સરવાળો કરતા હોઇએ છીએ તેજ દાખલાની ઉપરવાળાના ચોપડામા બાદબાકી થતી હોય છે સનાયા. અને આવુ કઇક બનશે તેની તો તમે કલ્પના સુદ્ધા ન હતી કરી.
અને જે કંઈ પણ બન્યુ છે તેજ સત્ય છે. .અને મને કમને પણ તમારે તેનો સ્વીકાર કરવો જ રહ્યો સનાયા. ઉપર વાળાએ તમારી નિયતી જ કઇક એવી લખી છે કે લાખ પ્રયત્નો કરવા છતા પણ તમે તેને બદલી નથી સકવાના.
કેટલા ખૂબસુરત દિવસો હતા ત્યારે તો..
મુંબઇની એ કોલેજના પહેલાજ વરસમા તમે હતા અને તમારી ખૂબસૂરતી પાછળ કઇ કેટલાય યુવાનો ફુલોની ની આસપાસ ભમરો મંડરાય તેમ તમારી આસપાસ મંડારાયા કરતા હતા..કઇ કેટલાએ પતંગાઓ તમારી ખુબસુરતી ની આગમા જલી મરવા બેતાબ રહેતા હતા સનાયા..અને તમે તમારી ખુબસુરતી પર ગર્વ અનુભવતા હમેશા આવા દિલફેંક અને ડરપોક મજનુઓથી દુરી બનાવી રાખતા હતા સનાયા..
પણ આ બધા યુવાનો મા એક અરહાન જ એવો
યુવાન હતો જેણે ક્યારેય તમને આકર્ષવાનો પ્રયત્ન કર્યો ન હોતો કે ના તો તમારી સામે આંખ ઉઠાવીને જોવાની કોશિશ કરી હતી..અને આજ કારણ હતુ કે જેથી બધાને છોડીને તમારા કુંવારા હૈયાની ધરતી પર અરહાન ના નામ નુ પ્રેમ અંકુર ફુટી નીક્ળ્યુ હતુ. અને એક દિવસ તમે લાઇબ્રેરી મા કોઈ પુસ્તક સોધી રહ્યા હતા ત્યાં અરહાન આવી ચડ્યો હતો અને તમારી તરફ એક ઉડતી નજર નાંખી કોઈ પુસ્તક લઇને અભ્યાસ મા પરોવાઇ ગયો હતો. અને આ તકનો લાભ લઈ તમે પણ હાથમા પુસ્તક લઇને વાત કરવાના ઇરાદે
બરાબર તેની સામેની સીટ પર બેસી ગયા હતા.
અને કોઇ પ્રશ્ન પર આવીને અટકી ગયા હોવાનો ડોળ કરી મુંઝવણ અનુભવતા હોવ તેમ તેમ પુસ્તક આકાશની સામે ધરીને તેની હેલ્પ માગી હતી..અને તેણે કોઈ પણ જાતની આનાકાની કર્યા વગર તમને બને તેટલી આશાની થી સમજાવીને તમારી મુઝવણ દુર કરી હતી. અને પછીતો તમારી અને અરહાન ની મિત્રતા વધતી ચાલી હતી.
પરંતુ તમારી વચ્ચે પ્રેમ સંબંધનો સેતુ હજુ સુધી સંધાયો ન હતો..તમે સ્ત્રી હોવાને નાતે પહેલ ન હોતા કરી સકતા. અરહાન ની આંખોમા તમે અનેક વાર ઝાંખવાની કોશિશ કરી હતી પરંતુ તેની કોરી આંખોમા હજુ સુધી આવી કોઇ લાગણી તમે વાંચી ન હોતા સકયા. જો કે તમારો અરહાન પ્રત્યેનો પ્રેમ હવે પરાકાષ્ઠા એ પહોચ્યો હતો..અને તમે અરહાન ની સાથે લગ્ન સુદ્ધા કરવાના સ્વપ્નો પણ સેવી લીધા હતા અને હવે એક બે દિવસમા તમે સામેથી તેની સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુકવાના જ હતા .અને તે દિવસે તમારી કોલેજનો એન્યુઅલ ડેનો કાર્યક્રમ પુરો થયો ત્યારે ત્યાં કાર્યક્રમના ચીફ ગેસ્ટ તરીકે પધારેલ મિસ આશિયાનો પોતાની મમ્મી તરીકે અરહાને તમારો પરિચય તેમની સાથે કરાવ્યો. અને ચાળીસમા વરસે પણ ખૂબસુરત અને ઝાંઝરમાન દેખાતા મિસ આશિયા પોતાની સોનેરી ફ્રેમના ચશ્મા મઢેલ આંખો વડે તમને જોતા સહેજ ચોંકી ગયા હતા સનાયા.. જો કે તેમના ચોંકવાના હાવભાવ ત્યારે તો તમારી નજર મા આવ્યા ન હતા.
શહેરની એક સામાજીક સંસ્થાના સ્થાપક એવા મિસ આશિયાએ અરહાન ના મિત્ર હોવાના નાતે તે દિવસે તમારી સાથે ખુબ પ્રેમથી વાત કરી હતી અને પછી તમારો કોન્ટેક્ટ નંબર પણ લીધો હતો અને તમને ખાસ પોતાના બંગલે આવવાનુ નિમંત્રણ આપી તે પોતાની કારમા બેસીને રવાના થઈ ગયા હતા.
અને ત્યાર બાદ બીજા જ દીવસે તમારા પર મિસ આશિયા નો ફોન આવ્યો હતો અને તમને એકલાજ તેઓની સંસ્થાની ઑફિસ પર મળવા બોલાવ્યા હતા..ત્યારે આમ એકલા બોલાવવા પાછળ શું કારણ હશે વિચારતા તમને થોડુ આશ્ચર્ય થએલુ સનાયા... અને તમે તમારા પિતાની ઇનોવા કાર લઈને મિસ આશિયાએ આપેલ સરનામે તેમને મળવા પહોંચી ગએલા.
તમે જ્યારે તેમની ઓફિસ પહોંચ્યા ત્યારે મિસ આશિયા કોઇ પુસ્તક વાંચવા મા મશગુલ હતા અને તમને આવિ પહોંચેલ જોઇ .., આવ આવ દિકરી. ..પોતાના હાથમા નુ પુસ્તક બાજુ પર મુકતા બોલી ઉઠયા હતા.., ''તુ પણ તારા પિતાની જેમ સમયની ખુબજ પાબંદ છે સનાયા..! અને આ મિસ આશિયા પોતાના પિતાને કેવી રીતે ઓળખે છે..? વિચારતા તમે ચોંકી ગયા હતા સનાયા. અને તમારા દીમાગનો આ વિચાર વિખરાય એ પહેલાજ તે બોલી ઊઠ્યા હતા.. લાગેછે તો તુ એહસાસ ની જ દિકરી. .ખરુ ને. .?
હાં આન્ટી. ..પણ તમે કેવી રીતે ઓળખો છો મારા પિતાને. ? કેહતા તમારુ આશ્ચર્ય બેવડાયુ હતુ સનાયા.
ત્યારે તમારા આ સવાલનો કેવી રીતે જવાબ આપવો તેની અવઢવ મા મિસ આશિયા મુકાઈ ગયા હતા . .અને પોતાની આંખો પરથી સોનેરી ફ્રેમના ચશ્મા ઉતારતા બોલ્યા હતા.., " " દિકરી. .! કેટલાક પ્રશ્નો એવા હોય છે જેના ઉત્તર આપવા ખુબજ કઠીન હોય છે ..કેહતા તેમનો ગોરા પ્રભાવશાળી ચહેરાપર ગંભીરતા ની લકીરો છવાઇ ગઇ હતી.
વરસો પેહલા હું અને તારા પિતા જામનગર ની કોલેજમા હતા ત્યારે એક બીજાના ગળાડૂબ પ્રેમમા હતા..કેહવુ કે ના કેહવુ ની ગડમથલ મા અટવાતા મિસ આશિયાએ આખરે કહીજ નાંખ્યુ હતુ.. પણ તેમના રૂઢિચુસ્ત ઘરવાળાઓને અમારો સંબંધ કોઇ કાળે મંજુર ન હોતો ..લગ્ન પહેલાની ભૂલને કારણે તેમના પ્રેમનુ અંકુર મારી કુખમા પાંગરી રહ્યુ હતુ અને એથી સમાજ અને કુટુંબથી બગાવત કરીને અમે કોર્ટમાં લગ્ન કરી લીધા હતા અને મુંબઇના મારા પિતાના બંગલે રહેવા આવી ગયા હતા અને ત્યાર બાદ અરહાન નો જન્મ થયો હતો ...કેહતા મિસ આશિયા પળવાર માટે રોકાયા હતા ..તો વળી અરહાન પણ તમારા પિતાનો જ બીજી માનો દિકરો છે અને તમારો ભાઇ છે એવી જાણ થતા જ તમને ઇલેકટ્રીક નો કરંટ લાગ્યો હોય તેમ તમે શોક થઈ ગયા હતા સનાયા.
પરંતુ બેટા...પાણીનો એક ઘૂંટ ગળા નીચે ઉતારીને તેમણે સહેજ સ્વસ્થ થતા કહ્યુ હતુ ..પરંતુ મોટા ભાગના પ્રેમ લગ્નો જેમ નિષ્ફળ જાય છે તેમ અમારા લગ્ન પણ સફળ થયા ન હતા. અને અમે ડિવોર્સ લઇ છુટા પડ્યા હતા. અને એહસાસ પોતાના ઘરનાઓની મરજી પ્રમાણે બીજા લગ્ન કરી જામનગર રહેવા ચાલ્યો ગયો હતો. અને હવે થોડાંક સમય થી ફરી મુંબઈ આવીને સેટલ થયો છે. આમ તુ અને અરહાન બે અલગ અલગ માં દ્વાર જન્મેલ એકજ બાપના સંતાન હોઇ સગા ભાઈ બહેન છો.
પરંતુ કાલે જ્યારે કોલેજમા અરહાને તારી મુલાકાત મારી સાથે કરાવી ત્યારે બિલકુલ તારા પિતા એહસાસ જેવો જ ચેહરો મહોરો ધરાવતી તને હું પ્રથમ નજરે જ ઓળખી ગઇ હતી બેટા... , " અને એટલે જ તને આમ આજે મે એકલીજ મળવા બોલાવી છે "માટે સનાયા...! કેહતા તેમનો અવાજ ગળગળો થઈ ગયો હતો .., " " " માટે તારા અને અરહાન વચ્ચેના સંબંધો ને આમ મિત્રતા સુધીજ સિમિત રાખજે ..અને અરહાન ને ભૂલથી પણ આ વાતની જાણ ના થાય તેની ખાસ કાળજી રાખજે.
અને તમે મનોમન જ ઉપર વાળાઓનો પાળ માની રહ્યા સનાયા..કે છેલ્લી ઘડીએ તેણે તમને સચેત કરી દિધા...!
અને પછી અરહાન ને આ વાતની જાણ ક્યારેય નહી થાય એવુ મિ આશિયાને વચન આપી તમે ત્યાંથી દોડતે પગલે નિકળી ગયા સનાયા.. અને બીજી જ પળે તમારી ઇનોવા કારમા બેસીને તમારા મુંબઇના મોહંમદ અલી રોડ સ્થિત બંગલા તરફ દોડાવી મુકી હતી અને
ત્યારે જ તમે ઓન કરેલા
મ્યુઝિક પ્લેયર માથી વિક્રમ ભટ્ટ ની વેબ સીરીઝ માયા થ્રી નુ આ લેટેસ્ટ સોંગ જાણે તમને અનુલક્ષીને ગુંજી ઉઠ્યુ
" કિસ્મત કે પન્નોં પે હમ સબ હૈ મોહરે. .હર ચાલ ચાલતા ખુદા..ચાહે ભલા હો ..ચાહે બુરા હો સબ કુછ હૈ કરતા ખુદા...!
( સંપુર્ણ )
******
S.S SAIYED
વહાલા વાંચક મિત્રો તમારો અમુલ્ય પ્રતિભાવ અચુક આપસો
sarfrazkadri50589@gmail.com