sikret jindgi - 14 in Gujarati Fiction Stories by kalpesh diyora books and stories PDF | સિક્રેટ જિંદગી - (ભાગ-૧૪)

Featured Books
Categories
Share

સિક્રેટ જિંદગી - (ભાગ-૧૪)



તે આજ ઈશ્વરનો આભાર માનતી હતી.અલિશા પાત્રીસ વષઁની હવે થઇ ગઇ હતી.તેના માં એ કહેલ એક એક શબ્દે તે જીવી રહી હતી.ડેનીન અને અલિશા સરસ જિંદગી જીવી રહ્યા હતા.આજે વાર રવિવાર હતો ડેનિન અને અલિશા દરેક રવિવારની જેમ આજે પણ કોઇ સારી જગ્યા પર જવાનું નક્કી કરુ.

અલિશા અને ડેનીન દરિયા કાંઠે પહૉંચ્યા,ઈશ્વર કેવી અજબ દુનિયા બનાવી છે.કેમ અલિશા તું આજ એવુ કહી રહી છે.કેમકે ડેનીન હું તને જાણતી પણ નૉહતી એક સમયે અને આજ હું તને અનહદ પ્રેમ કરી રહી છું.ઈશ્વર કેવી સરસ સૃષ્ટીનુ સજઁન કર્યૃ છે.હા" અલિશા...!!!પણ મારી જિંદગીથી હજી મને સંતોષ નથી ડેનીન.મારું મન શાંત થવાનું નામ નથી લેતું.અલિશા સામે ડેનીન થોડી વાર જોય રહ્યો ..

તું શું કહેવા માંગે છો.?.ડેનીન તને નથી લાગતું કે પૈસા કમાઈને ગરીબને હું આપું એમ દુનિયામાં ઘણાં લોકો ગરીબોને આપે છે.આપણે તો ગરીબોને ફક્ત ભોજન જ આપીએ છીએ.લોકો કપડા, મકાન, ઘણું બધું આપી રહ્યા છે.કાલે હું મારા પગને ચેકઅપ કરવા માટે હોસ્પીટલ ગઇ હતી

"ડેનીન "ત્યાં કોય ગરીબ માણસ ડોકટર પાસે ભીખ માંગી રહ્યો હતો.તેની પત્નીની સારવાર માટે..
તે ગરીબ માણસની પત્નીના પેટમાં નવ મહિનાનું બાળક હતું.તે તડકામાં ભર ઉનાળે ડોકટર સામે આંસુ સારી રહ્યા હતા બન્ને લોકો. પણ " ડોકટર તેની સામું જોવા પણ તૈયાર નોહતો.તેની કોઇ મદદ પણ નોહતુ કરી રહ્યું ..


અલિશા તો તારા તેની મદદ કરવી જોયે.હા" ડેનીન મે તેની મદદ કરી..અને ડોકટરને પૈસા પણ મે આપવાની વાત કરી.ડોકટરે થોડીવાર પછી તેને દાખલ પણ કરી,પણ અફસોસ.તે બાળક મૃત્યુ પામ્યું.ડેનીન મને ઘણુ દુ:ખ થયું.


જે માતા એ નવ નવ મહીના સુધી પેટમાં રાખેલ બાળક થોડીક ક્ષણ અને પૈસાને કારણે મુત્યુ પામ્યું.જન્મતાની સાથે જ મુત્યુ પામેલ બાળક જોયને રડી રહેલ માતાનું હું રુદન ન જોઇ શકી ડેનીન.પણ મને થયું ડેનીન દેશમાં આવી ઘણી બધી મહિલાઓ ને ફક્ત પૈસાને કારણે બાળકનો જીવ ગુમાવવા પડતો હશે.તો તુ એમ કહેવા માંગે છો ?કે આપણે તે બધી મહિલાઓની મદદ કરવી જોઇએ.તેનામાટે તું શું કરવા માંગે છો અલિશા..!!!!!

હું એક સ્ત્રીને બધા જ પકારની સગવડ બાળકની ડીલીવરી સમયે મળી રહે તેવું એક સ્ત્રી સંગઠન ઊભું કરવા માંગું છું.એક સ્ત્રી એ સ્ત્રી માટે એટલું તો કરી જ શકેને ડેનીન,હા' અલિશા તારી વાત સાથે હુ સંમત છુ અને તારે તે કરવુ જોઇએ.

અલિશા મુંબઇની દરેક હોસ્પીટલમા જઇ રહી હતી ત્યાં સ્ત્રીઓ સાથે વાત કરી સ્ત્રી સંગઠનમાં જોડવાનું કહી રહી હતી.માત્ર છ મહીનામા અલિશા સાથે ૨૫૦૦૦ સ્ત્રીઓ જોડાણી.અલિશા એ માત્ર છ મહીના મા એટલા પૈસા ભેગા કર્યા સ્ત્રી સંગઠન માટે કે અલિશાને પણ આજ વિશ્વાસ નોહતો આવી રહ્યો.અલિશા ગમે ત્યારે ફોન આવે મદદ માટે દોડી જતી હતી.અલિશા તેના જીવનમાં એક પછી એક કામ કરી રહી હતી.


તે દરરોજ ઘણી બધી સ્ત્રીઓની મદદ કરી રહી હતી.એક સ્ત્રીનો સૌથી મોટો ધમઁ એ છે કે તે આગળ જય કોય બીજી સ્ત્રીની મદદ કરે.ભારત દેશમાં સ્ત્રી આજ પણ પુરષ પર રાજ કરે છે.પણ કયા?
ઘરમાં જ ને?જો સ્ત્રી ઘરમાંથી બાહર નીકળશે તો એ પણ દુનિયા બદલી શકશે.પણ' આજ પણ સ્ત્રીને પુરુષ ઘરમા રાખવા માંગે છે..તું આમ ન કરી શકે?તારે આમ જ કરવાનું ?તુ બહાર કઇ જઇ ના શકે..આ બોલનાર પુરુષ છે.પણ સ્ત્રી એ યાદ રાખવું જોઇએ કે મારી પણ જિંદગી છે.મારી જિંદગી બીજાને અધારે શા માટે હું જીવું. હું પણ એક ઈશ્વરની સંતાન છું .


સ્ત્રીને ચાર દિવાલમાંથી બહાર નીકળું જોયે.તો જ સ્ત્રીને ખબર પડશે કે દુનિયા કેવી છે
દુનિયાને ચલાવનાર કોણ છે.જેમ પુરુષ તેના જીવનમાં કઇક કરી બતાવાવ સક્ષમ હોય છે તેમ સ્ત્રી પણ એટલી જ સક્ષમ હોય છે.સ્ત્રીના અધિકારો હજી પણ લોકો છીનવી રહ્યા છે.શું સ્ત્રી કાર ન ચલાવી શકે..?શું સ્ત્રી પ્લેન ન ઉડાવી શકે..?કરી શકે .. કેમ નહી..સ્ત્રીમાં એટલી તાકાત છે કે તે કઇ પણ કરી શકે છે..અલિશા જાણતી હતી હુ જીવનમાં હજી પણ ઘણું બધું કરી શકુ છું.કેમકે ઈશ્વર મારી સાથે છે અને હું ઈશ્વરની સંતાન છુ.



અલિશા માટે હવે લોકોના કામ કરવા એ જ મોટામાં મોટો ધમઁ બની ગયો હતો.હુ કઇ પણ કરું પણ તે ગરીબની હીત માટે હોવું જોયે.અલિશા અને ડેનીન આજ ચુપચાપ તેની ઘરની બાજુમાં રહેલ ગાડઁનમા બેઠા હતા.અચાનક અલિશા એ કહ્યુ ડેનિન મારું એક સપનું છે.કે આ દુનિયાને નિહાળું.મારે દરેક જગ્યાએ જઈને સુખની અનુભૂતિ કરવી છે.હું ભારતનો પ્રવાસ કરવા માગું છું.પણ તારા આ પગ વગર તને મુશ્કેલી પડશે.ના ડેનીન.વૃદ્ધોનાં કમજોર શરીર,કાપંતા હાથ- પગ મને સંકેત આપે છે કે સમય એક સરખો રહેતો નથી.


સમય એક વાર ગયા પછી બીજી વાર કયારેય મળતૉ નથી.પગનો હોય તો પણ દુનિયામાં ફરી શકાય ડેનીન.હા તારી વાત સાચી છે,તું જઇ શકે છોં અલિશા હું જાણું છુ અલિશા તુ જઇશ તો એક સારા કામ માટે જઇશ..અને ત્યાંથી ઘણું બધું શીખીને આવીશ.હું આપણી ટીફીન સેવા અને હોટલ સંભાળી લઇશ..

થેન્કયુ..! ડેનીન .!.અલિશા ડેનીનના ગળે વળગી પડી..

અલિશાનુ મન નોહતુ માની રહ્યું આ બધુ મુકીને હું પ્રવાસે જાવ.પણ આ બધુ ઈશ્વર આપેલ ભેટ છે.આમાં મારી એક પણ વસ્તુ નથી.સવાર પડતા જ તેણે પ્રવાસની શરુવાત કરી.તે જાણતી હતી કે આ મારા જીવનનો મહત્વનો પ્રવાસ છે.તે જાણવા માંગતી હતી કે લોકોનું જીવન કેવું છે.ગરીબ લોકો તેનું જીવન કેવી રીતે વિતાવે છે.

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા.

આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવસ્ટોરી,
ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ,અલિશા ,થાર મરુસ્થળસંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.



મો-8140732001(whtup)