Ek Vadaank Jindagino - 5 - Last part in Gujarati Motivational Stories by Dr Riddhi Mehta books and stories PDF | એક વળાંક જિંદગીનો - ૫ ( સંપૂર્ણ )

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

એક વળાંક જિંદગીનો - ૫ ( સંપૂર્ણ )

પુજા તે પુસ્તક શરુઆતથી વાંચવાનું શરૂ કરે છે... પહેલાં ત્રણ પેજ કોરાં હોય છે..આ જોઈને પુજાને નવાઈ લાગે છે કે કોરાં જ રાખવાં હોય તો પુસ્તકમાં કેમ રાખ્યા હશે ?? આગળ છતા પેજ ફેરવે છે અને ચોથા એ પેજ પર થોડાં પર મોટા અક્ષરે લખ્યું છે..." જિંદગી જ્યારે આવા કોરાં કાગળ જેવી લાગે છે.... જીવવાનું કોઈ કારણ ના રહે... ત્યારે મને વાંચો......"આખો વાંચે તે થાય...".... આત્મહત્યા ક્યારેય ન કરો..... અમૂલ્ય જીવનને જીવી જાણો.

પુજાને ખબર નહીં એક એક પેજ વાંચતા તેની ઈતજારી વધી રહી છે...તે વિચારે છે એવુ તો શું છે આ પુસ્તકમાં....??

ત્યાં લખેલુ છે‌... "આત્મહત્યા જરૂર કરજો...પણ આ પુસ્તક સંપુર્ણ વાંચીને.... ઉતાવળ હોય તો પણ....."

એક કલરફુલ લખાણવાળી અને એ પણ આવી આકર્ષિત બુક.... આત્મહત્યા વિશે.....

એક પછી એક પાના ફરતા જાય છે....તેના મગજમાં હકારાત્મક વિચારો આવતા જાય છે....આ પુસ્તક એવુ કોઈ જાદુઈ નથી કે માણસ જે વિચારે એ થાય.....પણ માણસના વિચારો અને તેની માનસિકતા તેના જીવનમાં બહુ મહત્વ નો ભાગ ભજવે છે.....

તેમાં એક પેજ પર લખેલું આવે છે..."આ એક સામાન્ય પુસ્તક નથી પણ ગણી વિદ્યા અને સાધનાથી પવિત્ર બનેલુ પુસ્તક છે.... હકારાત્મક અભિગમ થી ભરપુર છે...તેના એક એક શબ્દોથી તમારામાં એક પોઝિટીવીટીનો સંચાર થાય છે....તમે જે પણ વાચો છો એ તમે અનુભવો છો... વાસ્તવમાં તે હોતુ નથી...પણ આવુ થઈ જ શકે એની કલ્પના વિચાર માણસને એ વસ્તુ કરવા માટે પ્રેરે છે‌.‌."

જિંદગી નો અંત લાવવો એ કોઈ પણ વસ્તુ નો ઉપાય નથી...તમારા જવાથી જિંદગી પુરી નથી થઈ જવાની...એની પરિવાર ના કેટલા લોકો પર અસર થાય છે...કેટલાય જીવન ખોરવાઈ જાય છે...

કરવુ જ છે તો તમારી જાતને બદલો...સહન કરવા માટે નહી પણ લડત માટે તૈયાર કરો....તમે જ્યાંથી નિરાશા અનુભવો છો ત્યાથી જ તમારી લડત શરૂ કરો....

એક પછી એક પાના ફરતા ગયા...પુજા ની જીવન જીવવાની આશા પ્રબળ બનતી ગઈ.‌...તેને એક સત્ય સામે લડવાની આશા જીવંત બની....

તેને પેલુ રાજકુમારી વાળુ પેજ ફરી વાંચવામાં આવ્યું હવે તેને સમજાયુ કે તેને જે લાગ્યુ હતુ એ તેનો એક ભ્રમણા કે જે illusion...કહી શકાય.....

તેને સમજાયુ કે મે એ વાંચ્યું અને એ રાજકુમારી તરીકે જ મારી જાતને કલ્પવા લાગી.‌.‌...એટલી આતુરતા હતી કે પુજાએ લગભગ આખી બુક વાચી દીધી....

તેના પર થોડો તડકો પણ આવવા લાગ્યો છે...ભૂખ પણ તેને યાદ ન આવી.....હવે છેલ્લા બે પેજ વાચ્યા વિના રહી શકતી નથી....

તેમાં લખ્યું છે....."હવે તમે આત્મહત્યા માટે જઈ શકો છો તમારામાં જિદગીને છોડવાની હવે તાકાત હોય તો....વેલ્કમ ટુ મોસ્ટ ફેવરિટ સુસાઈડ પોઈન્ટસ......."

પુજાને બહુ સમજાયુ નહી,. પછી તેણે લખેલુ વાંચ્યું કે "હુ કંઈ પાગલ કે ચસકેલ હોય એવી વ્યક્તિ નથી....હુ આ તબક્કામાં થી પસાર થયેલી વ્યક્તિ છું...આ પછી જ મે આ પુસ્તક લખ્યું છે...હુ કોણ છું એ જાણવાનુ મહત્વ નુ નથી પણ મને સો ટકા વિશ્વાસ છે કે જો તમારામાં આ પુસ્તક સંપુર્ણ વાચવાની ધીરજ રહી હશે તો તમે ક્યારેય આવુ આડુ પગલુ ભરીને જીવન ટુકાવવાનુ વિચાર પણ હવે નહી કરો...."

તેમા છેલ્લે લખ્યું છે કે , "મારી પાસે અઢળક સંપતિ હોવા છતાં હુ પણ એક વાર આત્મહત્યા માટે ગયેલો....પણ એક મને આત્મસ્ફુરણા અને એક પોઝિટીવીટીનો મારામા સંચાર થયો...પછી મે આ વિચાર પડતો મુકીને બહુ ગહન સાધના કરી...અને આજે હુ આ માટે ઠેરઠેર સેમિનાર કરતો રહુ છું..."

"હુ બહુ જગ્યાએ ફર્યો...ઘણા લોકોને મળ્યો.....મારાથી બનતી જગ્યાઓ શોધી કે જ્યાં લોકો મોટે ભાગે તેમના જીવનનો અંત માટે સારુ સ્થળ માનતા હોય છે... ત્યાં મે મારા આ પુસ્તકો મુકાવ્યા છે....કોઈ કદાચ આ માનશે પણ નહી અને મને પાગલ કહેશે....પણ આ એક સત્ય હકીકત છે..‌.જેથી કોઈની જિંદગી બચી જાય....એક એક વ્યક્તિ સુધી પહોંચવા ની તો મારી તાકાત નથી...પણ જેટલાની જિંદગી બચાવી શકું એ મારા જીવનની ધન્યતા છે...."

આ જ પુસ્તક વાંચીને તમારી જિંદગી બચી હોય તો તમે ફક્ત મને આ એક નંબર પર એકવાર ફોન કરજો...તો મને થશે કે મારૂ કામ ખરેખર કોઈને મદદરૂપ બની રહ્યું છે.......

પુજાને ફોન કરવાની ઈચ્છા થાય છે....પણ મોબાઇલ નથી....તે હવે ઘરે જવાનુ નક્કી કરે છે...અને મંથનને તે પોતાની ઈચ્છા મુજબ જ ટેકલ કરશે....તેના દીકરાનુ જીવન ખરાબ નહી થવા દે.......

તે નક્કી કરે છે કે હુ મંથનને સુધારવા પ્રયત્ન કરીશ.... છેલ્લે નહી થાય તો હુ પરમની સાથે લઈ ને તેની સાથે છુટાછેડા લઈને એક સ્વતંત્ર જીવન જીવીશ....

તેને આ પુસ્તક ઘરે લઈ જવાની ઈચ્છા થાય છે પણ તે વિચારે છે કે આ હુ ઘરે લઈ જઈને મુકી દઈશ...એના કરતા એ જગ્યા પર મુકી દઉ....મારી જેમ કદાચ કોઈની જિંદગી પણ બચી જાય !!!

અને તે ઘરે જવા પાછી ફરે છે પણ સુમસામ હોય છે....તેને રસ્તો પણ ખબર નથી એટલી આગળ ચાલતી ચાલતી ક્યા આવી ગઈ છે તેને પણ ખબર નથી...

છતાં તે હિમત હાર્યા વિના ચાલવા લાગે છે...ઘણુ અંતર કાપ્યા બાદ એક રોડ પર પહોચે છે.... જ્યાં થોડી સાધનોની અવરજવર ચાલુ હોય છે...તે પહોંચી ને ઘણા વ્હીકલો ઉભા રખાવાની કોશિષ કરે છે પણ કોઈ ઉભુ રાખતુ નથી....આખરે ભુખ, તરસ અને ભયંકર સુર્યનો તાપ ને કારણે તે રસ્તા પર જ ઢળી પડે છે....

*. *. *. ‌*. *.

મંથન સવાર સવારમાં તેને એક બે જગ્યાઓ જ્યાં તેને મોટે ભાગે લોકો સુસાઈડ કરતાં હોવાનુ સાંભળ્યું છે ત્યાં તપાસ કરે છે પણ કોઈ હોતુ નથી ત્યાં અને કોઈ ઘટના બન્યાના સમાચાર પણ નથી મળતાં.....તે શોધતો શોધતો આ એ જગ્યા એ પહોચે છે જ્યાં પુજા બેભાન થઈ ને પડેલી છે..

એકાએક ગાડી લઈને જતા તે કોઈને રસ્તા પર કોઈને પડેલુ જોઈને ગાડી ઉભી રાખે છે અને જુએ છે તો એ પુજા જ હતી...તેને જોઈને મંથન ખુશ થઈ જાય છે....અને પહેલી વાર આજે તે અલગ લાગણી સાથે તેને ઉપાડીને ગાડીમાં સુવાડે છે...અને પહેલા તેને ઘરે લઈ જવાને બદલે એક હોટેલમાં લઈ જાય છે...

થોડી વાર પછી ત્યાં પુજા આખો ખોલે છે...તો તે એક રૂમમાં હોય છે અને મંથન પાસે બેઠેલો હોય છે....તેને પુજાનો હાથ પકડેલો હોય છે....પુજા એકદમ જ હાથ ત્યાંથી લઈ લે છે....તેના ચહેરા પર જાણે એક ગુસ્સાનો ભાવ આવી જાય છે....

એકદમ તેની નજર બરાબર મંથનના ચહેરા પર જાય છે તો તેની આખો ભરાયેલી હોય છે....પુજાને તે કહે છે, પુજા...આઈ એમ રિયલી સોરી.......!!

તે જાતે જ તેને આજ સુધી પુજાને કેમ અને કેવી રીતે પુજાને જોતો હતો...એ બધી જ વાત કરીને તેની ખરા દિલથી માફી માગે છે....‌.આજ પછી તુ તારી મરજીથી જીવી શકે છે....અને તારી જેમ મરજી હશે એમ જ હુ કરીશ...તારા પર કોઈ પણ પ્રકારનો ફોર્સ નહી કરૂં.

પુજા ને તે ત્યાં કેવી રીતે પહોંચી અને શું થયું એ વિશે પુછે છે એટલે પુજા બધુ કહે છે....અને મંથન ફરીવાર પુજાને સોરી કહે છે.....

પુજાને મંથનમા ફરક આજે સિરિયસલી લાગ્યો...તેની આંખો મા આંસું આવી ગયા....તેને આજે તેના જીવનમાં એક નવો વળાંક આવ્યો હોય એવુ લાગ્યુ....‌કારણ કે જીવનના અંત માટે ગયેલી તેને એ એક પુસ્તકે તેનામાં એક નવી જીવન જીવવાની આશા આપી‌....અને એ સાથે જ મંથનના જીવનમાં પુજા થોડા સમય માટે જ દુર જવાથી પણ એનામાં આજે એક જીવનપરિવર્તન આવ્યું.....

તે ખુબ ખુશ થઈ ગઈ....અને મંથન ને ભેટી પડી અને તેને માફ કરી દીધી....અને મંથને પણ હવે રજત જેવા કોઈ દોસ્તો સાથે સંપર્ક નહી રાખે....અને પુજાને તે સંપૂર્ણપણે વફાદાર રહીને તેને નિઃસ્વાર્થ પ્રેમ કરશે એવું વચન આપે છે....અને તે એક દિવસ તેને નવુ જીવન જીવવાની આશા આપનાર એ પુસ્તક લખનારને ફોન કરે છે એટલે એ વ્યક્તિ એકદમ સંતોષ ની લાગણી અનુભવે છે......!!

આમ એક વળાંક પુજાના જીવનમાં એક નવો વળાંક લાવે છે.....અને તેની નવી ખુશાલ અને સંતોષપુર્ણ જિંદગી ની શરૂઆત થાય છે.....!!!

" સંપુર્ણ "

*. *. *. *. *. *.

ડૉ.રિધ્ધી મહેતા "અનોખી"

આ સાથે જ મારી બીજી નવલકથા સફરનાં સાથી, મહેકતી સુવાસ, કરામત કિસ્મતની, સંગ રહે સાજનનો, અતુટ દોરનું અનોખું બંધન, કળયુગના ઓછાયા, પ્રિત એક પડછાયાની આ બધી જ ધારાવાહિક રોમાંચ, રોમાન્સ, રહસ્યો, હોરર, બધાંથી ભરપૂર છે. વાંચીને આપનાં અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો....