Talk with Myself in Gujarati Motivational Stories by gandhi books and stories PDF | સંવાદ પોતાની સાથે

The Author
Featured Books
Categories
Share

સંવાદ પોતાની સાથે

કોઈ પણ વાતને સાબિત કરવાં શકિત ની નહીં પણ સહનશક્તિ ની જરુર પડે છે
માણસ કેવાં દેખાય એનાં કરતાં કેવાં છે એ મહત્વ નું છે સૌંદર્ય નું આયુષ્ય માત્ર જુવાની સુધી અને ગુણો નું આયુષ્ય આજીવન રહે છે...!!
આજ વાત માટે કહેવું છે કે જિંદગી માં કાઈ પણ કરતા પહેલા એકવાર પોતાની સાથે સંવાદ કરવો જરૂરી છે..
વિચાર કરીને જ ભરેલા પગલાં માં એક વાત છે કે જો જાતે વિચારીને નિર્ણય લઈ કર્યું હોય કોઈ કામ તો બીજા કોઈને દોષ નઇ આપી શકાય અને જે પરિણામ આવે એ આપણા માથે જ રહે..
સલાહ અને અમલ :
આ એક પ્રકારનું કબુલાતનામું છે...
છેલ્લા બે-ત્રણ વરસથી હું અનેક પ્રકારના લેખ લખીને લોકોને વણ માગી સલાહ આપ્યા કરૂં છું.
લખ્યા પછી મેં મારી જાતને પ્રશ્ન પૂછ્યો કે મેં મારા જીવનમા આમાથી કેટલી સલાહનો અમલ કર્યો છે ?
જવાબ બહુ સ્પષ્ટ છે, બહુ થોડી અને એ પણ ઘણી મોડી.
તો પછી આ લેખો લખીને લોકોને શા માટે સુફીયાણી સલાહો આપું છું ?
મારી પાસે એનું કારણ છે. એ સલાહોનો અમલ ન કરીને મેં જીવનમા ઘણી તકો ગુમાવી છે, ઘણા કષ્ટ વેઠ્યા છે. ખૂબ પસ્તાવો પણ થયો છે.
જે સલાહોનો મેં મોડેથી પણ અમલ કર્યો છે, તેનો મને ફાયદો થયો છે. અમુક ક્ષેત્રોમા મારા જીવનમા અશાંતિ ઘટી છે. કેટલીક નાની નાની આદતો તો મેં જીવનના દાયકા વિત્યા પછી સુધારવા પ્રયત્ન કર્યો છે અને એના ફાયદા જોઈ ને પસ્તાવો થાય છે કે મેં વર્ષો પહેલા કેમ આવું ન કર્યું ?
મારો આ પસ્તાવો જોઈ ને મનમા એવી ઈચ્છા રાખીને લખું છું કે કદાચ કોઈ મારી જેમ મોડા ન પડે.
હું જાણું છું કે સલાહનો અમલ કરવો, સલાહ આપવા જેટલું સહેલું નથી, પણ જો અમલ કરવા ઈમાનદારી થી પ્રયત્ન કરીએ તો એટલું અઘરૂં પણ નથી...
મારી જેમ મોડા પડવાના પસ્તાવાથી બચવું હોય તો જ્યાંથી પણ સારી સલાહ મળે તેના પર વિચાર કરી અમલ કરવાનું શરૂ કરો..
ક્યારેક કહેવાય કે યુ હી કટ જાયેગા સફર સાથ ચાલને સે પણ ક્યારેક કોઈ જગ્યા એ તો એકલા ચાલવું જ પડે છે
એકલા ચાલીને અનુભવ થાય એ કામ લાગે છે...
કારણ એજ કે કોઈ વચ્ચે થી મૂકી જાય તો દુઃખ ન થાય. .
ક્યારેક આવી સલાહ અને અમુક અનુભવ કામ લાગે છે.

તને ક્યારેય મળી નઇ શકું
પણ એક મોકો મળ્યો કે તને કહી શકું
એ બધી કડવી વાતો

મળશે સમય ઘણો જખ્મો ભરવા માટે,
કારણ તું હજુ વડીલ નથી
તને તો પાંદડા પણ ફૂલ દેખાય છે

તારી ઘણી ઈચ્છા થઈ જાય છે પુરી
તું મહિના પહેલા થી બર્થડે મનાવે છે
પણ એ ચમકતી ગિફ્ટ સામે
હજુ આશીર્વાદ જ માંગે છે.

ઉછેર માં ક્યારેય કોઈ કસર નથી
છતાં અત્યારે લોકો જિંદગી માં ઝેર ફેલાવે
ગ્લાસ માં હતું અત્યાર સુધી દૂધ
હવે કોફી જ હોય છે

ઉડી જાય ઊંઘ ક્યારેક આંખો માંથી
કે રાતો ઘણી જાગવું પડે છે
પહેલા લાગતું કે નાની વાત માં નવું
પણ હવે આદત પડી ગઈ છે

ક્યારેક કોઈ દિવસે જરૂર હોય
ભીડ માં પણ એકલુ લાગ્યું હતું
તારા વિચારો નો વિરોધ કરશે દુનિયા
પોતાના વિચાર થી જ હારી જઈશ તું,

વિચાર્યું હતું ઘણું કરી લઈશું
પણ ક્યારેક અટકી પડાય છે
આજે બધાને પોતાને જ જીવવું છે
બાકી બીજા ભલે મરતા હોય

'હાર્દિક' તને ક્યારેય હવે મળી નઇ શકું હું,
પણ એક મોકો મળ્યો હતો તારી જોડે વાત કરવાનો

::હાર્દિક ગાંધી