મારા બંને આખાય હાથ એકદમ લોહીથી ભરેલાં હતાં. આંખો હજી પણ આ હકીકત માનવા માટે તૈયાર ન હતી. હદયના ધબકારા એકદમ ઝડપથી ધબકી રહયા હતાં. બંને આંખોને અત્યારે ખુબ જ રડવું હતું. પણ ખબર નહિ કોણ જાણે અત્યારે આંખ માંથી એક પણ આંસુ આવી રહયું ન હતું. મારું આખુય શરીર ધ્રુજી રહયું હતું. જયારે તેનું લોહીથી ભરેલું મોઢું મારા ખોળામાં રહેલું હતું. તેનું આખુય શરીર હવે સુન્ન પડી ગયું હતું. તેનો શ્વાસ હંમેશ માટે બંધ થઈ ગયો હતો. પણ તેમ છતાં હું રસ્તાની વચ્ચે બેસીને તેને ફરીવાર જીવતી કરવાં માટે તેની ઉપર હાથ ફેરવીને વ્યર્થ પ્રયત્નો કરી રહયો હતો. જયારે આ બધું મારી ચારેબાજુ હાથમાં લાકડી અને પથ્થર લઈને ઉભેલા લોકો જોઈ રહયા હતાં. પરંતુ અફસોસ તેમાંથી કોઈ પણ માણસ ન હતું. કે જે એમ્બુલન્સ ને ફોન કરે. પણ એ બધાના જ ચહેરા મને ક્રૂર મહા દાનવ જેવા દેખાય રહયા હતાં. જે પાપી, ક્રૂર, ઘાતકી તેમજ નીન્મ કક્ષાનાં હતાં. જેને માણસ હોવાનો કોઈ જ અધિકાર નથી એવા લોકો ની મારી ઉપર નજર પડી રહી હતી. અને હું અંદરથી એકદમ ભાંગી પડેલો ચુપચાપ તેના લોહીથી ભરેલાં મોઢા ઉપર હાથ ફેરવી રહયો હતો. ખરેખર આવા લોકોને તો નર્કમાં પણ જગ્યા ન મળવી જોઈએ. અને જો આ ઘટના ઈશ્વર જોઈ રહયો હોય તો પછી એ પણ આ બધાને ક્યારેય માફ તો નહિ જ કરે. જયારે મારી પાસે તો આ બધા ને કહેવા માટે અપશબ્દો પણ ઓછા છે. કોઈ આટલી હદ સુધી કેવી રીતે જઈ શકે. આખરે શું વાંક હતો આ બિચારી નો ? ખરાબ ઘીન્ન આવે છે મને આવા લોકો ઉપર કે જેને આવું હેવાનિયત ભર્યું કૃત્ય કર્યું.
રોજ સવારે આમ તો મારે થોડું મોડું ઉઠવાનું મન થાય. પણ આંખ ખુલતાની સાથે જ મને મારું બધું જ નિત્યક્રમ નું કાર્ય યાદ આવે. એટલે પછી ઝડપથી પપ્પા ની મદદ માટે શોપ ઉપર જતો રહયું. પણ એ પહેલાં ઘરેથી દૂધ અને રોટલી અચૂક પણે સાથે લઈને નીકળું. એ સમયે મને ઘણીવાર વિચાર આવે કે હું ખરેખર હું શોપ ઉપર મદદ રૂપ થવા માટે જઉં છું કે પછી તેને વહેલી સવારનો મારા હાથે નાસ્તો ખવડાવા માટે ,, પણ સાચું કહું તો હું એ માટે જ રોજ ત્યાં જતો હોવ છું. મને ગમે છે સવાર સવારમાં તેની સાથે સમય વિતાવવો, અને પછી જ મારા સારા દિવસની શરૂઆત થતી હતી. હું જેવો શોપ ઉપર પહોચુ એટલે મને જોઇને તરત જ મારી હની મારી પાસે દોડીને આવે. મને આજ પણ ખુબ જ સારી રીતે યાદ છે કે એ એકદમ નાની હતી ત્યારે કેવી હાલતમાં મને મળી હતી. પણ એ પછી અમારી બંનેની ખુબ જ સારી એવી દોસ્તી થઈ ગઈ. એટલે રોજ તેની તબિયતનું હું ખાસ ધ્યાન રાખતો હતો. અને ધીમે ધીમે એ ક્યારે મોટી થઈ ગઈ તેની ખબર જ ન રહી. અમારા બંને વચ્ચે એક એવી લાગણી બંધાઈ ગઈ હતી કે રોજ અમારે એકબીજાને તો મળવું જ પડે. હું કોઈ પણ સંજોગોમાં દિવસમાં એકવાર તો તેને મળવા માટે પહોચી જ જતો હતો. તે ભલે બોલી શકતી ન હતી પરંતુ તેનું મૌન અને તેના મોઢાનો હાવભાવ જોઈને હું ખુબ જ સારી રીતે સમજી જતો કે તેને મારા માટે કેટલીબધી લાગણીઓ રહેલી છે.
તેના રક્ષણ માટે મેં સમયસર હડકવા ન થાય એ માટે વેક્ષીન પણ મુકાવી દીધી હતી. આમ કહું તો મારા જીવન નો એક ભાગ બની ગઈ હતી. વળી યોગ્ય સમય આવતાં તેને ખુબ જ સુંદર એવા ચાર નાના બચ્ચાંઓને જન્મ આપ્યો. એટલે તેને જોઈને મારી ખુશીમાં ખુબ જ વધારે થયો. આખરે તે એક માતા બની હતી. એટલે તેના બચ્ચાં ને બરાબર સાચવી શકે એ માટે હું પણ તેની સારસંભાળ રાખી રહયો હતો. બચ્ચાં ની થોડાં દિવસમાં આંખો ખુલી એટલે તેને આ રંગીન દુનિયાને જોવાની શરૂ કરું. હવે મને બીજા નવા ચાર નાના મિત્રો મળી ગયા હતાં. જે સમય સાથે ખુબ જ મસ્તીખોર થઈ રહયા હતાં. પણ આ બધા દિવસોને કોને ખબર કોની ખરાબ નજર લાગી ગઈ. અને એક દિવસ સવારે હું શોપ ઉપર પહોચું એ પહેલાં જ બિચારા ચારેય બચ્ચાંઓ હંમેશ માટે મને છોડીને જતાં રહયા. આ બધું આમ જ અચાનક જોઇને મને ખુબ જ અંદરથી ધ્રાજ્કો લાગ્યો. એકાએક આ એક સાથે ચારેય બચ્ચાં ને શું થઈ ગયું ? પોતાના ચારેય બચ્ચાં ઓ ને હંમેશ માટે સુઈ ગયેલાં જોઇને હની ક્યારની આ તેમ તેને ઉભા કરવાં માટે મથામણ કરી રહી હતી. એ વારંવાર દરેક બચ્ચાં ઉપર પોતાની જીભ વડે વહાલ વરસાવી રહી હતી. કેટલું કરૂણતા ભર્યું દ્રશ્ય હતું. કે એક માતાની સામે પોતાના ચાર સંતાનોની લાશ પડી હતી.
આ બધું જોઈને હું તો એકદમ સ્થિર જ થઈ ગયો હતો. રોજ મને તેના ચારેય સંતાનો સાથે રમતા જોનારી માતા આખરે મારી પાસે આવીને આક્રંદ ભર્યો અવાજ કરવાં લાગી ગઈ. તેની મૌન વેદના હું ખુબ જ બરાબર રીતે સમજી શકતો હતો. પોતાના સંતાનો ખોયાનું દુઃખ તો એક માતા જ સમજી શકે છે. મેં હની ઉપર હાથ ફેરવીને આમ જ બિચારીને આશ્વાશન આપવા લાગ્યો. પણ એ તો મૂંગા મોઢે મને તેના બચ્ચાં સાથે રમવા માટે કહી રહી હતી, પણ હવે ખુબ જ મોડું થઈ ગયું હતું. હું આ બધું જ જોઇને એ વિચારતો હતો કે આવું થયું કઈ રીતે.. ? બસ એજ સવાલ ક્યારના મારા મનની અંદર દોડી રહયા હતાં. પણ મારું હદય તો અત્યારે આ બધું જ જોઇને એકદમથી કંપી જ ઉઠ્યું હતું. બસ એટલે જ અત્યારે શું કરું એજ કઈ સમજાતું ન હતું. હની ક્યારની ચારેય બચ્ચાં ને ઉઠાડવા માટે વહાલ કરી રહી હતી. પણ બે મહિનાના બચ્ચાં હવે પોતાનું બાકીનું જીવન આમ જ છોડીને જતાં રહયા હતાં. આમ તેમ નજર ફેરવતા મારું ધ્યાન શોપ બહાર લગાવેલા CC TV કેમેરા પર પડ્યું. અને હું આ ચારેય નિર્દોષનાં જીવ પાછળ કોણ જવાબદાર છે એ જોવા માટે જડપથી શોપની અંદર ગયો. આ તમામ કેમેરાનું ઓપરેટીંગ બીજા મળે રહેલી શોપ ઉપરથી થતું હતું. એટલે ઝડપથી ત્યાં જઈને હું ગઈ રાતથી બધું જ તપાસવા લાગી ગયો. મોડી રાત્રે તો આ તમામ એક બીજા સાથે મસ્તી કરતાં અને આરામ કરતાં નજર પડી રહયા હતાં. તો વળી ક્યારેક માતાની સાથે રમતા નજરે પડી રહયા હતાં. આ બધું જોઇને કેટલું દુઃખ થાય કે આટલા મજાથી રમી રહેલા બચ્ચાં ઓ અત્યારે નથી રહયા.
આમ જ એક એક મિનીટ ઉપર નજર કરતો હું ધીમે ધીમે વહેલી સવાર સુધી પહોચ્યો. વહેલી સવારે આ ચારેય બચ્ચાંઓ સાથે હની પણ આજુબાજુનાં વિસ્તારમાંથી જતી રહી. અને ૪૫ મિનીટ પછી તે ફરીથી પોતાના બચ્ચાં સાથે શોપ નજીક આવી પહોચી. એટલે એ સમયે તો બધું જ બરાબર લાગી રહયું હતું. બસ ત્યાં જ થોડીવારમાં એક બચ્ચું અચાનક ચારેબાજુ દોડાદોડી કરવાં લાગ્યું, જે જોતા જ એકદમ અજુગતું લાગી રહયું હતું. થોડીવાર આમ તેમ કરતું આખરે એ ઊંધું પડી ગયું. તેનું મોઢું એકદમથી ખુલી ગયું હતું. આ જોઇને હની ઝડપથી તેની પાસે આવી અને તેને જીભ વડે ચાટવા લાગી ગઈ. પણ ધીમે ધીમે હવે બચ્ચાંની પીડામાં વધારો થતો જોવા મળી રહ્યો હતો. તેને આમ તેમ આળોટવાનું શરૂ કરી દીધી અને કદાચ અસહય પીડાથી તે કરુણ અવાજ પણ કરી રહયું હશે. આ બધું જ જોઈને મારા શરીરના રુંવાટાઓ ઉભા થઈ ગયા. એ અત્યારે મારી સામે તડપી રહયું હતું જયારે હું તેને બચાવવા માટે કઈ પણ કરી શકતો ન હતો. આ કરૂણતા ભર્યું દ્રશ્ય ઓછું હોય તેમ ધીમે ધીમે બીજા બચ્ચાં એ પણ આમ જ કરવાનું શરૂ કરી દીધું. આ જોઇને હની ઝડપથી તેની પાસે દોડીને ગઈ. પણ બચ્ચાં ની પીડામાં એટલો બધો વધારો થવા લાગ્યો કે તે ઉભા થવાની પણ હાલતમાં ન રહયા.
મારું ધ્યાન પણ એક સાથે આ ચારેય ઉપર ન તુ જતુ તો પછી એક સાથે બિચારી હની કેવી રીતે આ ચારેય પાસે જઈને તેની પીડામાંથી રાહત આપી શકે. એ થોડીવાર આમ તો ત્યાંથી બીજા બચ્ચાં પાસે દોડીને જતી, આખરે થોડીવારમાં જ પેલા એક બચ્ચાં એ જીવવાનો દમ છોડી દીધો, તેનું શરીર હલતું બંધ થઈ ગયું. અને તેની સાથે મારી આંસુઓથી ભરેલી આંખો પણ બંધ થઈ ગઈ. ભગવાન તેના કોમળ આત્માને શાંતિ આપે. અને મને માફ કરે કે હું તેના માટે કઈ પણ ન કરી શક્યો. ધીમે ધીમે કરતાં એક પછી એક એમ ચારેય બચ્ચાં એ શરીરમાંથી જીવ છોડી દીધો, આ બધું જ જોઈ રહેલી હની આમ તેમ ભટકવા લાગી. એક માતા પોતાના બચ્ચાં ને જોઇને બેબાકળી બની ગઈ. તે વારંવાર દરેક બચ્ચાં ને વહાલ કરવાં લાગી કે જેથી તે ઉભા થઈ શકે. પરંતુ અફસોસ તે ચારેય હવે હમેશમાંથી તેની માતાને છોડીને જતાં રહયા હતાં. એક મૂંગી માતા નો આક્રંદ નજર સામે સાફ દેખાય રહ્યો હતો. એ આ બધું જ જોઇને અંદરથી એકદમ તૂટી ગઈ હશે. તેમ છતાં પણ એ માનવા તૈયાર ન હતી કે તેના ચારેય બચ્ચાં ઓ એક સાથે તેને છોડીને જતાં રહયા છે. એટલે દરેક બચ્ચાં પાસે જઈને બેસીને તેના ઉપર વહાલ દર્શાવવા લાગી. અને આમ જ સવાર પડી ગઈ હતી. લોકો ધીમે ધીમે આવવાના શરૂ થઈ ગયા. પરંતુ કોઈની પણ પાસે આ માતા નાં માતમમાં નજર ફેરવવાનો સમય ન હતો. દરેક પોતાના કામના મતલબી બની તેની નજીકથી પસાર થઈને આગળ ચાલીને જતાં રહેતા હતાં. તેને કોઈ પણ પૂછવા વાળું ન હતું કે શું થયું છે ? જયારે આ બધું જ જોઇને હની તો બચ્ચાંની નજીક જ બેસી રહેલી હતી.
આખીય ઘટના મારી આંખ સામે દેખાય રહી હતી. અને થોડીવાર પછી જ હું ત્યાં આવ્યો હતો. આટલું બધું જોતા હું ખુબ જ રડી પડ્યો. અને પોતાને જ દોષ આપવા લાગ્યો કે હું કેટલો બધો મોડો આવ્યો. કદાચ જો હું વહેલો આવી ગયો હોત તો આ બચ્ચાં ને બચાવવા માટે કઈ પણ કરી શકત. પરંતુ હજુ સુધી મને એ ખબર પડી ન હતી કે તે બધાના મોત ક્યાં કારણોસર થયા. બસ આ બધું જોઇને એટલું લાગી રહયું હતું કે નક્કી તેને કઈંક એવું ખાય લીધું હશે. અને તેના કારણે તે બધાને એક સાથે ફ્રુટ પોઇશન થઈ ગયું હશે. પણ હવે આ બચ્ચાં ની તપાસ કરવું પછી જ ખબર પડે તેમ હતી. એટલે ઝડપથી બધું જ બંધ કરતો નીચે જવા માટે ઉભો થયો. અને જેવું લાઇવ C C T V માં નજર ફેરવી તો મારી આંખો ફાટી ગઈ. આ બધું શું થઈ રહયું હતું ? બધા ભેગા મળીને લાકડી અને પથ્થર વડે હની ને મારી રહયા હતાં ? આ હિંસક દ્રશ્ય જોઇને મારા મોઢા માંથી બે ચાર ગાળો નીકળી ગઈ. બધા જ લોકો એકલી હની ઉપર લાકડી અને પથ્થર વડે હુમલો કરી રહયા હતાં. અને લોહી લુહાણ થયેલી હની પોતાને બચાવવા માટે આમ તેમ સંઘર્ષ કરી રહી હતી. હજી વધારે કઈ પણ થાય એ પહેલાં જ હું ઝડપથી બધું છોડીને હની પાસે જવા માટે દોડ્યો. મારી અંદર અત્યારે અપાર ગુસ્સો ભરેલો હતો. બે ત્રણ સ્ટેપ ને આમ જ છોડતો હું ઝડપથી નીચે ઉતરવાની કોશિશ કરી રહ્યો હતો. જેથી મારી હની પાસે ઝડપથી જઈ શકું. મેં મારી પુરતી તાકાત સાથે ભાગવાની કોશિશ કરી. અને ઝડપથી નીચે પહોચીને જેવો દરવાજા નજીક પહોચ્યો. મારી આંખ સામે હની આવી ગઈ. બસ તેની પાસે પહોચવા જ જઈ રહ્યો હતો. ત્યાં જ જોર થી કોઈ પથ્થર તેના માથા સાથે અથડાયો અને એ જ સેકેન્ડે તે નીચે ઢળી પડી. જયારે હું તેને શોપ અંદરથી જોઈ રહ્યો.
મેં ઝડપથી દરવાજો ખેચ્યો અને દોડીને તેની પાસે ગયો. તેનું આખુંય માથું ફાટી ગયું ગયું. જેમાંથી ખુબ જ લોહી વહેવાનું પણ શરૂ થઈ ગયું હતું. હું તેને બચાવવા માટે વિચારતો ઝડપથી એમ્બુલન્સ ને ફોન કરવાં માટે મારા ખીચ્ચાં તપાસવા લાગ્યો. પણ હું મારો ફોન તો બીજા માળે જ ભૂલી આવ્યો હતો. એટલે મદદ માટે મેં મારી ચારે તરફ ઉભેલા લોકો ને કહ્યું કે કોઈ મને ફોન આપો એમ્બ્યુલન્સ ને બોલાવવા માટે, બસ ત્યાં જ એ બુદ્ધિશાળી માણસો બોલવા લાગ્યાં કે “ આ કુતરી તો હડકાય થઈ છે તેને થોડી બચાવવાની હોય. આને મારવા દે ,, હમણાં બચકા ભરવા દોડતી હતી બધા ને .. સારું થયું કોઈને બચકું ભારે એ પેલા આને મારી દીધી, ,, “ માણસોની ભીડમાં અંદરો અંદર વાતો શરૂ થઈ ગઈ. અને હું આ બધું જ સાંભળીને ખુબ જ ગુસ્સે ભરાય ગયો. મને સમજાતું ન હતું કે શું કહું આ માણસજાત ને કે આ બિચારીને તો અગાઉથી વેક્શીન મારેલી જ હતી. તો પછી કેવી રીતે આ ને હડકવા ઉપડી શકે ? હું આમ જ રસ્તા વચ્ચે હની નું માથું મારા ખોળામાં લઈને બેસી ગયો. આ બધું જ જોઇને હજી પણ આ દંભી લોકો મને તેની નજીક ન જવા માટે કહી રહયા હતાં. પણ હું તો મારી હની જીવે છે કે નહિ એ તપાસવા માટે ગળાના ભાગે જોવા લાગ્યો. માથાનાં ભાગે ખુબ જ ગંભીર રીતે ફટકો લાગ્યો હોવાથી મારી હની હંમેશ માટે મને છોડીને જતી રહી હતી. હું સમજી ગયો કે શ્વાસ બંધ થઈ ગયો છે. અને તેનો આત્મા શાંતિ માટે અહિયાથી જતો રહ્યો છે. અને હું તેના ઘાવ થી ભરેલાં શરીર પર હાથ ફેરવતો મારી ચારે તરફ ઉભેલા દંભી અને કૃત્ય કરનારા લોકો તરફ જોવા લાગ્યો, મારો ગુસ્સો અને દુઃખ હવે બંને મારા ચહેરા ઉપર સાફ ચડી આવ્યું હતું. અને બસ એટલે જ મેં આ હેવાનિયત કરનારા ને બોલવા લાગ્યો.
તમારા બધા લોકો કરતાં તો રાક્ષસ સારા કે એ પણ આવું હેવાનિયત ભર્યું તો કામ ન કરે. તમને કોઈ ને એક પણ રોટલી નાખવાની ત્રેવડ નાં હોય તો પછી જે નાખે છે અને જે ખાય છે તેને તો શાંતિથી ખાવા દયો, કેટલા નિર્દય હદય વાળા લોકો છો તમે બધા કે એક બચ્ચાં વાળી અબોલ માતાને જ મારી નાખી, ધિક્કાર છે તમને લોકોને માણસ કહેવા માટે,,, તું સમજો છો તમે તમારી જાત ને ? માણસના રૂપમાં તમે બધા જ હેવન છો. અરે જેને તમે હડકવા થયો છે તેમ કહો છો તેને તો અગાઉથી તેની વેક્શીન મારેલી હતી. અને તમને બધાને કોને હક આપ્યો આ જીવ ને મારવા માટેનો ? તમે કોઈ આ બિચારીને મોટી નથી કે તમે કોઈએ આ બિચારીને રોટલી નથી નાખી. તમે તો લાકડી અને પથ્થર સિવાય શું આપી શકો ? શરમ કરો શરમ પોતાના ઉપર ... આટલા સમયથી આ બિચારી અહિયાં રહે છે અત્યાર સુધી તેને કોઈને પણ હેરાન કર્યા ? તમારા બધા કરતાં તો આ ને વધારે ખબર પડતી હતી. અને આજે અચાનક શું થયું એ પણ કોઈએ જોવાની કે જાણવાની કોશિશ નહિ અરી હોય. બસ બધા પોતાના સ્વાર્થ પાછળ પડ્યા હશો. તો એમાં આ બિચારીએ તમારું શું બગાડ્યું હતું ? તમારી શોપ આગળ જે બચ્ચાં ઓ પડ્યા છે એ હજી વહેલી સવારે જ મરી ગયા છે. હવે વિચારો એક સાથે તમારો બધો જ પરિવાર મરી જાય તો શું થાય ? તમે તો પોતાની જાતને માણસ કહો છો જયારે આ તો મૂંગું જીવ છે એ પોતાની વેદના કોની આગળ જઈને કહેશે ? તેને સાંભળવા વાળું છે કોઈ ? અરે તમને તો તમારા વાળા માટે પણ સમય નથી હોતો, કોઈ મૃત્યુ પામે તો ત્યાં તેના દુઃખમાં ભાગીદાર થવાના બદલે તમે ત્યાં એ માટે જાવ કે સામે વાળા ને ખોટું ન લાગે કે તમે ન આવ્યાં. તમે બસ એક બીજાને દેખાવ કરવાં માટે સંબંધો રાખો છો. જેને તમે બધા વહેવાર માનો છો. ખરેખર તમે બધા ઢોંગ કરો છો અને પોતાનાઓ ને જ છેતરીને જીવો છો. અમુક લોકો કે જે ખારા અર્થમાં માણસ કહેવાને લાયક છે જે આવા બિચારા મૂંગા જીવોને સમજે છે કે રોટલી નાખે છે. સારવાર કે રેસ્ક્યુ કરે છે. પાણી ની વ્યવસ્થા કે તેના માટે જે કઈ પણ થઈ શકે એ કરે છે. તેવા લોકો ને તો તમે બધા આ કરતાં અટકાવો નહિ, જે કરે છે તેને તો કરવાં દયો, પોતે તો કેવા છો એ તો ઉપર વાળો અને તમે ખુદ જાણો જ છો પણ તમારો કાળો અપવિત્ર પડછાયો શા માટે બીજા નિર્દોષ ઉપર પાડો છો.
પોતે તો કઈ કરી શકતાં નથી. અને બસ મોટી મોટી વાતો કરીને જે નાના લોકો કરે છે તેને પણ ધક્કો મારવાનું શરૂ રાખો છો. નફરત છે મને આ બધા જ લોકો ઉપર કે જે અહિયાં માણસ નાં રૂપમાં હેવન બનીને ફરી રહયા છે. તમારા કારણે તમારી સાત પેઢી પણ સુખી નહિ થાય. તમારા બધા જ પાપના ભાગીદાર એ બિચારા પણ બનશે. માણસ થઈને તમે માણસ ને પણ નથી છોડ્યો તો પછી આ અબોલ જીવને તો કેમ છોડો.. તમારા બધા પાસેથી બીજી શું આશા રાખી શકાય. તમે ફક્ત નફરત જ ફેલાવી શકો. તમારી અંદર દયા નામની કોઈ જ વસ્તુ નથી, બધા જ લાગણીહીન અને તુચ્છ પ્રકારના જીવ છો, પણ આ બધું જ તમને લોકો ને કહેવું કે સમજાવવું વ્યર્થ છે કારણે કે તમને અબોલ જીવ માટે થોડો પણ પ્રેમ કે લાગણી નથી. તમે બસ કાયર છો અને એટલે જ બધાએ ભેગા મળીને આ બિચારી એકલીને બેરહેમી થી મારી નાખી. તમને લોકોને તો કુદરત પણ ક્યારેય માફ નહિ કરે. તમારા બધાના મોત પછી નરકની જગ્યા પણ ઓછી હશે એ કરતાં પણ વધારે ખરાબ તમારી હાલત થશે. આ હું નહિ એક બિચારા મૂંગા જીવ ની હાય લાગશે તમને બધાને... અને એક દિવસ એવો આવશે કે તમારા જેવા લોકો તડપી તડપી ને મોત માંગશે. પણ એ સમયે તમને મોત પણ નહિ મળે. કારણ કે તમારે બધાએ હજી ઘણું બધું ભોગવવાનું બાકી છે યાદ રાખજો.....
( એક સત્ય ઘટના ઉપર આધારિત તેમજ માફ કરશો હું આથી વધારે આવા તુચ્છ કે દંભી અને બેરહેમ લોકો વિશે વધારે નહિ લખી શકું કે જે માણસ નાં રૂપમાં હેવન બનીને આપણી આસ પાસ જીવી રહયા છે. આટલું લખતી વેળાએ હું જેટલો ગુસ્સે થયો છું એ કરતાં વધારે રડ્યો છું પણ એક વાત હું ખુબ જ સારી રીતે જાણું છું કે માણસ જેવું ખરાબ કોઈ જ નથી )