Ajnabi Humsafar -11 in Gujarati Love Stories by Dipika Kakadiya books and stories PDF | અજનબી હમસફર - ૧૧

Featured Books
  • लल्लन जी की अद्भुत नौकरी

    गाँव के एक छोटे से कस्बे में रहते थे लल्लन जी। उनका नाम ही उ...

  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

  • बन्धन प्यार का - 33

    और नरेश,हिना और मीरा स्वामी नारायण मंदिर के लिये निकल लिये थ...

  • I Hate Love - 12

    जिसे देख जानवी ,,,,एक पल के लिए डर जाती है ,,,,,क्योंकि इस व...

Categories
Share

અજનબી હમસફર - ૧૧

રાકેશે કાર બિગ બાઝારથી વેલેન્ટાઇન મલ્ટિપ્લેક્સ તરફ ભગાવી. રાકેશ દિયાને મલ્ટીપ્લેક્સની બહાર ઉતારીને કાર પાર્ક કરવા માટે ગયો. તે કાર પાર્ક કરીને આવ્યો ત્યાં સુધીમાં દિયાએ મુવીની ટિકિટ લઈ રાખી.

બંને થિયેટરની અંદર ગયા. રવિવાર હોવાથી થિયેટર ખીચોખીચ ભરેલો હતો. દિયા અને રાકેશ પોતાની સીટ પર ગોઠવાયા. થોડીવારમાં મુવી ચાલુ થયું .દિયાની બાજુમાં છોકરો બેઠેલો હતો. દિયાનો હાથ સીટના હેન્ડલ પર હતો એટલે તેની બાજુમાં બેસેલો છોકરો થોડી થોડી વારે તેના હાથનો સ્પર્શ કરતો હતો. એક બે વાર દિયા ને લાગ્યું કે તે આકસ્મિક હશે પરંતુ જ્યારે તે વારંવાર થવા લાગ્યું એટલે દિયાને ખાતરી થઇ ગઈ કે તે જાણી જોઈને કરે છે. થિયેટરમાં દિયા કોઈ તમાશો કરવા માંગતી ન હતી એટલે તેણે પોતાના હાથ હટાવી લીધા અને તે રાકેશ સાઈડ ખસી. આ જોઈ રાકેશે દિયા ને પૂછ્યું ,

"શું થયું ?"એટલે દિયા એ કહ્યું ,"કંઈ નહીં."

હકીકતમાં જ્યારે આ બધું બન્યુ ત્યારે રાકેશનું ધ્યાન દિયા પર જ હતું. તેણે જોયું તો દિયાની બાજુ વાળો છોકરો ક્યારનો દિયા તરફ જોતો હતો અને તેને વારંવાર અડવાની કોશિશ કરતો હતો. દિયા રાકેશની નજીક બેઠી એટલે રાકેશ પોતાનો હાથ દિયાના ચહેરા પાસે લઈ ગયો દિયા કઈ વિચારે કે રાકેશ શું કરે છે તે પહેલાં જ તેણે દિયાના કાનમાં પહેરેલું ઝૂમખું કાઢ્યું જેની કડી અણીવાળી હતી. જેવો પેલા છોકરાએ હેન્ડલ પર હાથ રાખ્યો રાકેશએ પોતાના હાથમાં રહેલા ઝૂમખાની કડીની અણી તેના હાથમાં ઘૂસાડી દીધી .પેલાના મોઢામાંથી ઝીણી ચીસ નીકળી ગઈ અને તેણે ગુસ્સાથી રાકેશ સામે જોયું . રાકેશે પણ ગુસ્સાથી તેની સામે જોયું અને હળવેથી કહ્યું ,"હાથ જરા સંભાળીને રાખ. "

દિયા હેરાનીથી રાકેશને જોઈ રહી .જે રીતે રાકેશ તેને પ્રોટેક્ટ કરતો હતો, તેની કાળજી રાખતો હતો તેનાથી તેના મનમાં રાકેશ માટે કુણી લાગણીઓ આકાર લઇ રહી હતી.

મુવીના ઈન્ટરવલમાં રાકેશ પોપકોર્ન અને બે કોક લઈ આવ્યો. દિયા મૂવી જોતા જોતા પોપકોર્ન અને કોક પી રહી હતી જ્યારે રાકેશ કોક પીતા પીતા ફક્ત દિયાને જોઈ રહ્યો હતો . રાકેશે થોડી કોક પીધી અને સ્ટેન્ડ પર મૂકી . દિયાએ પણ પોતાના કોકનો ગ્લાસ સ્ટેન્ડ પર મુક્યો. થોડીવાર પછી રાકેશ જોયું તો દિયાએ ભુલથી પોતાનો ગ્લાસ લઈ લીધો હતો. આ જોઈ રાકેશના ચહેરા પર મુસ્કાન આવી ગઈ અને તે દિયાનો ગ્લાસ લઈને પીવા લાગ્યો. લગભગ આઠ વાગે મુવી પૂરું થયું અને બંને મલ્ટિપ્લેક્સની બહાર નીકળ્યા.

" હવે ડિનર માટે ક્યાં જઈશું ?" રાકેશે દિયાને પૂછ્યું

" એક કામ કરીયે અહીંયાના ફેમસ યુનિવર્સિટી રોડ પર જઈએ અને પરાઠા ખાઈએ "દિયાએ કહ્યું.

"ઓકે લેટ્સ ગો " કહી રાકેશે યુનિવર્સિટી રોડ તરફ કાર ભગાવી.

યુનિવર્સિટી રોડ પર ઘણી બધી પરાઠાની લારીઓ ઉભી હતી . રાકેશે એક લારી પાસેના સર્વિસ રોડ પર કાર ઊભી રાખી. બન્ને નીચે ઊતર્યા અને લારીવાળાએ પાથરેલી ચટાઈ પર બેસી ગયા .

દિયાએ રાકેશ સામે મેન્યુ કાર્ડ રાખ્યું અને કહ્યું,

" તને જે પસંદ હોય તે મંગાવીએ આજે તારી પસંદનો ટેસ્ટ કરવો છે"

આ સાંભળી રાકેશે સ્માઈલ કરી અને પરોઠા વાળાને ઓર્ડર આપ્યો . થોડીવારમાં પરાઠાવાળો ત્રણ પરાઠા લઈને આવ્યો. બંનેએ સાથે ડિનર કર્યુ અને દિયાના ઘરે જવા નીકળ્યા.

રસ્તામાં રાકેશે દિયા ને પૂછ્યું," હું કાલે સવારે કાર લઈને જ જવાનો છું તારે આવું હોય તો કેજે તને લેતો જઈશ "

"ઓકે હું તારી સાથે જ આવી જઈશ, આમ પણ સવારે મારે કદાચ મોડું થઈ જશે એટલે થોડું મોડું નીકળુ તો પણ ચાલશે"

"સારું તો સવારમાં સાથે નીકળીશું ઓકે"

રાકેશે દિયાને ઘરે ડ્રોપ કરી. દિયાએ ઘરમાં આવવાનું કહ્યું પણ ઘરે કોઈ ના હોવાથી રાકેશે ના પાડી અને જતો રહ્યો .

રાકેશના ગયા બાદ દિયા શાવર લઈ પથારીમાં આડી પડી .આજની રાકેશ સાથે પસાર થયેલી પળો વારંવાર તેના વિચારોમાં આવતી હતી . કંઈક અજીબ ખેચાણ તે રાકેશ પ્રત્યે અનુભવતી હતી. ના ઇચ્છવા છતાં પણ તે રાકેશ વિશે વિચારવા લાગી અને વિચારોમાં ને વિચારોમાં તે મોડે સુધી જાગતી રહી રાકેશ ને ગુડનાઈટ મેસેજ કરી તેના વોટ્સએપ પ્રોફાઈલ પિક્ચર જોતી રહી.

આ તરફ રાકેશનો પણ તેવો જ હાલ હતો. આજનો દિવસ તેના ધાર્યા કરતા પણ સુંદર હતો વારંવાર દિયાનો ચહેરો તેની આંખ સામે આવતો હતો અને તેના લીધે તેના ચહેરા પર આપોઆપ મુસ્કાન આવી હતી.

"ખ્વાબ તેરે હી રહેંગે હંમેશા...
મુજે ભરોસા હૈ અપની આંખો પર"

દિયા સવારમાં વહેલા ઉઠી અને ઘરનું કામ ફટાફટ પતાવ્યું .નાસ્તો કરી અને ઓફિસ જવા માટે રેડી થઈ રહી હતી ત્યાં જ બહાર રાકેશની ગાડી આવી. રાકેશને જોઈને દિયાના ચહેરા પર મુસ્કાન આવી ગઈ . રાકેશ તેની બહાર જ રાહ જોતો ઉભો હતો . દિયા દરવાજે લોક મારી રાકેશની કારમાં ગોઠવાઈ . કાર ફરી સુરતના ટોલનાકા પર આવીને ઊભી રહી ગઈ દિયા ને ગઈકાલની ઘટના યાદ આવી ગઈ પરંતુ આજે ત્યાં કોઈ કિન્નર ઉભા ના હતા. આખરે આમોદ આવી ગયું.

રાકેશે કચેરી બહાર કાર ઉભી રાખી એટલે દિયા કારમાંથી બહાર નીકળી અને રાકેશ ને બાઈ કહ્યું. રાકેશ પણ બાઈ કહી જંબૂસર જવા નીકળ્યો. દિયા તેને જતો જોઈ રહી ત્યાં જ પાછળથી તેને કોમલ નો અવાજ સંભળાયો.

કોમલ તેની નજીક આવી અને કહ્યું ,"આજે કારમાં?"

"હા રાકેશ સુરત જ હતો અને તેને જંબુસર જવાનું હતું એટલે તેની સાથે જ આવી"

" અચ્છા તે રાકેશ છે એમ ને ? બોયફ્રેન્ડ બનાવી લીધો છે કે શું ?

" ના એવું કંઈ નથી એ ફક્ત મારો ફ્રેન્ડ છે "

"અચ્છા..? તો એક કામ કરૂ હું જ એને બોયફ્રેન્ડ બનાવી લેવ."

કોમલે આ વાત કરી એટલે દિયાએ તેના તરફ ગુસ્સાથી જોયું

"મજાક કરતી હતી ..મારે તો બોયફ્રેન્ડ છે, આ તો તારો રીસ્પોન્સ જોવો હતો " કહી કોમલ હસવા લાગી

" એવું કંઈ નથી જેવુ તુ વિચારે છે ."કહી દિયા કોમલ સાથે ઓફિસમાં ગઈ.

રોજની જેમ દિયા સાંજે નવ વાગે ઘરે પહોંચી. તેના મમ્મી પપ્પા અને ભાઈ નવસારીથી આવી ગયા હતા . તેને જોઇને દિયાએ પૂછ્યું,

"પપ્પા કેમ છે રાજેશ અંકલને?"

" સારું છે બેટા. ડોક્ટર થોડા દિવસ પછી રજા આપી દેશે . "

"દિયા તુ જમી લે પછી તારા કપડા પેકિંગ કરી લે. મે તારા માટે નાસ્તો પેક કરી રાખ્યો છે .ફક્ત તારા કપડાં બાકી છે" રેશમાબહેને રસોડામાંથી બહાર નીકળતા કહ્યું.

જમીને દિયાએ પોતાના કપડા બેગમાં ભર્યા. ત્યારબાદ ગઈ કાલની ખરીદી કરેલ કપડા પેક કરવા લાગી ત્યાં તેમાંથી એક નાનું બોક્ષ નીકળ્યુ. તે ખોલીને જોયું તો તેમાં સુંદર એરીંગ્સ હતા. દિયા વિચારવા લાગી કે તેણે તો એરીંગ્સ ખરીદયા ના હતા તો પછી તેના સામાન જોડે ક્યાંથી આવી ગયા ? કદાચ રાકેશના હશે ...પણ તેને તેની શું જરૂર ? રાકેશને પૂછી જોઈશ એવું વિચારી તેણે બધો સામાન પેક કર્યો. ફ્રિ થઈ રાકેશને એરીગ્સ માટે મેસેજ કર્યો તો રાકેશે પોતાને કઈ ખ્યાલ નથી એવું જણાવ્યું. દિયા એ એરીન્ગસ વિશે વિચારતી વિચારતી સુઈ ગઈ.

સવારમાં વહેલા ઉઠી તૈયાર થઈ અને તેના મમ્મી-પપ્પાને પગે લાગી, રેશમાબહેનને ગળે મળી. રેશમા બહેનની આંખમાં આંસુ હતા.આ જોઈ દિયાએ કહ્યું,

" મમ્મી પાંચ દિવસ પછી પાછી આવતી રહીશ ત્યાં સુધી મારા બદલાનો બધો પ્રેમ આશિષને આપજે. હા પછી શનિ રવિ તો મારા જ ઓકે ?"

આ સાંભળી બધા હસવા લાગ્યા . આશિષને પણ ગળે મળીને દિયા નીકળી ગઈ . કમલેશભાઈએ કાર સ્ટાર્ટ કરી અને દિયા બેસી ગઈ.

થોડીવાર પછી દિયા અને કમલેશભાઈ આમોદ પહોંચ્યા દિયાએ બતાવેલા રસ્તા પ્રમાણે કમલેશભાઈએ ધનજીભાઈના ઘર આગળ કાર ઊભી રાખી .કારમાંથી ઉતરી બંનેએ ધનજીભાઈના ઘરમાં પ્રવેશ કર્યો .‌ દિયા અને કમલેશભાઈને જોઈને ધનજીભાઈ અને શારદાબેને આવકાર આપ્યો અને બેસવા કહ્યું. દિયાએ પોતાનો સામાન હોલમાં મુકયો અને કહ્યું ,

"મારે ઓફિસે મોડું થશે એટલે હું નીકળું છું સાંજે આવીને સામાન ગોઠવી દઈશ. પપ્પા તમે ધનજીદાદા જોડે બધી વાતચીત કરી લેજો."

" હા બેટા.. તુ જા હું બધું નક્કી કરી લઈશ"

કમલેશભાઈની વાત સાંભળી દિયા ઓફીસ માટે નીકળી ગઈ.

કમલેશભાઈ ઘણી બધી વાર બેઠા ,ભાડું અને ખર્ચો નક્કી કર્યો અને બીજી ઘણી બધી વાતો કરી . ધનજી દાદા સાથે વાત કરીને કમલેશભાઈને દિયાની ચિંતા દૂર થઇ ગઇ. ધનજીદાદાએ બપોરે જમવા માટે કમલેશભાઈને આગ્રહ કર્યો પરંતુ તે ના રોકાયા અને દિયાનુ ધ્યાન રાખવાની ભલામણ કરી તેમણે રજા લીધી.

સાંજે દિયા ધનજીદાદાના ઘરે પહોંચી એટલે શારદાબા તેને ઉપર લઈ ગયા ત્યાં ચાર રૂમ હતા . શારદાબાએ એક પછી એક એમ ત્રણ રૂમ દિયાને બતાવ્યા અને કહ્યું," તને જે ગમે ત્યાં તુ રહી શકે છે."

ત્રણે રૂમ ની બનાવટ સરખી જ હતી બધા બેડરૂમનો એક દરવાજો બહાર તરફ ખુલતો હતો ત્યાં મોટી અગાસી હતી અને તેમાં નાનું ગાર્ડન બનાવેલુ હતુ અને ત્યાં એક સીડી પણ હતી જ્યાંથી બહાર તરફ નીચે ઉતરી શકાતું.

દિયા ગાર્ડન જોઇ ખુબ જ ખુશ થઇ ગઈ .તેણે વચ્ચેનો રૂમ પસંદ કર્યો એટલે શારદાબાએ નોકરને દિયાનો સામાન ઉપર લાવવા કહ્યું અને દિયાને કહયૂ કે ,
"તુ જમી લે ત્યાં સુધીમાં તારો રૂમ સાફ થઈ જાય." જમીને દિયાએ પોતાનો સામાન ગોઠવ્યો અને રાકેશને મેસેજ કર્યો. રાકેશ સાથે વાત કરતા કરતા જ દિયાને ઊંઘ આવી ગઈ.

દિયા માટે કોઈ બીજાના ઘરમાં રહેવાનો આ પ્રથમ અનુભવ હતો એટલે થોડી નર્વસ પણ હતી. પરંતુ શારદાબાએ તેને જરા પણ અજાણ્યુ લાગવા દિધું નહીં . તે પોતાની દીકરીની જેમ દિયાને સાચવતા . દિયા પણ એ ઘરમાં એ ઘરના જ સભ્ય તરીકે રહેવા લાગી અને તેનાથી બનતી બધી જવાબદારી તેણે ઉપાડી લીધી. શારદા બાની દવા હોય કે ધનજી દાદાની જમીન નો હિસાબ હોય .. બગીચાની જાળવણી હોય કે ઘર માટે કંઈક સામાન લેવા જવાનું હોય ..બધું દિયા કરતી.. એટલે જ જ્યારે શનિવારે દિયા સુરત જાય ત્યારે શારદાબહેનને એકલું એકલું લાગતું.

રોજ સાંજે રાકેશ ધનજી દાદાને ત્યાં આવતો . ક્યારેક બધા કેરમ રમતા તો ક્યારેક અંતાક્ષરી રમતા .ક્યારેક બગીચામાં બેઠા બેઠા બાફેલી મકાઈ ખાતા તો ક્યારેક શેકેલી સીંગ ખાતા. ક્યારેક રાકેશ સાંજે ધનજી દાદાના ઘરે જમતો. બધા જાણે એક પરિવાર હોય તે રીતે રહેવા લાગ્યા. દિયા અને રાકેશને ઘરથી દૂર એક નવો પરિવાર મળી ગયો હતો આથી બંને ખુશ હતા.

કોઈ સાંજે રાકેશ અને દિયા તળાવ પાસે બેસવા પણ જતા.બંનેને એકબીજા માટે લાગણી હતી પરંતુ કોઈએ પણ એ લાગણી દર્શાવવા માટે પહેલ કરી નહીં.

ધનજીદાદાને જાણે પોતાનો પરિવાર મળી ગયો હોય તેવું લાગતું .વર્ષોથી તેમના જીવનમાં રહેલ ખાલીપો રાકેશ અને દિયાના આવવાથી દૂર થયો હતો.તે ખૂબ જ ખુશ હતા પરંતુ એક સવારે...


(શું થયું હતું એક સવારે ? દિયા અને રાકેશની સ્ટોરી દોસ્તીથી આગળ વધશે કે કેમ ? કમલેશભાઈ અને રેશ્મા બહેનનુ અતીત શું હતું? જોઈએ આગળના ભાગમાં....)