Praloki -13 in Gujarati Fiction Stories by DR KINJAL KAPADIYA books and stories PDF | પ્રલોકી - 13

Featured Books
  • મારા અનુભવો - ભાગ 19

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 19શિર્ષક:- ભદ્રેશ્વરલેખક:- શ્રી...

  • ફરે તે ફરફરે - 39

      નસીબમાં હોય તો જ  કહાની અટલા એપીસોડ પુરા  ક...

  • બોલો કોને કહીએ

    હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે  આજે છોકરાં છોકરી...

  • ભાગવત રહસ્ય - 114

    ભાગવત રહસ્ય-૧૧૪   મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે...

  • ખજાનો - 81

    ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિ...

Categories
Share

પ્રલોકી - 13

આપણે જોયુ કે પ્રલોકી ભૂતકાળ મા ખોવાયેલી હોય છે અને એ યાદ કરતા જ દવા ની બોટલ છૂટ્ટી ફેંકી દે છે. પ્રત્યુષ પ્રલોકી ને પૂછે છે શુ થયુ છે તને ? ચાલ, હું ર્ડો પ્રબલ ને ફોન કરું. હવે જાણો આગળ.
પ્રત્યુષ......... એમ કહી પ્રલોકી રડવા લાગે છે. એક નાના છોકરા ની જેમ પ્રલોકી ને રડતી જોઈ પ્રત્યુષ ના આંખ મા આંસુ આવી જાય છે અને ડર પણ લાગવા લાગે છે. પ્રત્યુષ ના ખભા પર માથું મૂકી ને ક્યાંય સુધી પ્રલોકી રડ્યા કરે છે. પ્રત્યુષ એને થોડી દૂર કરવા જાય ત્યાં પ્રલોકી પક્કડ વધુ મજબૂત કરી રડવા લાગે છે. પ્રલોકી, બોલ તને શુ થયુ છે, કહું છું ને ચાલ, ડૉક્ટર પાસે જઈએ. તારા મનમા શુ ચાલી રહ્યું છે ? બધી મુશ્કેલીઓનો સામનો કરી શકનાર પ્રલોકી આજે કેમ હારી ગઈ છે ? જયારે તારા જ હાથ મા આપણું નાનકડું પાંચ દિવસ નું બાળક મરી ગયું ત્યારે તું નહોતી હારી. ત્યારે તે મને સંભાળ્યો હતો. નવ મહિના એને પેટ મા રાખ્યું હતું, કેટલાય સપના જોયા હતા તે, કેટલાય સપના કુરબાન કર્યા હતા તે એને લાવવા માટે, યાદ છે ને ! ત્યારે નહોતી હારી તું પ્રલોકી. તારું સપનું ડૉક્ટર બનવાનું અધૂરું રહી ગયું તો પણ તું ના હારી. તો આજે કેમ ?? બોલ, પ્રલોકી ?? શુ થયુ એવું 3 દિવસ પહેલા કે તું આટલી કમજોર પડી ગઈ ?
પ્રત્યુષ, હવે જાણી જોઈને થોડો ગુસ્સા મા બોલ્યો બસ કર હવે, રડવાનું બંધ કરી દે. નથી સાંભળવા તારા રોતડાવેડા. ઉભી થા ફ્રેશ થઈ આવ. પણ પ્રલોકી ને ક્યાં કશુ સંભળાતું હતું એને તો બસ એક જ વિચાર થતો હતો પ્રત્યુષ અને પ્રબલ બંને સામે આવી ગયા છે. અને બંને ને એ પ્રેમ કરે છે. કેવી રીતે કોઈ એક સાથે બંને ને સરખો પ્રેમ કરી શકે? પ્રલોકી કરતી હતી. બંને એના હૃદય મા સમાયેલા હતા. ના એક ને ઓછો ના એક ને વધુ. બંને ની પોતપોતાની સરખી જગ્યા હતી. પ્રલોકી કેવી રીતે આ વાત કોઈ ને સમજાવી શકવાની હતી ? પ્રલોકી ચાલ તું હવે, આપણે એમ કરીએ બોમ્બે જઈએ. ત્યાં જ તું ઠીક હતી. ત્યાં મારા મમ્મી પાપા ને તારા મમ્મી પાપા બધા હશે. આપણે ફરતા આવીએ. એમ પણ 3 મહિના થઈ ગયા અહીં આવે. આપણે એમને મળવા જવું જોઈએ. પ્રલોકી ડરી ગઈ. સાત વર્ષથી પ્રબલ થી દૂર રહેવા હું બોમ્બેમા જ રહી.અને હવે જયારે એ મળ્યો છે તો ફરી ભાગી જવાનું !
આગળ વાત થાય એ પહેલા ડોરબેલ વાગી. અરે, લાગે છે ર્ડો.પ્રબલ આવી ગયા હશે. કલાક પહેલા જ મેં મેસેજ કર્યો હતો એમને. તું મને છોડતી હતી નહીં એટલે ફોન ના કરી શક્યો. કેટલા સારા કહેવાય તો પણ આવી ગયા. બોલતા બોલતા પ્રત્યુષ દરવાજો ખોલવા જતો રહયો. પ્રલોકીનું હૃદય બમણી વેગ થી ધડકવા લાગ્યું. એક સાથે બન્ને સામે હશે, હું કેવી રીતે સામનો કરીશ? એની નજર બેડરૂમ ના દરવાજા ઉપર જ હતી ક્યારે બંને સાથે અહીં થી આવશે એ વિચારી રહી હતી. આ બાજુ પ્રત્યુષ ચોંકી ગયો. તમે ?? હેલો mr. પ્રત્યુષ. મારૂં ના ર્ડો.દીપ રાવલ છે. ઓકે આવો અંદર એમ કહી પ્રત્યુષે સોફા પર દીપ ને બેસવા કહયું. પાણી આપતા પૂછ્યું તો ર્ડો. પ્રબલ કેમ ના આવ્યા ? સોરી સર, ર્ડો. પ્રબલ હાલ હોસ્પિટલ મા હાજર નહોતા અને આવી શકે એમ નહોતા એટલે એમની જગ્યા એ મને મોકલ્યો. ઓકે, મારી વાઈફ ને પાછલા ત્રણ દિવસ થી અચાનક બહુ તાવ આવી જાય છે, એ બહુ રડ્યા કરે છે. ક્યારેક એને બિલકુલ તાવ નથી હોતો. એ કોઈ ઊંડા વિચારો મા ખોવાયેલી રહે છે. ચુપચાપ બેસી રહે છે. એક વાર હું બહાર કામ થી ગયો હતો અને અચાનક એને ચક્કર આવી ગયા અને પડી એ ગઈ. ત્યારે મેં ર્ડો. પ્રબલ ને બોલાવેલા એમને આવી ને ચેક કર્યુ હતું. થોડી દવા આપી હતી એ ચાલુ જ છે. આજે ગુસ્સા મા એમાંની એક બોટલ તો એને તોડી નાખી. ચાલો, હવે હું તમને એની જોડે લઇ જાઉં તમે જોઈ લો. દીપ અને પ્રત્યુષ પ્રલોકી ના રૂમ મા ગયા.
દીપ ને જોતા જ પ્રલોકી ની આંખો પહોળી થઈ ગઈ. ગુસ્સાથી એ લાલચોળ થઈ ગઈ. પ્રલોકી આ ર્ડો. દીપ છે. દીપ? દીપડા તું મને ચેક કરી કરીશ. પ્રલોકી હસી પડી. પ્રલોકી તું અને મારી પેશન્ટ બનીશ ?? કાલે અખબાર મા આવી જશે તો તો એક દીપડા એ એક માસુમ છોકરી સોરી સ્ત્રી નો શિકાર કર્યો. એમ બોલતા જ દીપે પ્રલોકી ને તાળી આપી અને બંને જોર થી હસવા લાગ્યા. પ્રલોકી ને આટલા ટાઇમ પછી હસતી જોઈ ને પ્રત્યુષ ના ચહેરા પર પણ રોનક આવી ગઈ. એને એટલું સમજાઈ ગયું કે આ બંને ફ્રેન્ડ છે અને સાથે જ ભણ્યા હશે. એટલે એ બોલ્યો, તો તમે બંને વાતો કરો. તમે લોકો બહુ વર્ષો પછી મળ્યા છો. તમે શુ લેશો ર્ડો. દીપ ? અરે સર, કોઈ તકલીફ ના લેશો તમે પણ બેસો. અને મને દીપ જ કહી ને બોલાવો. હા તો દીપ તમે પણ મને પ્રત્યુષ જ કહી ને બોલાવો. પણ હું કોફી લાવું કે ચા એ પ્રલોકી તું કહી દે. તને વધુ ખબર હશે. પ્રત્યુષ મારા બધા ફ્રેન્ડ્સ મારી જેમ કોફી જ પીવે છે. પણ તમે રહેવા દો હું બનાવી દઉં છું. અરે, ના પ્રલોકી પ્લીઝ તું ના બનાવતી. દીપે થોડું મોં બગાડતા કહ્યું. પ્રલોકી હસી પડી અને કહયું હવે તો હું સારી કોફી બનાવું છું. તું અને પ્રત્યુષ વાત કરો હું કોફી લઇ ને આવું.
થૅન્ક્સ, દીપ તમે આવ્યા તો મારી પ્રલોકી ઠીક થઈ. ફરી એજ રીતે હસી, બોલી. એનો આ હસતો ચહેરો જોઈ ને મને શાંતિ થઈ. હવે લાગે છે એને દવા ની જરૂર નથી. એ ઠીક થઈ જશે. કોઈએ સાચું જ કહયું છે કે દોસ્ત પાસે બધા દર્દ ની દવા હોય છે. પ્રત્યુષ, મને ખબર જ નહોતી કે અહીં મને પ્રલોકી મળશે નહીતો હું, જીમ્મી, કોમલ, રિયા બધા ને લઈને આવત. ઓહ, તમારું આટલું મોટું ગ્રુપ છે ? મને ક્યારેય પણ પ્રલોકી એ એના ફ્રેન્ડ્સ વિશે વાત જ કરી નહીં. મારો પણ વાંક છે મેં ક્યારેય એને પૂછ્યું પણ નહીં. પ્રત્યુષે નિરાશા વ્યક્ત કરતા કહ્યું. પ્રત્યુષ, તમને પ્રોબ્લમ ના હોય તો અમે આ સન્ડે જ બધા મળીએ. દીપ તો હરખ મા આવી ગયો. પ્રત્યુષે હા પાડી દીધી. તમે બધા જ્યા મળવું હોય ત્યાં મળો. બસ મારી પ્રલોકી ને પેલા જેમ કરી દો. ખડખડાટ હસતી અને બોલતી. જ્યારથી એ ચૂપ થઈ છે મારી દુનિયા રોકાઈ ગઈ છે . મારી ભૂખ, તરસ, ઈચ્છા બધું જ મરી ગયું છે. આજે એ હસી તો મારા મન ને જે શાંતિ થઈ છે એના માટે દીપ તમારો આભાર માનુ એટલો ઓછો છે. પ્રત્યુષ ની આંખ મા આંસુ જોઈ દીપને સમજાઈ ગયું પ્રત્યુષ કેટલો પ્રેમ કરે છે પ્રલોકીને.
આ બાજુ પ્રલોકી ને બહુ જ ગુસ્સો આવી રહયો હતો. દીપ ને હું નારાજ કરવા નહોતી માંગતી. અને આ રીતે મને તૂટેલી જોઈ ને એ વિચારત કે હું મારી લાઈફ મા ખુશ નથી. પ્રત્યુષ વિશે એ ખોટું વિચારત. એવું હું થવા દેવા નહોતી માંગતી. પણ પ્રબલ તું કાયર જ રહીશ. પહેલા પણ કાયર હતો અને આજે પણ. ક્યાં સુધી ભાગીશ તું ? હું આવીશ તને મળવા, તને એક વાર પૂછવા. કઈ ભૂલ હતી મારી ? પાગલ ની જેમ પ્રેમ કર્યો. અરે આજે પણ કરું છું. કુદરત સામે ચાલી ને ફરી એક વાર આપડને સામસામે લાવ્યા, ત્યારે તું ભાગે છે મારાથી ? નહીં જઈ શકે હવે તું દૂર મારાથી.. પ્રબલ હવે પ્રલોકીનો સામનો કરવો જ પડશે તારે. પ્રલોકી કોફી લઇને આવતા જોઈ ને દીપ બોલ્યો લો, પ્રલોકી પણ આવી ગઈ હવે એને પૂછી લઉ પેલા કે આવશે કે નહીં. શુ પૂછવાનું છે દીપ મને ? આપણે બધા સન્ડે મળીએ. રિયા, કોમલ, જીમ્મી, તું, હું બધા. તું હા પાડી દે બાકી બધા તો રેડી જ હશે તને મળવા. હા દીપ, હું રેડી છું મળવા પણ તું પ્રબલ નું નામ ભૂલી ગયો બોલવાનું. દીપ પ્રલોકી ની સામે જ જોઈ રહયો. પ્રત્યુષ પણ પ્રલોકી સામે જોઈ રહયો. એના ચહેરા પરના ભાવ કંઈક અલગ જ કહેતા હતા. પ્રત્યુષને નવાઈ લાગી જો પ્રબલ અને પ્રલોકી બંને એકબીજાને ઓળખાતા હતા તો પહેલા કેમ ના કહયું પ્રલોકી એ. અને પ્રબલ પણ જાણે પ્રલોકીને ઓળખતો ના હોય એમ વર્તન કરતો હતો એનું શુ કારણ હશે ? પ્રલોકીએ કહયું પ્રત્યુષ તમારા મનમા જે પ્રશ્ન ચાલી રહ્યા છે એ મને સમજાય છે. એના જવાબ હું પછી આપું. દીપ ને થયુ કેટલું પ્રત્યુષ ને સમજે છે પ્રલોકી. પ્રત્યુષ પણ પ્રલોકી ને બહુજ પ્રેમ કરે છે એ દેખાય છે. પ્રબલને વચ્ચે લાવી ને પ્રલોકી જાણીજોઈને પોતાનું જિંદગી ખરાબ કરી રહી છે. દીપ, કયા વિચારોમા ખોવાઈ ગયો ? એ જ કે કોફી સાચે સારી બનાવે છે તું પ્રલોકી. સારું પ્રલોકી હું નીકળું હવે, મારે મોડું થશે. તારો કોન્ટેક્ટ નંબર આપ હું બધાને ફોન કરી ને તને કહું. ક્યાં અને કેટલા વાગે મળીશુ એ. સોરી, દીપ પ્રલોકી નો ફોન તો બગડી ગયો છે. પ્રલોકીની તબિયત ઠીક ના હોવાથી હું પણ બહાર નથી ગયો. એટલે રિપેર કરાવી ના શક્યો. તમે મારા ફોન પર કરજો કોલ. ઓકે પ્રત્યુષ, હું નીકળું હવે એમ કહી દીપ નીકળી ગયો.
પ્રલોકી, હવે સારું લાગે છે ને તને ? ના પ્રત્યુષ, મને નથી સારું લાગતું. મારે તમને કહેવું છે.મારો ભૂતકાળ કહેવો છે. બોલ, પ્રલોકી શુ થયુ ? શુ કહેવા માંગે છે તું ? એ જ ને કે એક સમયે પ્રબલને તું પ્રેમ કરતી હતી ?? ચિંતા ના કર પ્રલોકી તારા મનમા જે પણ છે એ મને કહી દે. મને તારી પર પૂરો વિશ્વાસ છે. તે કોઈ વાત છુપાવી હશે તો એની પાછળ કોઈ ચોક્કસ કારણ હશે. તારા ભૂતકાળ વિશે જાણીને મારા પ્રેમ કે વિશ્વાસ મા કોઈ જ ફરક નહીં પડે. આ મારૂં પ્રોમીસ છે. પ્રલોકી આંખોમા આંસુ સાથે પ્રત્યુષ સામે જોઈ જ રહી. અને મન મા બોલી શુ વર્તમાનથી પણ ફરક નહીં પડે ?
પ્રત્યુષને જયારે ખબર પડશે કે આજે પણ પ્રલોકી પ્રબલ ને પ્રેમ કરે છે, એ શુ કરશે ? બધાની સાથે પ્રબલ પ્રલોકી ને મળવા આવશે ?? જાણો આવતા અંકે.