ડાયવર્ઝન ૨.૮
(સ્ટોરી-૨ / પાર્ટ-૮)
... સુરજે રોશની ને પોતાના વિચારો થી કઈ રીતે આ રહસ્યમય ડાયવર્ઝન અને આજુબાજુના માહોલ ને પોતાના કાબુમાં કરી શકાય છે એ બધું સમજાવ્યુ. અને હવે બંને એક સાથે એવું વિચારવું પડશે જેવું એમને એ માહોલ પાસે કરાવવું છે. પહેલા તો આ બધું સમજાવતા સમજાવતા સુરજને ચક્કર આવી ગયા પણ, જેમ જેમ રોશની ને સમજાતું ગયું એમ એમ એની આજુબાજુ નો માહોલ અને એ અચરજ ભરેલી રહસ્યમય પરિસ્થિતિઓ બદલાતી ગઈ. રોશની હજુ એ બધું સાચું છે એવું માની નહોતી સકતી પણ, એક વખત આ ભયાનક ડાયવર્ઝન ના ચંગુલ માંથી છૂટવા એ બધું કરવા તૈયાર થઇ.
(હવે આગળ...)
===== ====== =======
સુરજ અને રોશની હવે આજુબાજુ જે કંઈ પણ થઇ રહ્યું છે એને અવગણીને પોતાનું બધું ધ્યાન પોતાના ઘર તરફ કેન્દ્રિત કર્યું. જેવું બંને નું ધ્યાન એકજ ધ્યેય તરફ કેન્દ્રિત થયું કે આ અદભુત ડાયવર્ઝનએ પોતાના માહોલનું એવું રહસ્યમય રીતે સર્જન કરવાનું ચાલુ કર્યું કે તરત બધું બદલવા લાગ્યું અને જાણે આખો માહોલ હવે અનુકુળ થવા લાગ્યો, ગમવા લાગ્યો. પરંતુ અચાનક કંઇક એવું બન્યું કે બંને ની આંખો બંધ થઇ ગઈ.
બંને ની સામે એવો તેજસ્વી પ્રકાશ પડ્યો કે આંખો બંધ જ થઇ ગઈ. બંને જણા એ લટકતી સીટો પર બેસીને ફરી પાછા કોઈ અદભુત સફર પણ જવાના હોય તેમ તૈયાર થઇ ગયા. પુરપાટ સન્ન...સન્ન... કરતુ વળી પાછું આજુબાજુ માંથી બધું પસાર થવા લાગ્યું. ધીરેધીરે પોતાની આજુબાજુ બધી વસ્તુઓ ગોઠવાતી હોય એવું લાગ્યું. સીટ હવે બરાબર ગાડીમાં ચોટવા લાગી. કાગળના ડુચ્ચા જેવી વળી ગયેલી એ ગાડી કોણ જાણે ક્યાંથી પાછી સાજીમાજી થઇને ફૂલ સ્પીડમાં જઈ રહી છે અને એ પણ ઓટોમેટીક પોતાની જાતે કંટ્રોલ થઇ રહી છે.
થોડીવાર માં બધું સરખું થવા લાગ્યું. બધો સામાન, બધીજ એસેસરીઝ, બધીજ વસ્તુઓ આપમેળે ગોઠવતી હોય એવું લાગ્યું. જાણે કોઈ વિડિયોઓને રીવર્સ માં પ્લેય કરતુ હોય એવું ચિત્ર રચાયું. ધીરેધીરે સુરજ ને બંધ આંખો થીજ એવો અહેસાસ થયો કે જાણે પોતાનો હાથ એની મેળે ગાડીના સ્ટીયરીંગ પર આવી ગયા. અને ગાડીનો બધો કંટ્રોલ હવે ધીરેધીરે એના હાથમાં આવી રહ્યો છે. સામે જોવા નો પ્રયત્ન કર્યો પણ હજુ પ્રકાશ એટલો તેજ હતો કે આંખો ખુલી શકાય તેમ હતું નહિ. બંધ આંખો થીજ બધું સમજવા સુરજે પોતાની જાતને રાજી કરી. ગાડીને પોતાની રીતે કંટ્રોલ કરવા હાથ અને પગ સ્વસ્થ કર્યા. જેવો એક હાથ ગીયર પર લઇ ગયો તો ખબર પડી કે ગાડી તો ટોપ ગીયરમાં જઈ રહી છે અને એનો પગ પણ ક્યાર નો એક્સીલેટર પર પુરેપુરો દબાયેલો છે. સાઈડ ના કાંચ માંથી કંઇક પસાર થઇ રહ્યું છે એવું જાંખું જાંખું દેખાયું. સુરજે વિન્ડો બાજુ વળીને જોયું તો ખબર પડીકે હવે એમની ગાડી ઉપર થી નીચે નહિ પણ રોડ પર સડસડાટ જઈ રહી છે. પણ હજુ જાણે ગાડી રોડ થી અધ્ધર હવામાં ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે. ગાડીનું સ્ટીયરીંગ થોડું આમતેમ હલાવ્યું. સુરજ સમજી ગયો કે હજુ ગાડી હવામાંજ છે કેમકે સ્ટીયરીંગ એકદમ ફ્રી હતું. સુરજે ધ્યાન થી હવે આગળ ની તરફ જોવા ટ્રાય કર્યો. ધુંધળું દ્રશ્ય દેખાયું પણ ખબર પડી કે ગાડી હવે એકદમ રોડ પર ઉતારવા જઈ રહી છે. જેમ કોઈ પ્લેન લેન્ડીંગ થાય તેમ ગાડી ફટાક કરીને રોડ પર અથડાઈને જાણે રીતસર ની લેન્ડીંગ થઇ. હવે એક જટકા સાથે બધોજ કંટ્રોલ સુરજના હાથમાં આવી ગયો.
‘રોશની પકડજે હવે આપણે આપણી ગાડીમાં છીએ અને ગાડી મારા કંટ્રોલ માં.’ સુરજ ઉત્સાહમાં આવી ગયો.
રોશની હજુ આંખો બંધ કરીને બધું મહસૂસ કરી રહી છે. પણ હવે એના ચહેરા પર ડર નહિ પણ ઉત્સાહ, ઉમંગ દેખાઈ રહ્યો છે. બંને જણા હવે ઘર તરફ જવા ફૂલ ફોકસ અને આતુરતાથી ધ્યાન લગાવી રહ્યા છે.
બંને જણા હજુ પોતાની આંખો પુરેપુરી રીતે ખુલ્લી નથી શકતા એટલે સુરજે જરા આગળ જુકીને ગાડીને થોડી ધીમી કરવા કોશિશ કરી. જેવી ગાડી ધીમી થઇ કે તરત સામે થી આવતો એ પ્રકાશ જાણે હવે ધીરેધીરે ગાડી તરફ આગળ આવવા લાગ્યો. જેમ ગાડી ધીમી થતી એટલોજ ઝડપથી એ પ્રકાશ એમની તરફ આવી રહ્યો હતો. સુરજને વળી કંઇક આશ્ચર્ય ભર્યું લાગ્યું. પણ, હવે કોઈ બીકની વાત હતી નહિ. એને ગાડી ધીમી કરી. આ બાજુ આ પ્રકાશ નો તેજ એકદમ નજીક આવતો જોઈ વળી પાછી રોશની ગભરાઈ ગઈ.
‘સુરજ સામે જો કોઈ મોટી ગાડી ફૂલ લાઈટ માં આવી રહી છે. જો..જો સંભાળજે નહિતર એકસીડન્ટ થઇ જશે.’ રોશની સલાહ આપતાં બોલી.
‘મોટી ગાડી. ફૂલ લાઈટ માં આવી રહી છે.? ક્યાં છે મને તો કંઇજ નથી દેખાતું.’ સુરજ હજુ એ પ્રકાશ જે ખુબ ઝડપ થી એમની તરફ આવી રહ્યો છે એને સમજી નથી સક્યો.
જેમ જેમ ગાડી ધીમી થઇ રહી છે એની અનેક ગણી સ્પીડમાં એ તેજ પ્રકાશ એમની તરફ ધસી રહ્યો છે.
સુરજ હવે એ પુરપાટ આવતા પ્રકાશને જોઇને કંઇજ સમજી નહોતો શકતો પણ ગભરાઈને એકદમજ હવે એની ગાડી બીલકુલ ઉભી રાખી દીધી. એ જોરદાર પ્રકાશ જાણે સુરજ અને રોશનીને ગળી જવા તૈયાર હોય તેમ પુરપાટ એ ગાડી તરફ આવી રહ્યો હતો. એકદમ જાણે કોઈ સુરજ ની બિલકુલ સામે લઈ જાય અને જેવો તેજ પડે એવો તેજ હવે ગાડી પર પડ્યો અને બંને જણાએ પોતાની આંખો ને બંને હાથ વડે ઢાંકી દીધી. અને અચાનક ગાડી જાણે કોઈ સફેદ પ્રકાશના વાદળામાંથી પસાર થઇ રહી હોય તેમ બધુજ સફેદ સફેદ થઇ ગયું. આ તેજ પ્રકાશને કોઈ સહન કરી શકે તેમ નહતું એટલે પોતાના બંને હાથો થી ચહેરો આખો દબાઈને પોતાના પર થી પસાર થતાં એ પ્રકાશ અને એની ગરમી ને સહન કરતાં ચુપચાપ પડી રહ્યા.
થોડીજ વારમાં જાણે આજુબાજુમાં બધું એકદમ શાંત થઇ ગયું. એકદમ સન્નાટો છવાઈ ગયો. કોઈ અવાજ નહિ કોઈ પ્રકાશ નહિ. બધું જાણે નોર્મલ થઇ ગયું. રોશની બેઠી છે એ સાઈડથી ટોર્ચલાઈટ ગાડી અંદર નાખીને કોઈ કાંચ ખખડાવી રહ્યું છે. અવાજ અને ટોર્ચ લાઈટ નો પ્રકાશ જોઈ રોશની જરા ડરી પણ હવે એને બધુ નોર્મલ લાગ્યું એટલે સુરજ સામે જોઈ એ પોતાનો કાંચ ખોલવા વળી. આ બાજુ સુરજ પણ સ્વસ્થ થઈને આજુ બાજુ બધું નોર્મલ છે એ જોવા જાણવા નજર ફેરવી તો ખબર પડી કે હવે એ લોકો છેક એમની સોસાયટી ના ગેટ પાસે આવી ગયા છે અને આ બાજુ એમનો વોચમેન રોશની ને કંઇક કહી રહ્યો છે.
‘અરે, રોશનીભાભી? સુરજભાઈ તમે?’ સોસાયટીના વાચમેને બંને ને ઓળખી લીધા.
‘ઓહ, ભલાભાઈ. હા અમેજ છીએ પ્લીઝ ગેટ ખોલજોને.’ સુરજ ભારે અવાજ સાથે બોલ્યો.
‘એટલું બધું મોડું થઇ ગયું કહી બહાર ગયા હતા?’ ગેટ ખોલવા જતાં પહેલા વાચમેને પ્રશ્ન કર્યો.
‘હા.. ભલાભાઈ’ સુરજે જાણે ચિંતામુક્ત થઇ જવાબ આપ્યો.
સોસાયટી નો ગેટ ખુલ્યો. સુરજ અને રોશની વોચમેન કાકા સામે હાથ ઉંચો કરીને પોતાના ઘરમાં ગુસી ગયા.
સુરજે પોતાનો મોબાઈલ ટેબલ પર રાખતા ટાઇમ ચેક કર્યો. ૩.૩૦ થઇ રહ્યા હતા.
સુરજ અને રોશની બિસ્તર પર પડ્યા અને ક્યારે ઉંઘ આવી ગઈ એની ખબર પણ ના પડી.
ડાયવર્ઝન સ્ટોરી-૨ સમાપ્ત.
*** *** ***
ટૂંક સમય માં ‘ડાયવર્ઝન ૩’ (સ્ટોરી-૩) નવા સફર સાથે તમારી સામે હશે.
(તમારા અભિપ્રાય લેખકને ફેશબુક કે વોટ્સઅપ થી પણ જણાવી શકો છો.)
Suresh Patel (98792 56446)
[S.Kumar]