આ મારી પહેલી નવલકથા છે. હુ આશા રાખુ છુ કે, તમને પસંદ આવે.... Thank you
અમદાવાદ... ગુજરાતનું જૂનું અને જાણીતું શહેર. સવાર પડે એટલે પંખીઓનો કલબલાટ, રેડિયો પર વાગતા ગીતો, રીવરફ્રન્ટ પર જોગીંગ અને સાઈકલીન્ગ કરતા માણસો, જાણે કે આખું શહેર પોત-પોતાના કામમાં ભાગી પડતુ. cricket એ લોકો માટે અને ખાસ કરીને યંગ જનરેશન માટે એક જબરદસ્ત ગેમ હતી. લોકો ઈન્ડિયની મેચ એ રીતે જોવા બેસે જાણે લાખોનો કારોબાર હોય. અને મેચ જીતવાની ખૂશી પર દિવાળી જેવું celebration કરી નાખે.
મૃણાલ.... મૃણાલ પંડિત. દેખાવ મા handsome, મસ્ત બોડી, ગોરો અને જોતાં જ નજર ને ગમી જાય એવો. Study માં 3rd devision B.A. pass. Study માં ખાસ્સો રસ ના હતો. બસ, cricket રમવામાં માહીર હતો. આમ, કહો તો ક્રિકેટ નો સટ્ટો રમવામાં માહીર હતો. હા એના મોહલ્લા મા મશહુર હતો. પંડિત શુભઆશિષ નો છોકરો.. જે ઈસ્કોન મંદિરના મુખ્ય પંડિત. પણ, મૃણાલ માં એક ગુણ ન હતો પંડિતનો. બસ, એના આવારા દોસ્તો સાથે સટ્ટાઓ રમ્યા રાખતો. હા, પણ ક્રિકેટ સાથે બેવફાઈ ના કરતો.. શિદ્તથી જીતી ને આવતો.
અરે! આજે તો ઇન્ડ-પાક ની મેચ છે ને ? એના ફ્રેન્ડ બબલુ એ પુછ્યુ.
મે હા કહી.
કેટલાનો સટ્ટો લગાવ્યો છે? અને તુ અહીં શુ કરે છે? મેચ તો ક્યારની શરુ થઈ ગઈ છે.
મૃણાલે હસતા કહ્યુ, સાલે આ મેચ રમવા દે મને.... ઈન્ડિયાની જીત તો ફાઈનલ જ છે. બસ, આ મેચ પણ જીતી લઊ એટલે પછી એશ... અને જો પપ્પાને ખબર પડી ને તો સમજી લે આ મારી છેલ્લી મેચ.
બસ, આ મેચ જીતી જા. આગળ નું આગળ જોઈ લઈશું... બબલુ એ કહ્યુ.
એની ફેમેલી પણ નાની હતી. મા-બાપ અને એક બહેન હતી. અવનિશ, એની બહેન university માં અભ્યાસ કરતી હતી. અને પોતે બસ, અવારાગર્દી કરતો હતો.....
********
હાય હુ કુંદન.... કુદંન સવાણી. સવાણી ટેક્સટાઈલ ના માલીક અનુજ સવાણીની યંગર ડોટર. કહાની માં મૃણાલ હોત જ નહીં. પણ ભગવાને કંઈક ્અલગ જ લખ્યું હતું... કે એ કમિનાની કિસ્મત અમારી સાથે જોડાઈ... અને એવી જોડાઈ કે સાત જન્મ સુઘી ના ભુલાય.....
હુ મારા માતા-પિતા અને મારી મોટી બહેન ચાર લોકો જ ફેમેલીમા છીએ. અને બીજા બે-ચાર નોકરો હતા. હુ અને ક્યારા university માં અભ્યાસ કરતી હતી. પપ્પા મિલ સંભાળતા અને માં ઘર.
આજે ઘરનો માહોલ ખુશનુમા હતો.. લાસ્ટ લેક્ચર ન હોવાથી હુ વહેલી ઘરે આવતી રહી અને ક્યારા થોડી લેટ આવવાની છે.
આવતા જ માં એ પુછયુ, ક્યારા નથી આવી.
લેટ થશે મમ્મી એને.... લેક્ચર બાકી હતો એને. કલાકમા આવી જશે. કેમ શુ થયુ.?
અરે અમીત ્ અને એના મમ્મી આવ્યા છે.
હમમમ... હવે સમજાયુ કેમ યાદ કરાય છે ક્યારા ને....
હવે અહીં ઊભી રહીશ કે જયશ્રીક્રષ્ણ પણ કરીશ એમને...
હા મમ્મી અંદર જ જઊ છુ.
અમીત પપ્પાના બેસ્ટ ફ્રેન્ડનો છોકરો. આમ તો પપ્પા જ જાણતા હતા.. પણ સારૂ ખાનદાન હોવાથી વિચાર્યુ કે દોસ્તી ને રીશતેદારી મા બદલી દઈએ. આમ પણ અમીતના પપ્પાના ગયા પછી હમદર્દી હતી. અને અમીત પણ એકલો વારીશ હતો.. અને પપ્પાને પણ એમ હતું ક્યારા પણ સુખે થી રહેશે.
જયશ્રીક્રષ્ણ આન્ટી... કેમ છો?
જયશ્રીક્રષ્ણ બસ, બઘુ ઠીક છે.. અરે! ક્યારા નથી આવી?
હા.. આન્ટી બસ, આવતી જ હશે.
બસ.. બહારથી ગાડી નો અવાજ સાંભળતા મમ્મી બોલી ઊઠ્યા... લો આવી ગઈ એ..
ક્યારા....ક્યારા... અહીં આવ જો કોણ આવ્યુ છે?
હા આવી મમ્મી.... ક્યારા એ બુમ પાડી.
ડ્રોઈગરૂમ માં આવી ને જોયુ તો ... અમીત અને એના મમ્મી બેઠા હતા.
ક્યારા ના આવવાથી અમીત ના મોં પર સ્મિત આવી ગયુ.
જયશ્રીક્રષ્ણ આન્ટી..ક્યારા બોલી.
જયશ્રીક્રષ્ણ.....જયશ્રીક્રષ્ણ... વાહ હવે તો વઘારે સુંદર દેખાય છે.. હસતા હસતા આન્ટી બોલ્યા..
ખબર છે.. ક્યારનો મોઢુ બનાવીને બેઠો હતો.. અમીત સામે જોઈને કહ્યુ. તને જોતા જ એના ચહેરા પર હસી આવી ગઈ.
હુ ફ્રેશ થઈને આવુ. કહી ક્યારા રૂમ તરફ જતી રહી...
કુંદન ચાની ટ્રે લઈને આવતા હસતા બોલી .. આન્ટી.. આ વખતે તારીખ નક્કિ કર્યા વગર ના જતાં..
અરે આવવા તો દે તારા પપ્પાને... સાફસાફ કહીશ. ત્યાર પછી જ જમીશ જ્યારે તારીખ નક્કિ કરશે.
અને હા તમે પણ કંઈક કહેજો...લાસ્ટ ટાઈમ જ્યારે આવ્યા ત્યારે ચુપ રહ્યા હતા અને પપ્પાએ કહ્યુ હતુ.. વિચારી ને જવાબ આપશે.. અમીત સામે હસતા બોલી.
જી. અમીત શરમાઈ ને નીચે જોઈ ગયો.