Avpna:ant - 1 in Gujarati Love Stories by Darshna Upadhyay books and stories PDF | સ્વપ્ન:અંત (ભાગ - ૧)

Featured Books
Categories
Share

સ્વપ્ન:અંત (ભાગ - ૧)

"સ્વપ્ન:અંત"

નિશા : (કોલ કરીને) ક્યાં છે ?? ફોન પણ નથી ઉપાડતો! શું થયું છે?
મિહિર : હા! યાર થોડો વ્યસ્ત હતો... તું તો જાણે જ છે "પ્રાઇવેટ જોબ એટલે... નીચોવી જ નાખે"
નિશા : હા! હવે એ તો રેહવાનું!
મિહિર : સાંજે મળવું છે?
નિશા : હું તો ફ્રી જ છું!
મિહિર : સારું! તો મળીયે ૭:૦૦ વાગે.

સાંજે ૭:૦૦ વાગી ગયા. સમય નો પાક્કો હોવાથી મિહિર તેની હોન્ડા સિટી લઈને નિશા ના ઘર ની નજીક ના સર્કલ પર રાહ જોવે છે. પણ છોકરીઓ ની ટેવ કે કોઈ દિવસ આપેલા સમયે તૈયાર ના જ થાય.
(હવે, મેગી પણ ૨ મિનિટ માં તૈયાર નથી થતી ભાઈ!)

૭:૦૫ થઈ ગઈ. "ખબર જ છે કે જલ્દી નઈ જ આવે", 'અરે ઑય કેટલી વાર?
,'અરે હા બસ આવું જ છું. નીકળી ગઈ છું!"

મિહિર: 'શું કરતી હતી બે!?"
નિશા: 'અરે કઈ નઈ. (ગાડી માં બેસતા પૂછે છે.) તુ કે તારો દિવસ કેવો રહ્યો?
મિહિર: નિશા નો સાઈટ બેલ્ટ બાંધતા કહે છે,"હવે સુધરશે!"
નિશા: 'શું કર્યું આખો દિવસ?
મિહિર: 'બસ તમારું પર્યટન સ્થળ નક્કી કર્યું."
નિશા: (ખૂબ જ ખુશીથી) હે! ઓહો! તો તો પાક્કું પિકનિક જઈશું એમ ને! વાહ મજા આવશે!

મિહિર: 'હા! ક્યાં જાઉં છે આજે બોલ?
નિશા: બસ આજે કયાંય પાર્ક માં જઈને બેસીએ શાંતિ થી!
તુ એસી બંધ કર ને યાર! મને માથું દુખે છે..
મિહિર: હા! એસી બંધ જ છે. મને ખબર છે. મહારાણી પણ કૂલિંગ તો થોડા સમય સુધી રે ને!

મિહિર: ચાલ, હવે ત્યાં બાંકડે બેસીને આગળ વાત કરીએ!
હા! તો, મહારાણી સાહિબા અહીંયા બિરાજસો!
નિશા: "ના, ત્યાં થોડું ગંદુ છે!
મિહિર: "અચ્છા, હવે? ( મિહિર તેનો હાથ રૂમાલ પાથરે છે)
નિશા: "હા!,

મિહિર: સાંભળ! તમારી ટૂર સાપુતારા ગોઠવાઈ છે!
નિશા: ઓહો. મસ્ત જગ્યા છે! અને આપણે બંને ને બી બઉ મજા આવશે કુદરતી દૃશ્યોને નિહાળવાની! અને હા, હું perglayding કરીશ હા ને પાક્કું!
મિહિર: હા! એટલેજ તો એ સ્થળ નક્કી કર્યું છે મેં.
હવે આગળની માહિતી કાલે કોલેજમાં મળી જશે.

નિશા: હા. હા. હવે એ કે આજના દિવસની તારી ફેવરિટ મોમેન્ટ કઈ?
મિહિર: તુ જાણે જ છે! કે હું તારી જોડે હોવ એ દરેક ક્ષણ મહત્વ ની હોઈ છે મારી માટે!
નિશા: હા! મારી પણ. ચાલ હવે ઘરે પાછા ફરીએ..

(બીજા દિવસે કોલેજમાં)
નિશા: મિલી મેમ્! ગુડ મોર્નિંગ!
મિલી: ગુડ મર્નિંગ બેટા! તમારી ટૂર ગોઠવાઈ ગઈ છે.
નિશા: ઓહો! મેમ શું વાત છે!
મિલી: હા! તમે બધા હોલ માં આવી જાવ ત્યાં હું અને મિહિર સર બંને આવીને બધું જણાવી દઈશું.
નિશા: હા! મેમ.

કોલેજ ના સ્ટુડન્ટ: ગુડ મોર્નિંગ સર એન્ડ મેમ!
મિહિર : ગુડ મર્નિંગ. ટૂર ની વાત જણાવતા કહે છે કે ટૂર સાપુતારા ગોઠવાઈ છે. અને ૨૪/૧૦ એ આપને અહીંથી રાતે ૯:૦૦ વાગે બસ નીકળશે. અને ૨૫/૧૦ અને ૨૬/૧૦ આપને બે દિવસ ફરીશું. આગળ ની વધી વિગત મિલી મેમ જણાવી દેશે.

(હવે,તમને એ તો સમજાઈ જ ગયું હશે કે નિશા એક કોલેજ સ્ટુડન્ટ છે અને મિહિર તેના વિષય ના પ્રોફેસર. પણ આ બંને કોલેજ પેહલાથીજ એક બીજાને ઓળખતા હતા. બંને એક જ સ્કુલ માંથી ભણેલા. હવે એકબીજા પ્રત્યે લાગણી હોય એ સ્વાભાવિક પણ એ બંને વચ્ચે પ્રેમ નથી એવું તે માનતા. ક્યારેય કોઈએ એમની લાગણીઓને પ્રેમ નું નામ આપ્યું જ ના હતું. બને ની વાતો કૈક વિષય લાગતી હોય. પણ બંને ને એકબીજાની કંપની ગમતી.)

હવે ધીમે ધીમે ટૂર નો દિવસ નક્કી થયેલી તારીખ પણ આવી જ ગઈ. માત્ર ૩૦ જ સ્ટુડન્ટ ટૂર માં આવવાના હતા.

૨૪/૯ રાતે ૯ વાગે નિશા અને અવની સાથે તેની બને ની ફ્રેન્ડ નેહલ ના ઘરે પોહચી જાય છે. નેહલ નું ઘર સ્ટેશન ની નજીક હોવાથી ટૂર માં જવાની બસ એજ રોડ થી જવાની હતી.

રાતે ૯:૦૦ વાગે બસ આવી જાય છે. આ ત્રણેય ફ્રેન્ડ આરામ થી બસ માં બેસી જાય છે. પણ નિશા ની નજર મિહિર ને શોધે છે કે આ આવ્યો કે નઈ!?
પણ એટલામાં નિશા ની નજર મિહિર ને શોધી લે છે. મિહિર હેડફોન લગાવી શાંતિ થી ગીતો સાંભળી આંખો બંધ કરી બેઠો હોય છે. એની બાજુમાં જ વિક્રાંત સર બેઠા હોય છે .

હવે આ ત્રણેય (નિશા,અવની,નેહલ) જોડે જ બેસી જાય છે. શરૂ શરૂ માં તો મસ્તી કરતા કરતા જાય છે પણ ધીમે ધીમે એ પણ સીટ માં જ સૂઈ જાય છે.

મોર્નિંગ માં સવારે ૪:૦૦ વાગે બસ સાપુતારા પોહચી જાય છે. પણ સ્ટુડન્ટ બધા સુવે છે. માત્ર પ્રોફેસર જ નીચે ઉતરીને ને નક્કી કરેલી ૫ સ્ટાર હોટેલ માં ચેક ઈન કરવી લે છે.

વિક્રાંત સર: મિહિર સર તમે સ્ટુડન્ટ બોલાવી લાવો કેમ કે ૬:૦૦ વાગે સન રાઇઝ પોઇન્ટ પર નીકળવાનું છે.

મિહિર બસ માં ચડે છે બધા શાંતિ થી સુવે છે. પણ મિહિર માત્ર નિશા ને જોવે છે. નિશા સૂતી હોય છે. મિહિર : (મન માં) આ કેટલી ક્યૂટ લાગે છે.
,'મિલી અને પ્રિયાની મેમ તમે સ્ટુડન્ટ ઉઠાડી દો અને હોટેલ ના ગેટ આગળ આવો અમે ત્યાં જ છીએ..

બધા ને પોતપોતાના રૂમ મળી મળી જાય છે. બધા હોટેલ ની ભવ્યતા જોઈને દંગ રહી જાય છે. અને ત્યારે સમજાઈ છે કે કેમ ૨ દિવસ ની ટુર ના ૪૦૦૦/- લીધા. હવે, નિશા એની બે ફ્રેન્ડ ની જોડે રૂમ શેર કરે છે ત્યારે તેનો રૂમ ૬ માળ પર હોય છે. અને મિહિર એ સેફ્ટી ના હેતુ થી જાણતા તેનો રૂમ પણ ૬ માળ પર રખાવે છે. હવે સૂચના મુજબ બધા તૈયાર થઈને ૬:૦૦ વાગે નીચે હોટેલ ના હોલ માં મળવાનું નક્કી થાય છે.

૬ વાગી ગયા બધા સૂચના મુજબ આવી જાય છે. અને સન રાઈઝ જોવા માટે નીકળી જાય છે. અને ત્યાર બાદ નાગેશ્વર મંદિર, સાપુતારા મ્યુઝિયમ, પૂર્ણા અભ્યારણ, લેક ગાર્ડન ત્યારબાદ રાત નું ભોજન લઈ બધા ગાર્ડન માં રમતા હોય છે..

મિહિર એ નિશા ને કોલ કર્યો અને કીધું કે હોટેલ ની બાર મડ... નિશા ગેટ પર પોહચી કે મિહિર તેનો હાથ ખેંચી એણે ક્યાંક લઈ જાય છે.

હોટેલ ની સામે આવેલા લેક માં બોટિંગ થતી હતી. મિહિર એ પેહલા જ બે પાસ લઈ લીધા હતા.

બંને જણા એ લેક માં પૂનમ ની ચાંદ ની રાત માં બંને એકબીજા જોડે સમય વીતવા લેક માં બોટિંગ કરે છે.
એક શાંત રાત, કોઈ અવાજ નઈ. બંને કઈ પણ બોલ્યા વગર વાતા પવન ને મહેસૂસ કરે છે. ક્યારેક ચાંદ પર પણ નજર જાય છે. ક્યારેક પાણી માં પડતા પડછાયા પર પણ... નિશા એ અચાનક જ પૂછ્યું કે મિહિર શાયદ આ આપની છેલ્લી મુલાકાત હોય તો?
મિહિર: ના. કેમ કે હજી જીવન રેખા લાંબી છે ચિંતા ના કર...

બંને એકબીજામાં એવા મગ્ન થઈ જાય છે કે ખબર જ નથી હોતી કે ૧ કલાક વીતી ગયો. બોટિંગ વખતે બોટ જ્યારે ફુવારા નીચે આવે આવે છે, ત્યારે એમનું ધ્યાન હટે છે.

ત્યારબાદ બંને સહી સલામત પાછા આવી જાય છે. ત્યાં સુધી બીજા છોકરાઓ ગાર્ડન માં રમતા જ હોય છે. પણ નિશા તો હજી ખુલી આંખે સપના જ જોવે છે. એણે મિહિર જોડે વિતાવેલી ક્ષનો સોના જેવી લાગે છે.

ત્યાર બાદ આજનો દિવસ પૂરો થતાં બધા પોતાના રૂમ માં જઈ આરામ કરે છે.
બીજા દિવસે કાર્યક્રમ મુજબ ૬ વાગે બધા તૈયાર થઈ જાય છે.

આજે નિશા બઉ ખુશ છે. કારણ એનું એક આપનું આજે પૂરું થવાનું હતું. નાસ્તો કરી નિશા અને બીજા સ્ટુડન્ટ પણ ગીરા વોટરફોલ જોવા જાય છે. ત્યાર બાદ સ્ટેપ ગાર્ડન ની મજા માણી. ત્યારબાદ સૌથી દિલચસ્પ વાત peragliding કરવા જાય છે.

પણ પવન આજે વધારે વેગ થી વેહતો હતો. તેથી peragliding કરવાની મંજૂરી ન મળી. પણ નિશા જિદ્દી બધાથી લડી અને આખરે નક્કી કર્યું કે એ peraglading ની એક વાર મજા માણશે.
પણ તે સાઈટ ના લોકો એ તેની જોડે ગાઈડ મોકલવાની ના પાડી. અને નિશા ની એક લેટર માં લખવી પોતાની જવાદારીઓમાંથી મુક્તિ મેળવી લીધી..

આ વાત જાણતા જ મિહિર બધા ની સામે જ નિશા ને બોલ્યો અને ચોખ્ખી ના જ પાડી દીધી.
પણ નિશા એના સપના ને હકીકત માં ફેરવવા માં બહુ નજીક હતી પણ છતાં એને મિહિર ની વાત ને વિરુદ્ધ ના જવું જ સજદારી લાગી.

થોડા સમય પછી પવન ની ગતિ સામાન્ય થતાં જ ફરી નિશા એ ઉપાડાં લીધા. હવે મિહિર જોડે કોઈ બહાનું ના રહ્યું અને આખરે એણે પણ હા પાડી.

હવે સાઈટ ના લોકો એ પણ ગાઈડ જોડે આવશે એ માટે તૈયાર થાય છે. પેરાશૂટ માં નિશા એક અલગ જ નજરે દેખતી હતી... અને peragladin માટે તૈયાર થાય છે. અને એક ઊંચા ટાઉન પર ઊભી રહી પાછળ જોયું તો મિહિર ને તેને બાય કહ્યું અને ધ્યાન રાખજે કીધું. એની ફ્રેન્ડ પણ નિશા ને ચીઅર કરે છે.. હવે સપનું પૂરું થવાની મોસમ શરૂ થઈ ગઈ. નિશા મનમાં જ ખુશ થઈ હતી.

હવે સૂચના મુજબ નિશા કામ કરવા તૈયાર થઈ. અને પોતાના સુટ સાથે ઉડાન ભરી. એક હાઇટ થી આકાશ માં પંખી ની જેમ ઊડતી નિશા જરા પણ ગભર્યેલી ન હતી. એ નીચે દેખાતી દુનિયા ને નિહાળતી હતી.

મિહિર ની નજર નિશા પર થી દુર થવા જ નતી માંગતી. એણે બાય તો કીધું પણ ભારે હૈયે... અને મનમાં જ ભગવાન ને યાદ કરી નિશા ની ખેરિયત માંગી લે છે.

નિશા છેલ્લી ૪.૫ મિનિટ થી હવા માં ઊડતી હતી. અને એવાં માં જ ફરી પવન ની ગતિ વધતી ગઈ. નિશા ને રેડ એલર્ટ મળી ગયું કે જલ્દી થી લેન્ડિંગ કર. નિશા એ એક મોટો ભવાંડાર ફરતા જોયું કે એ એની જપેટ માં નીચેના વાહનો ને લેતું હતું.. નિશા એ લેન્ડિંગ કરવાની કોશિશ કરી. એના ગાઈડ પણ લેન્ડિંગ કરવાની તમામ કોશિશ કરી. ધીમે ધીમે એ પવન ની ગતિ વધતી જ ગઈ. અને છેલ્લે સુટ ને છોડી નીચે એમની એક સ્પેર માં રાખેલા પેરાસુટ સાથે કૂદવાનું નક્કી કર્યું. હવે નિશા ગભરાયેલી હતી. એણે ખબર ના હતી કે હવે કેવી રીતે બચશે?! જોત જોતા ગાઈડ એનો સુટ અનલૉક કરી નીચે કૂદી ગયો. પણ નીશા થી લોક ખુલ્યું જ નઈ. અને જોત જોતામાં પવન ની ગતિ થી એ ભવાંદર ની દિશા માં આગળ વધતી ગઈ.

અહીંયા નીચે બૂમાબૂમ થઈ ચૂકી હતી. અવની અને નેહલ બંને રડવા લાગી હતી. કારણ કે આકાશ ધૂંધળું થઈ ચૂક્યું હતું. અને નિશા અને તેનું પેરાશૂટ કઈ દેખાતું જ ના હતું...

મિહિર અને બીજા પણ નિશા ને શોધે છે, પણ નિશા ક્યાંય દેખાતી જ નથી. બધા જ આમતેમ નિશા.. નિશા... નિશા.... બૂમો પડે છે. પણ નિશાનું કોઈ નામોનિશાન નથી...








ક્રમશ: