Lockdown Conversation in Gujarati Moral Stories by પુર્વી books and stories PDF | લોકડાઉન સંવાદ

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

લોકડાઉન સંવાદ

મિત્રો આજકાલ કોરોના મહામારીને કારણે દેશમાં જે લોકડાઉન ચાલી રહ્યું છે તેના કારણે કેટલાય લોકોએ પોતાના પરિવારથી અને પોતાના વતનથી દૂર રહેવાની ફરજ પડી છે. આ સંજોગોમાં દરેક લોકો પોતાના દૂર રહેલા સ્વજન સાથે ફોન ઉપર વાતચીતો કરીને સંપર્કમાં રહેતા હોય છે. અમારી પડોશમાં રહેતા અંજનાબેનનો પુત્ર હમણાં થોડા મહિનાઓ પહેલા જ પૂણે નોકરી અર્થે ગયો હતો અને લોકડાઉનના કારણે એ પોતાની માતા અને પોતાના ઘરથી દૂર ત્યાંજ એકલો રહે છે. અને દરરોજ માં દીકરો ફોન ઉપર વાતચીત કરીને એકબીજાની ખબર અંતર લેતા હોય છે. એમનો એક સંવાદ હું અહીંયા આપની સાથે શેર કરી રહી છું.
સવારના 11:30 વાગ્યા હોય છે અને અંજના બેનના ફોનમાં રીંગ વાગે છે.
અંજનાબેન : ગુડ મોર્નિંગ બેટા! ઉઠી ગયો તું?
દીકરો : ગુડ મોર્નિંગ મમ્મી. તમે મને ઉઠાડ્યો કેમ નહીં?
અંજનાબેન : અરે તું ભૂલી ગયો, લોકડાઉન ચાલી રહ્યું છે. ઓફિસ તો જવાનું નથી. હવે શેનું મોડું થવાનું તારે?
દીકરો : મમ્મી તમે લોકોતો લોકડાઉનના બહાને ત્યાં જલસા થી રોજ નવું નવું બનાવીને ખાવ છો અને મારે કામવાળા બહેન પણ ના આવતા હોવાથી ખાવા-પીવાનુ અને ઘરની સાફ સફાઈ બધું જાતે જ કરવું પડે છે.
અંજનાબેન : અરે મારો દીકરો.. તો શું થઈ ગયું? જીવનમાં બધું શીખવું તો પડે જ ને. તારી પેલી બહેનપણીઓ છે ને લીઝા અને નેહા, એના જેવી જો પત્ની લાવીસ કમાતી-ધમાતી તો પછી ઘરકામમાં એને મદદ કરવાની તૈયારી તો રાખજે જ.
દીકરો : મમ્મી મેં તમને કીધું તો હતું કે એ બંન્ને ખાલી મારી ફ્રેન્ડસ છે. હું સાવ ફીકુ અને સ્વાદ વગરનું ખાઈને કંટાળી ગયો છું એનો કાંઈક ઉકેલ લાવી આપોને.
અંજનાબેન : બસ આટલી જ વાત. શું ખાવું છે તારે બોલ ચાલ હું તારી મુશ્કેલી હમણાં જ હલ કરી આપું.
દીકરો : મારે તો તમે પેલા સેન્ડવીચ ઢોકળા બનાવો છો ને એ ખાવા છે.
અંજનાબેન : સારું તો ફટાફટ પેપર અને પેન લઈલે. અને હું જે સામાનનું લીસ્ટ લખાવું એ તું જ્યારે પણ જરૂરિયાતની વસ્તુઓ લેવા બહાર નીકળે ત્યારે લેતો આવજે.
દીકરો : સારુ મમ્મી લખાવી દો. મારે સાંજે બહાર દૂધ લેવા માટે જવાનું જ છે. અને પપ્પા ક્યાં ગયા? એમનો કેમ અવાજ નથી આવતો?
અંજનાબેન : એ સુતા જોને. હજુ સુધી એમનું નસકોરાંનું સ્કૂટર ચાલુને ચાલુ જ છે.
દીકરો : કેમ હજી સુધી સુતા છે? એમની તબિયત બરાબર છે ને?
અંજનાબેન : એમને વળી શું થવાનું હતું? દરરોજ સવાર-સાંજ નવી નવી ફરમાઈશો કરીને અયને ટેસથી જમવાનું અને પછી આરામ કરવાનો. આ તો આજકાલ યુવા પેઢીઓની જેમ નેટફ્લિક્સ નું ભૂત સવાર થયું છે. એટલે રાત્રે તો જાગતા જાગી લે અને પછી સવારે ઉંમર સાથ ના આપે એટલે પછી પડી રહે પથારીમાં ભર બપોર સુધી.
દીકરો : અરે મમ્મી ! તમે સમજાવોને પપ્પાને કે આ ઉંમરે મોડે સુધી જાગવું એ એમની માટે હાનિકારક છે.
અંજનાબેન : ના રે ભાઇ. મારે કંઈ કોઈને સમજાવવુ નથી. આતો લોકડાઉન પૂરતો એ પણ શોખ પૂરો કરી લે છે. બાકી તો રાત્રે ઓફીસ થી થાકી ને આવ્યા હોવાના કારણે 9:30 વાગ્યામાતો એ પથારીમાં હોય, અને એમની સ્કૂટર સવારી ઉપડી ગઈ હોય. અને વળી એ મોડા ઊઠે છે તો થોડો સમય મને પણ ટીવી જોવા મળે છે. બાકી તો આખો દિવસ રીમોટ એમના જ હાથમાં હોય અને મારી પાસે કંઈ ને કંઈ ખાવાનું માગ્યા કરે.
દીકરો : મમ્મી તમે પણ જબરું સેટિંગ પાડી લીધું તમારું હો. સારું ચલો મમ્મી હવે હું બપોર માટે કંઈક જમવાનું બનાવી લવ. પછી સાંજે બધી વસ્તુ લઈ આવું એટલે તમને ફોન કરીશ.
અંજનાબેન : સારું બેટા. અને સાંજે ખરેખર વસ્તુઓ લેવા માટે જ જવાનું છે કે પછી કોઇ બહેનપણી ને મળવા માટે?
દીકરો : શું મમ્મી તમે પણ આવું કરો છો. એ લોકો ખાલી મારી સાથે નોકરી કરે છે અને અમે લોકો સારા મિત્રો છીએ. અને હું કોઈને પસંદ કરીશ તો સૌથી પહેલા તમને જ તો કહીશ ને.
અંજનાબેન : સારું ચાલ હવે હું તો મજાક કરતી હતી. સાચવીને રહેજે અને ક્યાંય પણ બહાર જાય તો માસ્ક અને હેન્ડ ગ્લવ્ઝ પહેરવાનું ભૂલતો નહીં. આમ તો તું પણ તારા પપ્પા જેવો ચીકણો જ છે એટલે સાચવવાનું કહેવાની જરૂર નથી.
દીકરો : હું તો ધ્યાન રાખીશ પણ તમે બંને તમારું ધ્યાન રાખજો. અને હા તમે બિલકુલ બહાર ના નીકળતા. તમારે કંઈ પણ જોઈએ તો મને કહી દેજો. મારા મિત્રો આવીને તમને જરૂરી બધી વસ્તુ આપી જશે.
અંજનાબેન : હા બેટા. તું અમારી ચિંતા ના કરીશ. અને આ લોકડાઉન ને ઘરમાં રહીને સારી રીતે એન્જોય કર. મ પણ સ્કૂલે જવાનું ચાલુ કર્યું ત્યારથી લઈને નોકરીએ લાગ્યો ત્યાં સુધી તને કોઈ બ્રેક મળ્યો ન હતો. હવે થોડો આરામ કરી લે ‌. નોકરી તો આખી જિંદગી હવે કરવાની જ છે.
દીકરો : સારું ચલો મમ્મી બાય બાય. ટેક કેર. હું તમને બહુ મિસ કરીશ.
અંજનાબેન : બાય બેટા. ટેક કેર. અને મને નહીં કોઈ સારી છોકરી ને મીસ કરજે.
આમ કહીને અંજનાબેન અને તેમનો દીકરો બન્ને હસતા હસતા ખુશીથી ફોન મૂકી દે છે. એક માને પોતાના દીકરાની અને દીકરાને પોતાના માતા-પિતાની ચિંતા તો હોય જ છે. પણ ચિંતાજનક વાતો કરીને એક બીજાને દુઃખી કરવાના બદલે જે સમય અને સંજોગ છે તેને અપનાવીને દૂર રહીને પણ એક બીજાના ચહેરા ઉપર સ્મિત લાવી શકીએ તેનાથી વિશેષ બીજું શું જોઈએ?