"યાદગાર બર્થડે ગિફ્ટ, વાઉં નાની થેન્કયુ સો મચ " કહેતી અનન્યા ફરી તે પડછાયાને વળગવા જાય છે, પણ પાછી ધક્કો ખાઈને નીચે પડે છે.
"તને કીધું ને મૂર્ખ છોકરી મારી નજીક ના આવીશ." તે પડછાયો ગુસ્સામાં બોલ્યો.
"મારી નાની તો બહુજ સ્વીટ હતી. તું બિલકુલ સારી નથી." અનન્યા અકળાઈને બોલી.
ત્યાં તો અનન્યા હવામાં ઉંધી થઇ ગઈ અને જોરથી નીચે પટકાઈ ગઈ.
"આઉચ.... ઓ.. ગોડ!! સોરી સોરી આવું હવે નહીં બોલું ફરી. પ્લીઝ માફ કરી દો હિટલર નાની." કહેતી અનન્યા પોતાની કમર પકડીને ટેબલના સહારે ઉભી થઇ ગઈ.
તે પડછાયો હવામાં વિલીન થઇ ગયો.
અનન્યા બેડ પર લાંબી થઇ પણ તેને ઊંઘ નહોતી આવી રહી.તે ઉભી થઈને પોતાના ડ્રેસિંગ ટેબલ પાસે આવી અને ખુરશીમાં બેઠી પોતાના પ્રતિબિંબ સાથે વાતો કરવા લાગી.
"અનુ શું લાગે છે?? નાનીની આત્માને બોલાવીને સારુ કર્યું કે ખરાબ?? નાની તો બહુ સ્વીટ હતા પણ તેમની આત્મા તો સોલિડ ડેન્જર છે. કાંઈ નહીં ગિફ્ટની રાહ જોવાની છે હવે મારે."
બીજે દિવસે અનન્યા પોતાની સાથે બનેલ ઘટનાઓની જાણ કોઈને નથી કરતી તે એકદમ નોર્મલ હોવાનું બિહેવ કરે છે.
"ડેડ, મારી બર્થડે આવી રહી છે. હું એડલ્ટ થઇ જઈશ હવે.
પ્લીઝ મારે મોટી પાર્ટી આપવાની છે મારા ગ્રુપને. એની માટે મને પૈસા અરેન્જ કરી દેજો." અનન્યાએ તેના પપ્પા આગળ જીદ કરતા કહ્યું.
"ઓક્કે બેટા, પણ પરીક્ષાઓ આવે છે.એમાં આ પાર્ટી કરીશ તો ભણીશ ક્યારે?? " અનન્યાનાં પપ્પાએ તેને સમજાવતા કહ્યું.
"એતો થઇ જશે ડેડ. મારી ગિફ્ટ એકદમ સ્પેશ્યિલ હોવી જોઈએ. અત્યારથી જ કહી દઉં છું હા.. " કહેતી અનન્યા ઉભી થઈને પોતાની સ્કૂલ જવા નીકળે છે,
"સાંભળો છો તમે?? મને અનુની ખુબ ચિંતા થાય છે. મારી મમ્મીના ગયા બાદ તે હંમેશા યુટ્યુબ પર આત્માઓને પાછી બોલાવવાના અને ભૂતોનાં વિડિયોઝ જોતી હોય છે." ચાંદનીબહેને અનન્યાના પપ્પા કેતનભાઈને કહ્યું.
"એના બોલાવવાથી થોડી આવી જવાનાં છે." આમ કહેતા કેતનભાઈ ચાંદનીબહેનને પકડીને જોરથી વળગી જાય છે,
"શું કરો છો?? શરમ કરો, જુવાન છોકરી જોશે તો કેવું વિચારશે?? " ચાંદનીબહેન શરમાતા બોલ્યા.
"એ જતી રહી સ્કૂલે એટલે તો વળગું છું."
ચાંદનીબહેનને એવો આભાસ થાય છે જાણે કોઈક તેમને દરવાજાની બહારથી જોતું હોય.
"કેતન, મને લાગે છે ત્યાં કોઈક છે??"
"કોઈ નથી. તારા મનનો વહેમ છે બસ. અનુના વિડીયો જોઈને તું પણ ગાંડી થઇ ગઈ છું."
"જાઓને હવે, ચલો નીકળો ઓફિસે.'
ત્યાં હોલમાંથી તેઓ પોતાના કામે વળગી જાય છે. દરવાજો અચાનક જોરથી ધડામ કરતો બંધ થઇ જાય છે.
આખરે એ દિવસ આવી જાય છે જયારે અનન્યા 18 વર્ષની થઇ હોય છે અને તે તેના મિત્રોને પાર્ટી આપે છે એક ફાર્મહાઉસમાં.
બધુંજ પહેલેથી નક્કી કરેલું જ હોય છે.બધા મિત્રો અનન્યાની સાથે નાચે કુદે છે અને પછી ગેમ રમે છે.
"ચલો સ્પિરિટ ગેમ રમીએ." અનન્યા ઉત્સાહિત સ્વરે કહે છે.
"બે આ ચુડેલને હટાઓ કોઈ.જયારે જુઓ ત્યારે બસ ભૂત ભૂત ભૂત જ. એક કામ કર એક બોયફ્રેન્ડ શોધી લે જે ભૂત હોય અને પછી એની સાથેજ રમ્યા કરજે સ્પિરિટ ગેમ." અર્શે અનન્યાની વાતનો મજાક કરતા કહ્યું.
બીજા બધા મિત્રો પણ અર્શની વાત સાંભળીને જોરજોરથી હસવા લાગ્યા હતા.
અનન્યાને ખૂબજ ગુસ્સો આવ્યો હતો જે તેની આંખોમાં સાફ દેખાતું હતું. તે થોડીવાર બાદ રોવા લાગી એટલે તેના ફ્રેન્ડ્સ તેને ચૂપ કરાવવા લાગ્યા.
"અનુ સોરી યાર હું તો મજાક કરતો હતો." અર્શે માફી માંગતા કહ્યું?
"હેય!! બર્થડે ગર્લ આમ ના રોવાય આજે." કિંજલે કહ્યું.
"તો હું ક્યાં સિરિયસ છું હું પણ મજાક કરતી હતી." અનન્યા પણ માથું ઊંચું કરીને જોરજોરથી હસવા લાગી.
ઘડીક તો બધા સ્તબ્ધ થઇ ગયા પણ અનન્યાની મજાકથી બીજા બધા પણ હસવા લાગ્યા. રાત થતા બધા પોતપોતાના રૂમમાં સુવા ગયા. બધાનો અલગ રૂમ ફાળવેલો હતો.
અનન્યા પોતાના રૂમમાં આવી અને ફ્રેશ થઈને પોતાની નાનીને બોલાવવા લાગી.
"નાની.... ના... ની.... "
થોડીવાર બાદ એક કાળો પડછાયો અનન્યાને દેખાવા લાગ્યો.
"નાની મારી ગિફ્ટ??" અનન્યાએ ખુશ થઈને તે પડછાયાને પૂછ્યું.
"આંખો બંધ કર અને અડધો કલાક રાહ જો." આટલું બોલી તે પડછાયો અદ્રશ્ય થઇ ગયો.
અનન્યાએ આંખો બંધ કરી દીધી પણ ખૂબજ થાકનાં લીધે તેને ઊંઘ જ આવી ગઈ.
આશરે 2 વાગતા અનન્યાનાં રૂમમાં લોરી સંભળાવવા લાગી.
અનન્યા તરત બેઠી થઇ ગઈ.આસપાસ જોયું તો તે કાળો પડછાયો ત્યાં નહોતો પણ તેની સામે એક મોટું બોક્સ પડ્યું હતું.
તે ખુશ થતી થતી બેડ પરથી ઉભી થઇ અને તે ગિફ્ટને ખોલવા લાગી.
"વાઉં!! નાની તમે પેકીંગ તો મસ્ત કર્યું છે." સ્વગત બબડતા અનન્યા તે ગિફ્ટબોક્સ ખોલવા લાગી.
ગિફ્ટનું બોક્સ ખોલતા જ અનન્યનાં ગળામાંથી ચીસ પાડવા છતાં નીકળી નહોતી રહી.
તેને લાગ્યું જાણે તેનું ગળું કોઈકે દબાવી દીધું હોય. તેને શિયાળાની કડકડતી ઠંડીમાં પણ પરસેવો છૂટવા લાગ્યો. તેના હાથ પગ ધ્રુજવા લાગ્યા. બોક્સમાં અર્શનાં કપાયેલા લોહીથી લથબથ અંગો હતા, તેની આંખોના ડોળા જોઈને અનન્યાને ખૂબજ ડર લાગી ગયો હતો. તેની જીભ તેના ચહેરાની બહાર લબડી રહી હતી. અનન્યાએ અર્શનું માથું પકડ્યું તો તેના હાથો પણ લોહીથી ખરડાઈ ગયા. તેણે ટેબલ પર રહેલા કપડાંથી પોતાના હાથ સાફ કરી દીધા. તેનાથી હડબડાટમાં તે બોક્સ નીચે પડી ગયું. જમીન ઉપર લોહીના રેલા જવા લાગ્યા. અનન્યાએ જોરથી ચીસ પાડી અને તે દોડીને રૂમની બહાર નીકળી ગઈ.
"કિંજલ, જલ્દી દરવાજો ખોલ." અનન્યા જોરજોરથી બારણું ખખડાવે છે.
"શું થયું યાર કેમ ઊંઘ બગાડે છે??" કિંજલ આંખો ચોળતી ચોળતી બહાર આવે છે.
"કિંજુ અર્શ... અ... અ... અર્શ... "
"શું થયું અર્શને??" કિંજલની ઊંઘ અર્શનું નામ સાંભળતા જ ઉડી ગઈ.
અનન્યા અને કિંજલના અવાજથી બીજા લોકો પણ પોતાના રૂમની બહાર આવી ગયા.
"શું થયું અનુ??" ઓમ આળસ ખાતા બોલ્યો.
"ગાય્ઝ, અર્શ ક્યાં છે??" કિંજલે ડરતા ડરતા પૂછ્યું.
"એને તેની ગર્લફ્રેન્ડનો કોલ આવ્યો હતો એટલે એ નીકળી ગયો હતો.મને કહ્યું હતું એણે, ખોટી ચિંતા ના કરો.સુઈ જાઓ." માધવીએ કહ્યું.
"ના ગાય્ઝ, એ મારા રૂમમાં છે. ચલો હું બતાવું." અનન્યા જોરથી તાડુકીને બોલી.
બધા અનન્યાનાં રૂમમાં આવ્યા પણ ત્યાં અર્શ કે કોઈજ ગિફ્ટબોક્સ નહોતું.
જમીન ઉપર પણ એવા કોઈજ નિશાન નહોતા જે અનન્યાએ જોયા હતા?
"લાગે છે તે કોઈક ખરાબ સ્વપ્ન જોયું હશે. ચિંતા ના કર સુઈ જા. કાંઈ પણ તકલીફ લાગે તો કોલ કરી દેજે." ઓમે અનન્યનાં ખભે હાથ મૂકતા કહ્યું.
અનન્યાને પણ લાગ્યું કે તેણે કદાચ ખરેખર સ્વપ્ન જ જોયું હશે. તેના મિત્રોના ગયા બાદ તે ફરી બેડ પાસે આવી.
"કેવી લાગી ગિફ્ટ હાહાહા..." એક ભયંકર કર્કશ અવાજ સાથે પેલો કાળો પડછાયો અનન્યા સામે દ્રશ્યમાન થયો.
અનન્યાએ પાછળ ફરીને જોયું.
"ખૂબજ બેકાર, તને શું લાગે છે તું મને ડરાવી દઈશ!! પણ હું ડરું એમ નથી સમજી હિટલર આત્મા. તું મારી કોઈ નાની નથી બસ મારી કમજોરી પકડીને મને હેરાન કરી રહી છું. જતી રહે અહિયાંથી, ચાલ જા જતી રહે." અનન્યાએ જોરથી ચીસો પાડીને કહ્યું.
તે પડછાયો ફરી હવામાં વિલીન થઇ ગયો.
ત્યારબાદ અનન્યા થાકનાં લીધે ફરી સુઈ ગઈ.
આળસ ખાતી અનન્યાએ સવારે ઉઠીને જોયું તો તેના બેડ પાસે અડધા ખાધેલા મરેલા ઉંદર પડ્યા હતા.
(ક્રમશ :)
(આપને વાર્તા ગમી હોય તો પ્લીઝ પ્રતિભાવ આપવાનું ના ભૂલતા. )