ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૧૧
.....જાહેરાત પરથી મને એતો ખબર પડી ગઈ કે એ ચીઠી ઉપર શું લખ્યું હશે. જો પુરુષ હોય તો ગુડ્ડુ-૧,૨,૩...અને જો સ્ત્રી હોય તો ગુડિયા-૧,૨,૩...એવી ચિઠીઓ દરેક લાશ પર લગાડેલી હતી. આવીજ એક ચીઠી રોશનીના પગના અંગુઠા પર લગાડેલી હતી, “ગુડિયા-૩૬”.
હવે આગળ.....
મગજ પર થોડુ જોર આપ્યું તો ખબર પડી કે ૧,૨,૩...એ ખરેખર કલાક દર્શાવતો કોડ હતો. એટલેકે જે તે લાશને મૃત્યુ થયે કેટલા કલાક થયા છે તે જણાવતો કોડ. રોશની ૩૬ કલાકવાળા લોટમાં આવતી હતી, એટલે જોહનના બોસે જોહ્નનને ૩૬ કલાકમાં અહિયાં પહોચવાનું કીધું હશે. આટલી ખબર તો પડી પણ આ લોકો બધા ભેગા થઇને શું કરવા માંગે છે, એ હજી ખબર નહોતી પડી રહી. આખું દ્રશ્ય જાણે એક હોસ્પિટલ અને મીલીટરી બેઝ કેમ્પ હોય એવું લાગતું હતું.
આ દ્રશ્ય જોઈ હું એટલો આશ્ચર્યચકિત થઇ ગયો હતો કે, મને યાદ્જ ન આવ્યુ કે જોહ્નનની જે બેગમાં દૂરબીન હતું એ અત્યારે મારા ખભે લટકેલી હતી. મારા પગમાં ટાંકા લેવા, સોયદોરો કાઢતી વખતે એ મારા હાથમાં આવ્યું હતું. દૂરબીન વડે હું આ આખી ઘટના જોવા લાગ્યો. હવે મને બધુજ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. દરેકના મોઢા, એમને શું પહેર્યું છે, એમના હાથમાં શું છે, એ બધું હું બરાબર રીતે જોઈ શકતો હતો. ધ્યાનથી થોડી વાર માટે જોયું તો ખબર પડી કે આ આખું ઓપરેશન પાકિસ્તાનઆર્મી જેવા કપડા પહેરેલા આતંકીઓ અને ચાઈનાના ડોકટરો ભેગા મળીને કરી રહ્યા હતા. પાકિસ્તાની આતંકીઓએ રોશની જેવા હજારો લોકોને આપડા દેશમાંથી કોઈને ખબર ન પડે એવી રીતે કિડનેપ કરાવીને, તેમનું ખૂન કરાવીને અહિયાં લાશોનો ઢગલો કર્યો હશે. આ આખા ઓપરેશનને પાર પાડવા જરૂરી એવા બધાજ માણસો અને હથિયારો પાકિસ્તાનેજ સપ્લાય કર્યા હશે. ચાઈનાના ડોકટરો આ બધી લાશોને એક પછી એક ઇન્જેક્શન આપી રહ્યા હતા. દરેક લાશોને એમના મૃત્યુ થયે જેટલા કલાક થયા હોય, તે પ્રમાણે અલગ અલગ દવાનો ડોઝ આપી રહ્યા હતા. મને હજુ એ ખબર નહોતી પડી રહી કે આ લોકો મરેલા લોકોને ઇન્જેક્શન કેમ આપી રહ્યા છે. મને થયું કદાચ એમના જુદા જુદા અંગો કાઢીને વેચવાનું મોટું કૌભાંડ હશે પણ એના માટે જરૂરી એવા કોઈ ઓપરશન એ લોકો નહોતા કરી રહ્યા.
ત્યારબાદ લગભગ ૨૪ કલાકવાળી લાશોને ઇન્જેક્શન આપવા ગયા. મેં જોયું ૧ કલાક થી લઈને ૧૨ કલાક વાળી લાશોના હાથ-પગ એક પછી એક ધીમે ધીમે હલવા લાગ્યા. આ જોઈને મારી આંખો થોડી બહાર આવી ગયી હોય એમ હું ઘભરાઈ ગયો. મરેલા માણસો જીવિત કેવી રીતે થઇ શકે. દૂરબીન હાથમાંથી પડતા પડતા રહી ગયું. પરસેવો નીચે ઉતરવા લાગ્યો અને બ્લડ-પ્રેશર ઉપર. મેં આ ઘટનાનો શક્ય હોય એટલો વિડીઓ રેકોર્ડ કરી લીધો. આ જગ્યાનું લોકેશન લેવાનો પ્રયત્ન કર્યો પણ ભોયરામાં સિગ્નલ બરાબર પકડાતા નહોતા માટે એ હું ન કરી શક્યો. થોડીવારમાં પેલા ડોકટરો રોશનીની લાશ જોડે આવ્યા અને બે ઇન્જેક્શન આપ્યા. દરેક કલાકના લોટમાં ૧ પુરુષ અને ૧ સ્ત્રી હતી. રોશની જોડે ૩૬ કલાકવાળા પુરુષની લાશને પણ ડોક્ટરોએ એજ પ્રમાણે ઇન્જેક્શનો આપ્યા. ડોકટરો આગળ વધતા ગયા અને પછીની દરેક લાશોને નક્કી કરેલા ડોઝ અને પેલી એનાઉન્સમેન્ટ પ્રમાણે ઇન્જેક્શન દ્રારા દવા આપતા ગયા.
મેં રાહ જોઈ કે રોશની જીવતી થાય છે કે નહિ. ૨૯ કલાક સુધીના દરેક લોકો જે મૃત્યુ પામેલા હતા એ બધાના શરીરમાં ઇન્જેક્શન દ્વારા આપેલી દવાની અસર થઇ રહી હતી અને થોડું હલન ચલન જોવા મળી રહ્યું હતું. એ દરેક લોકોને તુરંત ઓક્સીજન અને જરૂરી ઈમરજન્સી દવાઓ આપીને એમનું ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું. દરેક લાશ દીઠ જરૂરી નર્સ અને ડોકટર મુકેલા હતા. બસ થોડીવાર માટે હવે મારે રાહ જોવાની હતી. ડોકટરો જેવા ૪૩ કલાકવાળા લોટમાં ઇન્જેક્શન આપવા પહોચ્યા કે તરતજ રોશનીની આગળવાળી બધી લાશોમાં પણ હલન ચલન જોવા મળ્યું. કોઈકે હાથ હલાવ્હો હોય, કોઈકે પગની આંગળીઓ, તો કોઈક આંખ ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એમણે પણ એવીજ રીતે જરૂરી ઓક્સીજન અને દવાઓ આપવામાં આવી. હું દૂરબીનથી સતત હવે રોશનીને જોઈ રહ્યો હતો અને રાહ જોઈ રહ્યો હતો કે રોશની બીજા બધાની જેમ ક્યારે પુન-જીવિત થાય. રોશનીમાં કોઈ મુવમેન્ટ ન દેખાતા હું થોડોક માયુસ થઇ રહ્યો હતો કે તરતજ મેં જોયું, રોશનીની ડાબા હાથની એક આંગળી હલી જેના ઉપર મેં એને એન્ગેજમેન્ટ રીંગ પહેરાવી હતી. હાથમાંથી ઢીલું પડી રહેલું દૂરબીન એને ધ્યાનથી જોવા મેં ફરીથી કશીને પકડ્યું. એન્ગેજમેન્ટ રીંગ મેં થોડાક કલાકો પહેલાજ ઇન્દોરમાં રોશનીના બીજા દાગીનાની સાથે વેચી કાઢી હતી જેનો હવે મને અફસોસ થઇ રહ્યો હતો, પણ એ સમયની પરિસ્થિતિ પ્રમાણે એ નિર્ણય બરાબર હતો. એ ઘરેણા વેચ્યા ન હોત તો એનાથી મળેલા પૈસા વગર મારાથી અહિયાં પહોચવું અશક્ય હતું. રોશની જીવે છે એ જોઈને અત્યંત ખુશી સાથે મારી આંખમાં પાણી આવી ગયું. એવું થયું કે તરત ત્યાં જઈને એને ભેટી લઉં, તેના હોઠ ઉપર ગાઢ ચુંબન કરી લઉં અને હીરો બનીને આ બધાની વચ્ચેથી એને બચાવી લઇ ભાગી જાઉં. આટલા બધા દુશ્મનોની સામે એવું ડહાપણ કરવું શક્ય નહોતું, કારણકે હવે પ્રશ્ન ખાલી રોશની સુધી સીમિત નહોતો, હવે પ્રશ્ન રોશની જેવા હજારો માસુમો, એમના પરિવારો અને દેશની સુરક્ષાનો હતો. થોડીવાર માટે તો મને એવું લાગવા માંડેલું કે જાણે હું પણ મારા પિતાજીની જેમ એક આર્મીમેન છું. એક આર્મીમેનનું લોહી મારામાં વહી રહ્યું હતું એટલેજ તો આટલું સાહસ હું કરી શકેલો, જે કોઈ સામાન્ય માણસ કદાચજ કરી શકે. જેવા પ્રકારનું લોહી અને સંસ્કાર તમને વારસમાં મળ્યા હોય એવાજ પ્રકારનું વર્તન તમારું મન અને શરીર તમારા જાણતા-અજાણતા કરવા લાગે છે, એનો અનુભવ એ સમયે મને થઇ રહ્યો હતો.
ભોયરામાંથી તુરંત બહાર નીકળીને, એ જગ્યાનું લોકેશન અને એ ઘટનાનો વીડિઓ મેં PMO ઓફીસ પર ઇમેલ દ્વારા મોકલી દીધો. એ વિડીઓમાં એટલું કઈ ખાસ ચોખ્ખું નહોતું દેખાઈ રહ્યું પણ એ જોઈને એટલું તો ખબર પડી રહી હતી કે, દેશ વિરુદ્ધ કશુક મોટું કાવતરું થઇ રહ્યું હોય. હું આ વીડિઓ યુ-ટ્યુબ અને ટ્વીટર પર મુકવાનું વિચારી રહ્યો હતો જેથી આખો દેશ અને દુનિયા, ચાઈના અને પાકિસ્તાનની આ કરતુતને જોઈ શકે. જોડે જોડે મને એ પણ વિચાર આવ્યો કે આ વિડીઓ એવા વ્યક્તિઓ પણ જોઈ લેશે જે આ ષડ્યંત્રને સફળ બનાવવા બહારથી મદદ કરતા હોય. જો એવું થાય તો બધાજ લોકો ત્યાંથી બચીને ભાગી જાય અને આ બધાને પકડવું શક્ય ન બને, માટે એ વીડિઓ સોસિયલ-મીડિયા પર મુકવાનો વિચાર મેં પડતો મુક્યો. PMO ઓફીસ સીવાય આના પર તાત્કાલિક પગલા લેવાય એ માટે, આ બધું મેં મારા મિત્ર કુશને પણ મોકલી દીધું. મેં કુશને ફોન કરીને કીધું કે, આ બધું આપડી સરકાર સુધી કોઈને ખબર ન પડે એ રીતે તાત્કાલિક પહોચાડે.
કુશે મારું એ કામ ખુબ ધ્યાનપૂર્વક અને ચતુરાઈથી કર્યું. ઇન્ડિયન ગવર્મેન્ટે તુરંત આના પર પગલા લીધા. એમના કોઈ કમાન્ડો ઓફિસરને મારા દ્વારા આપવામાં આવેલા લોકેશન ઉપર સીક્રેટલી મોકલી આ આખી ઘટના સત્ય છે કે નહિ અને જો છે તો એની માટેની તયારીઓ કેટલી હદે કરવી પડશે એની જાણકારી મેળવી.
.....વધુ અંતિમ ભાગ-૧૨માં
સુકેતુ કોઠારી