કોરોના વોરિયર્સ
વિચિત્ર સમય આવ્યો. માણસ માણસ થી દુર થયો , ઘરમાં પુરાયો . અત્યાર સુધી તો આ કાળા માથાનો માનવી કોઈના થી નહોતો ડરતો, પણ આજે પોતાના ઘરથી બહાર જવુ હોય તો પણ બે ચાર વખત વિચારવું પડે છે . કદાચ એમાં માનવીની જ ભૂલ છે . આધુનિકતા ના યુગ માં માનવી કુદરત ની કદર કરતા ભૂલી ગયો . અનિયમિત અને અયોગ્ય આહાર ના આચરણ સાથે પોતાના સ્વાસ્થ્ય ની અવગણના કરવા લાગ્યો ,અને આવી ભૂલો ના પરિણામે જ 2019 ના છેલ્લા મહિનામાં કોરોના વાઇરસ નામે એક વિચિત્ર વાઇરસ નો ઉદ્ભવ થયો . ઇ.સ 2019 માં તેનો જન્મ થયો હોવાથી તેનું નામ કોવિડ-19 રખાયું .આ નામ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આપવામાં આવ્યું .
આ વાયરસ ની ખાસ વિશિષ્ટતા એ કે તે સંપર્ક માત્ર થી ફેલાય . આ રોગ માં સામાન્ય શરદી ,તાવ ,શ્વાસ લેવામાં તકલીફ વગેરે જેવા લક્ષણો ઘણીવાર જોવા મળતા તો ઘણીવાર કોઈ લક્ષણ જોવા ન મળતા .જેના લીધે આ રોગ પર કાબુ મેળવવાનો એક જ વિકલ્પ બચ્યો હતો .જે હતો ' સોશિઅલ ડિસ્ટનસિંગ ' અને આ વિકલ્પ નું પાલન થાય તે માટે ભારત સરકારે 23 માર્ચના રોજ ગુજરાત સહિત ના તમામ રાજ્યો માં 'લોકડાઉન' કર્યું . ધમધમતા રસ્તાઓ , નાના ભૂલકાઓ થી ગુંજી ઉઠતી શાળાઓ , યુવાનોના જોશ થી રણકતી કોલેજો, શહેર ના રેસ્ટોરન્ટ ,દુકાનો , શોપીંગ મોલ, સીનેમાઘરો એકજ દિવસ માં સુમસાન થઈ ગયા .આમ છતાં દિવસે ને દિવસે દર્દીઓ ની સંખ્યા વધવા લાગી . વિશ્વમાં લાખો અને ભારત માં હજારો ની સંખ્યામાં લોકો સંક્રમિત થયા . ગુજરાત માં પણ સંક્રમિત લોકો ની સંખ્યા માં વધારો થવા લાગ્યો .લોકો માં ડરનો માહોલ પ્રસરી ગયો . આ કપરા સમય માં પોલીસ અને ડોક્ટરો મૃત્યુ ની ચિંતા કર્યા વિના મેદાન માં ઉતરી આવ્યા .
આમ જોવા જઈએ તો ડોક્ટર અને પોલીસ પહેલે થી એકબીજા સાથે સંકળાયેલા વ્યવસાય છે .જેમકે કોઈ અકસ્માત થાય તો ડોક્ટર અને પોલીસ બંનેના કેસ કઢાવવા જરૂરી બને છે . 'લોકડાઉન' થતા ની સાથેજ ગુજરાત ની પોલીસ રસ્તા પર ઉતરી આવી . કોઈ વ્યક્તિ બિનજરૂરી ઘરની બહાર ન નીકળે તે માટે કડક પગલા લેવા જરૂરી હતા . સમાજ માં અમુક લોકો એવા પણ હોય છે જેને કોઈ વાત સીધી રીતે સમજાતી નથી .એમના માટે ગુજરાત પોલીસે લાઠીચાર્જ નો ઉપયોગ કરવો પણ અનિવાર્ય બન્યો .ગુજરાત પોલીસે દરેક જિલ્લાઓ બંધ કર્યા . ગુજરાત ના દરેક પોલીસે 18 કલાક સુધી થાક્યાં વિના પોતાની ફરજ બજાવી . શુ એમના પરિવાર ને તેમની ચિંતા નહીં હોય ? બહાર જાનલેવા બીમારી પ્રસરી રહી હોય અને કોઈ દીકરી નો પિતા , તો કોઈ માતાનો પુત્ર કે કોઈ પત્ની નો પતિ સમાજ ની રક્ષા માટે જીવ નું જોખમ મૂકીને સમાજની સેવા માટે રસ્તા પર ઉભો હોય . તેને પણ આ વાઇરસ ના સંક્રમણ નો ડર હંમેશા સતાવતો હોય . આવા સમયે પોતાના કર્તવ્ય નું પાલન કરવા માટે પણ મોટું હદય જોઈએ . સલામ છે એની બહાદુરી ને .
ગુજરાત નું ગૌરવ ગણાતા આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ તેની બહાદુરી ને બિરદાવી . સમગ્ર દેશ માં 'લોકડાઉન' કરવાનો તેમનો નિર્ણય ઘણો ફાયદાકારક નીવડ્યો . તેમના આ નિર્ણય ને કારણે જ સંક્રમણ નો દર કાબુમાં રહ્યો .તેમના દ્વારા સંક્રમિત લોકોની સહાય માટે 'પી. એમ. કેર ફંડ ' ની સ્થાપના કરવામાં આવી .જેમાં દેશના મોટા ઉદ્યોગપતિઓ , ફિલ્મકારો , ક્રિકેટરો , તેમજ સામાન્ય નાગરિકો એ પોતાની ક્ષમતા અનુસાર સહાયતા કરી .તેમાં ગુજરાત ની શાન એવા 'રતન ટાટા 'એ 1500 કરોડ ની સહાયતા કરી . તેમણે એમ પણ જણાવ્યું કે મારા દેસ માટે 1500 કરોડ તો શું ,જરૂર પડશે તો મારી બધી સંપત્તિ દાન માં આપી દઈશ . એટલું મોટું હૃદયતો એક ગુજરાતી નું જ હોઈ શકે .જ્યારે ઘણા વિકસિત દેશોએ આ કોરોના નામના રાક્ષસ સામે માથું ઝુકાવ્યુ ત્યાંરે ભારત આ લડત માં ટકી શક્યું , અને તેમાં ડોક્ટરો નું યોગદાન અભૂતપૂર્વ રહ્યું .
ડોક્ટર , આ વ્યવસાય ના વ્યક્તિ નું ઋણ કોઈ ચૂકવી ના શકે . પૃથ્વી પર જો ભગવાન નું સ્વરૂપ કહી શકાય તો એ ડોક્ટર છે . આ વાતમાં મેં કોઈ અતિશયોક્તિ નથી દર્શાવી કારણકે કોઈને મોતના મુખમાંથી ફરી જીવનદાન આપવું એ માત્ર ડૉક્ટર જ કરી શકે . ગુજરાતમાં ડોક્ટરોએ કોરોનાવાઈરસ ને હરાવવા માં પોતાનો જીવ દાવ પર લગાવી દીધો. ગુજરાત માં સંક્રમિત લોકો માટે નવા isolation વોર્ડ ઉભા કરવામાં આવ્યા . ડોકટરો વધુને વધુ સમય સંક્રમિત દર્દીઓ થી ઘેરાયેલા હોવાથી તેમના પર સંક્રમણ નો ખતરો સૌથી વધુ રહેતો , છતાં તેની ચિંતા કર્યા વિના 24 કલાક હોસ્પિટલ માં હાજરી દર્શાવી . તેમના રહેવાની વ્યવસ્થા પણ હોસ્પિટલ માજ કરવામાં આવી . પરિવાર થી દુર રહીને પણ તેમણે પોતાની ફરજ બજાવવા માં કોઈ કસર ના છોડી . તેમના આ સાહસ ને સલામ છે.
આ કપરી પરિસ્થિતિ માં ઘણા ડૉકટરો અને પોલીસ કર્મચારીઓ પણ કોરોના નો ભોગ બન્યા . સમાજ ના લોકો હંમેશા આ કોરોના વોરીઅર્સ ના રુણી રહેશે . બસ હવે પરિસ્થિતિ બદલાઈ તેની રાહ જોવાઈ રહી છે . કેવાય છેને 'ખરાબ સમય' પણ વધારે ટકી શકતો નથી , તેમ સમય બદલાઇ તેની રાહ જોવાઈ રહી છે અને તેમાં આ કોરોના વોરિયર્સ આશાનું કિરણ બની રહયા છે . સલામ છે એ કોરોના વોરિયર્સ ને .