rutu milan in Gujarati Fiction Stories by Mahadevhar books and stories PDF | રુતુ મિલન

Featured Books
Categories
Share

રુતુ મિલન

હા.. સવાર ની સરુઆત હતી અને ફેબ્રુઆરી માસ એટલે મંદ મંદ ટાઢુ વાતાવરણ હતુ.. હજી તો આંખો મા હમણાજ નીદર ધેરાણી હોય તેમ રુતુ હજી સુતી છે ... થોડી વારમાં તો કીચન માં થી બુમ આવે છે...

રુતુ ! બેટા ઉઠ તારી ફ્રેન્ડ હમના આવી જશે. સ્કુલ જવા અને આમ પણ હવે તો , તારી એક્ઝામ નજીક છે. બસ , તારી એકઝામ પતે એટલે નીરાત..

એટલામા કોમલ આવી પહોચે છે .આવુ છુ મોમ રુતુ ફટા ફટ તૈયાર થઈ બા -દાદા ના આર્શીવાદ લઈ નીકડી જાય છે.

રુતુ એ સરળ છોકરી છે અને લાગણી શીલ ...આમ , માર્ચ મહીનાનુ આગમન થયુ પરીકક્ષા ઓ ની સરુઆત થઈ ગઈ અને માર્ચ નાં અંત સધો તો પુર્ણ પણ થઈ ચુકી ... માર્ચ મહીનો એટલે ગરમી ની શરુઆત કહી શકાય પણ સાથો સાથ વસંત ની પણ ખુશી લાવે ચારે બાજુ કેસુડા ઓ ખીલ્યા છે અને મંજરી ઓ લાગી છે .. રુતુ નુ વેકાશન ચાલી રહ્યુ છે .. તે વિચારે છે કે મારે આગડના અભ્યાસ માટે તો બાર જવુ પડશે એટલે હવે આ મિત્રો ફરી મડશે કે નહી , તે નકકી કરે છે એક વખત બધા ને ઘરે બોલાવું , એટલા મા ફોન ની ઘંટડી વાગે છે. . ટ્રીન..ટ્રીન..

હેલ્લો...તે હોય છે , રુતુ ની કઝીન પરી બંને વચ્ચે વાત ચાલે છે.. રુતુ કહે છે કે તું પણ મારા મિત્રો ને મડ અને મારા ઘરે આવ મજા પડશે! પરી તરત હા પાડે છે અને કહે છે. કે હું આવી જઈશ ..બાય..

તરત રુતુ દરેક મિત્રો ને કોલ કરી એક નાનકડી મેજબાન નું આયો જન કરે છે, તો આપણે બધા મડીયે મારા ઘરે 28એપ્રીલ ..બધી બહેન પણી આવે છે રુતુ નાઉં ઘરે મજાક મસ્તી કરી એ સ્કુના આખરી દિવસો ને વાગોડે છે. અરે રુતુ યાદ છે ! આપડા મેથ્સ ટીચર બોઉ સ્ટ્રક હતા ..અને આઆમ પણે અલગ નામ થી બોલાવતા વગેરે સ્મરણો જાણે ફરી જીવી લેવા માંગતા હોઈ તેવું લાગે છે . રુતુ ના મમ્મી બધી છોકરીઓ ની ફેવરેટ પાણી પુરી બનાવે છે.. અને વાતો ચાલુ જ છે. ધીમે ધીમે સંધ્યા નો સમય થવા આવે છે, અને બધા વિદાય લે છે. રુતુ ની આંખો માં આંસુ આવી જાય છે. એટલા માં એક નટખટ બહેનપણી મજાક કરે છે. જાણે અમને સાસરે વડાવતી હોય તેમ મોઢુ વિલુ પડી ગયુ અને રુતુ હસવા લાગે છે... બધા એકબીજા ને ભેટી પડે છે અને પરત પોત પોતા ના ધરે જાય છે. સમય ની સાથે પરીણામ આવે છે. , રુતુ આખા જીલ્લામાં પ્રથમ ક્રમ મેડવે છે .બાળપણ થી તેનુ સપનું હોય છે એનજીનીયર બનવુ . ઘરમા ખુશી નું વાતાવરણ છે અને રુતુ ઘરની એક લાડકવાઈ ને મુંબઈ અભ્યાસ માટે મોકલવા બધા એ મન બનાવી લીધુ રુતુ તેના આન્ટી ના ઘરે રહે છે.

થોડો સમય તો એ વિશાળ નગરી માં ધણું બધુ અજાણ્યુ લાગતુ પણ ,સમય જતા અભ્યાસ માં એવી વ્યસત થઈ ગય અને લંચબ્રેકમાં એ કેન્ટીન માં મિત્રો સાથે લંચકરવા જતી.. તેમાં એક એવુ પાત્ર તેના જીવન માં આવવા રાહ જોતુ હોઈ એમ તેની મિત્રતા મિલન સાથે થાઈ છે , મિલન પણ તેની કોલેજ માં એન્જીંનરીય નો અભ્યાસ કરતો હોઈ છે.

હેલ્લો.. રુતુ ! બસ એ બંને ની મિત્રતા માત્ર આ શબ્દ થીજ શરુ થાઈ છે .એક દિવસ રવીવાર ના દિવસા રુતુ અને તેની ફ્રેન્ડ ગાર્ડન માં બેસવા જાય છે.

ત્યા એક બાકડાપર બેઠેલી વ્યકતી મધુર ધીમાં સ્વર માં ગીતો ના સુર રેલાવી રહી હોઈ છે. "તે બીજુ કોઈ નહી પરંતુ મિલન " પોતે જ હોઈ છે. હા , મનમાં તે હસી દે છે અને ત્યા થી ચુપચાપ નીકડી જાય છે , બીજા દિવસે કોલેજ નો ઘંટ વાગે છે. અને ત્યા મડે છે. રુતુ સ્માઈલ સાથે ગુડમોર્નીગ બોલી કલાસ મા બેસે છે.. કૉલેજ છુટ્યા પછી ઘરે આવે છે, ગાર્ડન માયં ટહેલવા નીકડી પડે છે. ફરી થી તે મિલન ને જુએ છે અને તેના ગીતો સાંભડે છે ,આવુ થોડો સમય ચાલે છે ..એક દિવસ ફરી થી તે જાય છે અને હવે તો મિલન ને પણ જાણે ખબર પડી ગઈ હોય તેમ મિલન તેને જોઈ લે છે , અરે , રુતું અહી હા હં તેના ધબકારા વધી જાય છે.મિલન સમજી જાય છે ,તે રુતુ ને વધારે મુંજવવા માંગતો નથી .બંને આંખો જાણે વાતો કરે છે.બંને પોત પોતા ના ઘરે જાય છે. બંને વચ્ચે માત્ર પવિત્ર મિત્રતા હતી. એક દિવસ રુતુ ની કઝીન નો કોલ આવે છે. હેલ્લો રુતુ કેમ છે? મજામાં છે ને!! હા , તને ખબર છે ? અહી મારા ઘણા નવા મિત્રો બની ગયા છે..કોમલે તેની નાનપણ માં થયેલી સગાય ની વાત કરવી હોય છે, તેની પેલા રુતુ મિલન વિશે વાત કરે છે. મારો એક મિત્ર છે મિલન એ મારી કોલેજ ના પ્રોજેકટ માં પણ મદદ કરે છે..તને ખબર એ નો મધુર સ્વર તે અવારનવાર ગીતો સંભડાવે ..કોમલ બસ નિઃસ્વર બની ગઈ ગડે ડુમો ભરાય ગયો.. તે માત્ર હં હા માજ જવાબ આપતી હતી .અં રુતુ હું તને પછી કોલ કરીશ. ! આટલુ બોલી કોમલે ફોન મુકી દીધો .મિલન અને રુતુ વચ્ચે કાઈક તો હતું. મિલન ખુબ જ સમજદાર હતો તે રુતુ ના મૌન ને પણ સમજી જતો હતો. હવે તે દરેક બાબતમા રુતુ નુ ધ્યાન રાખવા લાગ્યો હતો.મિલનની રુતુ પ્રત્યે નીઃસ્વારથ મિત્રતા જ હતી. કોમલ પણ મિલન સાથે વાત કરવા માંગતી હતી પણ સમાજ ની મર્યાદાઓ વચ્ચે અટવાઈ ગય હતી. તે રુતુ ની વાત પર થી તેની ભાવનાઓ ઓળખી ગઈ હતી. કોલેજ ની પરીકક્ષાઓ પુરી થઈ રુતુ ઘરે ગઈ. એક દિવસ તાર આવે છે. જે મિલન નો હોય છે, મિલન નો સ્વભાવ મજાક નો હતો અને પત્ર લખવા નો પણ શોખ તો ખરો જ ! લખે છે

પ્રિય રુતુ,

કેમછે ? હવે તુ ઘરે જઈ ને મિત્રો ને યાદ નહી કરતી હોય. પણ તને ખબર મારા લગ્ન નકકી થય ગયા છે !મને ખબર છે , તું જરુર આવીશ મારા લગન માં ..!!!આ પત્ર વાંચી ઘડીક તો રુતુ ના પગ તળે ની જમીન ખસી જાય છે.

ચિંતા નું વાદળ છવાઈ જાય છે. રુતુ નાં મમ્મી પુછે છે શું થયુ બેટા? રુતુ કાઈ નહી એવુ કહી વાત ટાળી નાખે છે. એક તરફ રુતુ નાં મગજ માં વિચારૉ રુપી વાદળો ઉમટ્યા હતા ,અને ત્યા મિલન મનો મન મલકાતો હતો મજાક કરી ને પણ , તે પણ જાણ તો ન હતો કે તે ની આ મજાક એ હકીકત પણ બની શકે છે. મિલન ના માતા પિતા તેના આભ્યાસ પુર્ણ થયા ની અને સારી પોસ્ટ મેડવે એટલી રાહ જોતા હતા. તેના અભ્યાસ માં કોઈ ખલેલ ના પહોચે તેથી તેની સગાઈ ની કે લગનની વાત કરવા નહોતા માંગતા હમણા. રુતુ ઝટ ફોન લઈ કોલ કરે છે. મિલન તો કોલ લેતા ની સાથે હસવા લાગે છે. અને રુતુ સમસમી ઉઠે છે .તે નકકી આ મજાક કરી છે.! ખરુ ને ! સામે મિલન જવાબ આપે છે હા , કેમ મજાના કરી શકુ? રુતુ ની આંખો માં ઝળઝળીયા આવી જાય છે. અને તે નું મૌન મિલન સમજી જાય છે. ખેર , કેમછે ઘરમાં બધા ? રુતુ જવાબ આપે છે કે , હા મજામાં રુતુ ના મમ્મીબુમ પાડે છે રુતુ તૈયાર થઈ ગઈ .હું આજે મારી કઝીન ને મડવા જાવ છું આટલી વાત કરી કોલ કટ થાય છે. રુતુ કોમલ ને મડે છે.. કોમલ ઘણા પ્રયાસો કરે છે. પણ તે કાંઈ બોલી શકતી નથી ,અને રુતુ મિલન દવારા કરાયેલ મજક ની વાત કરે છે કોમલ ને અને જોર થી હસે છે. ત્યારે કોમલ ના મુખ ની રેખા ઓ રોકાઈ જાય છે . કોઈ જવાબ નથી મડતો ..રુતુ કોમલ નુ આશ્ચર્ય સમજતી નથી અને કહે છે , જાણે મિલને મારી કઝીન કોમલ સાથે લગન નો મઝાક કર્યો હોય એમ તું તો ચુપ થઈ ગઈ.

રુતુ તેની મસ્તીમા ખોવાયેલ છે.થોડા દિવસ તેની સાથે રહે છે અને ફરી જાણે મિલન અને તેની કોલેજ રાહ જોઈ રહી હોય તેમ વેકેશન પૂરુ થતા મુંબઈ જવાની તૈયારી કરે છે.

આમ, કોલેજ નુ છેલ્લુ વર્ષ આવી જાય છે.અને રુતુ અને મિલન ની મિત્રતા પણ ઘણી ઉંડાઈએ પહોચે છે.

મિલન નુ પ્લેસમેટ થઈ જાય છે. અને રુતુ પણ નોકરી પર લાગી જાય છે. કામ ની વ્યસ્તતા મા પણ બંને એક બીજા ને ભૂલતા નથી.

જોત જોતા માં મિલન ના લગન ની વાત આવે છે. મિલન સાંજ પડ્યે ઘરે આવે છે .ડાઇનીંજ ટૂબલ પર જમવા બેસે.તેની માતા કહે છે , ભોજન પીરસતા બેટા , મિલન તને નથી લાગ તું કે કોઈ ભોજન પીરસ નાર નવું આવી જાય .મિલન નો કોળીયો ગળે અટકી જાય છે. જો બેટા તારા સસરા સાથે અમે કયાર ની વાત કરી લીધી છે. મ..મમ્મી મારા સસરા !! , હા તારી સગાઈ તો ભાવનગર માં કયાર ની નકકી થઈ ગઈ છે.કોમલ સાથે પણ મમ્મી મને કહયા વગરજ હા બેટા તારા દાદા અને કોમલ ના દાદા ખાસ મિત્રો હતા .કોમલ નો જન્મ થતા કોમલ ને આપણા ઘરની લક્ષ્મી બનાવવા દાદા એ હાથ માંગી લીધો અને ગોળ ખાધો એમા કઈ જ ખોટુ નથી કોમલ ગ્રેજ્યુએટ છોકરી છે. સંસ્કારી છે. મિલન પણ મા ની વાત નકારતો નથી રુતુ ને આવાત ની જણ નથી તે મિલને કહે છે ચાલ આજે ફરી મડીયે ..મિલન મડવા તો જાય છે , પણ રુતુ તેનુ મુડ સમજી જાય છે , જાણવા પ્રયત્ન કરે છે..મિલન કહે છે કે મારા લગન થવા ના છે .બંને ડુસકા ભેર રડી પડે છે. હુ હવે ઘરમાં બોલી શકુ તેમ નથી. કોમલ ને અચાનક તે શહેર માં આવે છે અને આ દ્રશ્ય જુએ છે.. તે પોતા ની કઝીન ને કેમ દુઃખ આપી શકે મનો મન બોલે છે. હે ભગવન ! અનર્થ થતા બચાવ્યો આબધી વાત તે પરીવાર ને જણાવે છે અને રુતુ અને મિલનના પરિવાર તેને સરપ્રાઈઝ આપવા માંગે છે. બંને ની સગાય ની તૈયારી કરે છે.રુતુ ના મમ્મી પાપા ઘરે બોલાવે છે કોમલના લગન છે માટે અને મિલન ને પણ એવુ જ કહેવામાં આવે છે. અને જયારે મિલન ની સામે હાથ મહેદી મુકેલ રુતુ હોઈ છે. બંને બસ અચંબામા પડી જાય છે.સ્મીત આપે છે..