જીવન નો સંગાથ પ્રેમ ભાગ-12
જય શ્રી કૃષ્ણ મિત્રો,
આગળ નાં ભાગ માં આપણે જોયું કે સંજના પોતાનાં પ્રેમ નો સ્વીકાર કરે છે…રાહુલ ની સામે.. એ છૂપાવી શકી નહીં…ને કહી દે છે..રાહુલ ને કે હા હું પણ તને પ્રેમ કરું છું, બંને એકબીજા સાથે પ્રેમ ભરી વાતો કરે છે અને અલગ જ એહસાસ અનુભવે છે કેમ કે બંને માટે આ બધું નવું નવું હોય છે….હવે આગળ…
સંજના ચાલ તો હવે ઉઠી જા ,8 વાગી ગયાં છે હજી કેટલું ઉંઘીશ?સંજના નાં મમ્મી બૂમો પાડતાં બોલ્યાં, સંજના અચાનક જ ઉભી થઇ જાય છે અને વિચારવા લાગે છે…કે કાલે રાતે જે થયું શું એ સાચું જ હતું કે મેં સપનું જોયું..મેં મારા પ્રેમ નો સ્વીકાર કર્યો રાહુલ ની સામે એને વિશ્વાસ નતો થઈ રહ્યો…પણ વાત તો સાચી જ હતી..કે સંજના હવે રાહુલ ની ગર્લફ્રેન્ડ બની ગઈ હતી..એને પોતાનો ફોન ચેક કર્યો ને જોયું તો રાહુલ નો sms હજી સુધી આવ્યો નહોતો…એ ફટાફટ ઉભી થઇ પછી ફ્રેશ થવા ગઈ…
ફ્રેશ થઈને એ ઓફીસ જવા માટે નીકળી…એને જોયું તો મોબાઈલ માં રાહુલ નો sms આવી ગયો હતો…ને sms માં રાહુલ એ લખ્યું હતું કે good morning dear.. have a nice day.. love you and miss you…આ જોઈને સંજના નાં ધબકારા વધવા લાગે છે..વિચારવા લાગે છે કે શું આ સાચું છે ને પછી અચાનક જ યાદ આવતાં એ શરમાઈ જાય છે…આ બાજું સંજના પણ રાહુલ ને એ જ sms કરે છે…ને રાહુલ વિચાર આવે છે કે આ બધું સાચું છે…કે નઈ….સંજના એની સાથે વાત કરવા લાગે છે કે તે ચા નાસ્તો કરી લીધો કે બાકી છે.. રાહુલ કહે છે.. કે હા. મેં ચા નાસ્તો કરીને ઓફીસ પણ આવી ગયો છું…તે ચા-નાસ્તો કર્યો કે નહીં રાહુલ એમ પૂછવા લાગે છે.. સંજના કહે છે કે હા મેં કરી લીધો…પછી રાહુલ કહે છે કે સંજના કાલે રાતે તો મને ઊંઘ જ જલ્દી આવતી ન હતી ખબર નહીં શું થઈ ગયું હતું બસ તારા જ વિચાર આવ્યા કરતાં હતાં..આ બાજું સંજના પણ એવું જ કહે છે કે હા મને પણ એવું જ થઈ રહ્યું હતું…કેમ એવું થઈ રહ્યું હતું એ રાહુલ ને પૂછે છે તો રાહુલ કહે છે કે..પ્રેમ માં એવું જ થતું હોય છે…જેને આપણે પ્રેમ કરતાં હોય છે ને એ અચાનક તમારી સામે પ્રેમ નો સ્વીકાર કરી લે છે તો દરેક ની આ જ પરિસ્થિતિ થઈ જાય છે…સંજના કહે છે કે એવું જ થતું હશે….
સંજના એની ઓફીસ પહોંચી જાય છે અને રાહુલ ને કહે છે કે હું ઓફીસ પહોંચી ગઈ. રાહુલ કહે છે ok.. તો કામ પર વળગી જાઓ..અને સાચે જ સંજના ને ઑફિસમાં કામ બહું જ હોય છે..admisson જો એનાં ચાલું થવાનાં હોય છે…એની collage નાં.. medical collage નાં.. તો એનું કામ તો આવતાં માં જ ચાલુ થઈ જાય છે.. પહેલાં એ આવીને ભગવાન ને પગે લાગે છે…અને પછી એનાં ઑફિસમાં જે કર્મચારી હોય છે જે એનાથી ઘણાં મોટાં હોય છે એમને good morning કહે છે…પછી સંજના વિચારે છે કે..મારાં મોબાઈલ માં હું પાસવર્ડ નાખી દઉં તો કોઈ મારો અને રાહુલ નો sms વાંચી નહીં શકે..એને ડર હતો કે કોઈને આટલું જલ્દી ખબર નાં પડી જાય…તો એના માટે સંજના ફોન માં કંઈક એવું કરે છે જેના લીધે એનું simcard lock થઈ જાય છે અને રાહુલ સાથે વાત બંધ થઈ જાય છે.. એ અચાનક જ બહું ડરી જાય છે…કે હવે શું થશે ..હું રાહુલ સાથે વાત કેવી રીતે કરીશ…એ વિચારીને એ tension માં આવી જાય છે…પછી એ પોતાની સાથે કામ કરતાં રવિ ભાઈ ને કહે છે કે…રવિભાઈ મારું કાર્ડ બ્લોક થઈ ગયું છે…મને સરખું કરી આપોને….આ બાજું રાહુલ sms પર sms કરે છે.. પણ સંજના નો કોઈ જવાબ નાં આવતાં એ ચિંતા માં પડી જાય છે…કે શું થયું હશે?એ ઠીક તો હશે ને…આ બાજું રવિભાઈ સંજના ને કહે છે કે સંજના બેન આમાં સેટ કરતાં થોડો time લાગશે.. કંપની માં ફોન કરવો પડશે…તો સંજના કહે છે કે તમારે જે કરવું હોય એ કરો બસ મને મારો ફોન સરખો કરી આપો.. રવિભાઈ કહે છે કે ચિંતા નાં કરશો…બધું સરખું કરી દઈશ.. પણ તમે શું કામ એવું કરતાં હતાં જે સિમ કાર્ડ લોક થઈ ગયું…હવે રવિ ભાઈ ને થોડું તો ખબર પડી ગઈ હતી કે નક્કી કંઈક તો થયું છે…પણ એ કંઈ પૂછતાં નથી…પણ એમની સાથે કામ કરતાં જે મેડમ હોય છે એ બધું સમજી જાય છે….ને સંજના ને ચિંતા માં જોઈને કહે છે.. કે લો તમે તમારા friend સાથે મારા ફોન પરથી વાત કરીને જાણ કરી લો…કે આવી પ્રોબ્લેમ થઈ છે…તમારા ફોન માં …સંજના કહે છે કે ના મેડમ હું જ્યારે મારો ફોન ઠીક થઈ જશે ત્યારે વાત કરી લઈશ…પણ મેડમ કહે છે કે ના કરી લો વાત …ખોટી એ ચિંતા કર્યા કરશે…
સંજના ને રાહુલ નો નંબર યાદ હોવાથી એ ફટાફટ રાહુલ ને નંબર લગાવે છે…unknown નંબર હોવાથી રાહુલ ફોન ઉઠાવે છે..અને પૂછે છે કે કોણ?પણ સંજના નો અવાજ સાંભળતાં જ એ સમજી જાય છે…ને પૂછી લે છે કે સંજના શું થયું તારાં ફોન ને કેમ લાગતો નથી ને sms પણ નથી જતો…સંજના એ આખી ઘટના સંભળાવી કે આવું થયું છે.. આ સાંભળીને રાહુલ હસવા લાગે છે…સંજના ને આશ્ચર્ય થાય છે.. કે રાહુલ કેમ હસવા લાગે છે ને પૂછે છે રાહુલ ને કે કેમ તું હસવા લાગ્યો? તો રાહુલ કહે છે કે હસું ના તો શું કરું તે કામ જ એવું કર્યું છે અરે પાગલ આવું કોણ કરતું હોય આપણાં ફોન કોણ ચેક કરવાનું હતું જે તે આવું કર્યું…પણ સંજના કહે છે.. કોઈ જોઈ નાં લે એટલાં માટે હું આવું કરવા જતી હતી ને ઉલટું થઈ ગયું..રાહુલ કહે છે કે સારું તો હવે આગળ વિચાર્યું છે કે ફોન ઠીક કેવી રીતે થશે? સંજના કહે છે કે હા મારા સાથે કામ કરતા ભાઈ એ મને ઠીક કરી આપવાં કીધું છે..એમનું પણ સિમ કાર્ડ મારી કંપની નું જ છે…એટલે એમના ફોન થી contact કરીને એ કરી આપશે..રાહુલ કહે છે કે ઠીક છે..કઈ વાંધો નહીં બસ ફોન તારો ઠીક થઈ જવો જોઈએ…
પછી રાહુલ અચાનક કહે છે…કે તે મને હજી સુધી કંઈક કીધું નથી ફોન પર જે મારે સાંભળવું છે…અત્યાર સુધી આપણે એક બીજાને કીધું નથી…સંજના વિચારે છે કે શું હશે?એ રાહુલ ને પૂછે છે કે શું કેવાનું છે?તો રાહુલ કહે છે કે તારાથી કહેવાશે?સંજના કહે કે પહેલાં તું કહે તો ખરો કે શું કહેવાનું છે? પછી હું કહીશ…તો રાહુલ કહે છે કે તે મને હજી સુધી ફોન પર I love you નથી કીધું..જે મારે સાંભળવું છે..આ સાંભળીને સંજના અચાનક શરમાઈ જાય છે..સંજના કહે છે કે એતો તે પણ હજી સુધી કીધું…તો રાહુલ કહે છે કે એમ પહેલાં મારુ કિધેલું સાંભળવું છે..એમ સંજના કહે છે કે…હા…
તો મિત્રો,શું લાગે છે તમને કે કોણ પહેલાં I love you કહેશે?સંજના કે રાહુલ?જાણવાં માટે વાંચતાં રહો…જીવન નો સંગાથ પ્રેમ…
અને તમને ધન્યવાદ મારી આ પ્રેમકથા પસંદ કરવા માટે…
તમે મને intstragram પર follow કરી શકો છો…surbhi parmar.581 પર…મારાથી કોઈ પણ ભૂલ થઈ હોય કે કે કંઈક કેહવું હોય તો તમે મને માતૃભારતી પર msg કરી શકો છો…ધન્યવાદ મિત્રો…
જય શ્રી કૃષ્ણ🙏