(ગતાંકથી શરુ)
સવારે ઉઠીને રોજનુ કામ પતાવી ઓફીસે પહોચી ગઈ. આજે બધા એમ્પ્લોયર જે સિલેકટ થયા છે એમને કોલ કરવાના હતા અને આ કામ નીતીનભાઇ એ લહેરને સોંપ્યુ કેમ કે તે પોતે આજે ખુબ વ્યસ્ત હતા અને બીજા મેનેજરો પણ કંપનીના કામમા વ્યસ્ત હતા લહેરે એક પછી એક બધાને ફોન કરવાના શરુ કર્યા અને જે કોલ રીસીવ ન થાય તેમા મેસેજ કરીને જણાવ્યું કે તેઓ કંપનીના ઈન્ટરવ્યુ મા સિલેકટ થયા છે અને કાલથી જ પાંચ દિવસ માટે શરુ થતી નવા એમ્પ્લોયર માટેની તાલીમમા જોડાવાનુ છે જેથી બધુ કામ સમજાઇ જાય.... અને અંતે પેલા સમીર નામના એમ્પ્લોયર નો વારો આવ્યો તેને કોલ કરતા તેના હાથ થોડા ધ્રુજવા લાગ્યા.... હલો મીસ્ટર સમીર.... યસ મેમ..... આ અવાજ તો જાણીતો લાગ્યો લહેરને છતા વાત ચાલુ રાખી....હુ તમે જે કંપનીમા ઈન્ટરવ્યુ આપ્યુ હતુ તે કંપનીની ઓનર મીસ લહેર બોલુ છુ... અને તમે તેમા સિલેકટ થયા છો તો કાલથી શરુ થતી તાલીમમા જરુરથી જોડાઈ જજો આટલુ લહેર એક જ શ્વાસે બોલી ગઈ અને આ વખતે તો સમીર ને પણ કંઈક અજુગતો અહેસાસ થયો એમાય લહેર એવુ નામ સાંભળી જાણે એક પળ શ્વાસ જ થંભી ગયો હોય.... પછી તેને સ્વસ્થ થતા કહયુ થેન્કયુ મેમ હુ જરુરથી કાલે પહોચી જઈશ... આટલુ તો માંડ બોલાયુ.. સામેથી જવાબ આવ્યો અન્ય માહીતી મેસેજ દ્ભારા જણાવવામા આવશે તેની નોંધ લઇ લેજો... આટલુ કહી ફોન કટ કર્યો... લહેરને પણ આ અવાજ જાણીતો લાગ્યો તેને થોડીવાર તો થયુ કે આ એજ સમીર છે જેને પોતે એક સમયે દીલોજાનથી ચાહતી હતી... છતા તેને સ્વસ્થ થઈ આગળ કામ કરવા માંડયુ.... બીજી બાજુ સમીરને પણ એમ થયુ કે આ મારી લહેર જ હોવી જોઇએ જેને મે તરછોડી દીધી હતી અને તે પણ તેનુ ઘોર અપમાન કરીને... અને પથલછી મે કયારેય તેની સંભાળ પણ ન લીધી.... હુ કેટલો ખરાબ માણસ છુ... લહેર જેવી સંસ્કારી અને હોંશિયાર છોકરી મને મળી હતી હુ તેને લાયક જ નહોતો છતા તેણે મારી સાથે લગ્ન કર્યા અને મે તેની જીંદગી ખરાબ કરી નાખી તેને હુ સારીરીતે સાચવી શકયો કે ન તો તેને પ્રેમ આપી શકયો અને ઉપરથી મારા લીધે સમાજમા તેની બદનામી થઈ એ અલગ કેમ કે આ સમાજ જયારે આવી પરિસ્થિતિ આવે ત્યારે હંમેશાં સ્ત્રી નો જ વાંક ગણી તેને ધુત્કારે છે પણ હવે મને ખુબ જ પસ્તાવો છે મારે તેની એકવાર માફી માંગવી છે પણ હુ કયા મોઢે તેની પાસે જાઉ હવે તે તો મારુ મોઢુ જોવા પણ રાજી નહી હોય... હુ કેમ તેને મોઢુ બતાઉ મે તેની સાથે ખુબ ખોટું કર્યુ છે... આમ સમીર બબડતો હતો ત્યાજ તેના મમ્મી ત્યા આવ્યા અને સમીરને સાંત્વના આપી કે જો તુ એની ખરા દિલથી માફી માંગીશ તો તે જરુરથી માફ કરશે... તે એક ખુબ સારી છોકરી છે એ તારા પસ્તાવા ને જરુર પારખી લેશે... પણ બેટા હવે તેને જરાય દુખી ન કરતો તેણે ખુબ દુખ ભોગવ્યુ હશે આમેય આ સમાજ તરછોડાયેલી સ્ત્રી ઉપર જુદા જુદા બીજા આરોપો નાખીને ખુબ દુખ આપે છે... કોણજાણે કયા હશે અને કઈ હાલતમા હશે એ !
લહેર બીજે દિવસે સવારે વહેલી ઓફીસે જઈ બધી તાલીમની તૈયારીઓમા લાગી જાય છે બધી જ બાબતો તે પોતે ચેક કરે છે તે ઇચ્છે છે કે કયાય ચુંક ન આવવી જોઈએ
(આગળ વાંચો ભાગ 9 માં)