Shutdown - 1 - 5 in Gujarati Fiction Stories by Ghanshyam Katriya books and stories PDF | અક બંધ - ભાગ 1.5

Featured Books
Categories
Share

અક બંધ - ભાગ 1.5

રાકેશ સર ના બોલેલા ૩ શબ્દો નો જવાબ તો હું કઈ રીતે આપું? હું એને કઈ રીતે કહું કે હું આકૃતિ ના મોહક ચેહરા પાછળ ખોવાયેલો હતો . અત્યારે મારા માટે ચૂપ રેહવું જ યોગ્ય લાગ્યું મને એટલે મેં વળતો જવાબ આપી દીધો એમ કહીને કે"કઈ જ નહિ, સર" અત્યારે મારી હાલત એવી હતી કે જો પેહલા જ દિવસે મરાઠી કઈ ઉલટો જવાબ અપાય ગયો તો ટ્યુશન માં પણ મારુ આવી બનશે, એટલે હું ચૂપ રહ્યો .

ટ્યુશન ના બીજા દિવસે જયારે રાકેશ સર આવતાની સાથે જ એને મને સામેથી જ પૂછ્યું કે"શું ભાઈ, આજે કોઈના વિચારોમાં ખોવાયેલો નથી ને?" આ વાત સાંભળીને મને એવું લાગ્યું કે કદાચ રાકેશસિર એ મને કાલે આકૃતિ સામું જોઈને ખોવાયેલો હતો એ સમજી ગયા હશે અથવા તો એમને અનુમાન લગાડ્યું હશે . આટલું બોલ્ટની સાથે જ ક્લાસમાં બધા મારા પર થોડું હાસ્ય . મારી નજર આકૃતિ સામે ગયી તો એ પણ એના ચેહરા પર થોડું હાસ્ય ફેલાવી રહી હતી . એના ચેહરા ના હાસ્ય ને જોઈને મારા કાળજા ને થોડી ઠંડક મળી કે ચાલો આના મનમાં તો એવું નથી કે હું એની સામે જ જોતો હતો અને ગઈ કાલે સર એ મને એની સામું જોતા જ પકડ્યો હતો . હું આકૃતિ ને કઈ રીતે સમજવું કે મારી હાલત શું હતી એ સમયે .

ટ્યુશન માંથી નીકળતી વખતે આજે રાહુલ એ મને પૂછી જ લીધું કે ભાઈ, રાકેશ સર એ કેમ તને આવું પૂછ્યું? તું આજે પણ કોઈ ને જોવામાં લાગેલો હતો કે શું? જે હોય એ તું મને કહી શકે, હું તારો સાથ આપીશ . હું થોડી વાર માટે મન માં વિચારતો જ રહ્યો કે શું કરું? રાહુલ ને સાચી વાત કરી દવ કે ના કરું? જો એને વાત કરીશ અને એ બધા ને ફેલાવશે તો શું થશે? જો એને વાત કરું અને કદાચ એ સાચે મને હેલ્પ કરી શકે તો? આ શક્યતાઓ ના વાદળો માં હું ઘેરાયઇને વિચારો ના સમુંદરમાં ડૂબેલો હતો ત્યારે જ રાહુલ એ મને ફરીથી ટોન્ટ માર્યો કે"તું તો હવે રસ્તા પર પણ કોઈ ના વિચારોમાં ખોવાય જાય છે? કોણ ગમી ગયી છે તને આટલી બધી? પેલી આકૃતિ, સ્વરા કે સાક્ષી આ ૩ માંથી તો કોઈ નથી ગમી ગયી ને?" અત્યારે મારી હાલત એવી હતી કે હું ખુદ જ કન્ફ્યુઝ હતો કે શું કરું? રાહુલ ને સાચી વાત કરાય કે ના કરાય, ત્યાં જ એણે આવો અઘરો સવાલ પૂછી નાખ્યો કે જેનો જવાબ આપવો મારા માટે અઘરો હતો એન્ડ જવાબ આપ્યા વગર છૂટકો પણ ના હતો . મેં એને એકદમ સહજતાથી કીધું કે"ના ભાઈ, એવું કઈ જ નથી" એ મારા મન ની વાત સમજી ગયો હોય એવી રીતે મને વળતો જવાબ આપ્યો કે"ભાઈ, હું તારા મન ની વાત સમજી શકું છું . થાય આવું ભાઈ, ક્યારેક થઇ"

એના બોલાયેલા આ વાક્ય માં મને તો પહેલા એવું જ લાગ્યું કે એ મને સાંત્વના આપી રહ્યો છે . પણ કદાચ એના મન માં પણ કૈક બીજા જ વિચાર ચાલી રહ્યા હતા જે હું તમને આગળ જણાવીશ . પણ હા, એક વાત તો હતી જ કે એના મન માં જે ચાલી રહ્યું હતું એ એના ચેહરા પાર એ દેખાડતો ના હતો .
એણે મન માં ક્યાંક એ વાત ને છુપાવીને રાખી હતી . કદાચ એને છુપાવીને રાખવું જ યોગ્ય સમજ્યું હશે .

આપણી સાથે ઘણી વાર થતું હોય છે જેમ કે રોજે સાથે રહેવા વાળા ના મન માં કૈક અલગ ચાલતું હોય જયારે આપડી સાથે ના વર્તન માં કૈક અલગ જ હોય છે . આવા લોકો થી તો બચી ને રહેવું ઘણું સારું હો, હું એવું તો નથી કેહતો કે એમના થી તમને ખતરો ઉભો થાય પરંતુ ના કરે નારાયણ ને કોઈ રીતે તમને જ નુકશાન થયું તો? એ સમયે તમારા માટે એવું થયી જાય કે તમારી નજર સામે જ બધું થતું હતું અને તમને ખ્યાલ પણ ના આવે એમ . મનમાં સહજ થોડી વાર માટે તો એવા વિચાર આવે જ કે જેને હું આટલી સારી રીતે સમજતો હતો અને જેના પર મને એવું હતું કે આ વ્યક્તિ ક્યારેય આવું તો ના જ કરી શકે અને એ જ વ્યક્તિ નું વર્તન તમારી સાથે બદલાયેલું હોય ત્યારે મન ને જ અણગમો પેદા થાય એ વ્યક્તિ માટે, એ દુશ્મન કરતા પણ સારો હોય . ત્યારે એટલું જ મન માં વિચાર આવ્યા કરે કે આના કરતા તો દુશ્મન પણ સારો કહેવાય કે જે નજર સામે તો કરે છે અથવા તો તમને ચેલેન્જ આપી ને કૈક કરે છે . હું એવું પણ નથી કહેવા માંગતો કે આપણી સાથે જે રહેતા હોય એ બધા સરખા હોય, પણ ક્યારેક અનાયાસે એવું બની શકે કે જે તમારી રોજિંદા સંપર્ક માં હોય અને જેમના પર તમને ભરોસો હોય એ કદાચ તમારો ભરોસો તોડી પણ શકે અથવા તો એવું કઈ કરે કે જેનાથી તમે મેન્ટલી સ્ટ્રેશસ થાઓ અને તમને એ વ્યક્તિ વિષે વિચારવા મજબુર કરી દેય.

મને તો મન માં પણ ના હતું કે રાહુલ ના મગજ માં ચાલી રહેલા વિચારો મારા માટે ભવિષ્ય માં મને એવી પરિસ્થિતિ માં મૂકી દેશે કે જેના લીધે હું મેન્ટલી સ્ટ્રેશસ થાઉં અને મને એના પર ગુસ્સો આવે, ત્યારે એવું પણ બની શકે કે એ પોતાની જગ્યા પર સાચો હોય પરંતુ હું મારા સ્વાર્થીપણું અથવા પોતાનું જ વિચારવાની લાલચમાં એની સાથેના વર્તન માં ફેરફાર કરી નાખું.