Shraddha ni safar - 6 in Gujarati Fiction Stories by Dr. Pruthvi Gohel books and stories PDF | શ્રદ્ધા ની સફર - ૬

Featured Books
Categories
Share

શ્રદ્ધા ની સફર - ૬

શ્રદ્ધા ની સફર-૬ નૃત્યની સફર

બધાં ની નજર હવે શ્રદ્ધા પર મંડાઈ. શ્રદ્ધા એ નૃત્ય કરવાનું શરૂ કર્યું. શ્રદ્ધા એ નૃત્ય કરવાનું જેવું શરૂ કર્યું લગભગ બધાં જોતા જ રહી ગયા. કોઈને કલ્પના પણ નહોતી કે, હંમેશા ગભરાયરેલી, ભીરુ રહેતી શ્રદ્ધા ની અંદર ઊંડે એક આટલી સારી નૃત્યાંગના પણ છુપાયેલી હશે. વૃષ્ટિ માટે તો આ અતિ આનંદ આશ્ચર્ય હતું. ક્લાસના કોઈને કે શ્રદ્ધા ની કોલેજના કોઈ શિક્ષકો ને પણ કલ્પના નહોતી કે, શ્રદ્ધા એક સારી નૃત્યાંગના છે.
હવે કહેવાની જરૂર નથી કે, શ્રદ્ધા નું જ યુથ ફેસ્ટિવલ માં સિલેક્શન થયું હતું. વૃષ્ટિ અને શ્રદ્ધા સિવાય બીજી બે છોકરી ઓ રશ્મિ અને નેહા નું સિલેક્શન થયું હતું. અને ચાર છોકરાઓ જય, જીગર, મેહુલ અને શિરીષ નું સિલેક્શન થયું હતું.
*****
હવે શ્રદ્ધા ની કોલેજમાં યુથ ફેસ્ટિવલની તૈયારી જોરશોરથી ચાલુ થઈ ગઈ હતી. તેમના નૃત્યગુરુ કુલીન સર અને શાંતિ મેડમ હતા. એ બંને આ ગ્રૂપને નૃત્ય શીખવાડતા હતા. બધા જ ખૂબ સારી રીતે નૃત્ય શીખી રહ્યા હતા. બધા ખૂબ મનથી કામ કરી રહ્યા હતા. શ્રદ્ધા પણ ખૂબ મન લગાવીને નૃત્ય કરી રહી હતી. અને બધા સાથીમિત્રો સાથે ખૂબ સારો વર્તાવ કરતી હતી. શ્રદ્ધા ની કોલેજમાં અભ્યાસ કરતા બધાં વિદ્યાર્થીઓ અને નૃત્યની પ્રેકટીસ દરમિયાન જે શ્રદ્ધા ના ખાસ મિત્રો બન્યા હતા એ બધાં એ શ્રદ્ધા ની અંદર છુપાયેલી અસલી શ્રદ્ધા ને જોઈ.
જે શ્રદ્ધા ખૂબ શાંત રહેતી હતી એ શ્રદ્ધાનું આજે જાણે એક નવું જ રૂપ ખીલ્યું હતું.
*****
શ્રદ્ધા નું નૃત્યમાં સિલેક્શન થવાથી શ્રદ્ધા ના ઘરના બધા જ સભ્યો ખુશ થયા હતા. કુશલ, નિત્યા, શ્રદ્ધા ના દાદી અને એના માતાપિતા બધા જ ખૂબ ખુશ થયા.
*****
ઘણા દિવસો ની મહેનત પછી આખરે એ દિવસ આવી ગયો જ્યારે યુથ ફેસ્ટિવલ માં શ્રદ્ધાની કોલેજ પ્રતિનિધિત્વ કરી રહી હતી. યુનિવર્સિટી ની બધી જ કોલેજો આ મહોત્સવ માં ભાગ લઈ રહી હતી. અનેક જુદા જુદા જિલ્લાઓમાં થી કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લેવા આવ્યા હતા. જુદી જુદી જગ્યાએ અલગ અલગ સ્પર્ધા ચાલી રહી હતી. શ્રદ્ધા ની ટીમે પણ સમુહનૃત્યમાં ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ મહોત્સવ ત્રણ દિવસ ચાલ્યો.
*****
ત્રણ દિવસ પૂર્ણ થયા. આજે ચોથો દિવસ હતો. બધી સ્પર્ધાઓ હવે પૂર્ણ થઈ ગઈ હતી. હવે આજે સ્પર્ધાનું પરિણામ આવવાનું હતું. જુદા જુદા પરિણામો આપવા માટે અતિથિ વિશેષોને બોલાવવામાં આવ્યા હતા અને તેઓ એક પછી એક જે પણ વિજેતા ટીમ ઘોષિત થતી હતી તેમને પુરસ્કાર આપી રહ્યા હતા. હવે સમૂહનૃત્યની ટીમના વિજેતા ઘોષિત કરવામાં આવ્યા. શ્રદ્ધા ની ટીમ એમાં વિજેતા ઘોષિત થઈ હતી. અતિથિવિશેષ એ તેમને મેડલ તેમજ ટ્રોફી આપી સન્માનિત કર્યા. બધાં ખૂબ જ ખુશ થયા. શ્રદ્ધા ની કોલેજ વિજેતા ઘોષિત થઈ એટલે તેમણે પણ સમગ્ર નૃત્ય ટીમને અભિનંદન આપ્યા અને તે બધાનું સન્માન કર્યું.
*****
શ્રદ્ધા ની ટીમ વિજેતા બનવાથી શ્રદ્ધા નો પરિવાર ખૂબ ખુશ થયો. કુશલ નું પણ એમ. બી. એ. ની એન્ટરન્સ એક્સામ નું પરિણામ આવી ગયું હતું. એ પણ સારા રેન્ક પર પાસ થઈ ગયો હતો. આગળ ભણવા માટે એને બરોડા જવાનું હતું. શ્રદ્ધા ના પરિવાર ને શ્રદ્ધા ની જીત થયાની ખુશી તો હતી પણ સાથેસાથે કુશલના વિયોગનું દુઃખ પણ હતું. શ્રદ્ધા એના ભાઈ ની સૌથી વધુ નજીક હતી એટલે એનું દુઃખ પણ વધુ હતું. એને ઈનામ ની ખુશી કરતાં ભાઈ જતો રહેશે એનું દુઃખ વધુ હતું. કુશલને બરોડા જવામાં હજુ એક અઠવાડિયા જેટલો સમય બાકી રહ્યો હતો. શ્રદ્ધા હવે ભાઈ સાથેની એ પળો ને જીવી લેવા માંગતી હતી. એટલે એ હંમેશા કુશલની આગળપાછળ જ ફર્યા કરતી હતી.
*****
અંતે એ દિવસ આવી ગયો જ્યારે કુશલ ને બરોડા જવાનું હતું.
*****
નૃત્ય કેરી સફર ને શ્રદ્ધા જીતથી કરી ગઈ પાર.
શું ભાઈકેરા વિયોગ ની સફરને કરશે એ પાર?
*****