Dill Prem no dariyo che - 22 in Gujarati Fiction Stories by Nicky@tk books and stories PDF | દિલ પ્રેમનો દરિયો છે - 22

Featured Books
Categories
Share

દિલ પ્રેમનો દરિયો છે - 22

રાત થઈ ગઈ હતી એટલે લાંબી વાતો ના ચાલી. બધા જ પોત પોતાની રૂમમાં જ્ઇ સુઈ ગયા. પણ પરીને નિંદર નહોતી આવતી. એક તો આ અનજાન ઘર ને તેમાં પણ મહેર સાથે વાતો કર્યો વગર તેને મન નહોતું લાગતું. હજુ તો પ્રેમ શું છે તે સમજાણું હતું ને અચાનક જ કોઈ બીજુ જિંદગીમાં આવી જશે. જેને તે એકવાર પણ મળી નથી જેના વિશે તે જાણતી પણ નથી. ને તે કોણ છે તે પણ ખબર નથી તેની સાથે આખી જિંદગી....!!!જે ઘરમાં તેનો સંબધ જોડાઈ ગયો છે તે જ ઘર તેને અજનબી જેવું લાગતું હતું. તેના વિચારો બંધ નહોતા થતા ને એટલામાં તેને મહેરની યાદ આવતા ઈન્ટરકોમ પરથી મહેરને કોલ કરીયો

રાત ઘણી થઈ ગઈ હતી છતાં પણ એક રીગ વાગવાની સાથે જ મહેરે ફોન ઉઠાવી લીધો. " સોરી, આટલી રાતે ફોન કર્યો. હજુ જાગે છે..??કેમ, નિદર નથી આવતી. "

"આવે છે ને પણ... તે અત્યારે કોલ કેમ કર્યા..??"

"કંઈ નહીં એમ જ તને ઈનફોમ કરવા કે હું આજે પપ્પા સાથે છું"

"કયા છે તું...."

"પપ્પાના ફેન્ડને ત્યાં....."

"ઓકે.... બોલ... "

"કંઈ નહીં... નિદર નથી આવતી"

"કેમ.... "

"ખબર નહીં....ચલ બાઈ કાલે મળીયે સ્ટુડિયો પર.. "

"પરી, તારે તારા પપ્પા સાથે બહાર જવું હોય તો, તું સ્ટુડિયો પર નહી આવે તો ચાલશે.."

"જોવ છું....પપ્પા કહે તેમ....બાઈ.... ગુડ નાઈટ.. "

"ગુડ નાઈટ.. " મહેર સાથે વાત કર્યા પછી તેનું મન થોડું હળવું થયું. પણ, જે વાત તેને કહેવી હતી તે ના કરી શકી. આખી રાત તેના વિચારોએ તેની ઘેરી વાળી હતી. જે પ્રેમથી તે આજ સુધી ભાગતી હતી તે જ પ્રેમનો સિકાર તે બની ગઈ હતી.

મહેરને મળ્યા પહેલા જો તેના સંબંધની વાત ખબર પડી હોત તો આટલું દુઃખ ન લાગત, જેટલું તેને આજે લાગતું હતું. જિંદગી આટલી સહેલી નથી જે તે માનતી હતી. દરેક પળ કંઈક નવી જ પહેલી લઇ ને આવે છે. તે બધી જ પળો રાતના પહોરની સાથે જ યાદ બની ફરી ચહેરા સામે ફરતી હતી. બાળપણની તે રમતો, સ્કુલના તે દિવસો, દોસ્તો સાથેની મસ્તી, પરીવાર સાથે વિતાવેલી ક્ષણો, કોલેજ સુધીની સફર કેટલી હસીન અને ખુશમિજાજ હતી. કયારે કંઈ વિચારવાનો સમય જ નહોતો મળ્યો. ને જયારે તે આજે વિચારે છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે જિંદગી ખાલી ખુશીનો ખજાનો નથી. બધી જ પળો કંઈક નવી રાહ લઇ ને આવે છે. પવન વેગે ભાગતા તેના વિચારો તેમની આખી રાતની નિદરને ઉડાવી ગયા હતા.

વિચારોમાં રાત પુરી થઈ ને સવાર થયું. કોઈ અનજાન ઘરમાં તેને એકપળ માટે પણ મન નહોતું લાગતું. જે ઘરમાં હવે તેને હંમેશા માટે રહેવાનું હતું. અહીં બધા જ લોકો સારા હતા પણ, મહેરના ઘર જેવું ના હતું. સવારનો નાસ્તો કરી તે થોડીવાર માટે બહાર નિકળી. તેની સાથે દિપકભાઈ પણ નિકળ્યા.

"પરી, મને લાગે છે કે તું આ સંબધથી ખુશ નથી. જો તારે કોઈ બીજા સાથે કરવું હોય તો તુ કહી શકે છે. હું મારા ફેન્ડને સમજાવી દે તું તેનું ટેશન નહીં લેતી. " દિપકભાઈ નું આમ પુછવું પરીને સારુ લાગયું પણ તે કંઈ કહી ના શકી.

" તમે જે પણ કરશો તે મારા માટે સારુ જ હશે પણ..... "

"પણ, શું બેટા...જે હોય તારા મનમાં તે કહી દે કેમકે એકવાર મે તને ના સમજી થોડી ભુલ કરી દીધી. હવે હું તારી આખોના આસું બનવા નથી માગતો. "

" પપ્પા, હું તમે જોડેલા સંબંધોને કેવી રીતે ઠુકરાવી શકું. જે મારા માટે બેસ્ટ હોય. "

"તો તારી આખોમાં ખામોશી કેમ દેખાય છે. તું આખી દુનિયા સામે ખોટું હસી ખુશ રહેવાનું નાટક કરી શકે પણ મારા સામે નહીં. હું તારા જન્મથી તને ઓળખું છું."

"આ ખામોશી મારા લહેરાતા પંખ કપાઈ જવાની છે, મને ડર લાગે કે મારી આઝાદીનો. પપ્પા અત્યારે હું કોઈ પણ સંબધને નહીં નિભાવી શકું. જયાં સુધી હું એક પ્રરફેકટ સિંગર ના બનું."

"બસ, આટલી જ વાતને આટલું બધું ટેશન. તને શું લાગે તારા સપનાને તોડી હું તારા લગ્ન કરી દે....ના, જયાં સુધી તું તારા સપનાની ઉડાન ના ભરી લે ત્યાં સુધી હું તારી સંગાઈ પણ નહીં કરુ. મારે તો તને તારા સંબધની વાત અત્યારે કરવી પણ ના હતી આ તો તે પૂછયું એટલે કહયું."

"થેન્કયું પપ્પા, ખરેખર તમે દુનિયાના બેસ્ટ પપ્પા છો. પપ્પા, એક બીજી વાત છે જે મારે તમને કરવી છે.... "

"હા... બોલ.. ને... " પરી મહેર વિશે કંઈ કહેવા જાય ત્યાં જ ધર્મેશભાઈ આવી જાય ને તેમની વાતો અધુરી રહી ગઈ.

હવે પરીને તેનું સપનું તુટવાનો ડર નહોતો લાગતો કેમકે તેની સાથે તેના પપ્પા હતા. પણ, મહેર..... તેના વિચારો ફરી મહેરની નામ સાથે જોડાઈ ગયા. દિલે હજુ વિચારવાનું શરૂ કર્યું હતું. કોઈને પહેલીવાર પ્રેમ કર્યા હતો ને તે પણ આમ અધુરો... વિચારો પુરા પણ થયા ના હતા ને અંદરથી અવાજ આવતા તે અંદર ગઈ. અંદર ચાલતી વાતોમાં તેના સંબંધની વાતો ચાલતી હતી. તે ધ્યાનથી સાંભળતી રહી. તેના પપ્પા ધર્મેશઅંકલને કહી રહયા હતા કે મારી બેટી કયારે મારા વિરુદ્ધ જ્ઇને કોઈ બીજા છોકરાને પસંદ ના કરી શકે. મે તને વચન આપ્યું છે ને હું મારી બેટીને તારા જ ઘરની વહુ બનાવી તો તે વચન કયારે તુટશે નહીં. તેની ચાલતી વાતોમાં જ પરી ત્યાં જ ઊભી રહી.

" પપ્પા, મારે ક્લાસનો સમય થઈ ગયો છે. હું નિકળુ આપણે પછી મળીને. "

"બેટા, મારી ગાડી લેતી જા તારે જવામાં સારુ રહે"

"થેન્કયૂં અંકલ, હું એમ જ જતી રહી."

"જવા દે ને ધર્મેશ તેને તેની મરજીથી. કેટલા સમયથી તે અહીં રહે છે રોજ તે ટેકક્ષીમાં જાય છે. આજે પણ જતી રહશે. પરી, આ ફોન તારા માટે હવે તારે અમારાથી ભાગવાથી જરુર નથી." દિપકભાઈની વાતો હવે પરીને થોડીક અજીબ લાગતી હતી. એક જ સમયે બે અલગ અલગ રૂપમાં તે તેના પપ્પાને જોઈ રહી હતી.

"થેન્કયું " આટલું કહી પરીએ તેના હાથમાંથી ફોન લીધોને તે બહાર નિકળી. આખો રસ્તો જ તેના વિચારો શરૂ રહયા. તે સ્ટુડિયો પર ગ્ઈ પણ મહેર ત્યાં ન હતો. તેનો ક્લાસ પુરો થતા તે ત્યાથી નિકળીને સીધી જ તે દરીયાકિનારે પહોંચી. થોડીકવાર થતા મહેર પણ ત્યાં આવ્યો.

"પરી, આટલું તે શું જરુરી કામ હતું તારે કે મને આમ અચાનક જ અહિ બોલાવ્યો.... !!" પરી કંઇ જ ના બોલતા મહેરને જોઈ રહી. આ ઉછળતો દરીયોની વચ્ચે બે ખામોશ દિલ ખાલી એકબીજાને જોઈ રહયા હતા. જે કંઈક કહેવા જતા હતા પણ ચુપ રહી દિલની ધડકનનો અવાજ સાંભળે જતા હતા.



♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
દિપકભાઈનું આટલું સારુ વર્તન પરીને અજીબ કેમ લાગે છે..?? શું પરી તેના પપ્પાના વચનનુ માન રાખી ઈશાનભાઈના છોકરા સાથે સંબધ જોડશે....?? જેની સાથે તેનો સંબંધ થવાનો છે તે કોણ છે...?? શું કહેવા માટે તેને મહેરને આમ અચાનક બોલાવ્યો હશે..?? શું તેની પ્રેમ કહાની શરૂ થયા પહેલા જ ખતમ થઈ જશે...તે જાણવા વાંચતા રહો દિલ પ્રેમનો દરિયો છે.... (ક્રમશઃ)