"આત્મા.....
આત્મા શું છે?? જાણો છો??
તમે કહેશો કે ગીતાના શ્લોક પ્રમાણે અસ્ત્ર - શસ્ત્ર પણ જેને નષ્ટ ન કરી શકે એ છે આત્મા.
જેમ પરમાણુ એટલે કે પદાર્થનો નાનામાં નાનો સૂક્ષ્મકણ એમજ આત્માઓના પણ પરપ્રકારો છેજ જે સાંભળવામાં નવીનતા લાગશે પણ એ સત્ય જ છે.
આપણી આસપાસ ઢગલો આત્માઓ ઘુમરાયા કરતી હોય છે.
અત્યારે પણ તમે કયારેય એમ નાં વિચારશો કે તમે તમારા રૂમમાં એકલા છો?? તમારી આસપાસ બધીજ આત્માઓ તમને જોઈ રહી છે અને તમારા મગજ પર કાબુ પામવાની કોશિશ પણ કરી રહી છે પણ એ આત્મા સારી છે કે ખરાબ એ નક્કી કેમનું કરશો??
હા, સારી આત્માઓ પણ હોય છે જે તમને ખુશ રહેવામાં મદદ કરતી હોય છે.
તમે ક્યારેક ને કયારેક તો અનુભવ્યું હશે કે તમે જયારે ખુશ હોવ તો તમે સારા ગીતો સાંભળીને વધારે ખુશ થાવ છો તો એ સારી આત્માનાં પ્રયત્ને જ તમે કરી શકો છો.
ખરાબ આત્મા જેવી કે દુઃખની આત્મા જયારે તમે કોઈ વસ્તુને લઈને દુઃખી હોવ છો ત્યારે તમને આ આત્મા તમારા નિર્બળ મગજ પર કાબુ કરીને તમને વધારે દુઃખી અને તમને ન ભરવાનું પગલું ભરાવતી હોય છે.
આગળ આપણે એવીજ આત્માને અનુભવવાની...."
"અનુ શું કરે છે બેટા?? રાતના 2 વાગી ગયા છે ને તું હજુ મોબાઈલ લઈને જ બેઠી છું !! "અનન્યાની મમ્મી ચાંદનીબહેન બોલ્યા.
"મમ્મા, ખૂબજ ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે. તું પણ જો મજા આવશે." અનુએ પોતાની મમ્મીને બેસવા માટે કહ્યું.
"નો, ચાલ મોબાઈલ આપી દે, અને સુઈ જા શાંતિથી."અનુના મમ્મીએ ગુસ્સે થઈને કહ્યું અને અનુના હાથમાંથી મોબાઈલ લઇ લીધો.
અનુ ઉદાસ થઇ ગઈ. તેના મમ્મી દરવાજો બંધ કરવા જતા હતા.
ત્યાં જ અનુએ કહ્યું, 'મમ્મા મને લોરી કહે ને, નાની કેવી મસ્ત લોરી કહેતા હતા એવી ' અનુએ ખુશ થઈને કહ્યું.
"ના બેટા મને બહુ ઊંઘ આવે છે. તું સુઈ જા, આવડી મોટી થઈને લોરી સાંભળવાની જીદ કરે છે, પાગલ." આટલું કહીને અનુના મમ્મી દરવાજો બંધ કરીને જતા રહે છે.
અનુ ઉદાસ ચહેરે બેડ પર લાંબી થાય છે.
તે વિચારતી વિચારતી બબડે છે, 'જો આત્માઓ આસપાસ જ હોય તો મારી નાનીની આત્મા પણ મારી આસપાસ જ હશે. મારે નાનીની આત્માને બોલાવવી જોઈએ જેથી મને એમની બિલકુલ યાદ ના આવે અને તે જ મને લોરી સંભળાવશે. '
"નાની... નાની... તમે મને સાંભળી શકો છો?? "
કોઈજ અવાજ નથી થતો.... રૂમમાં નીરવ શાંતિ પથરાયેલી હોય છે. અનુ ફરી ઉદાસ થઇ જાય છે.
થોડીવાર બાદ ખુશ થઈને તે કહે છે,
"હેય unknown આત્મા, મને ખબર છે તું મારી આસપાસ જ છું.પ્લીઝ તું મારી નાનીની આત્માને બોલાવી આપને!! "
ત્યાંજ અચાનક બારી ખુલી જાય છે અને જોરથી પવન ફૂંકાતો રૂમની અંદર ઠંડક પ્રસરાવી દે છે.
અનુ ઉભી થઈને બેડ ઉપર જોરજોરથી નાચતી નાચતી તાળીઓ પાડવા લાગે છે.
"વાઉં!! આત્માએ તો મારી વાત તરત માની લીધી, લાગે છે તે મારી નાનીની આત્માને બોલાવવા ગઈ લાગે છે." અનુ ખુશ થતા બબડે છે.
અડધો કલાક સુધી કંઈજ ના થતા અનુ ઠંડીની ઉભી થઈને ધ્રુજતા હાથે બારી બંધ કરી દે છે.
બારી બંધ થવાનો કીચુડ કીચુડ અવાજ શાંત માહોલને બિહામણું બનાવી રહ્યો હોય છે.
બારી બંધ કરીને અનન્યા બેડ પાસે આવે છે.
"લાગે છે આત્મા મને ઉલ્લુ બનાવીને જતી રહી છે." આમ કહેતી અનુ સુવા માટે બેડ પર લંબાવે છે.
થોડીવાર બાદ રૂમમાં શાંતિ પ્રસરાઈ હોય છે ત્યાંજ અનન્યાની પ્રિય લોરીનો અવાજ શાંત વાતાવરણમાં ગુંજી ઉઠે છે.
'આ લેકે ચલું તુજકો ઈક એસે દેશમેં,
આ લેકે ચલું તુજકો ઈક એસે દેશમેં
મિલતી હે જહાં ખુશિયાં પરીયોકે ભેંશમે ' હાહાહા
અનુ ત્યાં સુધીમાં સુઈ ચૂકી હોય છે.
બીજા દિવસે અનુ સ્કૂલમાં પોતાના મિત્રો સાથે વાતો કરતી હોય છે.
અનન્યા,કિંજલ, ઓમ, માધવી અને અર્શ સ્કૂલના પાકા મિત્રો હતા.
"યાર સાંભળ ને મારા ડેડના ફ્રેન્ડનો છોકરો કાલે મારા ઘરે આવ્યો હતો અને અમે બેઉએ સેક્સ કરી લીધું. મને હવે ડર લાગે છે કે એ કોઈને કહી દેશે તો?? " કિંજલે ડરતા ડરતા ગ્રુપમાં વાત કરી.
"યાર, તું તો એમ કહે છે જાણે તે કોઈ ભૂત સાથે સેક્સ કરી લીધું હોય, એમાં ડરવાની ક્યાં જરૂર છે. મજા કરી તો ખુશ થા ને. " ઓમે કિંજલની વાતમાં હસતા હસતા કહ્યું.
"યાર આ ફાલતુની વાતો જવા દો.કંઈક નવું કરીએ આપણે જે કોઈએ ના કર્યું હોય." અનન્યાએ પોતાની વાત મૂકતા કહ્યું.
"શું?? ભૂતો સાથે સેક્સ?? હાહાહા કેમકે તારા દરેક ટોપિક ભૂતોથી જ ચાલું થતા હોય છે." અર્શે અનન્યાની વાતને મજાકમાં લેતા કહ્યું.
"બસ અર્શ, તને તો અનન્યાની વાતો ફાલતુની જ લાગતી હોય છે. દરેકનો ગમતો વિષય હોય એમ એનો હોરર છે એમાં શું થઇ ગયું!!" માધવીએ અનન્યાની વાતમાં સહકાર આપતાં કહ્યું.
"અર્શ, અનુની વાતો હોરરની સાથે ઇન્ટરેસ્ટિંગ પણ હોય છે, એક વાર એની વાત સાંભળી લઈએ પછી નક્કી કરશું." ઓમે વાત આગળ વધારતા કહ્યું.
અનન્યાએ પોતાના બેગમાંથી મોબાઈલ કાઢીને એ વિડીયો પ્લે કર્યો જે તેણે ગઈકાલ રાતે જોયો હતો.
બધા મિત્રો ધ્યાનથી એ વિડીયો જોવા લાગ્યા.
"યાર આતો સાચે બહુ હોરર છે." અર્શે કહ્યું.
"હા પણ સોરી અનુ મારે તો આમાં નથી પડવું.
મને બહુજ બીક લાગે છે ભૂતોથી." કિંજલે ડરતા ડરતા કહ્યું.
"હા સાચી વાત છે કિંજલની, મારે પણ આમાં નથી પડવું.
એમ પણ હવે પરીક્ષાઓ પણ નજીક આવે છે એટલે બેટર છે કે આપણે એમાં ધ્યાન આપીએ." ઓમ પણ બોલ્યો.
એમ કરતા કરતા બધાએ અનન્યાને ના કહી દીધી અને તે ઉદાસ ચહેરે ઘરે આવી ગઈ.
'કોઈને મારી વાતનો વિશ્વાસ નથી આવતો, પણ હું હવે સાબિત કરીને જ રહીશ કે ભૂતો અસલીમાં હોય છે.'અનન્યા આમ બોલતી બોલતી પાછું યૂટ્યૂબ ખોલીને એને ગમતા વિડીયો જોવા લાગી.
રાતે આશરે 2 વાગ્યાં હશે.રૂમમાં એકદમ શાંતિ હતી. અચાનક ફરી એ જ મધુર ગીત વાતાવરણમાં રેલાતું ગયું.
'આ લેકે ચલું તુજકો ઈક એસે દેશમેં,
આ લેકે ચલું તુજકો ઈક એસે દેશમેં
મિલતી હે જહાં ખુશિયાં પરીયોકે ભેંશમે ' હાહાહા
અવાજ થતાજ અનન્યા ઉભી થઇ જાય છે અને તેને ફરી એ જ લોરી સંભળાય છે.
"ઓહ યસ, એનો મતલબ કે હું સાચી છું. આ તો નાનીનો જ અવાજ છે." અનન્યા આવું બોલતી ખુશ થઇ જાય છે.
ત્યાંજ તેને બેડ પાસે એક કાળા રંગનો પડછાયો દેખાય છે.
અનન્યા ઉભી ઉભી જોઈ રહી હોય છે?
"નાની... " કહેતી તે જોરથી એ પડછાયાને વળગવા જાય છે પણ તેને જોરથી ધક્કો લાગે છે અને તે નીચે પડી જાય છે.
"મારી પાસે ના આવીશ સમજી." તે પડછાયો બોલે છે.
"પણ, નાની મને તમારી બહુ યાદ આવે છે.તમે મને પ્રોમિસ કર્યું હતું કે તમે મને મારી 18મી બર્થડે પર મને એક સરસ ગિફ્ટ કરશો.
હવે મારી બર્થડે છે 5 દિવસ બાદ, આ વખતે મારો બહુજ બોરિંગ બર્થડે રહેશે. કોઈજ મને સમજતું જ નથી." અનન્યા ઉદાસ સ્વરે કહે છે.
"ના તારો બર્થડે ખૂબજ સરસ થશે, એક યાદગાર બર્થડે અને હું તને ખૂબજ સરસ ગિફ્ટ આપીશ પ્રોમિસ."
(ક્રમશ :)
(આપને જો મારી હોરર નોવેલ ગમી હોય તો પ્રતિભાવો આપવાનું ના ભૂલતા.)