Bhavy gazal in Gujarati Poems by Rudrarajsinh books and stories PDF | ભવ્ય ગઝલ

Featured Books
Categories
Share

ભવ્ય ગઝલ

નમસ્કાર મિત્રો,

મારું પ્રથમ પુસ્તક " દિગ્વિજયી કવિતાઓ" ને આપ વાચકમિત્રો તરફથી ખુબજ સારો પ્રતિસાદ મળ્યો છે. અન્ય કવિતાઓ સાથે મારું બીજું પુસ્તક "કાશ..." પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે. અને એવામાં મારું આ ત્રીજું પુસ્તક " ભવ્ય ગઝલ" લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું...

મે મારી કવિતાઓની રચનામાં ત્રુટીઓ ના સર્જાય એનો મારા તરફથી પૂરેપૂરો પ્રયત્ન કરેલ છે, છતાં જો ક્ષતીઓ રહી ગઈ હોય તો ધ્યાને દોરવા વિનંતી છે.આવી ભૂલોમાં સુધારો કરી આપને ઉત્કૃષ્ઠ રચનાઓ આપવા હું પ્રયત્ન કરીશ.

નવી રચના માટે આપના દ્વારા આપવામાં આવેલા તમામ પ્રતિભાવો અને સૂચનો મને આગળની રચના માટે ઘણા મદદરૂપ નીવડશે.

આભાર.........


✍️ રુદ્ર રાજ સિંહ

::::::::::::::::::::::::::::::: ભવ્ય ગઝલ ::::::::::::::::::::::::::::

બને જો તું ભવ્ય ગઝલ,
તો બની હુ શબ્દો આવુ.

તારા એ મોહક સ્વરૂપને,
તુજ થકી કરું આલેખન.

મારા તુજ પ્રત્યેના પ્રેમને,
તુજ થકી તુજને વર્ણવું.

દિલ મારું ધડકે હરરોજ,
ને એની ધડકન તારી હોય.

મનમાં ફૂટેલા તુજ થકીના,
અંકૂરોને તુજ થકી સ્ફૂરાવું.

પકડી કલમ તુજને આજે,
મુજ હૈયાનું દર્શન કરાવું.


લી.રુદ્ર રાજ સિંહ

:::::::::::::::::::::: નિયતમાં નથીને ખોટ? ::::::::::::::::::::::::::

તારી વાતોમાં છે વિનોદ,
તારી આંખોમાં છે નશો.

તારા હૃદયમાં છે સ્નેહ,
તારા વર્તનમાં છે કુનેહ.

કેમ કરી પૂછું તુજને હવે,
કે નિયતિમાં નથીને ખોટ?


લી. રુદ્ર રાજ સિંહ

::::::::::::::::::::::::::::::::: સમજ :::::::::::::::::::::::::::::::::::

સમજની વાતો સૌ કોઈ ના સમજે,
પણ સમજે છે એજ તો ના સમજે.

સમજને સમજવાનું જાણી ગયા?
કે સમજને સમજવાનું ભૂલી ગયા?

સમજને સમજી સમજાય એજ કરો,
અણસમજુ ને ક્યાં કોઈ છે સમજ?


લી. રુદ્ર રાજ સિંહ

::::::::::::::::::::::::::: બધા માટે :::::::::::::::::::::::::::::::::::

બધાં મળે છે
માત્ર
એક વખત....
તુ છે
મારા જીવન નો
આધાર...

બધા માટે છું
સ્નેહનો
ડેમ બાંધેલો...
તારા માટે
છું હું
ખુલો સમુદ્ર...

બધા માટે
માત્ર
આપુ છું
એક ક્ષણ...
તારા માટે
આપું છું
આ સર્વસ્વ
આજીવન...


લી.રુદ્ર રાજ સિંહ

:::::::::::::::::::::::::::: ના કોઈ પ્રેમ છે તને :::::::::::::::::::::::

ના કોઈ પ્રેમ છે તને,
ના કોઈ વહેમ છે મને.

ના લાગણી છે તારી,
ના માગણી છે મારી.

ના કામ છે મને તારું,
ના કામ છે તને મારું.

આકાશમાં ઉડવું મારે,
જમીન પર રેવુતું તારે.


લી. રુદ્ર રાજ સિંહ

:::::::::::::::::: પુરુષ અને સ્ત્રીનો વાર્તાલાપ ::::::::::::::::::::

પુરુષ :-----

અમે તો...
પલકો પર બેસાડ્યા'તા તમને.....

અમે તો...
પટરાણી બનાવ્યા'તા તમને.....

અમે દરિયો...
ને પાણી બનાવ્યા'તા તમને.....

અમે નદી...
ને ઝરણું બનાવ્યા'તા તમને.....

અમે શરીર...
ને આત્મા બનાવ્યા'તા તમને.....

અમે થડ...
ને વૃક્ષ બનાવ્યા'તા તમને.....

સ્ત્રી:----------

અમે ધરતી...
ને આભ બનાવ્યા છે તમને.....


લી. રુદ્ર રાજ સિંહ

:::::::::::::::::::::::::: મ્હારો શું વાંક?:::::::::::::::::::::::::::

સાથ પણ,
આપ્યો હતો.....
હાથ પણ,
આપ્યો હતો.....

પણ હતી,
પ્રીત તને.....
માત્ર મારા,
પડછાયાથી જ.....

આપવું હતું,
દિલ મારે....
આખું ને આખું,
તને દસ્તાવેજથી.....

તને ગમ્યો,
માત્ર ને માત્ર.....
એક ટુકડો,
એમાં હવે મ્હારો શું વાંક??


લી. રુદ્ર રાજ સિંહ

:::::::::::::::::: આંખોમાં તારી જાદુ છે :::::::::::::::::::::::::

આંખોમાં તારી તો જાદુ છે,
ડુબી જઈશ એતો પાકું છે.

આજ નહિ તો કાલેય પણ,
રેહવાનું અહીં એતો સાચું છે.

તને ગમશે એવું લાગે છે પણ,
કહેવાનું હજી તને બાકી છે.

દિલમાં થોડી જગ્યા આપજે,
જીવવાનું હજી મારે બાકી છે.


લી. રુદ્ર રાજ સિંહ

::::::::::::::::::::::::::::: આંખોમાં ::::::::::::::::::::::::::::::::::

આંખોથી જાઉં
કે
હોઠોથી જાઉં
કે
તારા મનથી
તે
સમજતું નથી.....

🤔

દિલ છે તારું
કે
છે ઊંડો સાગર?
સમજતું નથી.....


લી. રુદ્ર રાજ સિંહ

:::::::::::::::::::::::::: ખાનગી તું ના રાખ :::::::::::::::::::::::::

મારો ને તારા પ્રેમને,
ખાનગી તું ના રાખ.

સપનામાં મારું આવવું,
ખાનગી તું ના રાખ.

તારા ઝૂકેલા નયનને,
ખાનગી તું ના રાખ.

તારું એ શરમવાનું,
ખાનગી તું ના રાખ.

દિલમાં મારા વસવાટને,
ખાનગી તું ના રાખ.

પ્રેમની એ વાત્યું ને,
ખાનગી તું ના રાખ.

પ્રેમ ભર્યા ઝગડાને,
ખાનગી તું ના રાખ.

યાદ આવે જો મારી તો,
ખાનગી તું ના રાખ.


લી. રુદ્ર રાજ સિંહ

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

આપનો મૂલ્યવાન સમય આપવા માટે અને મારી આ કવિતાનું વાંચન કરવા માટે આપનો દિલથી આભાર વ્યક્ત કરું છું.

આપના દ્વારા સલાહ-સૂચન, માર્ગદર્શન કે પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ એવા સહકાર ની અપેક્ષા સહ.....

THANK U SO MUCH......

...... RUDRARAJSINH