રાવણ જન્મ:-
દેવ અને દૈત્ય આપસમાં સોટેલા ભાઈ હતા. અને નિરંતર ઝગડતા રહ્યા હતા. મહર્ષિ કશ્યપ ની પત્ની અદિતિથી દેવ અને દિતી થી દૈત્યોએ જનમ લીધો. દીતી ની ગલત શિક્ષાના પરિણામ અને અદિતિના પુત્રોથી પોતાના સંતાનોને આગળ લાવવાની હોડમાં દૈયું ગલત દિશામાં જતા રહ્યા અને દેવતાઓમાં કટ્ટર દુશ્મન બની ગયા. યુગો સુધી લડતા રહ્યા, ક્યારેક દૈત્ય તો ક્યારેક દેવતા એમ એક બીજાનું પલડું ભારે રહેતું. બંને દેવ અને દૈત્ય તપસ્યા કરતા હતા, દાન પુણ્ય જેવા સારા કામ પણ કરતા હતા. ક્યારેક બ્રહંભાજી થી તો ક્યારેક મહાદેવ થી વરદાન પ્રાપ્ત કરતા હતા અને પછી એકજ કામ એક બીજાને નીચા દેખાડવાના. નિરંતર ઝગડાથી દેવતા દુઃખી થઈ ગયા.ત્યારે દેવતાઓએ બ્રહંભાજીથી પ્રાથના કરી કે એ કૈક કરે.બ્રહંભાજી એ દેવતાને સાગર મંથન કરવાની વાત કરી. અને એનાથી અમૃત પ્રાપ્ત થવાની વાત કરી જેને દેવતા પિલે, તો એ દનવના હાથે મૃત્યુ પ્રાપ્ત નહિ થાય. અને એની સાથે કહ્યું કે સાગર મંથન એટલું આસાન નથી એમાં દાનવને પણ આમંત્રણ આપો અને યુક્તિ પૂર્વક અમૃત ને પ્રાપ્ત કરો.દાનવોને આમંત્રણ કરવાનું કારણ છે કે એકતો આવડું મોટું કામ એકલા અને ગુપ્ત રીતે કરી નહિ શકો, કેમ કે દાનવોને ખબર પડી જશે અને બીજું કે એમાં શ્રમ બહુ લાગશે. બ્રહંભાજીની વાત પર યુક્તિ પૂર્વક દેવતાઓ એ દાનવોને સાગર મંથન એકસાથે મળીને કરવાની વાત માટે રાજી કર્યા અને દાનવોને સાગરમાંથી બાજુ બધાં રત્નો નીકળવાની વાત કહી, પણ અમૃતની વાત નાં કહી.
દાનવ સહમત થઈ ગયા અને પછી એમને કહ્યું કે ભાઈ પેહલાજ નક્કી કરોડો કો પહેલા રત્ન નીકળશે તો કોણ લેશે અને બીજું રત્ન કોણ લેશે જેથી કરીને પછી કોઈ વિવાદ નાં થાય.દેવતા થોડા ગભરાયા કે, ક્યાંક પેલી વારમાં અમૃત નીકળતું અને દાનવના હાથ લાગી ગયું તો?પણ પછી ભગવાનને મનમાં જ નમસ્કાર કરી એમને વિશ્વાસ કર્યો લે ભગવાન એમનું સારું જ કરશે. અને નક્કી કર્યું કે પહેલા રત્ન નીકળશે એ દાનવનું, બીજું દેવતાનું અને એક પ્રમાણે ક્રમ આગળ ચાલશે. મંથન માટે રસ્સિનું કામ કરવા માટે દેવતાઓએ સાપોના રાજા વાસુકી ને પ્રાથના કરી અને એમને પણ રત્નોમાં ભાગ આપવાની વાત કહી. વાસુકી માન્યો નહિ. એને કહ્યું રત્ન લઈને એ શું કરશે? પછી દેવતાઓએ બીજી રીતે એમને સમજાવ્યા અને અમૃતમાં હિસ્સો આપવાની વાત કહી, ત્યારે એ તૈયાર થયો. સુમેર પર્વતથી પર્થના કરી. એમને મથની બનવા માટે પ્રાથના કરી.
બધી તૈયારી થાય બદ નક્કી કર્યા માપદંડો પર નિયત દિવસ પર સાગર મંથન થયું. પણ જેમ જ મંદરાચલ પર્વત ને સમુદ્રમાં ઉતર્યો, એ એના ભાર થી સીધો સાગરમાં ડૂબી ગયો અને પોતાનું ઘમંડ પ્રદર્શિત કર્યું.ત્યારે અસુરમાં બાનાસુર એટલો શક્તિશાળી હતો કે એને મંદરાચલ પર્વતને એકલાજ એની હજાર ભૂજાઓથી ઉપાડી લીધો અને સાગરની બહાર લાવ્યો. એનથી મંદરાચલ નું અભિમાન તૂટી ગયું. દેવ અને દાનવોના પરાક્રમથી ખુશ થઈ અને બ્રહંભાજીની પ્રાથના પર, ભગવાન શ્રી નારાયણ એ કાચબાનો અવતાર લીધો અને પર્વતને પોતાની પીઠ પર રાખ્યો. સાગર મંથન ચાલુ થયું. સાગર મંથન અને દેવ દાનવોનું પરાક્રમ જોવા સ્વયં બ્રહંભા, વિષ્ણુ,મહેશ, સ્પત ઋષિ એમની જગ્યા પર બેસી ગયા. સાગર મંથન શરૂ થવાના બહુ દિવસ ઓછી સૌથી પહેલા હળાહળ વિશ નીકળ્યું, જેના કહર થી દેવ, દાનવ અને ત્રણે લોકોના પ્રાણી, વનસ્પતિ બેભાન થવા લાગ્યા. ત્યારે દેવતાઓએ ભગવના ને પ્રાથના કરી. શ્રી વિષ્ણુએ કહ્યું કે એનાથી રૂદ્ર જ બચાવી શકે.
ત્યારે ભગવાન રૂદ્ર એ ઝેર પી લીધી. પણ ગળાથી નીચે નાં ઉતરવા દીધું. હળાહળ વિષથી એમનું કંઠ નીલું થઈ ગયું, જેના પછી થી e દેવાધી દેવ મહાદેવ કહેવાયા. અને ગળું નીલું થઈ જતાં એ નીલકંઠ નામથી પૂજાય.
ફરીથી મંથન શરૂ થયું. ભગવાન શંકર નાં માથામાં વિષ નાં પ્રભાવથી ગરમી થવા લાગી. ત્યારે ચંદ્રમા એ પોતાના એક અંશ થી સાગરમાં પ્રવેશ કર્યો. અને સાથેજ શીતલતા લઈ બાળ રૂપમાં પ્રકટ થઈને મહાદેવની સેવામાં ઉપસ્થિત થયો.
ભગવાન શિવ એની આં ભક્તિથી ખૂશ થાય અને એને હંમેશા પોતાના માથા પર બાળચંદ્ર નાં રૂપમાં શીતળતા પ્રદાન કરવા માટે સુશોભિત કર્યું. પછી રત્ન રૂપમાં કામધેનુ ગાય નીકળી, જે દનાવના ભાગની હતી. એમને વગર ગુણ સમજે વિચાર્યું કે ગાયનું અને શું કરશું અને એ ગાયને સપ્તર્ષિઓને દાન કરી દીધું. હવે વારો હતો દેવતાઓનો.પણ રત્ન માં મહાલક્ષ્મી પ્રકાત્રથાયા. દેવતાઓ અને દાનવોએ એમની સ્તુતિ કરી અને સાગર એ પોતાના એક અંશ માં પ્રકટ થઈ મહાલક્ષ્મી જી ને ભગવાન વિષ્ણુ ને કન્યાદાન કરી અને તે શ્રી વિષ્ણુના વામ ભાગ માં વિરાજમાન થઈ ગયા.
પછી એરાવત હાથી દેવતાના ભાગમાં આવ્યો. એના પચી કૌસ્તુભ મણી અને બીજા રત્નો નીકળ્યા. ત્યારે દાનવોના ભાગમાં ઉચ્ચે:શ્રવા નામનો ઘોડો આવ્યો. જે વેદ મંત્રોથી ભગવાન ની સ્તુતિ કરવા લાગ્યો. આને દાનવોએ અભિમાન પૂર્વક દેવતાઓને આપી દિધો. એ બોલ્યાં કે," રાખી લો, વેદ બોલવા વળી તમારા કામમાં આવશે. એમને આની જરૂરત નથી". પછી મદિરા નીકળ્યો, જે દાનવો નાં ભાગનું હતું અને એમને પામીને અને પી ને એ લોકો ખૂબ પ્રસન્ન થયા. દાનવો મદિરા પાનથી બહુ ખુશ થઈ ગયા, જ્યારે નશો થોડો ઓછો થયો ત્યારે ફરી મંથન ચાલુ કર્યું.
એના પછી દેવતાની વારી હતી. અને અમૃત કળશ સાથે ભગવાન અંશાવતાર શ્રી ધન્વંતરિ અવતરિત થયા. પણ દાનવો ને લાગ્યું કે શાયદ એમાં પણ મદિરા હશે તો એ બળપૂર્વક એ કળશ ને લેવાની કોશિશ કરવા લાગ્યા.વધતા ઝગડાને પૂર્ણ કરવા માટે શ્રી નારાયણે ફરીથી સમુદ્રથી મોહિની રૂપમાં અંશાવતાર લીધો. બધાં દેવ અને દાનવ એ મોહિની ને રત્ન રૂપી દેવી સમઝી પ્રથમ કર્યું. ત્યારે મોહિની e કહ્યું કે," તમે લોકો ઝગડો કેમ કરો છો?" અને જ્યારે કારણ જાણ્યું તો એમને કહ્યું કે," તમારા દ્વારા જ નક્કી કર્યા માપદંડ નાં આધારે આં કળશ તો દેવતાઓને મળવું જોવે, પણ તોય જો તમે ચાહો છો કે આપ બધામાં કળશના દ્રવ્યને વહેંચું તો વિવાદ ખતમ કરી દઉં છું." દેવતા સમઝી ગયા કે ભગવાન છે અને એમની સહાયતા માટે આવ્યા છે. તેથી બધા મોહિની નાં મીઠા વચનો માની લીધા.. મોહિની એ બધાને એક હરોળમાં બેસવા કહ્યું. ત્યારે દેવ. અને દાનવ અલગ હરોળમાં બેઠા. કળશના દ્રવ્ય ને જે અમૃત હતું અને દાનવ એને મદિરા સમઝી રહ્યા હતા, મોહિની એ કહ્યું કે " દેવતાની હરોળથી શરૂઆત કરું છું, કેમ કે એક વાર. તમે દ્રવ્યનું પાન કરી લીધી છે." અને. એકાજીને દેવતાઓ માં વહેચવાનું શરૂ કર્યું.દાનવોના એકને નશો ઓછો થવા લાગ્યો તો એને ફરી મદિરા પીવાની ઈચ્છાથી છુપાઈને દેવતાની હરોળમાં બેસી ગયો અને એણે પણ અમૃત મળી ગયું. સૂર્ય અને ચંદ્ર એ આં વાતની જાણ ભગવાન વિષ્ણુ ને કરી દીધી.ત્યારે એમને દાનવ પર છલ કરવાના દંડ આપવા માટે ચક્રથી પ્રહાર કરી દીધું અને એ દનવનું સર કપાતા k દોડધામ મચી ગઇ પણ. એડાનવ અમૃત પિધાના પછી પણ જીવિત રહ્યો. બધાં દાનવ બોલ્યાં આં શું થયું? કેવી રીતે થયું? શ્રી હરિ નાં ચક્રના પ્રહાર દાનવોને e કહેવા માટે હતું કે ધોખાથી એ દાનવ ને અનાધિકર પૂર્વક દ્રવ્ય પાન કર્યું હતું. જ્યારે મોહિની વહેચી રહી હતી તો ધૈર્ય રાખવું જોઈતું હતું. અને અમૃત પાન પછી દેવતા અને દાનવો વધારે શક્તિશાળી થઈ ગયા. હવે દાનવ ઈર્ષ્યા વસ દેવતાઓથી અકારણ ઝગડો ન કરે. જે દાનવ એ વેશ બદલી ને અમૃત પાન કર્યું e ગલત હતું.કેમ કે નક્કી માપદંડ પ્રમાણે અમૃત પર દેવતાઓનો અધિકાર હતો. એના પછી પણ મોહિની એ અમૃત બધાને વહેચ્યું. દાનવોને હવે ખબર પડી કે કળશમાં અમૃત હતું મદિરા નહિ.ત્યારે કેટલાક દાનવો મોહિનીની કળશ છીણવા માટે આગળ આવ્યા. મોહિની વધેલી અમૃત કળશ દેવરાજ ઇન્દ્રને આપી જતી થી. અને કહ્યું કે તમે આપસમાં નીપટરો કરો દો.અહી આં દાનવ જેને અમૃત પી લીધું એનું સર રહી અને ધડ કેતુના નામથી જીવિત રહ્યું અને પછી એને છાયા ગ્રહના રૂપમાં પ્રતિષ્ઠિત કર્યું.
અમૃત પ્રાપ્તિનાં પછી વર્ષો સુધી દેવતાઓ નું પલડું ભારી રહ્યું અને એ દાનવો પર ભારી પડ્યા. આ વચ્ચે ફરીથી દેવતાઓએ તપ કરીને શક્તિ પ્રાપ્ત કરી ત્યારે દાનવો પરેશાન થાય અને એમના ગુરુને પૂછ્યું કે, ગુરુવર અમે કેવી રીતે દેવતાઓને હરાવી શકીએ? ત્યારે ગુરુ એ કીધું કે દેવતા અમૃત પાન કરી ચૂક્યા છે એમને હરાવું મુશ્કેલ છે. અને એકજ ઉપાય છે કે કોઈ શ્રેષ્ઠ બ્રાહભ્ણ નાં તેજસ્વી પુત્ર તમારી સહાયતા કરે તો દેવતાઓને હરાવી શકાય છે. ઉપાય જાણીને દાનવોએ વિચાર્યું કે બ્રાહભ્ણ પુત્ર અમારું કામ કેમ કરશે. એના માટે અમારો સાથ આપવું e અધર્મ હશે. અને આં કામ માટે કોઈ પણ તેજસ્વી તો શું પૃથ્વી લોકના કોઈ સામાન્ય બ્રાહભ્ણ પણ તૈયાર નહીં થાય. અને અમે જો બળપૂર્વક કઈ કરશું તો શ્રેષ્ઠ અને તેજસ્વી બ્રાહભ્ણ અમારો વિનાશ કરી નાખશે અને કમજોર બ્રાહભ્ણ ની જોડ અમે ગયા તો દેવતા પણ હસસે અમારી કીર્તિ ને પણ ધબ્બો લાગશે.
મંથન અને ચિંતન નાં દૌર પછી શરૂ થયેલ દાનવો નાં તરફથી એક નિર્ણય પર પહોંચ્યા કે જો અમે આપની એક કન્યા નું કાન કોઈ શ્રેષ્ઠ બ્રાહભ્ણને કરી દઈ તો બ્રાહભ્ણ એ એનો અવશ્ય સ્વીકાર કરવો પડશે કેમ કે બ્રાહભ્ણ શ્રેષ્ઠ મયાર્દા ની પાલન કરવા માટે બંધાયેલો છે. એનો પુત્ર થશે અને એ અમારો ભાનો થશે અને બ્રાહભ્ણ પણ. એને આપણે પાળશું, શિક્ષા દીક્ષા આપશું. આપના અનુસાર ચાલશે અને જ્યારે મરજી દેવતાઓ થી ભીડાવી દઈશું. ત્યારે એક દાનવ બોલ્યો કન્યા દાન વાળી વાત ઠીક. છેપણ દાન કેવી રીતે આપીશું? આ રીત તો આપના દાનવોની નથી.બ્રાહભ્ણ કન્યાદાન કેવી રીતે અને કેમ સ્વીકાર કરશે.દેવતા વાળા રિવાજ આપને નહિ કરી શકીએ, કેમ કે એ આપણા માટે અનુકૂળ નહિ રહે. બીજા દાનવોએ પણ કહ્યું કે વાત તો સાચી છે અને નિર્ણયને સમઝી વિચારીને વાત ને બીજા દિવસ સુધી ટાળી. રાતે એક દાનવ બહુ પરેશાન હતો કે આં વાત નો હલ કેબો રીતે આપવો. એ એનાં પરિવારમાં બેઠો હતો, એની પત્ની અને પુત્રી એ ચિંતાનું કારણ પૂછ્યું ત્યારે એમને બધી વાત કહી.
એની પુત્રી નું નામ કેશીની હતી. e કહ્યું દાનવ કન્યાનો વિવાહ શ્રેષ્ઠ બ્રાહભ્ણ જોડ કરવાની ચિંતા ના કરે. હું શ્રેષ્ઠ બ્રાહભ્ણ વિશ્રવા ને ઓળખું છું કે આયાવૃત પ્રદેશ નજીક એક જંગલમાં પોતાના શિષ્યો સાથે આશ્રમમાં રહે છે. એ પોતાના શિષ્યોને બહુજ શાંતિ ની શાંત અધ્યયન કરાવે છે. મે એમને જોયા છે એમની જ્ઞાન પણ બહુ શ્રેષ્ઠ છે એવું માં લાગે છે કેમ કે મે કેટલી બર છુપાઈને એમને સંભલ્યા છે. પિતાજી જો તમારી આજ્ઞા હોય તો હું એમના પાસે જઈશ અને એમને પ્રાથના કરીશ. કે એ મને એમની પત્નીના રૂપમાં સ્વીકારે. મને પૂર્ણ વિશ્વાસ છે કે એ મને અપનાવી લેશે. હુંન સ્વભાવથી પરિચિત છું. પુત્રી કેશીનીની વાત સાંભળી એમના માતા પિતા બહુ પ્રસન્ન થયા. પિતા એ એની પુત્રીને કીધું કે તું આં દાનવ કુળની રક્ષા અને ભલાઈ માટે વિચારે છે, તું ભાગ્યશાળી અને ધન્ય છે. કાલે હું બધાને આં વિશે ચર્ચા કરીશ અને ત્યારે હું મારો નિર્ણય આપીશ.
બી દિવસ કેશીનીના પિતા એ બીજા બધા દાનવોને પોતાની પુત્રીના સુઝાવ બિચે કહ્યું અને બધા ખુશ થઈને કેશીનીને આજ્ઞા આપી. કેશિની એના કાર્યમાં સફળ થઈ. શક્તિશાળી દાનવ ની પુત્રી હોવાના પછી પણ એને નમ્રતા પૂર્વક એમના માતા પોતાની ચિંતા દૂર કરવા માટે બ્રહ્માજીના માણસ પુત્ર, મહર્ષિ પુલસ્ત્ય નાં પુત્ર વિશ્રવાએ એમને પોતાની પત્ની રૂપમાં આશ્રમમાં સ્વીકારી લીધી. એક સારી પત્નીના રૂપમાં કેશીનિ પોતાના પતિના કેટલા વર્ષો સુધી સેવા કરી અને એક દિવસ પતિ ઋષિ વિશ્રાવા પ્રસન્ન થઈ કેશીનિને વર માંગવાનું લભી. કેશિનિ એ અદભૂત a તેજસ્વી પુત્રોની મા થવાનું વરદાન માંગ્યું, કેશિ ની એક પુત્રી, પત્ની અને માં નાં રૂપમાં પોતાની મર્યાદા નું પાલન કરીને માતા પોતાની ચીંતા દૂર જ નાં કરી પણ પતિ સેવાનું તપ પણ કર્યું અને સમય આવે એમને એક અદ્ભુત બાળકને જન્મ આપ્યો. દસ સર અને વીસ હાથવાળા અત્યંત તેજસ્વી અને બહુજ સુંદર બાળક હતો. કેશી ની એ ઋષિને પૂછ્યું કે આતો કેટલા હાથ અને સર લઈને જન્મ્યો છે. ઋષિએ કીધું મે તે અદ્ભુત પુત્રની માંગ કરી હતી એથી જ અદ્ભુત અર્થાત્ એના જેવું કોઈ નહિ હોય, એમ જ આં પુત્ર છે.એના પિતાએ અગિયારમા દિવસે અદ્ભુત બાળકનું નામકરણ સંસ્કાર કર્યું a નામ રાખ્યું રાવણ. રાવણ એના પિતાના આશ્રમમાં મોટો થયો અને એના પછી એના બે ભાઇ કુંભકર્ણ અને વિભીષણ અને એક અત્યંત રૂપવતી બહેન સૂર્પાનખા થઈ.
***************************
રાવણના જન્મ પાછળનું કારણ:-
ભૂતકાળની વાત છે જ્યારે વૈકુંઠ લોક માં જય- વિજય નામના બે દ્વારપાળ હતા. એક વાર એમને શૌનકાદી બાળક ઋષિઓને વૈકુંઠ માં જવાથી રોકી લીધા. એમને લાગ્યું કે બાળકોને ભગવાનથી શું કામ હશે?ત્યારે શૌનકાદી ઋષિઓ માંથી એક બાળક ઋષિએ જય વિજય ને શ્રાપ આપ્યો કે ત બંને વૈકુંઠ લોકમાં મૃત્યુલોક જેવા નિયમનું પાલન કર્યું છે અને પોતાને શ્રી હરિના દ્વાર પર સેવામાં રહેતા એટલું જ્ઞાન પણ નથી તેથી તમે મૃત્યુલોક ને પ્રાપ્ત થઈ જશો. જય વિજય એ ઋષિઓની માફી માંગી. એના પર ઋષિઓએ કહ્યું કે શ્રાપ પાછું ન થઈ શકે, સમય આવવા પર તમારે મૃત્યુ લોક જઉજ પડશે. પણ જેમ શ્રી હરી અમને લેવા આવ્યા એમજ એ તમને પણ પાછા વૈકુંઠ લોક લાવવા મટે મૃત્યુલોકમાં આવશે.
બીજી કારણ એક હતું કે એક વાર નારદજી ને પોતાની ભક્તિ પર અભિમાન આવી ગયું. અને એ બધાં લોકમાં જઈને પોતાની તપસ્યા વખાણ કરતા હતા. નારદે પોતાના પિતા બ્રહ્નદેવ ને કહ્યું ત્યારે એમને કહ્યું કે નારદ પોતાની ભક્તિ પર અભિમાન કરવું સારી વાત નથી. નારદ કૈલાશમાં ગયા અને ત્યા ભોળાનાથ ને પણ કહ્યું, એમને પણ કહ્યું કે તમે બા જગ્યાએ આં વાત કરો છો તે સારું નથી. પણ નારદ અભિમાનમાં હતા કે બધાં લોકમાં એમના જેવું નારાયણ ભક્ત કોઈ નથી. કૈલાશથી પાછા વળીને એ વૈકુંઠ તરફ ચાલ્યા. ત્યારે નારદના અભિમાનને નસ્ટ કરવા માટે ભગવાન વિષ્ણુએ એક માયાનગરી નું નિર્માણ કર્યું. નારદ જ્યાંથી નીકળે ત્યાં રસ્તામાં એમને એક સુંદર નગર દેખાણું. નારદે વિચાર્યું કે બધાં લોકો અને નગરમાં ગયો છું પણ આં નગરમાં નથી ગયો તેથી અહિયાં જઈને જોવું કયું નગર છે. નારદ ત્યાં પહોંચ્યા. નગર ખૂબ જ સુંદર.ત્યાંના રાજાએ નારદ જીનું સનમાન કર્યું. મહેલમાં બેસાડ્યા અને પોતેજ સહપરિવાર સાથે એમને નમસ્કાર કર્યા . નાસ્તાપાણી બાદ કહ્યું કે મહર્ષિ તમેતો ચિરંજીવી, ત્રિકાળ જ્ઞાની છો, મારી દીકરીનો સ્વયંવર બે દિવસ પછી રાખેલ છે. આમ તો ને બધાં લોકોમાં ખુલું આમંત્રણ આપ્યું છે જે ને પણ મારી પુત્રી ચાહશે એનાથી હું પુત્રીના વિવાહ કરાવીશ. પણ જો તમે મને કહી દો કે જમાઈ કેવો હોવો જોઈએ તો મને આત્મ સંતોષ થશે. નારદજીએ એમની પુત્રીના હાથની રેખા જોઈને કહ્યું કે તમારી પુત્રી બહુજ ભાગ્યશાળી છે, અને ચિરંજીવી,અજર,અમર અને સુંદર પ્રધાન વર મળશે. જેની કીર્તિ બધાજ લોકોમાં હશે. અને નારદજી એ કન્યાના રૂપને જોઈને મોહિત થઈ ગયા. એમને પોતાનામાં જ એ બધાં ગુણ નજર આવ્યા જે એની હાથની રે કહી રહી હતી. એના પછી નારદજીએ વિદા લીધી અને વૈકુંઠ લોક માં પોતાની ભક્તિના વખાણ કરવા નીકળી પડ્યા. રસ્તામાં વિચાર આવ્યો કે મારામાં બધાં ગુણ છે પણ હું સન્યાસી છું. હવે મારે પણ સપ્તર્ષિઓને જેમ ગ્રહાસ્થી વસાવી લેવી જોઈએ. પણ એ કન્યા મારું રૂપ જોઈ મારાથી વિવાહ નઈ કરે. હું ભગવાનનો ભક્ત છું અને અત્યારે જઈને ભગવાન વિષ્ણુ થી એમની રૂપ માંગી લઈશ અને એમને ભક્તને આપવું જ પડશે. નારદ થોડા સમય પછી વૈકુંઠ પહોંચ્યા. ભગવાને સ્વાગત કર્યું પૂછ્યું કે બહુ જલદીમાં છો શું વાત છે. નારદે કહ્યું ભગવાન એમજ બહુ દિવસ થઈ ગયા તમને મળે. ભગવાન ભોળાનાથ થી મળીને આવ્યો અને હવે તમને મળવા આવી ગયો.હવે આમ પણ મારી પાસે સમય છે કેમ કે તપસ્યા અને ભક્તિના માર્ગમાં ઉચ્ચ અવસ્થા પણ પ્રાપ્ત કરી લીધી છે, જ્ઞાનકાંડ, કર્મકાંડ અને ભક્તિ માં પણ હું ચરમ સીમા પર પહોંચી ગયો છું. માયા ને પણ જીતી ચૂક્યો છું. હવે વિચારું છું કે ગૃહસ્થી વસાવી લઉં. રસ્તામાં એક કન્યાને જોઈને આવ્યો છું. જે બધાં ગુણોથી યુક્ત છે. તમને શું કહું ભગવાન તમેતો સર્વજ્ઞ છો, અને હું તો તમારો સૌથી મોટો ભક્ત છું. તેથી તમે મારી મદદ કરો.ભગવાને હસીને કીધું નારદ તું ગૃહસ્થ બનવાની ચાહમાં લાગે છે કન્યાના સુંદર રૂપ પર રોગગ્રસ્ત થઇ ગયો છે. એટલેજ હું અવશ્ય તારા આં રોગને દૂર કરી દઈશ તું ચિંતા ના કર.તું મારો સૌથી મોટો ભક્ત છે તો મારે પણ એક ચિકિત્સક ની જેમજ મારા ભક્તનો રોગ દૂર કરવો પડશે.
નારદ ભગવાનના આં શબ્દોને સમજી નાં શક્યા અને બોલ્યાં પ્રભુ મારા રોગ દૂર કરવાનો ઉપાય છે કે તમે એમને તમારો રૂપ આપી દો જેથી મને સુંદરતા માં બિલકુલ તમારી જેમજ દેખાઉં, જેથી એ કાંટા મારાથી લગ્ન કરીલે. ભગવાને કહ્યું નારદ હું તારો ચિકિત્સક છું એ માટે ને રોગને ઠીક કરીશ તું ચિંતા નાં કર. નારદે પ્રભુને કહ્યું કે મને આજ્ઞા આપો હવે હું જાઉં છું. નારદજી ખુશ હતા કે હવે એ પણ ભગવાન વિષ્ણુ જેવા થઈ જશે અને સ્વયંવર નાં દિવસે પહોંચ્યા . ત્યાં ત્રણ લોકોથી બહુજ લોકો આવ્યા હતા. રાજાએ બધાને બેસવા માટે આસન આપ્યું. નારદજી ને અનુમાન લગાવ્યો ગઈ વખતે મને રાજાએ મહર્ષિ કહીને મારા પગ ધોયા અને આજ ફકત સામાન્ય વ્યક્તિ રૂપે એમને પ્રણામ કરીને આસન આપ્યું. મતલબ ભગવાને મને એમનું રૂપ આપ્યું એટલેજ આજે આં રાજા મને ઓળખી ન શક્યા.
સ્વયંવર ચાલુ થયું કન્યા એના માટે વરની પસંદગી કરવા માટે એક તરફથી આગળ આવી અને નારદજી એક બે વર એમની જગ્યાથી ઊભા થયા કન્યા નું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા માટે અને જેવી જ એ નજીકથી નીકળી તો નારદ જિ પોતાની ગર્દન ને આગળ ઝુકાવી ને ઉભા થઇ ગયા.
પણ કન્યા આગળ વધી ગઈ અને એક બીજા દિવ્ય પુરુષના ગળામાં જયમાલા નાખી દીધી. કન્યા નાં વિવાદ એનાથી સંપણ થયા. વિવાહ બાદ બે શિવગણ જે ત્યાં આવ્યા હતા,એમને નારદજીને પૂછ્યું કે તમે કેમ દર વખતે ઊછલી રહ્યા હતા. નારદ ને એમની વાત પર બહુ ગુસ્સો આવ્યો અને બોલ્યાં મૂરખો હસો કેમ છો જાણતા નથી હું કોણ છું?
શિવગણ એ કહ્યું ખબર તો નથી કોણ છો પણ કોઈને લાગે છે એકદમ વાંદરા છો, એ વાંદરા જે મૃત્યુલોકમાં મળે છે. નારદે પોતાનું મો જળમાં જોયું તો વાનર જેવું મોં નજર આવ્યું. શિવગણ ફરી બોલ્યાં કેમ લગો છોને મૃત્યુલોક નાં વાંદરા જેવા અને ફરીથી જોર જોરથી હસવા લાગ્યા તો નારદ જિ ને વધુ ગુસ્સો આવ્યો અને એમને શ્રાપ અલ્હો કે તમે બંને શીવગણ કૈલાશમાં રહો છો અને મારો ઉપહાસ કરો છો, નારદ નો ઉપહાસ કરીને કહો છે કે મૃત્યુલોક નાં વાનર એના માટે તમને શ્રાપ આપુ છું કે તમે મૃત્યુલોકમાં જશો અને એ પણ રાક્ષસ કુળમાં અને પછી વાંદરા જ તમને પિટશે
એના પછી નારદજી ગુસ્સામાં વૈકુંઠ લોક તરફ ઝડપીથી વધ્યા, એમને ભગવાન વિષ્ણુ પર બહુજ ગુસ્સો આવતો હતો. રસ્તામાં એમને એજ કન્યા અને વર વિવાહ બાદ જઈ રહ્યા હતા. જેમ જ નારદજીએ જાણ ને આગળ નીકળ્યા કે વર એ પૂછી લીધું કે નારદજી ક્યાં ચાલ્યા? આ પ્રશ્ન થી નારદજીને ગુસ્સો આવી ગયો અને ઉભા રહીને બોલ્યાં કે ઓહ તમે છે હવે હું ઓળખી ગયો તમને. આપ વિષ્ણુ ભગવાન છો. આટલી મોટી રમત એ પણ મારી સાથે મે તમને આં કન્યા વિશે કીધું, જાણકારી આપી અને તમે આ કન્યાના રૂપ ગુણોની ચર્ચા મારાથી સાંભળીને મને જ છેતર્યો, અને પોતે રૂપ બદલીને બીજા વિવાહ આં કન્યાથી કરી લીધા. આના પછી નારદજી એ શ્રી હરિને પણ શ્રાપ આપ્યો કે, જેમ હું પત્ની નાં વિયોગ માં છું એમ તમને પણ શ્રાપ આપુ છું કે તમે પણ પત્ની વિયોગમાં દુઃખી રહેશો અને એ પણ મૃત્યુલોકમાં કેમ કે અસલી વિયોગ શું હોય એ તમને ત્યાજ ખબર પડશે. અને આપ પત્ની વિયોગ માં મારી જેમજ ભટકશો. ભગવાને કહ્યું નારદ તમે મને શ્રાપ આપ્યો એ મને સ્વીકાર છે અને પછી માયા હટાવી દીધી ત્યારે નારદે જોયું ત્યાં કંઇજ નહોતું, નાં એ નગર, નાં e કન્યા. નારદે કહ્યું આં શું થયું? ભગવાને કહ્યું તમેજ કહ્યું હતું નારદ મે માયાને જીતી ચૂક્યો છું એજ માટે હું તારી પરીક્ષા લઈ રહ્યો હતો. નારદે શ્રી હરીથી ક્ષમા માંગી અને ભગવાન વિષ્ણુ પણ અદૃશ્ય થઈ ગયા. આની વચ્ચે શિવગણ પણ આવ્યા અને એમને નારદજીને અપરાધ ક્ષમા કરવા માટે કહ્યું. નારદે કહ્યું શ્રાપ ઝૂઠું તો નથી હોતો, તેથી રાક્ષસ તો તમે થશો જ પણ એટલું કરી દઉં છું કે તમે એટલા પરાક્રમી રાક્ષસ હશો કે સ્વયં ભગવાન હરી જ તમારો ઉદ્ધાર કરશે.
અને આં બધાના અંશ રૂપે પ્રકટ થયો રાવણ. શિવગણો નો તામસી ગુણ અને જય- વિજયનો ભક્તિ ગુણ આં બંને વ્યક્તિઓના ગુનો નાં પ્રધાનતા માટે જન્મ લીધો રાવણે.
**************************
લંકેશ:-
બાલ્યકાલમાં જ રાવણે ચારો વેદો પર પોતાની કુષ્ર્જ્ઞા બુદ્ધિથી પકડ બનાવી લીધી. એને જ્યોતિષ નું એટલું સારું જ્ઞાન હતું કે એની રાવણ સંહિતા આજ પણ જ્યોતિષમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. યુવાવસ્થામાં રાવણ તપસ્યા કરવા નીકળી ગયો. એને ખબર હતી કે એના પરદાદા બ્રહ્મા છે. એટલે એને સૌથી પહેલા ઘોર તપસ્યા કરી અને કેટલાક વર્ષોની તપસ્યા પછી પ્રસન્ન થઈને બ્રહ્મા એ એમને વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે રાવણે અજર - અમર થવાનું વરદાન માંગ્યું. બ્રહ્મા જી એ કહ્યું કે અજર અમર થવાનું વરદાન નહિ આપી શકે. તું જ્ઞાની છે એથી સમજવાનો પ્રયાસ કરો. હું તને એ નહિ આપી શકું પણ બદલામાં બીજી અન્ય શક્તિઓ આપુ છું.
રાવણ તપસ્યાથી શક્તિ મેળવી આવ્યો. માતા પિતા થી મળીને એ બહુ પ્રસન્ન થયો. હવે થોડું અભિમાન મનમાં આવી ગયું. એક દિવસ એ બે ચાર દોસ્ત લઈને રાવણ તેની યુવાવસ્થામાં સહસ્ત્રબાહું અર્જુનના રાજ્યની સીમા માં ગયો. ત્યાં નર્મદા નદી નાં કિનારે એને જોયું કે નદીની પહોળાઈ બહુ હોવાના પછી પણ એમાં પાણી બહુ ઓછું છે. રાવણે એના સાથીઓને કહ્યું કે નદીનું પાણી આટલી ઓછું કેમ છે. પહેલાતો આમાં બહુજ પાણી ભરી રહેતું. ત્યારે સાથીઓને થોડુ આગળ જોયું એક બાંધ બધેલો હતો જેમાં નદીનું બધું જ પાણી રોકી રાખ્યું હતું. અને બાંધને બાણોથી બનાવ્યું હતું. ત્યારે રાવણના સાથીઓએ એને કહ્યું કે, કોઈએ એમની અદ્ભુત ધનુર્વિદ્યા નાં પ્રયોગથી બાણો વડે બાંધીને પાણીને રોક્યું છે. એ થોડાક આગળ વધ્યા ત્યાં થોડાક શસ્ત્રધારી સુરક્ષા માં લાગેલા સૈનિક દેખામાં. રાવણે લૂછી કોણ છો અને આં બંધ કોણે બનાવ્યો. એમને કહ્યું અમારા રાજા સહસ્ત્રબાહુ અર્જુને. એ અત્યારે એમની પત્નીઓની સાથે વિહાર કરવા આવ્યા છે.રાવણે કહ્યું સારું તો હવે તું મારી કૌશલ જો અને એકજ બાણમા બાંધ તોડી દીધો. સહસ્ત્રબાહુની પત્નીઓ જે સ્નાન કરવા માટે ગઈ હતી તે બહુ જ પ્રયાસ કર્યા પછી એમને બહાર નીકળી શક્યા. રાવણે બાંધ તોડ્યો ત્યારે આં વાતની સૂચના સહસ્ત્રબાહુને એના સૈનિકોએ આપી ત્યારે એ વાત પર સહસ્ત્રબાહુ અને રાવણનું યુદ્ધ થઈ વહી એને રાવણ હારી ગયો અને એણે બંદી બનાવી લીધો અને જેલમાં નાખી દીધો. એમના સાથીઓ ભાગી છૂટયા અને રાવણના દાદાજી મુનિ પુલસત્ય ને જઈને કહ્યું ત્યારે એમને સહસ્ત્રબાહુ અર્જુન પાસે સંદેશો મોકલ્યો મે રાવણ યુવક છે અને યુવાવસ્થામાં ગલતી ની સંભાવના થઈ જાય છે એથી તમે એને છોડી દો. અર્જુને એને છોડી દીધો અને ચેતવણી આપી કે ફરીથી આવી ગલતી નાં થાય નહીતો એક પણ સર ધડ પર નહિ દેખાય.
રાવણ ને બહુજ દુઃખ અનુભવ થયું અને એણે વર્ષો સુધી ફરી બ્રહ્મા જી નું તપ કર્યું. અને બ્રહ્મદેવે પ્રકટ થયા અને ફરીથી એને અમર થવાનું વરદાન માંગ્યું. પણ આં વખતે પણ એને અમર થવાનું વરદાન નહિ મળે પણ એનાથી વધુ માયાવી શક્તિ પ્રાપ્ત થઈ. માયાવી શક્તિ પામી ને એ એક વાર ફરતા ફરતા વાનરોના રાજ્યમાં પ્રવેશ કર્યું. સાંજ નો સમજ હતો વાનરોના રાજા બાલી એ સમયે વૃક્ષની નીચે સંધ્યા જાપ કરી રહ્યો હતો. રાવણ એને જોઈને હસ્યો અને પછી એને હેરાન કરવા લાગ્યો, એ મર્કટ, એ વાંદરા એવું કહીને એની મજાક ઉડાવવા લાગ્યો અને યુદ્ધ કરવા માટે એને ઉકસાવવા લાગ્યો.રાવણને પોતાની માયાવી શક્તિ પર બહુજ ઘમંડ આવી ગયો હતો. બાલીથી કહ્યું અરે વાંદરા મે સાંભળ્યુ છે કે તું બાજુ શક્તિશાળી છે. આવ જરા મારાથી યુદ્ધ કર અને જો તારું અભિમાન કેવી રીતે તોડી છું. પણ બાલી ધ્યાનમાં હતો તેથી રાવણની વાતને સાંભળી જ નહિ. એના પછી રાવણે એને જોરથી લાત મારી અને કીધી પાંખડી મારા લલકારવા પછી પણ ડરથી ધ્યાન માં બેઠી છે. સીધું સીધું બોલ કે હું નથી લડી શકતો. બાલી ક્રોધથી ભડકે બળી રાવણને પટકી પટકી ને એટલો માર્યો કે એ બસ મરવાંથી બચી ગયો. અને પછી એને પોતાની મૂંછ થી બાંધી દીધો અને ફરીથી સંધ્યા વદન સમાપ્ત કરી એને રાવણના અભિમાનને તોડી નાખ્યું. મહિના સુધી બાલીએ રાવણને પોતાની કેદ માં રાખ્યો.એક દિવસ રાવણને પોતાના ડાબા હાથમાં એની બગલમાં દબાવીને બાલી જઈ રહ્યો હતો ત્યારે એની હાથની.પકડ ઢીલી થઈ અને રાવણ ત્યાંથી ભાગી નીકળ્યો. એટલો ભાગ્યો કે દેખાઇજ નાં પડ્યો. હવે રાવણને ખબર પડી કે એનાથી પણ વધુ બળશાળી લોકો છે. મનેજ પિતામહ નાં કારણે અભિમાન હતું.
એના પછી એ ફરીથી ઘોર તપસ્યા કરવા લાગ્યો અને ફરી એને અમર થવાનું વરદાન માંગ્યું. બ્રહ્માજી એ ફરી કહ્યું પુત્ર મારા અધિકામાં એ વરદાન નથી અને આં વખતે એને બ્રહ્માજી થી પ્રચંડ શક્તિઓ અને બ્રહ્માસ્ત્ર પ્રાપ્ત કરી લીધું. એક દિવસ દેવતાઓના કોઈ વાત પર નારાજ થઈને એને સ્વર્ગ લોકમાં એકલાજ ચઢાઈ કરી લીધી અને બધાં દેવતાઓને એકલા હાથે જ હરાવી દીધા. ઇન્દ્ર, યમ, વરુણ અને બીજા પણ દેવલોકના લોકો અને પ્રજાપતિઓને બંધક બનાવી લીધા અને બીજા બધા દેવતા સ્વર્ગ લોકથી ભાગી નીકળ્યા, એને સ્વર્ગ લોકમાં પોતાનો અધિકાર જમાવી લીધો અને પછી દેવતાઓને પાછું આપી દીધું.પણ દેવતાઓનું માન ભંગ થઈ ગયું અને એ ચૂપચાપ થઈ ગયા. દાનવોને ખબર પડી કે એના ભાનાં રાવણે એકલાજ સ્વર્ગમાં બધા દેવતાઓને હરાવ્યા છે અને ત્રણે લોકોમાં આં વાતની જાણ થઈ અને એ વાતથી દાનવ બહુ ખૂશ થઇ ગયા એમની વર્ષોની ઈચ્છા પૂર્ણ થઈ અને દાનવોએ રાવણની જય જયકાર કરી અને રાવણને પોતાના રાજા બનવાની પ્રાથર્ના કરી.રાવણ નાં તેજ અને એના ભવ્ય સ્વરૂપ અને નેતૃત્વ રહી મય દાનવ એ પ્રસન્ન થઈ પોતાની અત્યંત સુંદર અને મર્યાદાનું પાલન કરવાવાળા પુત્રી મંદોદરી નાં લગ્ન રાવણ સાથે કર્યા અને રાવણ પત્ની રૂ મંદોદરી ને પામીને પ્રસન્ન થયા. પવિત્રતા નારીઓમાં મંદોદરી ની સ્થાન દેવી અહિલ્યા જેટલું જ હતું.
..............................................
લંકા કથા
એક વાર માતા પાર્વતી ને મહેસૂસ થયું કે મહાદેવ તો દેવો નાં દેવ છે. બધાં દેવતા સુંદર મહેલો માં રહે છે પણ દેવાધિદેવ શમસાનમાં રહે છે, એનાથી દેવની પ્રતિષ્ઠા પણ બગડે છે. એમને મહાદેવથી હઠ કરી કે આપને પણ મહેલમાં રહેવું જોઈએ. તમારું મહેલ તો ઇન્દ્રનાં મહેલ થી પણ ઉત્તમ અને ભવ્ય હોવું જોઈએ.એમને જીદ પકડી કે હવે એવું મહેલ જોવે છે કે જે ત્રણે લોકોમાં ક્યાંય ન હોય.મહાદેવના સમજાવ્યા કે હું તો યોગી છું, મહેલમાં મને શાંતિ જ નઈ મળે. મહેલમાં રહેવાના બહુ મોટા નિયમ હોય છે. મસ્તમોલા અઘોરી માટે મહેલ ઉચિત નથી. પરંતુ દેવીનો એ વિચાર એમની જગ્યા પર નક્કી હતો કે દેવ મહેલમાં રહે છે તો મહાદેવ કેમ શમસાનમાં અને બરફની ચટ્ટાનો માં રહે છે? મહાદેવને નમવું પડ્યું એમને વિશ્વકર્મા મે બોલાવ્યા.
એમને એવું મહેલ બનાવવા કહ્યું કે જેની સુંદરતા ની બરાબરી નો મહેલ ત્રણે લોકમાં ક્યાંય પણ ન હોય. નાં તો ધરતી લોકમાં કે નાં તો જલ લોકમાં કે નાતો આકાશ લોકમાં. વિશ્વકર્મા જીએ એક જગ્યાની ખોજ કરી. એમને એક એવી જગ્યા શોધી જે ચારો તરફથી પાણીથી ઢંકાયેલી અને વચ્ચે ત્રણ સુંદર પર્વત જોયા. એ પર્વત પર બહુ બધા ફૂલ અને વનસ્પતિ હતી. એ લંકા હતી. વિશ્વકર્માએ માતા પાર્વતીને એના વિષેમાં જાણ કરિતો માતા ખુશ થઈ ગયા અને એક વિશાળ નગરના નિર્માણ માટેનું આદેશ આપી દીધું. વિશ્વકર્માએ પોતાના કળાની પરિચય આપતાં ત્યાં સોનાની અદ્ભુત નગરી જ બનાવી દીધી.
માતાએ ગૃહપ્રવેશ માટે murhut નિકાળવા માટે કહ્યું. ઋષિ વિશ્રવાને આચાર્ય નિયુક્ત કર્યા. બધાં દેવતાઓને એને ઋષિઓને નિમંત્રણ આપ્યું. જેને પણ મહેલ જોયું એ પ્રશંસા કરતા થાક્યા નહિ. ગૃહપ્રવેશ પછી મહાદેવ એ આચાર્ય ને દક્ષિણા માંગવા કહ્યું. મહદેવની આં માયા થી વિશ્રાવાને એ નગર પર લાલચ આવી અને એમને મહાદેવ થી દક્ષિણામાં એ લંકા જ માંગી લીધી. મહાદેવ એ વિશ્રવાંને લંકાપુરી દાન કરી દીધી. પાર્વતી જી ને વિશ્રવાં પર ગુસ્સો આવ્યો અને શ્રાપ આપ્યો કે તે મહાદેવની સરળતાનો લાભ લઈને મારો પ્રિય મહેલ માંગી લીધો. મારા મનમાં ક્રોધની આગની ભભકી રહી છે. મહાદેવનો અંશજ એક દિવસ આં મહેલને બાળીને કોલસો બનાવી દેશે અને સાથે જ તારા કુળ નો વિનાશ ચાલુ થશે.
વિશ્રવાંથી એ લંકા કુબેરને મળી.
................................................................................
રાવણની લંકા
રાવણ રાજાના રૂપમાં રાક્ષસો દ્વારા પ્રતિષ્ઠિત થઈ ગયા અને પછી એને પોતાના માટે રાજધાનીનું નિર્માણ કરવાનું વિચાર્યું, એ ફરીથી સ્વર્ગ ગયા કદાચ એ રાજધાની બનાવવા ઠીક રહેત, બધાં દેવતા ઇન્દ્ર,યમ,વરુણ એને જોઈને ભાગી ગયા, એ ખુશ થયો પણ એને સ્વર્ગ પસંદ ના આવ્યો. સ્વર્ગથી પાછા વળતી વખતે એને સમૂર્દ માં ત્રિકટુ પર્વત પર સુંદર નગર નજર આવ્યું એ સીધા ત્યાજ બહ. એને જોયું એનોજ સોતેલો ભાઇ કુબેર યક્ષો સાથે રેહતો હતો. એને કુબેરને એ નગર યક્ષો સાથે ખાલી કરવા માટે કહ્યું. કુબેર પોતાના પિતાજી પાસે ગયો અને કહ્યું રાવણ જબરજસ્તી લંકા ખાલી કરવા માટે કહે છે અને ત્યારે એમને કહ્યું પુત્ર રાવણ આં વખતે માનવાવાલો નથી તેથી તું એ જગ્યા છોડી દે. તું ઉત્તર દિશામાં સુરક્ષીત સ્થાન માં જગો રહે ત્યાં તને કોઈ પરેશાન નહિ કરે.
પોતાના પિતાના આદેશ અનુસાર કુબેર હિમાલય ક્ષેત્રમાં અલકાપુરી નામના નગરમાં નિર્માણ માટે માનસરોવર ઝીલ ની નજીક કરી લીધું અને યક્ષો સાથે લંકાથી ધન દોલત સાથે ચાલ્યો ગયો. અહિયાં રાવણ ત્રિકટુ પર્વત પર લંકાને ખૂબ જ સુંદર બનાવ્યું. એના સસરા મય નામના દાનવ જે માયાવી વિદ્યા ઓમાં ખુબજ નિપુણ હતા એમને લંકાને ટ્રેનો લોકોથી ખુબજ સુંદર નગર બનાવી દીધુ. સોનાની પરત અને હીરા જવાહરાતથી, મણીઓથી લંકાની દરેક દીવાલ, થાંભલા જેવી વસ્તુઓથી જડી દીધું અને જ્યારે એની કમી મહેસૂસ થઇ ત્યારે રાવણ kuberthi છીણી લાવ્યો. રાવણે બધાં રાક્ષસોને લંકામાં રહેવા માટેનો આદેશ આપ્યો. અને બધાને એક એક સુંદર ઘર અને મહેલ આપ્યું, અને એક દિવસ કુબેરની પુષ્પક વિમાન પણ છીનવી લીધું.
*************************
રાવણનું અભિમાન:-
રાજ્ય સ્થાપના કરી અને સુંદર રાજધાની બનાવી, બધાં અસુરોને સારી રીતે બધી સુખ સુવિધા આપી અને એમને પૂર્ણ રૂપથી સુરક્ષીત કરી રાવણ ફરીથી બ્રહ્મદેવ ની તપસ્યામાં લાગી ગયો.એમને જોઈ પછી એના ભાઇ કુંભકર્ણ અને વિભીષણને પણ એની સાથે તપસ્યા કરવા લઈ ગયો. બ્રહ્માજી ફરી રાવણ પાસે આવ્યા અને રાવણે ફરી કીધું કે મને અમર થવાનું વરદાન આપો. બ્રહ્મદેવે કહ્યું કે મારા માટે એ આપવી સંભવ નથી. પણ રાવણ માન્યો નહિ બ્રહ્માજી જતા રહ્યા. રાવણ ફરીથી તપસ્યામાં લાગી ગયો અને ફરી બ્રહ્માજીને એની પાસે આવ્યા અને ફરીથી રાવણને સમજાવ્યો કે અજર અમર નું વરદાન નાં માંગે. તું જ્ઞાની છે, સંસાર નો નિયમ ફરવાની શક્તિ મારામાં નથી. હું મર્યાદામાં જ કામ કરી શકું. એટલે જેટલું થઈ શકે એટલું આજે કરું છું. તારી નાભિ માં એક અમુત કુંડ પ્રદાન કરું છું અને જ્યાં લગી આં અમૃત કુંડ તારી નાભિમાં છે ત્યાં સુધી તારી મૃત્યુ નહિ થાય.જો તું એનાથી પણ ખુશ નથી અને અજર અમર થવા માંગે છે તો મહાદેવ ની શરણ માં જાઓ. મહાદેવનું હું જાણતો નથી અમર થવાનું વરદાન આપશે કે નહિ પરંતુ મારા વશમાં તો નથી. રાવણે ફરી બ્રહ્માજીને પૂછ્યું કે પિતામહ આં અમૃત કુંડ નાભિમાં ક્યાં સુધી રહેશે? ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે અગ્નિ બાણ સિવાય આં અમૃત કુંડને કોઈ નઈ સુકાવી શકે. રાવણે વિચાર્યું કે આં લગભગ અમર થવા જેવીજ વાત છે, કેમ કે અગ્નિ બાણ નો પ્રયોગ ભગવાન વિષ્ણુ નાં સિવાય અન્ય કોઈ નહિ કરી શકતું એથી એમને બ્રહ્માજીને કહ્યું કે પિતામહ તમે અજર અમર થવાનું વરદાન તો નથી આપતા એથી હું આનો સ્વીકાર કરું છું પણ તમારે હજી પણ કંઇક આપવું પડશે.બ્રહ્માજીએ કહ્યું તું અમર થવા સિવાય કઈ પણ માંગી લે હું આપવા માટે તૈયાર છું, ત્યારે રાવણે વરદાન એવી રીતે માંગ્યું કે એને દેવ, દનુજ,નાગ,યક્ષ,કિન્નર, ગંધર્વ કોઈ પણ યુદ્ધમાં નાં મારી શકે. બ્રહ્માજીએ તથાસ્તુ કહી દીધું
આ સમયે બ્રહ્માજીની નજર એક અપ્સરા પર પડી કે નજીકમાં છુપાઈને પોતાના કાન લગાવીને સાંભળી રહી હતી કે બ્રહ્મદેવ રાવણને શું વરદાન આપડે છે. બરહ્માજી સમજી ગયા કી આં કોણ છે અને કોને મોકલી છે, અને એ અપ્સરા બ્રહ્માજીને પ્રણામ કર્યું પણ આવી રીતે છુપાઈને વાત સાંભળવી બ્રહ્માજીને સારું ના લાગ્યું, એમને ફકત અપસરાથી એટલું કીધું કે," જ્યારે તે છુપાઈને સંભળ્યું છે તો હજી પણ સાંભળ કે જે દિવસે કોઈ વાનર મો જોરદાર મુક્કો તર આજ કામ પર પડશે એ દિવસે સમજી લેજે કે રાવણ અને એના રાક્ષસનો અંત આવી ગયો." બ્રહ્માજી ચાલ્યા ગયા અને અપ્સરા છુપાઈને ભાગવા વળી હતી કે રાવણે એને પકડી લીધી અને કહ્યું કે કલમ છે અને અહિયાં શું કરે છે? એને કહ્યું કે એમજ અહિયાં બ્રહ્મદેવ શું કરતા હતા એ જ જોવા આવી છું. રાવણ સમજી ગયો કે દેવતાઓની ચાલ છે એટલે એને અપ્સરાને કહ્યું કે તને બહુ કાન લગાવીને સાંભળવાની આદર છે તેથી હવે તું મારી સાથે ચાલ હવે લંકા દ્વારા પર, ત્યાં કોઈ ઘૂસે ત્યારે કાન લગાવીને સાંભળજે અને રખવાળી કરજે અને એને લંકીની નામથી મુખ્ય દ્વાર પર રખવાળી માટે રાખી દીધી.
રાવણ હવે તપસ્યા જનીત પોતાની શક્તિઓથી લગભગ ચરમ સીમા પર પહોંચી ગયો જેથી અભિમાન આવવું પા સ્વાભાવિક હતું. બધાં રાક્ષસ એની છત્ર છાયામાં સુરક્ષીત હતા એમાંથી કોઈ રાક્ષસ પહેલા દેવતાઓના ભય થી તપસ્યા નહોતા કરી શકતા, એ તપસ્યા કરવા લાગ્યા અને શક્તિ પ્રાપ્ત કરવા લાગ્યા અને અને બીજા બધા રાક્ષસ લંકા માં આનદ અને ઐશ્વર્યનો ભોગ કરવા લાગ્યા.
એક દિવસ રાવણ પોતાના અભિમાન અને ઐશ્વર્ય નાં બળ પર એકલોજ ત્રિલોક માં વિજય પ્રાપ્ત કરવા નીકળ્યો અને સુતલ લોકમાં ગયા. ત્યાં સુતલ લોકમાં રાજા બળી રાજમહેલમાં હતા અને રાવણ બહુજ અભિમાન અને ગરજના સાથે એના દ્વાર પર ગયો અને દ્વારપાળ થી કહ્યું," બલી ને બોલ રાવણ યુદ્ધ માટે આવ્યો છે." દ્વારપાળ નાં વેશમાં કોઈ બીજું નહિ પણ પોતે નારાયણ હતા એમને બલી ને વરદાન આપ્યું હતું કે એના દ્વાર પર પહેરો એજ કરશે. રાવણે જ્યારે દ્વારપાળ ને ધમકાવીને કીધું ઠરે દ્વારપાળ એ કહ્યું " હે લંકાપતિ રાવણ, મહારાજ બલી આં વખતે પૂજા માં છે અને પૂજા સમાપ્તિ કરીને તમારાથી અવશ્ય લડશે, ચિંતા ના કરો ધૈર્ય રાખો, એ ભગવાન ભક્ત છે એટલે પહેલા એ એમનું કામ પૂરું કરશે અને પછી એ તમારા સામે રાખેલું કવચ પહેરવા આંખ આવશે ત્યારે તમારો સંદેશ હું અહિયાં તમારી સામે આપી દઈશ." રાવણ અભિમાનમાં ચૂર હતો અને કીધું કે " સારું આં કવચ ને પહેરશે હું આને હમણાજ તોડી નાખીશ." રાવણ આગળ વધ્યો અને એ કવચને ઉપાડવાની કોશિશ કરી પણ એ એટલો ભારી હતો કે રાવણને ઉપાડવામાં પસીના આવી ગયા. દ્વારપાળ એ કટાક્ષ માં કહ્યું કે લંકાપતિ રાવણ અમારા રાજા બલી નું કવચ ઉપાડવામાં તમારા માથે પરસેવો નીકળી ગયો તો મને સંદેહ છે કે તમે મહારાજ બલીથી કેવી રીતે લડી શકશો. કઈ વાત નઈ થોડા સમય ની વાત છે અને આપ ધૈર્ય રાખો. રાવણ મનમાં ગભરાઈ ગયો અને પછી આવું છું કહીને ભાગી ગયો અને પાછો નાં આવ્યો. રાવણે બધાં દેવતાઓ, યક્ષ,કિન્નર, ગંધર્વ બધાને યુદ્ધમાં પરાત કરીને રાક્ષસો ને અભય કરી સીધો અને માનવો ને તો એ પહેલેથીજ વિચારતો કે આં શું લડશે બિચારા સીધા સાદા લોકો છે એટલે પૃથ્વી પર અન્ય રાક્ષસો એમની ચલાવી રહ્યા હતા.
તેથીજ શક્તિશાળી રાજ્યો જેમાં અયોધ્યા,મિથિલા, કૌશલ જેવા અન્ય રાજા હતા, એ બહુજ ઉચ્ચ કોટિના પ્રતાપી અને સક્ષમ રાજ્ય હતા અને ક્યારેય સીમા વિસ્તાર માટે યુદ્ધ નહોતા કરતા, આં રાજા સન્માથી અને નારાયણ ભક્ત હતા, એમની પ્રજા પણ સુખી સંપન્ન આને ઉચ્ચ કોટિના હતા. મહારાજા દશરથ તો એટલે પરાક્રમી હતા કે દેવરાજ ઇન્દ્ર પણ એમનાથી યુદ્ધ માટે સહાયતા માંગતા. રાજા જનક એટલા શ્રેષ્ઠ રાજા હતા કે એમની પ્રજા ના હિત કાર્ય અને સંત સેવામાં પોતાના દેહનું પણ ભાન નહોતું રહેતું અને એટલેજ એમનું નામ વિદેહી પડ્યું હતું. એકથી વધારે એક ઋષિ, મહર્ષિ, મુનિ જેમાં પરશુરામ, વિશ્વામિત્ર, વામદેવ જેવા લોકો આં રાજ્યોના દરબાર માં આવતા હતા અને એના લીધે રાજ્યને ખરાબ નજર જોવાની હિમ્મત ત્રણે લોકોમાં કોઈ નહોતું કરતું.
એક પ્રશ્ન ઊભો થયો હશે કે રાવણ, સહસ્ત્રબહુ અર્જુન થી, પછી બાલી થી માર ખાઈન, પછી સૂતલ લોકમાં બલિથી ડરીને ભાગ્યો, અયોધ્યા, મિથિલા, કૌશલ, વાનરો નાં પ્રદેશ એના આધીન નહોતા, તો રાવણ ત્રણેય લોકોના વિજેતા કેવી રીતે માની લીધો? રાવણ એ બ્રહ્મા જી થી નાભિ કુંડ મા અમૃત પ્રાપ્ત કર્યું જેથી ઈની મૃત્યુ ફકત ભગવાન નારાયણ સિવાય કોઈ બીજું નહિ કરી શકે આં વાત ને એને જાણ હતું, મનમાં એક ખુંચ હતી કે જો એ અમર થઈ જાત તો કેટલું સારું જોત. કેમ કે એનું લક્ષ્ય એજ હાથ અને એના માટે એ હંમેશા પ્રયત્નશીલ હતો.પણ ફકત અમર રહેવાથી કોઈ વાત નઈ બને બળ, કૌશલ અને શસ્ત્ર પણ કોઈએ એના માટે એને તપસ્યાથી બહુ બધું પ્રાપ્ત કરી લીધું. એ વખતે રાવણ જેવા કેટલા બીજા પણ તપસ્વી હતા, રાજા બલી, વાનર પ્રદેશ નાં રાજા બાલી, બાણાસુર વગેરે.
*********************
મહાન શિવભક્ત:-
વરદાન પ્રાપ્ત કર્યા પછી વિચાર્યું કે હવેતો અમર થવાનું વરદાન પ્રાપ્ત કરવા માટે મહાદેવને પ્રસન્ન કરીનેજ રહેશે અને વરદાન પ્રાપ્ત કરીને રહેશે. રાવણે ભગવાન ભોળાનાથની તપસ્યા કાળું કરી. ભોળાનાથ પ્રસન્ન નાં થાય, રાવણે વિચાર્યું કે ભોલેનાથ જલ્દી પ્રસન્ન થવા વાળા મહાદેવ છે અને આં મરાથીજ લાગે અપ્રસન્ન છે એ વિચારીને એને હજી કઠોર તપસ્યા શરૂ કરી, ક્યારેક ભોજન વગર રહીને તો ક્યારેક ભગવાન ભોલેનાથ ની સુંદર સ્ત્રોતના વિનાં વાદન કરીને, પણ પ્રભુ પ્રકટ થાય નહિ. રાવણે વિચાર્યું કે મારું જીવન જ બેકાર છે જો એ મહાદેવને પ્રસન્ન નાં કરી શકે, મહાદેવ જે તરત જ પ્રસન્ન થઈ જાય છે પોતાના ભક્તો પર, અને હું જ એમને પ્રસન્ન નાં કરી શક્યો એ વિચારીને એ આત્મગ્લાની થી ભરાઈ ગયો.
એક દિવસ એ પૂજા માં જ્યારે બધાં પુષ્પ ચઢાવ લાગ્યો તો પુષ્પ ઓછા પડ્યા, ત્યારે એને પૂજાને પૂર્ણ કરવા માટે એક એક કરીને પોતાના મસ્તક કાપીને પુષ્પની જગ્યાએ ચઢવાનું શરૂ કર્યું, એ વિચારીને કે જે પોતાના જીવનમાં મહાદેવને પ્રસન્ન નાં કરી શકે એ જીવવાળાને ધિક્કાર છે. આજ પુષ્પની જગ્યાએ મહાદેવને મારા શીશ અર્પણ છે. દર્દથી રાવણ બેભાન જેવો થઈ ગયો પણ મોંમાંથી હર હર મહાદેવ કરવાનું છોડ્યું નહિ. અનીતમ શીશ થી નમીને મહાદેવને છેલ્લા પ્રણામ કરી જેવું જ ખડગ પ્રહાર કર્યું પોતાની ગરદન પર મહાદેવ પ્રકટ થઈ એનો હાથ પકડી લીધો. બોલ્યાં" રાવણ હું ખૂબ જ પ્રસન્ન થયો, તે મર માટે પોતાના પ્રાણ સંકટમાં નાખી દીધા, માંગ શું જોઈએ છે તને."
રાવણ દર્દથી પીડાતા મહાદેવના ચરણોમાં પ્રણામ કરીને બહુજ વિનમ્ર થી બોલે છે," હે દેવાધિદેવ મહાદેવ મને આપના દર્શન થઈ ગયા, આપ મારાથી પ્રસન્ન છો મને હવે કઈ નથી જોઈતું, હું માંગવાની ઈચ્છાથી જ તપ કરતો હતો, પણ આપણા આં સુંદર સ્વરૂપને જોઈને હું ધન્ય થયો. આપ પ્રસન્ન થઇ ગયા e વાત થી હું સંતુષ્ટ છું. પ્રભુ હવે મને કઈ નથી જોઈતું. આપે મને દર્શન આપ્યા એનાથી વધુ મને કઈ નથી જોઈતું."
મહાદેવ કહ્યું," રાવણ હૂતો તારા સંકલ્પથી વરદાન આપવા માટે આવ્યો છું. તેથી એમજ તો હું જઈ નઈ શકું. તું નિસંકોચ થઈને માંગ, તને જે જોઈએ એ માંગી લે.
રાવણે કહ્યું," હે મહાદેવ, હે દેવાધિદેવ, હે ભક્તવત્સલ જો તમને કંઇક આપવું છે તો મને તમારી અતૂટ ભક્તિ અાપો અને હું હમેશા નમ: શિવાય રૂપી મંત્ર નો જાપ કરતો રહું. એના શિવાય મને કઈ નથી જોઈતું."
મહાદેવ એની વાત સાંભળી ખુશ થયા, જેનું લક્ષ્ય અમરત્વ પ્રાપ્ત કરવું બહુ એ પ્રભુની ભક્તિ માંગી રહ્યો છે એનાથી વધુ જ્ઞાની બીજું કોણ હોઈ શકે. ત્યારે મહાદેવ એને પોતાની ભક્તિ પ્રદાન કરે છે અને વરદાન આપે છે કે તારા શીશ ફરીથી આવી જશે અને એના શિવાય જ્યારે પણ કોઈ અંગ કપાશે ત્યારે એની જગ્યા પર ફરીથી નવું અંગ એની જાતેજ આવી જશે. મહાદેવ જાણતા હતા કે રાવણ બાલી અને અન્ય લોકોથી યુદ્ધમાં હારી જવાથી દુઃખી હતો કે એ એટલો શક્તિશાળી કેમ નથી તેથી મહાદેવ ભક્તિ નાં શિવાય એને બહુ જ બળ આપ્યું અને સાથે જ પાશુપત નામક અસ્ત્ર આપ્યું.મહાદેવથી બળ પ્રાપ્ત કરીને એ જેવોજ પોતાના સ્થાન પરથી ઊભો થઇને ચાલવા માટે પગ ઉપાડયો તો પૃથ્વી ડગમગી અને રાવણ બહુજ આનંદિત થઈ ગયો અને ફરી મહાદેવને મનમાં પ્રણામ કરીને લંકા આવી ગયો.
મહાદેવનો રાવણ પ્રિય ભક્ત બની ગયો. લંકા માં રોજ પૃપક વિમાન લઈને કૈલાશ જયો આં ત્યાં ભગવાન મહાદેવની પૂજા અને આરાધના કરતો. રાવણ ત્રણે લોકોમાં પોતાની ગતિથી ચલાવવાલો, નવ ગ્રહોને જ્યારે પોતાના આધીન કરી લીધા અને દિગપાળોથી પોતાની લંકાના માર્ગોમાં જલ છીદકાવના કામમાં લગાવી દીધા ત્યારે એ એક રીતે ત્રિલોકનો વિજેતા માન્યો ગયો, કેમ કે ત્રણે લોકોનું સંચાલન કરવાવાળા બધાં દેવતા, નવ ગ્રહો એના આધીન હતા અને જ્યારે એને પરાજિત કરવા વાળું ત્રિલોકમાં કોઈ નહોતું. એને ત્રણે લોકોમાં રહેવાવાળા નો મોટા ભાગનો હિસ્સો પોતાના આધીન કરી લીધો.
એક વખત નારદજી લંકા આવ્યા, રાવણે એમની બહુજ સેવા કરી, નારદજી એ રાવણને કહ્યું કે," સાંભળ્યું છે કે મહાદેવ થી બળ પ્રાપ્ત કર્યું છે", રાવણે કહ્યું હા પ્રાપ્ત કર્યું છે.
નારદજીએ પૂછ્યું કેટલું બળ પ્રાપ્ત કર્યું. રાવણે કહ્યું એ તો ખબર નથી પરંતુ અગર હું ચાહું તો પૃથ્વી ને હલાવી શકું છુ. નારદજીએ કહ્યું તોટો તમારે હવે એ બળની પરિક્ષા લેવી જોઈએ. કેમકે વ્યક્તિને ખબર હોવી જોઈએ એની પાસે કેટલું બળ છે.રાવણને નારદની વાત તો ઠીક લાગી એને વિચારીને બોલ્યો કે મહર્ષિ જો હું મહાદેવને કૈલાશ પર્વત સહિત ઉપાડીને લંકામાં લઈને આવી જાઉં તો કેવું રહેશે? એનાથી મને ખબર પડી જશે કે મારી અંદર કેટલું બળ છે. નારદજીએ કહ્યું વિચાર ખરાબ તો નથી એના પછી એ ચાલ્યા ગયા.
એક દિવસ રાવણ ભક્તિ અને શક્તિ નાં બળ પર કૈલાશ સમેત મહાદેવને લંકામાં લાવવા માટે પ્રયાસ કર્યો. જેવું જ એને કૈલાશ પર્વત પોતાના હાથમાં ઉપાડયો તો દેવી પાર્વતી લપસવા લાગ્યા, અને જોરથી બોલા ઊભો રે ઉભોરે! અને એમને મહાદેવને પૂછ્યું કે ભગવાન આં કૈલાશ કેમ હલે છે, મહાદેવ કીધું કે રાવણ આપણને લંકા લઈ જવાની કોશિશ માં હે. રાવણે જ્યારે મહાદેવ સમેત કૈલાશ પર્વત પોતાના હાથોમાં ઉપાડયો તો એને બહુ અભિમાન આવી ગઈ કે જો એ મહાદેવ સહિત કૈલાશ પર્વત ઉપાડી શકે તો હવે. એનાં માટે કઈ અસંભવ નથી અને રાવણ જેવોજ એ પગલું આગળ મૂક્યું કે એનું સંતુલન હળવા લાગ્યું એન પછી પણ એ કોશિશ માં રહ્યો અને એટલામાં દેવી પાર્વતી એક વાર ફરી લપશ્યા અને ક્રોધમાં આવીને એમને રાવણને શ્રાપ આપ્યો કે" અરે અભિમાની રાવણ તું આજથી રાક્ષસો માં ગણાઈશ કેમ કે તારી પ્રકૃતિ રાક્ષસો જેવી છે આં તું અભિમાની થઈ ગયો છે."
રાવણે દેવી પાર્વતીની વાત પર ધ્યાન ન આપ્યું અને ત્યારે ભગવાન શિવ એ પોતાનો ભાર વધાર્યો અને એ ભારથી રાવણે કૈલાશ પર્વત ને ધીરેથી એ જગ્યા પર રાખવા નું શરૂ કર્યું અને ભારથી એનો હાથ દબાઈ ગયો અને એ દર્દથી બૂમો પાડવા લાગ્યો એનો અવાજ સ્વર્ગ સુધી સંભળાવા લાગ્યો અને થોડીક વારમાં એ બેભાન થઈ ગયો અને હોશમાં આવ્યા પછી એને ભગવાન શિવ માટે સુંદર સ્તુતિ ગાયી,
जटाटवीगलज्जल प्रवाहपावितस्थले
गलेऽवलम्ब्य लम्बितां भुजंगतुंगमालिकाम्।
डमड्डमड्डमड्डमनिनादवड्डमर्वयं
चकार चंडतांडवं तनोतु नः शिवः शिवम
जटा कटा हसंभ्रम भ्रमन्निलिंपनिर्झरी ।
विलोलवी चिवल्लरी विराजमानमूर्धनि ।
धगद्धगद्ध गज्ज्वलल्ललाट पट्टपावके
किशोरचंद्रशेखरे रतिः प्रतिक्षणं ममं
धरा धरेंद्र नंदिनी विलास बंधुवंधुर-
स्फुरदृगंत संतति प्रमोद मानमानसे ।
कृपाकटा क्षधारणी निरुद्धदुर्धरापदि
कवचिद्विगम्बरे मनो विनोदमेतु वस्तुनि
जटा भुजं गपिंगल स्फुरत्फणामणिप्रभा-
कदंबकुंकुम द्रवप्रलिप्त दिग्वधूमुखे ।
मदांध सिंधु रस्फुरत्वगुत्तरीयमेदुरे
मनो विनोदद्भुतं बिंभर्तु भूतभर्तरि
सहस्र लोचन प्रभृत्य शेषलेखशेखर-
प्रसून धूलिधोरणी विधूसरांघ्रिपीठभूः ।
भुजंगराज मालया निबद्धजाटजूटकः
श्रिये चिराय जायतां चकोर बंधुशेखरः
ललाट चत्वरज्वलद्धनंजयस्फुरिगभा-
निपीतपंचसायकं निमन्निलिंपनायम् ।
सुधा मयुख लेखया विराजमानशेखरं
महा कपालि संपदे शिरोजयालमस्तू नः
कराल भाल पट्टिकाधगद्धगद्धगज्ज्वल-
द्धनंजया धरीकृतप्रचंडपंचसायके ।
धराधरेंद्र नंदिनी कुचाग्रचित्रपत्रक-
प्रकल्पनैकशिल्पिनि त्रिलोचने मतिर्मम
नवीन मेघ मंडली निरुद्धदुर्धरस्फुर-
त्कुहु निशीथिनीतमः प्रबंधबंधुकंधरः ।
निलिम्पनिर्झरि धरस्तनोतु कृत्ति सिंधुरः
कलानिधानबंधुरः श्रियं जगंद्धुरंधरः
प्रफुल्ल नील पंकज प्रपंचकालिमच्छटा-
विडंबि कंठकंध रारुचि प्रबंधकंधरम्
स्मरच्छिदं पुरच्छिंद भवच्छिदं मखच्छिदं
गजच्छिदांधकच्छिदं तमंतकच्छिदं भजे
अगर्वसर्वमंगला कलाकदम्बमंजरी-
रसप्रवाह माधुरी विजृंभणा मधुव्रतम् ।
स्मरांतकं पुरातकं भावंतकं मखांतकं
गजांतकांधकांतकं तमंतकांतकं भजे
जयत्वदभ्रविभ्रम भ्रमद्भुजंगमस्फुर-
द्धगद्धगद्वि निर्गमत्कराल भाल हव्यवाट्-
धिमिद्धिमिद्धिमि नन्मृदंगतुंगमंगल-
ध्वनिक्रमप्रवर्तित प्रचण्ड ताण्डवः शिवः
दृषद्विचित्रतल्पयोर्भुजंग मौक्तिकमस्रजो-
र्गरिष्ठरत्नलोष्टयोः सुहृद्विपक्षपक्षयोः ।
तृणारविंदचक्षुषोः प्रजामहीमहेन्द्रयोः
समं प्रवर्तयन्मनः कदा सदाशिवं भजे
कदा निलिंपनिर्झरी निकुजकोटरे वसन्
विमुक्तदुर्मतिः सदा शिरःस्थमंजलिं वहन्।
विमुक्तलोललोचनो ललामभाललग्नकः
शिवेति मंत्रमुच्चरन्कदा सुखी भवाम्यहम्
निलिम्प नाथनागरी कदम्ब मौलमल्लिका-
निगुम्फनिर्भक्षरन्म धूष्णिकामनोहरः ।
तनोतु नो मनोमुदं विनोदिनींमहनिशं
परिश्रय परं पदं तदंगजत्विषां चयः
प्रचण्ड वाडवानल प्रभाशुभप्रचारणी
महाष्टसिद्धिकामिनी जनावहूत जल्पना ।
विमुक्त वाम लोचनो विवाहकालिकध्वनिः
शिवेति मन्त्रभूषगो जगज्जयाय जायताम्
इमं हि नित्यमेव मुक्तमुक्तमोत्तम स्तवं
पठन्स्मरन् ब्रुवन्नरो विशुद्धमेति संततम्।
हरे गुरौ सुभक्तिमाशु याति नांयथा गतिं
विमोहनं हि देहना तु शंकरस्य चिंतनम
पूजाऽवसानसमये दशवक्रत्रगीतं
यः शम्भूपूजनमिदं पठति प्रदोषे ।
तस्य स्थिरां रथगजेंद्रतुरंगयुक्तां
लक्ष्मी सदैव सुमुखीं प्रददाति शम्भुः
ભોલેનાથ સ્તુતિથી પ્રસન્ન થઈને એને કહ્યું કે રાવણ હું નૃત્ય ત્યારેજ કરું છું જ્યારે હું ક્રોધમાં હોઉં, એથી ક્રોધમાં કરેલ નૃત્ય ને તાંડવ નામથી દુનિયામાં જાણીતું છે. પણ આજ તે તારા સુંદર સ્ત્રોતથી એને સુંદર ગાયન થી મારું મન પ્રસન્નતા પૂર્વક નૃત્ય કરવા માટે થઇ ગયું છે. રાવણ દ્વારા રચિત અને ગયેલું આં સ્ત્રોત શિવ તાંડવ સ્ત્રોત કહેવાય છે કેમ કે ભગવાન શિવનું નૃત્ય તાંડવ કહેવાય છે પણ એ ક્રોધમાં થાય છે આને આં સ્તોત્ર માં ભગવાન પ્રસન્નતા પૂર્વક નૃત્ય કરે છે. આ ઉપરાંત ભગવાન શિવે રાવણ ને પ્રસન્ન થઈને ચંદ્રહાસ નામક તલવાર આપી, જેના હાથમાં રહેવાથી જ એને ત્રણે લોક માં કોઈ યુદ્ધ માં હરાવી નાં શકે. દેવી પાર્વતીના શ્રાપના પછી થી રાવણ ની ગણના રાક્ષસો માં થવા લાગી અને રાક્ષશોની સંગતિ તો હતી જ, એટલે રાક્ષસી સંગતિમાં અભિમાન, ગલત કાર્ય હજી પણ વધતા ગયા, શ્રાપની પહેલા એ બ્રાહ્મણ હતો અને સાત્વિક તપસ્યા કરતો હતો.
***************
લંકાદહન:-
ભગવાન રામ પોતાની પત્ની સીતા અને એમના નાના ભાઈ લક્ષ્મણ સાથે વનમાં જીવન વ્યતીત કરતા હતા,ત્યારે લંકાપતિ રાવણે એમની પત્ની સીતાનું હરન કરી લીધુ. ભગવાન રામ અને એમના નાના ભાઈ લક્ષ્મણ માતા સીતા ની શોધમાં દર દર ભટકી રહ્યા હતા, ત્યારે એમની મુલાકાત ભગવાન શિવના વાનર અવતાર હનુમાન જી થી થઈ. એ પ્રભુ રામના સૌથી મોટા ભક્ત હતા. શ્રી રામે હનુમાનજીને સીતા હરન વિશે કહ્યું, ત્યારે એ શ્રી રામ અને એમના ભાઈ લક્ષ્મણ ને કિસ્કિંધા નાં વાનર રાજા સુગ્રીવ પાસે લઈ ગયા. ત્યાં શ્રી રામની વાનર રાજ સુગ્રીવ સાથે મિત્રતા થઈ ગઈ. સુગ્રીવ એ પોતાના ભાઈ બાલીના વિષયમાં શ્રી રામને કહ્યું, જેને સુગ્રીવના રાજ્ય અને એની પત્નીને એમનાથી છીનવી લીધી, એ ખૂબ જ બળશાળી હતો ત્યારે શ્રી રામે બાલીનું વાઘ કરીને સુગ્રીવ ને એનું રાજ્ય એને એની પત્ની સમ્માન સહિત સોંપી. એના પછી સુગ્રીવ એ શ્રી રામને સીતા માતાને શોધવામાં મદદ કરવાનો વાયદો કર્યો. શ્રી રામ અને એમના ભાઈ લક્ષ્મન, સુગ્રીવ અને એમની સેનાં ને
સાથે લઈને માતા સીતાની શોધમાં નીકળી પડ્યા.
માતા સીતાની શોધ કરતા કરતા એ બધાં સમુદ્ર તર પર પહોંચી ગયા, ત્યાં એમને જોયું કે દૂર દૂર સુધી ફક્ત સમુદ્ર જ છે. એવામાં માતા સીતાની શોધ કઈ રીતે કરવી. ત્યારે હનુમાનજીએ શ્રી રામને કહ્યું," પ્રભુ મને ભગવાન બ્રહ્મા દ્વારા થોડીક શક્તિ પ્રાપ્ત થઈ છે જેનાથી હું હવાઈ રસ્તે સમુદ્રની બીજી બાજુ જઈને માતા સીતાની શોધ કરીને આવી શકું છું." ત્યારે શ્રી રામે હનુમાન જીને પોતાની અંગૂઠી આપી કહે છે કે હનુમાન આં અંગૂઠી સીતાને આપજો અને એમને કહેજો કે અને જલદી જ લંકા પહોંચી જશું અને રાવણના બંધનથી મુક્ત કરીશું. આ કહીને શ્રી રામે હનુમાનજીને લંકા જવાની આજ્ઞા આપી અને એ લંકા જવા માટે નીકળી પડ્યા. એમની વચ્ચે એમને ત્રણ રાક્ષશોનો સામનો કરવો પડ્યો જેને રાવણે રક્ષા માટે મૂક્યા હતા, એમનાથી યુદ્ધ કરી એ લંકા પહોંચ્યા.
હનુમાનજી લંકા પહોંચીને માતા સીતાની તલાશ કરવા લાગ્યા અને તલાશ કરતા કરતા એ અશોક વાટિકા પહોંચી ગયા, ત્યાં એમને જોયું કે માતા સીતા એક ઝાડની નીચે બેસીને શ્રી રામથી મળવા માટે દુઃખી છે. આ જોઈને હનુમાનજી માતા સીતા પાસે ગયા અને શ્રી રામ વિશે કહ્યું. પ્રભુ શ્રી રામ નાં વિશે કહેતા એમને માતા સીતાને શ્રીરામે આપેલી અંગૂઠી આપી અને કહ્યું કે" આં શ્રી રામ આપણને અહીંયાથી મુક્ત કરવા જલ્દી આવશે." ત્યારે સીતા માતાએ એમની અંગૂઠી હનુમાનજીને આપી અને કહ્યું કે" આં શ્રી રામને આપજો એને એમનાથી કહેજો કે સીતા એમની પ્રતીક્ષા કરી રહી છે." આ બધું પત્યા પછી હનુમાનજીએ માતા સીતાને કહ્યું કે મને બહુ ભૂખ લાગી છે હું આં વાટિકામાં લાગેલ ફળને ખાઈ શકુ? ત્યારે માતા સીતાએ એમને આજ્ઞા આપી. એ એક વૃક્ષથી બીજા વૃક્ષ કૂદતાં રહ્યા અને ફળ ખાતા રહ્યા અને કેટલાક વૃક્ષ ને નીચે પણ પાડી દીધા. આ જોઈને ત્યાં દેખભાળ કરતા યોદ્ધા એમને પકડવા માટે આવ્યા પણ હનુમાનજીએ એમને પણ નાં છોડ્યા, કેટલાક ને મારી નાખ્યાં તો કેટલાકને ઘાયલ કરી દીધા, આં રીતે એમને પૂરી અશોક વાટિકા ખરાબ કરી નાખી.
જ્યારે આં ખબર લંકાપતિ રાવણને થઈ તો એમને પોતાના ખુબજ યોદ્ધાઓ મોકલ્યા કે એ વાનર નું વાઘ કરીને આવે. પણ હનુમાનજીએ બધાં જ યોદ્ધા ને સરળતાથી મારી નાખ્યા અને કેટલાકને ઘાયલ કરી દીધા. આ સાંભળીને રાવણ ખુજ ગુસ્સે થયો અને એને પોતાના પુત્ર અક્ષય કુમારને હનુમાનજીના વધ કરવા માટે મોકલ્યા. પણ હનુમાનજીએ એમના પુત્ર અક્ષય કુમારને પણ નાં મુખ એમને એમનું પણ વધ કર્યું.
રાવણ પોતાના પુત્રના વધની ખબર જાણી બહુજ ગુસ્સામાં આવ્યો એને એના બીજા પુત્ર ઇન્દ્રજીતને એ વાનરને જીવતો પકડીને સભામાં લાવવા માટેનો આદેશ આપ્યો. હનુમાનજી એ ઇન્દ્રજિતને જોઈને સમઝી ગયા કે આં વખતે યુદ્ધ કરવા બહુ ભયંકર યોદ્ધા આવ્યો છે. હનુમાનજી એ એક ઝાડ ઉખાડી એમની તરફ ફેંક્યું અને એ થોડા સમય માટે બેભાન થઈ ગયા, પછી ભાનમાં આવતાં જ એમને હનુમાનથી યુદ્ધ ચાલુ રાખ્યું અને પોતાની માયા રચી પણ હનુમાનજી બધાથી બચીને એમનાથી યુદ્ધ કરતા રહ્યા.
એના પછી ઇન્દ્રજીતે બ્રહ્માસ્ત્ર નો પ્રયોગ કર્યો, ત્યારે આં જોઈ હનુમાન વિચાર્યું કે એ આનો સામનો નહીં કરી શકે ત્યારે એ બ્રહ્માસ્ત્ર વાગતા જ ઝાડ થી નીચે પડી ગયા. ઇન્દ્રજિતે હનુમાનને નાગપાષ શક્તિઓથી બાંધીને સભામાં લઈ ગયા.
હનુમાનને સભામાં લાવ્યા પછી એમની મુલાકાત રાવણથી થઈ. રાવણને જોઈને હનુમાન બહુજ અપશબ્દ બોલ્યાં અને હસવા લાગ્યા. આ જોઈને રાવણને ગુસ્સો આવ્યો અને હનુમાનથી કહ્યું," કોણ છે તું તને તારી મુત્યુથી ડર નથી લાગતો અને તને અહિંયા કોણે મોકલ્યો? ત્યારે હનુમાનજીએ એમનાથી કહ્યું કે મને અહિયાં એમને મોકલ્યો છે જે સૃષ્ટિના પાલન કરતા છે, જેમને શિવજીના મહાન ધનુષને તોડ્યું છે, જેમને બાલી જેવા મહાન યોધનું વધુ કર્યું અને જેમની પત્નીનું તમે છલ પૂર્વક હરન કર્યું છે.
હનુમાનજીએ રાવણને કીધું કે તમે પ્રભુ શ્રિરામથી ક્ષમા માંગી લો અને એમની પત્ની માતા સીતાને સમ્માન સાથે પાછી આપી દો અને લંકા પર શાંતિથી રાજ કરો. આ સાંભળીને રાવણ હસવા લાગ્યો અને કહ્યું કે. આ વાનર તો બહુજ જ્ઞાનની વાતો કરો છે અને હનુમાનને કહ્યું કે વાનર તારી મૃત્યુ નજીક આવી રહી છે. હનુમાન જીએ રાવણથી કહ્યું કે મારી નહિ તારી મૃત્યુ નજીક આવી રહી છે. આ સાંભળી રાવણ ગુસ્સે થયો અને એના યોદ્ધા ને હનુમાનનું વધ કરવાનો આદેશ આપ્યો અને બધાં ઊભા થઈ ગયા.
રાવણના ભાઈ વિભીષણ એ એમને રોક્યા અને રાવણને કહ્યું કે આં દૂર છે અને કોઈ પણ દૂત ને સભામાં મારવો નિયમના વિરુદ્ધ છે. રાવણ ને એમને રોક્યા અને બધાથી પૂછ્યું કે આને શું સજા આપવી. એમાંથી એક યોદ્ધા બોલ્યો કે વાનરને પોતાની પૂછ બહુ પ્યારી હોય છે આપને એની પૂછને કપડાથી લપેટી તેલ નાખીને આગ લગાવી દઈ. રાવણે હનુમાનની પૂછ પર આગ લગાવવાનો આદેશ આપ્યો.હનુમાનની પૂછ પર કપડું લપેટવા લાગ્યા પણ એમની પુછ લાંબી થતી ગઈ પછી જેમ તેમ રીતે એમની પૂછમાં આગ લગાવી દીધી. હનુમાનજીની પુછ મા આગ લાગવાથી એમને એક મહેલ થી બીજા મહેલ કૂદતાં કૂદતાં આખી લંકાને જલાવી નાખી. જેનાથી આખી નગર બાળીને રાખ થઈ ગયું. અને એમને પોતાની પૂછની આગ સમુદ્રમાં ઓલવી પાછા ફરી ગયા.
અને આવીજ રીતે માતા પાર્વતીએ ઋષિ વિશ્રવાને આપેલ શ્રાપ પણ લંકા દહન સાથે પૂર્ણ થઈ ગયો.
*************
રાવણ અંત:-
આ એ સમયની વાત છે જ્યારે ભગવાન શિવ થી વરદાન અને શક્તિશાળી ખડગ પ્રાપ્ત કરીને અભિમાની રાવણ વધારે અભિમાનથી ભરાઈ ગયો. એ પૃથ્વીથી ભ્રમણ કરતા હિમાલયના ઘણા જંગલોમાં જઈ પહોંચ્યો. ત્યાં એને એક રૂપવતી કન્યાને તપસ્યામાં લીન જોઈ. કન્યાના રૂપ રંગ આગળ રાવણનું રાક્ષસી રૂપ જાગી ગયું અને એને એ કન્યાની તપસ્યા ભંગ કરી એનો પરિચય જાણવાની કોશિશ કરી.
કામવાસના માં ભરપૂર રાવણ નાં અંચભિત કરવા વાળા પ્રશ્ન સાંભળીને એ કન્યાએ પોતાનો પરિચય આપતાં કહ્યું " હે રાક્ષસ રાજ મારું નામ વેદવતી છે. હું પરમ તેજસ્વી મહર્ષિ કુષ્ધવજ ની પુત્રી છું. મારા યુવાન થવા પર દેવતા, ગંધર્વ,યક્ષ,રાક્ષસ, નાગ બધાં મારાથી વિવાહ કરવા ઇચ્છતા હતા,પણ મારા પિતાની ઈચ્છા હતી કે બધાં દેવતાઓના સ્વામી શ્રી વિષ્ણુ જ મારા પતિ બને.મારા પિતાની આં ઈચ્છાથી ગુસ્સો થઈને શંભુ નામના રાક્ષસ એ સૂતી વખતે મારા પિતાની હત્યા કરી દીધી, અને મારી માતાએ પિતાના વિયોગ માં એમની બળતી ચિતામાં કૂદીને પોતાનો જીવ આપી દિધો. એ કારણથી હું અહિયાં મારા પિતાની ઈચ્છા પૂરી કરવા માટે તપસ્યા કરું છું."
આટલું કહીને એણે આગળ રાવણને કહ્યું કે," હું મારા તપના બળ પર તમારી ગલત ઈચ્છાને જાણી ગઈ છું." એટલું સાંભળતા રાવણ ગુસ્સે થઈ ગયો અને પોતાના બંને હાથોથી એ કન્યાના વાળ પકડીને એને પોતાની તરફ ખેંચવા લાગ્યો. એનાથી ક્રોધિત થઈ પોતાના અપમાનની પીડાના કારણે એ કન્યાએ રાવણને એ શ્રાપ આપતા અગ્નિમાં સમાઈ ગઈ કે તારું વધ કરવા માટે હું ફરીથી કોઈ ધરમાત્મની પુત્રીના રૂપમાં જન્મ લઈશ.
મહાન ગ્રથોમાં સમાવેશ દુર્લભ ' રાવણ સંહિતા ' માં ઉલ્લેખ છે કે બીજા જન્મમાં એ તપસ્વી કન્યા એક સુંદર કમલથી ઉત્પન્ન થઈ અને એની સંપૂર્ણ કાયા કમળના જેવી હતી. આ જન્મમાં પણ રાવણ એ ફરી એ કન્યા ને પોતાના બળ પર પ્રાપ્ત કરવાની કોશિશ કરી અને કન્યા ને લઈને એ પોતાના મહેલ પહોંચ્યો.જ્યાં જ્યોતિષીઓ એ કન્યાને જોઈને રાવણને કહ્યું કે જો આં કન્યા આં મહેલ માં રહેશે તો અવશ્ય તારી મોતનું કારણ બનશે. આ સાંભળીને રાવણે એને સમુદ્રમાં ફેંકી દીધી. ત્યારે એ કન્યા પૃથ્વી પર પહોંચીને રાજા જનક નાં હળ જોત્વા પર એમની પુત્રી બનીને ફરીથી પ્રકટ થઈ. અને એજ રૂપ લઈને માતા સીતા એ જન્મ લીધો, જેને રાવણે સમય જતાં જંગલમાંથી એમનું અપહરણ કરી દીધું. અને રામ અને રાવણનું ઘમાસાણ યુદ્ધ થયું.
શ્રી રામ રાવણના યુદ્ધમાં કેટલાય યોદ્ધાઓ મૃત્યુ પામ્યા, એમાંજ કુંભકર્ણ અને મેઘનાદ નાં મૃત્યુ પછી રાવણ અંદરથી તૂટી ગયો. એ ખૂબ દુખી હતો. શોક, અપમાન અને ક્રોધમાં એના મનમાં એવી જગ્યા બનાવી કે એની આંખો ગુસાથી લાલ થઈ ગઈ.
રાવણની હવે એકજ ઈચ્છા હતી કે એ કોઈ પણ રીતે શ્રી રામને મૃત્યુની ઊંઘમાં સુવડાવીને પોતાના બદલાની આગ બૂઝાવે. રાવણની જોડે કેટલાય વરદાન હતા જેથી એ વાતનું ઈન ઘમંડ પણ હતું.
જ્યારે રાવણ યુદ્ધ માટે નીકળ્યો ત્યારે પક્ષી અમંગળ સૂચક બોલ બોલવા લાગ્યા. સુર્યું નો પ્રકાશ ધીમો થતો ગયો. આ રીતે કેટલા અપશકુન થાય. રાવણ, વિરૂપક્ષ, મહોદર અને મહાપાશ્રવ જેવા કેટલાક દાનવો સાથે યુદ્ધ ભૂમિ માં પહોચ્યા.
રાવણના બધાં રાક્ષસો સુગ્રીવ અને અગંદના જોડે યુદ્ધ લડતા માર્યા ગયા. રાવણ શ્રી રામથી યુદ્ધ લડી રહ્યો હતો. રાવણે " નારાચ બાણ" નીકળ્યું અને શ્રીરામની તરફ ખેંચી લીધું. શ્રીરામની સામે એ બાણ બેઅસર રહ્યું. બંને તરફથી બાણોની વર્ષા થઈ.
સમય વીતતો રહ્યો પણ રાવણ કમજોર ના પડ્યો. ત્યારે શ્રીરામ ને મતાલીએ કહ્યું," હે પ્રભુ રાવણના અંતનો સમય આવી ગયો છે. આપ બ્રહ્માસ્ત્ર નો ઉપયોગ કરો." આ વખતે શ્રી રામ, રાવણના સર ધાથી અલગ કર્યા ત્યારે એક બીજું સર આવી જતું. કેમ કે મહાદેવ એને વરદાન આપ્યું હતું કે એક અંગ કપાતા બીજું અંગ એની જાતેજ પ્રકટ થઈ જશે.
શ્રીરામે બ્રહ્માસ્ત્ર નો ઉપયોગ કર્યો. અગ્નિથી પ્રજવલ્લિત બ્રહ્માસ્ત્ર રાવણની નાભિ માં સમાઈ ગયો. એક વાર વિભીષણે શ્રીરામને કહ્યું હતું કે રાવણના નાભિમાં અમૃત કુંડ છે. જો એ નસ્ટ થઈ જશે તો રાવણની પણ મોત થઈ જશે. શ્રીરામને એ વાત ખબર હતી એમને એવુજ કર્યું.
રાવણ હારીને જમીન પર પડી ગયો. શ્રીરામ નાં બધાં યોદ્ધા એને ઘેરીને ઊભા થઈ ગયા. રાવણની આંખો ત્યારે પશ્ચાતાપ મા રડી રહી હતી. શ્રીરામે લક્ષ્મણને કહ્યું કે" તું જા રાવણથી શિક્ષા ગ્રહણ કરો, રાવણ એક વિદ્વાન છે, એની સાથે એનું જ્ઞાન પણ જતું રહેશે.
પોતાના ભાઈ રામની વાત માનીને લક્ષ્મણ રાવણના માથા પાસે જેને ઉભો થઇ ગયો પણ રાવણ કહી બોલ્યો નહિ. લક્ષ્મણ પાછો આવ્યો અને શ્રીરામની જોડ ઊભો થઈ ગયો. શ્રીરામે લક્ષ્મણને કહ્યું કે જ્યારે આપડે કોઈનાથી કઈ શીખવું હોયતો આપને એના માથા જોડ નહિ પણ એના પગ જોડ ઉભુ રહેવું પડે.
લક્ષ્મણ પાછો રાવણ જોડે ગયો અને રાવણે લક્ષ્મણને ત્રણ વાત કહી. રાવણે લક્ષ્મણને કહ્યું કે "જ્યારે પણ તમે કોઈ શુભ કાર્ય શરૂ કરો તો એમાં કોઈ દેરી નાં કરવી કોઈએ. શુભ કામ જેટલું જલ્દી થઇ શકે એટલું સારું છે. રાવણે કહ્યું કે જેમ હું શ્રીરામની શરણમાં આવવાની દેરી કરી દીધી. આજ કારણે મારી આં હાલત છે.
રાવણે લક્ષ્મણને બીજી વાત કહી કે," આપના શત્રુને ક્યારેય પણ નાનો નાં સમઝવો. શ્રીરામને મે હંમેશા તુચ્છ વ્યક્તિ સમજ્યા, જે મારી સૌથી મોટી ભૂલ હતી. રાવણે આગળ કહ્યું કે જ્યારે મે બ્રહ્માજી થી અમર થવાનું વરદાન માગ્યું તો એમાં કહ્યું કે મને મનુષ્ય અને વાનર છોડીને કોઈ પણ નાં મારી શકે. કેમ કે મે હંમેશા મનુષ્ય અને વાનર ન તુચ્છ સમજ્યા, જે મારી મોટી ગલતી હતી."
ત્રીજી અને છેલ્લી વાત કરતા રાવણે કહ્યું કે," પોતાના જીવનના ગાઢ રહસ્યો પોતાના સ્વજનોને પણ માં કહો. કેમ કે રિસ્તા અને નાતા બદલતા રહે છે. જેમ વિભીષણ જ્યારે લંકામાં હતો ત્યારે મારો શુભેચ્ક હતો. પણ જ્યારે શ્રીરામની શરણમાં આવ્યો ત્યારે એ મારા વિનાશનું કારણ બન્યો."
ત્યારે, જ્યારે વિભીષણે રાવણને આં હાલતમાં જોયો ત્યારે એને ખૂબ દુઃખ થયું. એમની આંખોમાં આંસુ હતા અને મોઢામાંથી ધ્વનિ રૂપમાં કરુણ રુદન હતું. શ્રીરામે વિભીષણને કહ્યું, ધીરજ રાખો તારા ભાઈને વીરગતિ પ્રાપ્ત થઈ છે. એમને અસાધારણ બળનો પરિચય આપ્યો છે. હવે આગળના કામ પર ધ્યાન આપો. પ્રાણ જ્યારે છૂટી જાય છે, ત્યારે કોઈ કોઈનો દુશ્મન નથી હોતો. હવે તારેજ રાવણની અંતિમવિધિ કરવાની છે. અને આજ રીતે રાવણનો અંત થયો.