Vidhi na vidhan in Gujarati Moral Stories by Rahul Chauhan books and stories PDF | વિધિ ના વિધાન

Featured Books
Categories
Share

વિધિ ના વિધાન


આ વાર્તા ફક્ત મનોરંજનના હેતુથી લખી છે. આ વાતનો કોઈ વ્યક્તિ કે હકીકત સાથે કોઈ સંબંધ નથી. આમાં દર્શાવેલ દરેક પાત્ર અને ઘટના કાલ્પનિક દર્શાવી છે.

આજે હું એક લગ્ન પ્રસંગમાં જાઉં છું. આ લગ્ન મારો ખાસ મિત્ર શૈલેષ ના કાકા ના છોકરા વિશ્વાસના છે. આ તેના ત્રીજા લગ્ન છે પણ એની કઈ આ ત્રીજી પત્ની નથી. ત્રીજી વાર.... એટલે કે તેના આગળ ૨ વાર લગ્ન નકકી થઇને કોઇ કારણોસર બંધ રહ્યા. એ કારણ તમને આગળ જાણવા મળશે...

આજે તારીખ 16-3-2020 છે. લગ્નને એક અઠવાડિયાની વાર છે, અને આપણા દેશમાં કોરોના પ્રવેશી ગયો છે. સમગ્ર દેશની કોરોના થી હાલત ગંભીર છે અને આકાશના લગ્ન નજીક આવી ગયા લગ્ન છે.

હું ગુજરાત માં જ રહુ છું અને ગુજરાતી હો અને અહીંયા હજુ એટલું કંઈ કોઈ બિમાર થયું નથી, પરંતુ થાય છે કંઈક એવું કે બે દિવસ બાદ તો અચાનક જ કોરોના વાઈરસ ના ૬૦ થી ૬૫ કેસ જોવા મળ્યા અને તે સમાચાર માં આવતા જ બધા લોકો નો પરસેવો છૂટવા લાગે છે. લોકો વિચારવા લાગ્યા કે બે દિવસ પહેલા તો એક પણ કેસ ન હતો અને અચાનક જ આટલા કેસ વધી ગયા..........

આ કારણોથી તાત્કાલિક આપણા દેશના વડાપ્રધાને મિટિંગ ગોઠવી અને દરેક રાજ્યના મુખ્યમંત્રી ઓને સુચના પાઠવી કે આ વાયરસને હળવાશમાં ના લેવો જોઈએ. કેમ કે ભારત પહેલા બીજા દેશો જેવા કે ચીન,અમેરિકા અને ઈટલી વગેરે દેશો માં આ વાયરસની બહુ જ ગંભીર અસર જોવા મળી છે...

18 તારીખે રાત્રે આપણા દેશના વડાપ્રધાને રાત્રે આઠ વાગ્યે માહિતી આપી કે 22 તારીખે સમગ્ર દિવસનું lockdown રહેશે.

આ વાત સાંભળી મારો મિત્ર અને તેના પરિવારના લોકો પરેશાન થઈ ગયા કે હવે શું કરવું..... તેમણે છોકરી વાળા ને ફોન કર્યો તો તેઓ પણ આ વાત સાંભળી ચિંતા કરવા લાગ્યા કે દીકરીના લગ્ન છે અને આવું વિઘ્ન આવ્યું અને તેઓ તો ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા કે આ છોકરા વાળા નો જ કંઈક દોષ દોષ હશે એટલે જ આ વિઘ્ન આવ્યું છે. આમ કહી તેમણે ફોન મૂકી દીધો આ વાત સાંભળી છોકરા પક્ષવાળા તો ગભરાઈ ગયા કે ફરીથી કઈ લગ્ન તો નહી તૂટી જાય ને આ વાત મનમાં વિચારતા છોકરી વાળાનો ફરીથી ફોન આવ્યો અને વાત કરી કે અમારે હવે લગ્ન નથી રાખવા,

આ વાત સાંભળી વિશ્વાસ ના મમ્મી બેહોશ થઈ ગયા. પણ આમાં વિશ્વાસ અને તેઓનો કોઈ વાંક ન હતો, થયું હતું કંઈક એવું કે છોકરી પક્ષવાળા માં પણ તે છોકરીના લગ્ન પહેલા બે વાર કોઈ કારણોસર બંધ રાખવા પડયા હતા અને કારણ પણ કંઈક આવું જ હતું.....

વિશ્વાસ ફરી એક વાર નિરાશ થઈ ગયો, પરંતુ હતું કંઈક એવું કે તેઓ પણ એ વિશે જાણતા જ હતા. પણ એ કારણ કંઈક બીજું જ હતું, રાત થઈ ગઈ હતી. આ બાબતથી વિશ્વાસ એટલો નિરાશ થઈ ગયો કે તે આત્મહત્યા કરવા ધાબે જાય છે, ત્યાં મારો મિત્ર શૈલેષ એટલે કે વિશ્વાસનો ભાઈ ત્યાં જ અંધારા માં બેઠો હોય છે. પરંતુ વિશ્વાસ ને તે નથી દેખાતો, અને ત્યા વિશ્વાસને પાળી પર ચડતો જોઈ તેણે તરત જ તેને પકડી લીધો અને અંદર ખેંચી લીધો, પરંતુ તેના ભાઈ એ કીધું કે હવે તો તમારા લગ્ન થઈ જ જવાના છે ને હવે આમ શા માટે કરો છો. આ વિચાર કર્યા પછી વિશ્વાસ થોડા થંભી જાય છે. હા આ હતા વિશ્વાસ ના ત્રીજા લગ્ન......

થોડા જ મહિના પહેલા હું લગ્નમાં ગયો હતો,... કોના ? એ આ જ વિશ્વાસ ના બધુ નક્કી હતું, વાત પણ થઇ ગઇ હતી, લગ્ન માટે વરપક્ષ ઘરેથી જાન લઈને નીકળી જ ગયા હતા, બઘા ખુબ ખુશ હતા, કેમકે જાન લગ્ન સ્થળે પહોંચવા ની જ હતી, મહેમાનો પણ ખૂબ ખુશ થઈને નાચતા હતા ખૂબ મજા કરી.........

લગ્ન મુહૂર્ત આવ્યું કન્યા પક્ષ વાળા કન્યા ને કન્યા ને તૈયાર કરે છે, પરંતુ જોવામાં એવું લાગ્યુ કે તે કન્યા એટલી ખુશ લાગતી ન હતી ત્યાં ગોરબાપા નો અવાજ આવે છે. કન્યા પધરાવો સાવધાન......... અને કન્યા નું આગમન થાય છે લગ્ન વિધિ શરૂ થઇ છે, લગ્નના ફેરા પણ સારી રીતે ચાલે છે, લગ્ન સંપૂર્ણ રીતે કોઈ વિઘ્ન વિના સમાપ્ત થાય છે, વરપક્ષ વાળા કન્યા લઈને ઘરે પહોંચે છે...

નવદંપતી પોતાના રૂમમાં જાય છે અને કન્યા, કન્યાદાનમાં આવેલા ઘરેણા પણ પોતાની સાથે રૂમ માં તેની સાથે લઈ જાય છે. નવદંપતી ના રૂમમાં બાલ્કની વ્યૂહ પણ ખૂબ જ સારો છે, ત્યારે જ વિશ્વાસ ના મિત્ર નો અવાજ આવે છે, તેને બહાર બોલાવવા માટે અને તે બહાર તેના મિત્રોને મળવા જાય છે...
ત્યારે જ તકનો લાભ લઈ કન્યા લગ્નના જોડામાં કન્યાદાનમાં આવેલા અને વરપક્ષ તરફથી આવેલા ઘરેણાં લઈ તેના બોયફ્રેન્ડ સાથે ભાગી જાય છે. જ્યારે વિશ્વાસ રૂમમાં પરત ફરે છે અને બાલ્કની માં જાય છે ત્યા બાંધેલી સાડી જોઈને સમજી જાય છે કે કંઈ તો બન્યું છે તે સમજી જાય છે, તે જોરથી ચીસ પાડે છે ત્યાં તો તેના ભાઈ માતા-પિતા બધા ભેગા થાય છે અને પૂછે છે શું થયું અને વિશ્વાસ બાલ્કની તરફ ઇશારો કરે છે.......
તેઓ બાલ્કની તરફ આવીને જુએ છે તો ત્યાં બાલ્કની ની જાળી સાથે એક સાડી બાંધેલી હોય છે આ દ્રશ્ય જોઇ તેઓ પણ સમજી જાય છે કે છોકરી ભાગી ગઈ છે. ફરીથી તેઓ એકવાર નિરાશ થઈ જાય છે, પરંતુ આજુબાજુ વાળા લોકો ને તો ખૂબ મજા પડી જાય છે કેમ કે તેઓ ને આ રમુજી દ્રશ્ય ફરી એકવાર જોવા મળ્યું,

આ ઘટનાના થોડાક જ દિવસ પહેલા તેઓ એક છોકરી જોવા ગયા હતા, ના...ના એવું નથી કે આ પહેલી છોકરી જોવા ગયા હોય,.... આમ તો તેઓ વિશેક છોકરી જોઈ હતી પણ ઘણીવાર નક્કી થવાની અણીએ અટકી જતું,

એક દીવસ તેઓ છોકરી જોવા ગયા પણ થયું કંઈક એવું કે જે છોકરી જોવા ગયા હતા એ બે બહેનો હતી પરંતુ કઈ છોકરી જોવા આવ્યા એ વિશ્વાસ ને ખબર જ નથી, છોકરી સારી છે એ જોઈ વિશ્વાસ ના પેરેન્ટસ એ નકકી કર્યું, પણ છોકરાને જ્યારે એ છોકરી નો મેસેજ આવે છે, ત્યારે વિશ્વાસ એ કીધું કે તારી બેન નો નંબર આપ ને ત્યારે છોકરી એ પ્રશ્ન પૂછ્યો કેમ પહેલા મારી સાથે તો વાત કરો,... તો વિશ્વાસ એ કીધું કે મારે લગ્ન તારી બેન સાથે કરવાના છે તો પહેલા એની સાથે જ વાત કરું ને અને આ વાત સાંભળી છોકરી એ એજ મિનિટે ફોન કાપી નાખ્યો અને તેનો નંબર ડિલીટ કરી નાખ્યો, વિશ્વાસ તેના પપ્પા પાસે ગયો અને વાત કરી કે જે લાલ કુરતી વાળી છોકરી જોઈ એ નથી ગમતી મને તો તે બીજી હતી એ ગમતી હતી તમે કઈ બતાવવા લઇ ગયા હતા...........

આ રીતે ફરી એક વાર લગ્ન થતાં થતાં રહી ગયા, પરંતુ આ લગ્ન વારંવાર અટકવા પાછળનું કારણ શું હતું ચાલો જોઈએ...

આ ઘટના ના ચાર મહિના પહેલા તેઓએ જ્યોતિષને વિશ્વાસ ની કુંડળી બતાવી હતી અને લગ્ન યોગ વિશે પૂછ્યું હતું..... તો જાણવા કંઈક એવું મળ્યું હતું કે લગ્ન તો થશે પરંતુ તે બહુ કઠિન પરિસ્થિતિ હશે. ઘરના બધા સભ્યો ચોંકી જાય છે, અને પૂછે છે કે કઠિન પરિસ્થિતિ એટલે ?

ત્યારે જ્યોતિષ એ કીધું કે આ બાળક ની કુંડળી માં લગ્ન દોષ હોવાથી આ બાળકના જન્મના પાંચ વર્ષ થાય ત્યારે તેના લગ્નમાં બાધા ન આવે તે માટે તમારે 108 મંત્રના જાપ તથા 108 લાડુ બનાવી બ્રાહ્મણોને જમાડવાના હતા પરંતુ તે સમયે તમે આ કાર્ય પૂર્ણ કરી શક્યા ન હતા. આ કારણથી જ તમારા છોકરાના લગ્નમાં વિઘ્નો આવ્યા. આ છોકરાના લગ્ન થશે, એક વાર થશે, પરંતુ કોઇ કારણોસર તૂટી જશે. બીજી વાર પણ થશે, અને આમ ત્રણેય વાર તે તૂટી જશે અને અંતે ચોથી વાર જ્યારે થશે ત્યારે એને તેના યોગ્ય પાત્ર સાથે તેનો મેળાપ થશે...અને આશરે 31 થી 35 વર્ષની ઉંમરે થશે..... આ વાત સાંભળી વિશ્વાસ પરેશાન થઈ જાય છે, કેમ કે તેણે હજુ ચાર વર્ષ કાઢવાના હતા, અને ત્યા ઘરના સભ્યોએ નક્કી કર્યું કે ૩૧ વર્ષ સુધી તેના લગ્ન જ ન કરીએ તો !!!

ઘરના બધા એ વાત પર રાજી થાય છે, પણ જ્યોતિષએ કહ્યું કે એ તો શક્ય નથી સમય કંઈક એવો આવશે કે તમારે છોકરી જોવા પણ જવું પડશે અને લગ્ન પણ કરાવવા પડશે પરંતુ તે સમયે ઘડી જ કંઈક એવી હશે કે તમારે લગ્ન છૂટા કરવા એ જ યોગ્ય ઉપાય લાગશે, અને તે છૂટા પણ કરવા જ પડશે....

વિધિના વિધાન ને કોઈ બદલી શકતું નથી, એ તો સમય આવતા થઈને જ રહેશે......

આખરે ૩૧ વર્ષ બાદ તેના લગ્ન તેની જ સોસાયટીમાં રહેતી એક છોકરી સાથે થાય છે.

આ વાર્તા તમને કેવી લાગી અને તમે કેવી વાર્તાઓ વાંચવા માંગો છો તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો.
ધન્યવાદ