સંધ્યા ટાણે ઝાલર વાગતી અને ખાટલે પડેલા રમાબાને પેટમાં ફડકો પડી જતો, કે હમણાં વર્ષા વહુ આવશે અને જમવાની થાળી ટીપાઈ પર પછાડી ચાલી જશે,વર્ષાનો તો આ રોજનો નિત્યક્રમ બની ગયો હતો,અને રમાબા પણ રોજની માફક આવેલી થાળીને પગે લાગી મા અન્નપૂર્ણાની માફી માંગી લેતા,
મુંગા મોઢે આજ સુધી કશું બોલ્યા નથી,રમાબાની દીકરી પણ જ્યારે મળવા આવતી ત્યારે અચૂક કહેતી, મમ્મી તું કંઈક તો બોલ, ક્યાં સુધી આ બધું સહન કરતી રહીશ? તું આમ મૌન રહીશ તો કેમ ચાલશે,"છતાં રમાબા દીકરીને કહેતા, બેટા
"ન બોલવામાં નવગુણ"અને હંમેશની માફક બસ હસતાં જ રહેતા."
પતિ વિનોદરાયનું લાંબી બીમારી બાદ અવસાન થતાં રમાબા ત્યારથી સાવ ભાંગી પડ્યાં હતાં. ઘરમાં ત્રણ સભ્યો હતાં. રમાબાને ગોઠણનો દુખાવો હોવાથી એમને ચાલવામાં તકલીફ રહેતી, ઘરના કામકાજમાં વહુને મદદ કરી શકતા નહીં, એટલે પોતે એના ખાટલે રહેતા,અને એ વાત વહુ વર્ષાને બિલકુલ પસંદ હતી નહીં, વર્ષાને હંમેશ થતું કે સાસુ નાટક કરે છે.રમાબા સ્વભાવે શાંત હોવાથી વર્ષા ઘરમાં સાસુ બનીને રહેતી,અને રમાબા પણ બપોરે દીકરો હાજર હોય ત્યારે એક ટંક જમતાં.
વહુ વર્ષના આવાં વર્તનથી રમાબાને ઘણી વખત ગુસ્સો આવતો, અને મનમાં પણ થતું કે વહુની તો આજે ધૂળ કાઢી નાખું, પણ જ્યારે ગુસ્સો આવતો ત્યારે રમાબા ઓશિકા નીચે પડેલો દોરાનો કોકડો અને સોય જોઈ લેતા, આજે પણ રમાબાએ એ સોયદોરાને જોતાં આંખોમાં આંસુ સારતા સ્મૃતિમાં જાણે સરી પડ્યાં.
ઘરના આંગણે રમાનાં લગ્નવિધિનો પ્રસંગ પતી ગયો હતો,"અને એની સાસુએ કહ્યું હવે વિદાયની તૈયારી કરો." "આટલું સાંભળી રમાના પિતા, રમા, અને એની માતા હતી તે રૂમ તરફ પ્રયાણ કરતા જાય છે,અને રૂમમાં પહોંચ્યા કે રમાના પિતાના પગ દરવાજે થંભી ગયા,અને મા દીકરી વચ્ચે ચાલતાં સંવાદને તે સાંભળવા લાગ્યા."રમાની મા રમાને કહેતી હતી, દીકરી તને તો આપણા ઘરની ખબર છે. તારા પિતાએ બે વિધા જમીન વહેંચી તારા લગ્ન કર્યા છે,અમારે તો હવે જીવવું ઓછું અને વાત કેટલી, અમે અમારું રળી ખાશું, તું અમારું એક જ સંતાન છે.એટલે તને જે પણ કહું તું યાદ રાખજે, તારાં પાનેતરનાં છેડે બાંધી રાખજે,દીકરી આજે તારી મા પાસે કશું નથી કે હું તને આપી શકું, છતાં હું તને આજે જે આપું છું તું એ સાચવી રાખજે,એટલું કહી રમાની માતા એ ગોખલામાં પડેલો દોરનો કોકડો અને એક સોય આપી "રમાની મા બોલી રમા મારી પાસે ફક્ત આ જ મારી મરણ મૂડી છે તને પણ ખબર છે હું ગામનાં ગોદડાં કરી જે પૈસા મળતાં એ તારા માટે ભેગા કરતી,બસ હું તને એ મારો સોયદોરો આપું છું. તું પણ સાસરે જઈ સોયદારની માફક તારા પરિવારને જોડી રાખજે, કોઈ પણ કશું બોલે તો તું મૌન થઈ સાંભળી લેજે."
"વાતને વર્ષો વીતી ગયા રમાબા એ દિવસ ભૂલ્યાં નથી. અને મા ની શિખામણ હંમેશ સાથે રાખી પોતાના સાસરે દુઃખ હોય કે સુખ કદી કશું બોલ્યાં નથી,શરૂવાતમાં રમાબાનાં સાસુ ગરમ મિજાજનાં હતાં છતાં મુંગા મોઢે સહન કરતાં રહ્યાં સાસુ સ્વર્ગમાં ગયાં પછી રમાબાની વહુ રમાબાની સાસુ બની રહેતી છતાં રમાબા પોતે સાસુ છે એ ભૂલીને રહેતા હંમેશની માફક જાણે એના હોઠ પર મા એ આપેલ સોયદારથી સીવી લીધા હતા બસ હસમુખો ચેહરો અને કદી કશું થયું જ નથી એવો ભાવ રાખી આજે પણ પોતાનું જીવન વ્યતીત કરી રહ્યાં છે. એ પણ મનમાં "ન બોલવામાં નવ ગુણ"નો મનમાં ભાવ રાખી....
" સમાપ્ત"
"આભાર તમારો"
-સચિન સોની..