Nafratni aag ma prem nu khilyu gulaab - 23 in Gujarati Love Stories by Sujal B. Patel books and stories PDF | નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨૩

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨૩

નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ-૨૩




શારદા એંજલને ઘરે લઈને જતી રહી. મોહનભાઈ એંજલના ઘરનું એડ્રેસ કે, તેનાં પપ્પાનું નામ, કાંઈ જાણી નાં શક્યાં. હવે જોઈએ આગળ.




"પપ્પા... પપ્પા... ક્યાં છો તમે?" એંજલ ઘરે પહોંચીને બૂમો પાડવા લાગી.

ધનસુખભાઈ પોતાનાં રૂમમાંથી બહાર આવ્યાં. અને દોડીને એંજલને ગળે વળગી ગયાં. ધનસુખભાઈની આંખોમાં ઝળઝળીયાં આવી ગયાં હતાં.

"પપ્પા, તમે મને એકલી મૂકીને ઘરે શાં માટે આવતાં રહ્યાં? હું તમને એક દીદી સાથે મળાવવાની હતી. તેમણે એક વખત હું ઓટો રિક્ષા સાથે અથડાવાની હતી. ત્યારે મને બચાવી હતી." એંજલ તેની કાલીઘેલી ભાષામાં બોલી.

"એ બધું પછી બેટા, પહેલાં તું જમી લે." ધનસુખભાઈ એંજલને તેડીને ડાઈનિંગ ટેબલ તરફ લઈ ગયાં. ધનસુખભાઈએ એંજલને પોતાનાં હાથે જમાડી. પછી શારદા એંજલને પોતાનાં રૂમમાં સુવડાવવા માટે લઈ ગઈ. એંજલ સૂઈ ગઈ, એટલે શારદા બહાર આવી.

"ત્યાં કોઈને એંજલે આ ઘરનું એડ્રેસ કે મારું નામ તો જણાવ્યું નથી ને??" ધનસુખભાઈએ શારદાને પૂછ્યું.

"નહીં, એંજલ કાંઈ કહે, એ પહેલાં જ હું તેને અહીં લઈ આવી. તે લોકો આ ઘરનું એડ્રેસ પૂછતાં હતાં. પણ મેં ત્યારે જ એંજલને કહ્યું કે, તમે ઘરે તેની રાહ જોવો છો. તો એંજલ મારી સાથે આવતી રહી."

"ઓકે, હવે એંજલ કોઈ પણ અજાણ્યાં વ્યક્તિને નાં મળે. તેની જવાબદારી તારી છે." ધનસુખભાઈએ શારદાને કડક શબ્દોમાં કહી દીધું.

"જી સાહેબ, હું ધ્યાન રાખીશ."


*****

મોહનભાઈને સુરજનો કોલ આવ્યો હોવાથી તેઓ સુરજને મળવાં સુરજની ઘરે આવ્યાં હતાં.

"આવો અંકલ, બેસો." સુરજે મોહનભાઈને સોફા પર બેસવાનું કહ્યું.

"તો બોલ, શું જરૂરી કામ હતું??" મોહનભાઈ સોફા પર બેસીને, સુરજે તેમને અહીં શાં માટે બોલાવ્યાં?? એ વાત જાણવાની અધિરાઈ બતાવતાં બોલ્યાં.

"અંકલ, મારો એક મિત્ર છે. તેનાં ઘર સામે તેજસ રહે છે. તે નાનાં છોકરાંવને ટ્યુશન કરાવવાં બધાંની ઘરે જાય છે. આજ હું મારાં મિત્રની ઘરે ગયો. ત્યારે એ તેજસ ત્યાં આવ્યો હતો. તો ત્યારે મને ખબર પડી કે, એ કોઈ એંજલ ધનસુખ ખંડેરવાલને ટ્યુશન આપવા જાય છે. તો મને લાગ્યું કે, ક્યાંક આ એંજલ તમારાં મિત્ર ધનસુખ ખંડેરવાલની છોકરી તો નથી ને!!" સુરજે બધી જાણકારી આપીને કહ્યું.

"એ છોકરીનું શું નામ કહ્યું તે?" મોહનભાઈ કંઈક વિચારીને બોલ્યાં.

"એંજલ."

"અરે, આ નામની છોકરી તો આજ મારી ઘરે પણ આવી હતી. મેં તેને તેનાં પપ્પાનું નામ પૂછ્યું.‌ તો તે 'ધન' એટલું બોલી. ત્યાં જ તેને લેવાં કોઈ સ્ત્રી આવી તો એ અટકી ગઈ. પછી રુકમણીએ તેને તેનાં ઘરનું એડ્રેસ પણ પૂછ્યું. પણ એ છોકરી તેનાં ઘરનું એડ્રેસ કહે. ત્યાં જ પેલી સ્ત્રી તેને લઈને જતી રહી. તે એમ પણ કહેતી હતી કે, તેને પણ મમ્મી નથી. તે એકલી જ ઘરે હોય. તેનાં પપ્પા હંમેશા કામમાં જ વ્યસ્ત હોય."

"તો ક્યાંક એ એંજલ, હું જે કહું છું. એ છોકરી જ તો નહીં હોય ને??" સુરજે મોહનભાઈ સામે જોઈને કહ્યું.

"હાં, હોઈ શકે. પણ એ ખબર તો હવે આપણે તે છોકરીને જોઈએ. ત્યારે જ પડી શકે. તારી પાસે તેનાં ઘરનું એડ્રેસ છે?"

"હાં, મેં તેજસ પાસેથી તેનાં ઘરનું એડ્રેસ લઈ લીધું છે."

"ઓકે, તો આપણે કાલ જ તારાં એ મિત્રની સાથે જ એંજલની ઘરે જાશું. કદાચ, આપણને બંનેને એકલાં જોઈને પેલી સ્ત્રી આપણને એંજલ સાથે મળવાં નાં દે. કેમકે, ધનસુખભાઈને ખબર પડી જ ગઈ હશે કે, એંજલ મારી ઘરે આવી હતી."

"અંકલ, એવું હોય તો હું એકલો જ તેજસ સાથે જઈશ. જો તમારી ઘરે આવી હતી. એ સ્ત્રી તમને જોઈ જાશે. તો પણ આપણે એંજલને મળી નહીં શકીએ." સુરજે મોહનભાઈને સમજાવતાં કહ્યું.

"પણ તું બધું સરખું સંભાળી શકીશ??"

"હાં અંકલ, તમે ચિંતા નાં કરો. એકવાર એંજલ તેનાં પપ્પા કેવાં કામ કરે છે, એ તેની નજરે જોઈ લે. તો એંજલ તેનાં પપ્પાને રોકવામાં આપણી મદદ જરૂર કરશે."

"પણ એટલી નાની છોકરીને તેનો બાપ જ્યાં પોતાનો ધંધો કરે છે. એવી જગ્યાએ લઈ જવી જરૂરી છે?" મોહનભાઈએ થોડું વિચારીને કહ્યું. એંજલ હજું નાની હતી. તેને ધનસુખભાઈના ડ્રગ્સનાં ધંધાવાળા બંગલે લઈ જવી યોગ્ય નહોતું. એ વાતથી વાકેફ એવાં મોહનભાઈએ થોડો લાંબો વિચાર કર્યો.

"તમારી વાત હું સમજું છું. હું એંજલને તેનાં પપ્પાની હકીકતથી વાકેફ કરાવવાં કોઈ યોગ્ય રસ્તો શોધીશ." સુરજે મોહનભાઈની ચિંતા સમજીને કહ્યું.

"ઓકે, તો હવે હું નીકળું."

બધી ચર્ચા કરીને મોહનભાઈ ઘરે જવા નીકળ્યા. સુરજ એંજલને કેવી રીતે ધનસુખભાઈની હકીકત જણાવવી એ વિચાર કરવા લાગ્યો. હવે તો એંજલ સંધ્યાની ઘરે આવી હતી. એ વાત જાણીને ધનસુખભાઈ પણ સચેત થઈ ગયાં હશે. તો એંજલને સાથે વાત કરવામાં પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે એમ હતો.




(ક્રમશઃ)



(શું સુરજ એંજલને મળી શકશે? એંજલ સુરજનો સાથ આપવા તૈયાર થાશે?? એ જોશું આગળનાં ભાગમાં.)