Sister is serching you my brother (part 3) in Gujarati Fiction Stories by Bhavna Jadav books and stories PDF | બહેન તને શોધે છે ભાઈ (પાર્ટ 3)

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

બહેન તને શોધે છે ભાઈ (પાર્ટ 3)

બહેન તને શોધે છે ભાઈ (પાર્ટ 3)

અગાઉ તમે જોયું કે અવની અમરની રાહ જુએ છે કેમ એને પ્રથમ ને માર્યો એના કેટલાય સવાલો પણ જવાબની રાહ જુએ છે . ત્યાં પોલીસ નો કૉલ આવેછે અને અવનીને અમરની ભાળ મળવાની ખબર આપે છે મોબાઈલ લોકેશન ને આધારે એક જાડીમાં એક અત્યંત કરુણ દ્રશ્ય જોઈને અવની બેભાન થયી જાય છે ..

અમર ની બોડી નું પોલિસ પોસ્ટમોર્ટમ માટે લઇ જાયછે.

હવે જોઈએ આગળ...

અમર ની લાશ પર ઉકરડા ના નિશાન જોઈને બોડી ને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવેછે.. જેનો રિપોર્ટ બે દિવસ પછી મળવાનો હોયછે..

અવની ની તબિયત હજુ ઠીક ન હોઈ એને એક દિવસ હોસ્પિટલમાં જ આરામ માટે રાખવાની સલાહ આપવામાં આવેછે..

અવની ને ખૂબ થાક લાગતો હોય છે.. એમાંય એના ભાઈની લાશ જોઈને લગભગ અવનીની બધી હિંમત તૂટી ચુકી હોયછે.. તે ઉપરથી ભલે સ્વસ્થ દેખાતી પણ અંદર થી તે ખૂબ વ્યથિત હોયછે..

અવની આરામ કરતી હોયછે એટલે એને ડોકટરે ઇન્જેક્શન અને આપેલી દવાઓ ના પ્રતાપે સૂઈ જાય છે..


***


અવનીની આંખ ખુલે છે. એ એક જંગલ એક ઝાડ નીચે હોયછે . આસપાસ કોઈ દેખાતું નથી..ખુબજ અંધારું હોયછે..અવની ઉભા થવાની કોશિશ કરેછે પણ ઉભી થયી શકતી નથી..એને સમજાતું નથી એ અહીં કયી રીતે આવી..

એક ખૂણામાં ઝાડીઓ માં કઈક સરવરાટ થાય છે..
ક્યાંક એ કોઈ જંગલી જાનવર હશેતો..?

એ અંદરથી ખુબજ ડરેલી હોયછે. એ ભાગવાનો પ્રયત્ન કરેછે પણ એના પગ. ...એના પગ ને જાણે કોઈ ખેંચી રહ્યું હોયછે..એ ચીસ પાડવા જાયછે..પણ એના ગળામાં જાણે કોઈએ ટુંપો દીધો હોય એમ અવાજ નથી નીકળતો..

એનું મગજ કામ નથી કરતું..એ પોતાને બચાવવા અશક્તિમાન હોયછે.. એ અથાગ પ્રયત્ન કરેછે પણ અસફળ બને છે..
ફરી એજ જગ્યાએ ઝાંઝરનો રણકાર થાય છે..અવની ભયભીત થયી જાય છે..

ભાઈઈઈઇઈ... અમરરરરરરરર
એટલું બોલતાજ ઝાડીમાંથી અમરની લાશ ઊડતી ઊડતી એના તરફ અતિ વેગથી આવેછે..

હાંફળીફાફળી થયી જાય છે...અને જોરથી બમ પાડે છે...

"બચાવો..."

શુ થયું અવનીમેમ... નર્સે એનો હાથ પકડી લેતા કહ્યું..કોઈ દુસ્વપ્ન જોયું કે શું..?

અવનીને માથે પરસેવો વળી જાયછે અને એ સફાળી ઉભી થયી જાય છે પોતાને હોસ્પિટલમાં પામીને રાહત અનુભવે છે..
ઓહ..સ્વપ્ન હતું એ..હુંય ગાંડી છું.. કેવી ડરી ગયી હતી

પણ સ્વપ્ન પણ કેટલું બિહામણું હતું..!
હું કે કોઈ બીજું પણ હોતતો ડઘાઈ જાત..

આર યુ ઓકે મેમ..? નર્સે પૂછ્યું..

યસ, આઈ એમ ઓકે..
હા એ સ્વપ્ન હતું..હવે હું સ્વસ્થ ચુ..

ઓકે આ મેડિસિન લઈલો તમારી.. તમને આરામ રહેશે આનાથી.. અને બોવ સ્ટ્રેસ ના લો નહિતર આવા સ્વપ્ન આવશે અને તમારો આરામ પૂરો થશે નહીં..

હા ,સિસ્ટર. થેંક્યું...!😊

અને નર્સ જતી રહેછે..પણ અવની હવે વિચારમાં પડેછે
આ સ્વપ્ન આવવાનું કારણ શુ હશે.? .અમર તું શુ કહેવા માંગેછે.
પ્લીઝ કંઈક સમજાયને..
આઈ રિયલી મિસ યું અમર એન્ડ પ્રથમ તમે બન્ને મને મૂકી ને ક્યાં જતા રહ્યા હું શું કરીશ તમારા વગર.
પ્લીઝ મને પણ લેતા જાવ તમે બન્ને જ મારી દુનિયા હતા હવે હું શું કરીશ અને અવની ચોધાર આંસુએ રડવા લાગે છે..

મિત્રો ..
હાલ વેકેશન માં તમને ઓર મજા આવે અને રસ જળવાયી રહે એટલે સસ્પેન્સ હજુ થોડું લાબું કરવું પડેછે..માફ કરશો તમારી ધીરજ ની પરીક્ષા જ સમજો.. કોરોના ના કેર વચ્ચે તમારા મગજને કસો

વિચારો કે કોણ હશે જેણે અમર અને પ્રથમને માર્યા હશે..?

તમે વિચારો હું મારી બીજી સ્ટોરી ભવ્યા મિલાપ નો એપિસોડ લખું.. એ પણ જરૂર જોજો.. તમારા માટેજ ઓવર ટાઈમ કરું છું..મિત્રો..ઘેર રહો સુરક્ષિત રહો અને મારી રચનાઓ વાંચતા રહો
આવજો