sikret jindgi - 12 in Gujarati Fiction Stories by kalpesh diyora books and stories PDF | સિક્રેટ જિંદગી - (ભાગ-૧૨)

Featured Books
Categories
Share

સિક્રેટ જિંદગી - (ભાગ-૧૨)



રોયપીન મેકસે તેની બાજુમા પડેલ ચેક બુકમાંથી ચેક લખી આપ્યૉ.એ ચેક જોઇ અલિશાનુ મોં ત્યાં જ ફાટી ગયું..!!!જે પાંચ લાખનો ચેક હતો.અલિશાને દર મહિને પણ એટલો ખર્ચો થતો ન હતો.
અલિશા એ ઇશ્વરનો આભાર માન્યો.મને ખબર છે ઇશ્વર આ પૈસા તારા છે.
હું તારા આ પૈસાને એ રીતે ઉપયોગ કરીશ કે તું પણ ખુશ થઈશ.


સાંજે ડેનીન જમવા માટે આવ્યો અલિશા એ ડેનીનને વાત કરી.કોઇ રોયપીન મેકસ નામનો માણસ આવ્યો હતો જેમણે મને દર મહીને પાંચ લાખનો ચેક આપવાનો નક્કી કરો છે ગરીબો માટે.
શું વાત કરે છો અલિશા તુ?પણ તુ એ પાંચ લાખનો કયા ઉપયોગ કરીશ ?ટીફીન સેવામાં ડેનીન,
તુ શું વાત કરી રહી છો અલિશા?

પણ તું અત્યારે ૧૦૦ ટીફીનતો ગરીબોને મફતમા આપી રહી છો.ડેનીન હું તને એક સવાલ પુછી શકુ .આજે કેટલા ટીફીન ગયા .

૮૫૦........!!!!
હવેથી ૮૫૦ ટીફીન મફતમા જશે.અલિશા તારું મગજ ઠેકાણે તો છે ને.?હા,ડેનીન હુ સંપુણઁ જાગૃત અવસ્થામાં બોલી રહી છુ .પણ તને ખબર છે ત્યાં કેટલા લોકો કામ કરે છે.હા, ડેનીન પુરા ૫૦ લોકો.

એનો પગાર?

હું મારી હોટલ માંથી આપીશ.ડેનીન મારી માં એ કહેલું કે જો તું તારું કામ મનગમતું કામ કરીશ તો ઇશ્વર તારી સાથે જ રહેશે.ડેનીન તુ જાણે છે ઇશ્વર ક્યારેય દેખાતો નથી.ઇશ્વર માણસના શરીરની અંદર છે,ડેનીન પણ માણસ બહાર તેને શોધી રહ્યો છે.ઇશ્વર બીજા લોકો દ્વારા આવે છે.કાલે મારી પાસે ઇશ્વર એ કોય માણસને મોકલ્યો.હું જાણતી પણ નથી ડેનીન એ કોણ છે? પણ તે મારા ટેબલ પર પાંચ લાખનો ચેક મુકી ચાલ્યો ગયો.


આ શરીર ઇશ્વરનુ છે,હું ઇશ્વરની એક સંતાન છુ ,મારુ આ દુનીયામા કંઇ નથી.એ પૈસા ઇશ્વરનાં છે અને તેનો ઉપયોગ ઇશ્વરના ગમતા કામ માટે જ હું કરીશ.કાલથી ૮૫૦ ટીફીન મફત જશે.
ઇશ્વર મારી મદદ કરી છે હું પણ ઇશ્વરની મદદ કરીશ.ડેનીન મારી જીંદગીની એક જ વ્યાખ્યા છે.


તમે કોઇની મદદ કરો તમારી મદદ કોઇ બીજા કરશે.તમારી મદદ કરનાર ઇશ્વર હશે.

અલિશા પાસે હવે ધીમે ધીમે ખુબ પૈસા આવવા લાગ્યાં હતાં.તે ક્યારેક રવિવારે ડેનીન સાથે ફરવા પણ જતી હતી.અલિશાને કુદરત સાથે બહુ ગમતું હતું તેને નાનપણથી શોખ હતો.તે કુદરત સાથે ઘણીવાર વાત પણ કરતી,અલિશા ડેનીનને કહેતી,તું કુદરતને સવાલ કરતો કુદરત તને જવાબ આપે જ.અલિશા ઘણીવાર ડેનીનને કહેતી હું ઈશ્વર સાથે વાત કરી શકુ છું ડેનીન પણ અલિશાની વાત માનવા ડેનીન તૈયાર થતો નહી.

ડેનીન તું પણ ઈશ્વર સાથે વાત કરી શકે છો.તારે જે જોઇ તે ઈશ્વર પાસે માંગ .તને જરૂર ઈશ્વર આપશે..

સાચે.... !!! અલિશા ?

હુ ઈશ્વર પાસે કોઇ પણ વસ્તુ માંગું એ મને આપશે.

હા .! જરુર આપશે પણ ઈશ્વરને ગમે તેવું કામ હોય તો જહું ઈશ્વર પાસે ઘણા દિવસથી કઇક માંગવા માગું છું પણ મને એ નથી સમજાતુ ઈશ્વર મને હા પાડશે કે ના મને સમજાતું નથી.

એવી તો કઇ વસ્તુ છે જે ઈશ્વર હા કે ના મા જવાબ નથી આપતા?

અલિશા હું તારી સાથે જીવન ભર રહેવા માંગું છું અલિશા હું તને પ્રેમ કરુ છું.અલિશા થોડી વાર ચુપ રહી.ડેનીન તુ જાણે છે હું પગ વગરની સ્ત્રી છું.મારી પર બળાત્કાર પણ થયેલો છે.ડેનિન હું તને અંધારામાં રાખવા નથી માંગતી.અલિશા હું જાણું છુ તારી એ વાત પણ હું એટલું જ જાણું છું,અલિશા કે તું એક ઈશ્વરની પુત્રી છો ,અને હું પણ એક ઈશ્વરનો પુત્ર છું.ઈશ્વર આપણી સાથે છે.પ્રેમ કોઇને દેખા દેખી કે ચેહરો જોયને નથી થતો.

અલિશા ડેનીનને ગળે વળગી પડી.આઇ લવ યુ ડેનીન.અલિશા અને ડેનીન આજ ખુશ હતા.ડેનીન તારે તારા માતા -પિતાને મળવું જોઇએ.અલિશા મારા માતા -પિતા મને નાનપણમાં મુકી ચાલ્યા ગયા છે ઈશ્વર પાસે.અલિશા તું ને ઈશ્વર બીજુ કોઇ મને આ દુનિયામા ઓળખતું નથી.હું એ પણ જાણું છુ કે તારા માતા-પિતા આ દુનિયામા નથી.
હા" ડેનીન !આપણે આમ પણ ઘણાં સમયથી સાથે છીયે.ડેનીન હું તને એ કેહવા માંગું છુ કે આપણે જુદી જુદી જગ્યા રૂમ રાખી એ ન પોહચાય.તું શું કહેવા માંગે છો અલિશા?આપણે બનેને રેહવા માટે કોઈ સારુ ઘર શોધી લેવું જોઇએ..

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા.

આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવસ્ટોરી,
ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ,અલિશા ,થાર મરુસ્થળસંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.



મો-8140732001(whtup)